કોરોના માં મોત થયા બાદ મૃતક નો મૃતદેહ વતન માં લઇ જઇ અંતિમવિધિ કરી નાખતા આ બનાવ માં ગુનો નોંધાયો હોવાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. વિગતો મુજબ અમદાવાદ માં રહેતા રાજસ્થાન બાંસવાડાના ૬૫ વર્ષીય વૃધનુ કોવીડ-૧૯ના કારણે સોમવારે મોત નિપજ્યું હતુ. સોમવારે સાંજે મૃતક નો મૃતદેહ વીએસ સ્મશાનગૃહ ખાતે લવાયા બાદ સ્થળ ઉપર આવેલ મૃતક નો પુત્ર પોતાના પિતા નો મૃતદેહ લઈ જતો રહ્યો હતો જેથી તંત્ર દોડતુ થઈ ગયું હતું. સ્મશાન ઉપર આવેલ મૃતક નો પુત્ર અને સંબંધીઓ મૃતદેહ લઇ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં રાજસ્થાન ભાગી જઈ ત્યાં અંતિમવિધિ કરી નાખતા તેની સામે અમદાવાદ એલિસબ્રીજ પોલીસમાં ગુનો નોધાયો છે. વિગતો…
કવિ: Halima shaikh
છેલ્લા કેટલાક દિવસો થી દેશ સહિત ગુજરાત માં પણ બળાત્કાર ની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે જામજોધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર કુતિયાણા પંથકના એક ઇસમે છ માસમાં બે વખત બળાત્કાર ગુજારતા ભોગ બનનાર ના પિતાને ખબર પડતા તેઓ એ આઘાતમાં આવી જઈ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલ માં લઇ જવાઈ હોવાની વિગતો જાણવા મળી છે. વિગતો મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામે રહેતી સગીરા ઉપર છરીની અણીએ ધમકી આપી કુતિયાણા ના અશ્વિન ભીમશીભાઈ વાઢિયા નામના શખસે બે વખત બળાત્કાર ગુજાર્યો હતો અને બનાવ અંગે જાણ…
દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગેંગરેપ કેસ માં SITને વધુ 10 દિવસનો સમય અપાયો છે, અગાઉ SITને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની અવધિ આજે પૂરી થઈ જતા SITએ વધુ તપાસ માટે 10 દિવસ ના સમય ની માંગ કરતા ઉત્તર પ્રદેશ સરકારે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ગૃહ સચિવ ભગવાન સ્વરુપની આગેવાનીમાં બનાવેલી SIT ની ટીમ તપાસ કરી રહી છે. છેલ્લા સાત દિવસોથી ઉત્તરપ્રદેશના ઉચ્ચ અધિકારીઓ ની બનેલી SIT સતત હાથરસનું સત્ય સામે લાવવા માટે તપાસ કરી રહી છે. SITએ પીડિત પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધ્યા છે. હાથરસ કેસમાં દરરોજ નવી જાણકારીઓ અને નવા…
કોરોના વાયરસ ને લઈ હાલમાં દેશમાં ગત માર્ચ મહિના થી જ રેગ્યુલર ટ્રેનો બંધ કરી દેવાઈ છે પરંતુ લોકડાઉન બાદ જૂનથી અનલૉક જાહેર થયા પછી રેલવે દ્વારા કેટલાક વિશેષ રૂટ પર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાય છે અને વતન ગયેલા શ્રમિકો પરત આવતા રિટર્ન ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ હતી ત્યારે હવે દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી તમામ ટ્રેનો હાઉસફૂલ થઈ જતા પશ્ચિમ રેલવે અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી વધુ 36 ટ્રેનો શરૂ કરવાની રેલવે બોર્ડને ભલામણ કરવામાં આવી છે. આ ટ્રેનો માં અમદાવાદથી ઉપડતી તેમજ પસાર થતી 18 ટ્રેનો અને વડોદરા સુરતથી પસાર…
બોલિવૂડ અભિનેતા સુશાંત રાજપૂત કેસ માં મહારાષ્ટ્ર સરકાર ને બદનામ કરવા કેટલાક લોકો મેદાને પડ્યા હોવાનું રાજ્ય ના ગૃહમંત્રી એ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંતસિંહ રાજપૂતના કેસ બાબતે મહારાષ્ટ્રને બદનામ કરવા માટે કાવતરું રચાયું હોવાનો મંગળવારે આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ અંગે તપાસ ના પણ આદેશ અપાયા છે. મુંબઈ પોલીસના સાઇબર યુનિટના એક રિપોર્ટમાં પણ જણાવાયું છે કે, સુશાંતના કેસમાં મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા માટે નવ દેશોમાં ૮૦,૦૦૦ જેટલા બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવી ટાર્ગેટ કરાયો છે. મુંબઈ પોલીસના સાઇબર સેલે મુંબઈ શહેરના પોલીસ કમિશનર અને મુંબઈ પોલીસનો અપપ્રચાર કરવા બદલ અજાણી વ્યક્તિઓની વિરુદ્ધ બે એફઆઈઆર…
હાલ માં સરહદે તણાવ ની સ્થિતિ અને ગુજરાત આ આવી રહેલી પેટા ચુંટણીઓ દરમિયાન તંત્ર એલર્ટ છે ત્યારે ગુજરાત ATS ની ટીમે મોડી રાત્રે ગાંધીનગરના ચિલોડા નજીક ઓપરેશન હાથ ધરી ચાર ઈસમો ને બનાવટી ભારતીય ચલણી નોટો સાથે પાકિસ્તાની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હોવાના અહેવાલ છે. ગુજરાત એટીએસએ ચિલોડા સર્કલ પાસે હાથ ધરેલા આ ઓપરેશન અંગે હજુ સતાવાર વિગતો આવવાની બાકી છે. મંગળવારની મોડીરાત્ર સુધી આ ઓપરેશન ચાલું હતું સંભાવના એવી છે કે આજે બુધવારે એટીએસ આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે,જોકે ગુજરાત ના પાટનગર નજીક જ પાકિસ્તાન કનેક્શન બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને સામે…
ઇન્ટરનેટ ના યુગ માં મોબાઈલ ફોન ઉપર પોર્ન વેબસાઈટ જોઈને આજના કેટલાક હેવાનો બેન દીકરીઓ ને નિશાન બનાવી વાસના નો ગંદો ખેલ ખેલી રહ્યા છે ત્યારે હવે તો સગા વ્હાલા ના ઘરે પણ દીકરીઓ ને મુકવા માટે સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે. ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતી ઉપર ગેંગરેપ અને હત્યા ની ઘટના એ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે ત્યારે આજ વિસ્તારમાં વધુ એક એક 6 વર્ષ ની બાળા સાથે બળાત્કાર ની ઘટના બની છે જેમાં બાળકી નું મોત થઈ ગયું છે આ રેપ બાળા ના સગા માસીના છોકરા એ કર્યો હોવાની વાત સામે આવી છે. અને…
વલસાડ માં દબાણો દૂર કરાયા બાદ વલસાડ નગરપાલિકા દ્વારા અહીં ખુલ્લા થયેલ પાર્કિંગ પ્લોટ ઉપર પે એન્ડ પાર્ક બનાવાશે. આ માટે લેવલિંગની કામગીરી ત્રણેક દિવસમાં પૂરી થયા બાદ પે એન્ડ પાર્ક ની કામગીરી શરૂ કરાશે અને રોડની બાજૂમાં કમ્પાઉન્ડ કરી વોકપાથ તૈયાર કરાશે તેમ પાલિકા ના સૂત્રો એ જણાવ્યું હતું. વિગતો મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણબાગ સામે મેગા ડિમોલિશન બાદ ખુલ્લી કરાયેલી 1468 ચો.મી.જગ્યામાં આ સપ્તાહમાં જ પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરી દેવા પાલિકા એ ગતિવિધિ હાથ ધરી દીધી છે. હાલ તો અહીં લેવલિંગની કામગીરી ચાલુ છે ત્યારબાદ ટુ અને ફોર વ્હીલર વાહનો પાર્ક કરવા માટે લોકોને સુવિધા અપાશે.…
કોરોના કાળ માં ભલે અન્ય તહેવારો ઉજવાતા ન હોય પણ પોલીટીકલ કાર્યક્રમો ભરપૂર યોજાયા છે તાજેતર માં સીઆર પાટીલે ભારે ઉપાડો લીધો હતો અને રાજ્ય માં રેલીઓ અને જાહેર કાર્યક્રમો ભરપુર યોજાયા હતા પરિણામે નેતાઓ માં કોરોના વકર્યો હતો ત્યારે આવી રહેલી ચુંટણીઓ વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત અને રાષ્ટ્રની સેવામાં સમર્પણના 20માં વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે પણ હવે તે જાહેર માં નહિ પણ વર્ચ્યુઅલ કાર્યક્રમો યોજાશે ,આ માટે તૈયારીઓ શરૂ થઈ છે અને ગુજરાત ના સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને…
નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે કોરોના ની નવી ગાઈડલાઈન મુજબ ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે . કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો નહીં આયોજિત કરી શકાય, પૂજા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે. જેમાં ધાર્મિક કાર્યક્રમો માટે ભીડ નહિ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. કમ્યુનિટી કિચન, લંગરોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. કમ્યુનિટી કિચન ચલાવનાર લોકોએ સાફ-સફાઈનું પૂરું ધ્યાન રાખવું પડશે. કાર્યક્રમ સ્થળની સફાઈથી લઈને જૂતા-ચંપલ ઉતારવા સુધીની પ્રક્રિયામાં કાળજી રાખવી પડશે. આ જવાબદારી આયોજકોની રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં ગરબા કે પૂજા-પાઠનો કાર્યક્રમ કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી…