કવિ: Halima shaikh

હાલ માં સરહદે તણાવ ની સ્થિતિ અને ગુજરાત આ આવી રહેલી પેટા ચુંટણીઓ દરમિયાન તંત્ર એલર્ટ છે ત્યારે ગુજરાત ATS ની ટીમે મોડી રાત્રે ગાંધીનગરના ચિલોડા નજીક ઓપરેશન હાથ ધરી ચાર ઈસમો ને બનાવટી ભારતીય ચલણી નોટો સાથે પાકિસ્તાની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હોવાના અહેવાલ છે. ગુજરાત એટીએસએ ચિલોડા સર્કલ પાસે હાથ ધરેલા આ ઓપરેશન અંગે હજુ સતાવાર વિગતો આવવાની બાકી છે. મંગળવારની મોડીરાત્ર સુધી આ ઓપરેશન ચાલું હતું સંભાવના એવી છે કે આજે બુધવારે એટીએસ આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે,જોકે ગુજરાત ના પાટનગર નજીક જ પાકિસ્તાન કનેક્શન બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને સામે…

Read More

ઇન્ટરનેટ ના યુગ માં મોબાઈલ ફોન ઉપર પોર્ન વેબસાઈટ જોઈને આજના કેટલાક હેવાનો બેન દીકરીઓ ને નિશાન બનાવી વાસના નો ગંદો ખેલ ખેલી રહ્યા છે ત્યારે હવે તો સગા વ્હાલા ના ઘરે પણ દીકરીઓ ને મુકવા માટે સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે. ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતી ઉપર ગેંગરેપ અને હત્યા ની ઘટના એ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે ત્યારે આજ વિસ્તારમાં વધુ એક એક 6 વર્ષ ની બાળા સાથે બળાત્કાર ની ઘટના બની છે જેમાં બાળકી નું મોત થઈ ગયું છે આ રેપ બાળા ના સગા માસીના છોકરા એ કર્યો હોવાની વાત સામે આવી છે. અને…

Read More

વલસાડ માં દબાણો દૂર કરાયા બાદ વલસાડ નગરપાલિકા દ્વારા અહીં ખુલ્લા થયેલ પાર્કિંગ પ્લોટ ઉપર પે એન્ડ પાર્ક બનાવાશે. આ માટે લેવલિંગની કામગીરી ત્રણેક દિવસમાં પૂરી થયા બાદ પે એન્ડ પાર્ક ની કામગીરી શરૂ કરાશે અને રોડની બાજૂમાં કમ્પાઉન્ડ કરી વોકપાથ તૈયાર કરાશે તેમ પાલિકા ના સૂત્રો એ જણાવ્યું હતું. વિગતો મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણબાગ સામે મેગા ડિમોલિશન બાદ ખુલ્લી કરાયેલી 1468 ચો.મી.જગ્યામાં આ સપ્તાહમાં જ પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરી દેવા પાલિકા એ ગતિવિધિ હાથ ધરી દીધી છે. હાલ તો અહીં લેવલિંગની કામગીરી ચાલુ છે ત્યારબાદ ટુ અને ફોર વ્હીલર વાહનો પાર્ક કરવા માટે લોકોને સુવિધા અપાશે.…

Read More

કોરોના કાળ માં ભલે અન્ય તહેવારો ઉજવાતા ન હોય પણ પોલીટીકલ કાર્યક્રમો ભરપૂર યોજાયા છે તાજેતર માં સીઆર પાટીલે ભારે ઉપાડો લીધો હતો અને રાજ્ય માં રેલીઓ અને જાહેર કાર્યક્રમો ભરપુર યોજાયા હતા પરિણામે નેતાઓ માં કોરોના વકર્યો હતો ત્યારે આવી રહેલી ચુંટણીઓ વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત અને રાષ્ટ્રની સેવામાં સમર્પણના 20માં વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે પણ હવે તે જાહેર માં નહિ પણ વર્ચ્યુઅલ કાર્યક્રમો યોજાશે ,આ માટે તૈયારીઓ શરૂ થઈ છે અને ગુજરાત ના સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને…

Read More

નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે કોરોના ની નવી ગાઈડલાઈન મુજબ ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે . કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો નહીં આયોજિત કરી શકાય, પૂજા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે. જેમાં ધાર્મિક કાર્યક્રમો માટે ભીડ નહિ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. કમ્યુનિટી કિચન, લંગરોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. કમ્યુનિટી કિચન ચલાવનાર લોકોએ સાફ-સફાઈનું પૂરું ધ્યાન રાખવું પડશે. કાર્યક્રમ સ્થળની સફાઈથી લઈને જૂતા-ચંપલ ઉતારવા સુધીની પ્રક્રિયામાં કાળજી રાખવી પડશે. આ જવાબદારી આયોજકોની રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં ગરબા કે પૂજા-પાઠનો કાર્યક્રમ કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી…

Read More

હમણાં હમણાં ન્યૂઝ આવ્યા કે ગુજરાત સરકાર દેવામાં છે અને પૈસા નથી તો સવાલ એ થાય છે કે જો નાના વેપારીઓનો કર બાકી હોય તો વસૂલાત માટે આખી સીસ્ટમ ઉતરી પડે છે અને કડક કાર્યવાહી કરવા માંડે છે આજ રીતે સામાન્ય જનતા ને પણ કોરોના મહામારી માં ટ્રાફિક,માસ્ક કે હેલ્મેટ માટે કડક વસુલાત થાય છે પણ બીજી તરફ મોટા મગરમચ્છ જેવા ઉદ્યોગકારો સામે કાર્યવાહી કરવામાં સરકારી બાબુઓ ના ટાંટિયા એકીબેકી રમવા માંડે છે. આપને જણાવી દઈએ કે તા. 31 માર્ચ-19ના 48042.23 કરોડના મૂલ્યવર્ધિત વેરા, જેમાં જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહો પાસેથી મૂલ્યવર્ધિત વેરો, સ્ટેમ્પ ડયૂટી, નોંધણી ફી, વીજળીના વેરા, જકાત, વાહનો…

Read More

હાથરસ માં મોટાપાયે જાતિવાદી હિંસા ફેલાવવા ના કાવતરા નો પર્દાફાશ થયો છે અને પોલીસે ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાંથી ચરમપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેમના સહયોગી કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI)સાથે સંકળાયેલા ચાર ઈસમો ની ધરપકડ કરી છે ઝડપાયેલા ઈસમો પાસેથી હાથરસ ગેંગરેપ મામલે ઉશ્કેરણીજનક સાહિત્ય પણ મળી આવ્યું છે. પોલીસે આ ઈસમો પાસે થી મોબાઈલ, લેપટોપ જપ્ત કરી લઈ વધુ તપાસ હાથ ધરીછે. ચારેય આરોપી દિલ્હીથી હાથરસ જતા હતા ત્યારે જ ઝડપાઇ ગયા છે. વિગતો મુજબ PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એક ચરમપંથી એક ઈસ્લામિક સંગઠન છે. તેની હેડ ઓફિસ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં આવેલી છે. આ…

Read More

સમગ્ર દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગામમાં 19 વર્ષીય દલિત પુત્રી ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા એક દિવસની પ્રતિક હડતાલની જાહેરાત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલના સફાઈ કામદારો આજે મંગળવારે એક દિવસ શહેરભરમાં સફાઈ ન કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઉત્તર પ્રદેશની ગેંગરેપની ઘટનામાં પીડિત પરિવારને વહેલામાં વહેલા ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. યુપી ના હાથરાસ ખાતે સામુહિક બળાત્કાર ની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે. જેનો વિરોધ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. સફાઈ કર્મચારીઓ એ આજે બંધ પાળી વિરોધ…

Read More

લંડન જવાનું વિચારી રહ્યા હોય તો હવે ખાનગી ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે અને તે પણ આરામદાયક અને નોનસ્ટોપ. વિગતો મુજબ સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયા બાદ હવે ખાનગી એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ અને દિલ્હીથી લંડનની નોન સ્ટોપ ફ્લાઈટ 4 ડિસેમ્બરથી શરૂ કરશે. ફ્લાઈટનું રિટર્ન ભાડું 53,555 છે. મુંબઈ અને દિલ્હીથી જતા રૂ.25,555 તેમજ આવતા રૂ. 29,555 ભાડું છે. મુંબઈ અને દિલ્હીથી નવી ફ્લાઈટથી લંડન સહિત આસપાસના શહેરોના ગુજરાતીઓને સૌથી વધુ ફાયદો થશે. સ્પાઈસ જેટની આ ફ્લાઈટ દિલ્હીથી બે દિવસ અને મુંબઈથી એક દિવસ ઓપરેટ થશે. આમ હવે લંડન ની સીધી નોનસ્ટોપ સફર કરવા માટે વધુ સુવિધા નો…

Read More

વિધાનસભા ની પેટા ચૂંટણીઓ નજીક માં છે ત્યારે રાજકારણ માં ઉથલ પાથલ મચી છે ગુજરાત ભાજપમાં સ્વર્ણિમ સંકુલ અને કમલમના વહેંચાયેલા પાવર સેન્ટર્સના સમયમાં કેન્દ્રીય મહિલા મંત્રી સ્મૃતિ ઇરાની એ ગુજરાત માં એન્ટ્રી કરતા રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ હવે આવનારા સમય માં નવાજૂની થશે તેવી ચર્ચા કરતા થઈ ગયા છે. જ્યારે કેન્દ્ર કોઈ મુદ્દાને જનતા સુધી પહોંચાડવા માગે અને એવી કોઈ વાત હોય ત્યારે કેન્દ્રમાંથી મંત્રીઓ આવે જ છે. અગાઉ પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, રાજનાથ જેવા મંત્રીઓ આવી રીતે આવી ગયા છે, પરંતુ અગાઉથી જાહેર કાર્યક્રમ અનુસાર તેમના પ્રવાસની રૂપરેખા તૈયાર થતી હોય છે તેને સ્થાને ઈરાની અચાનક જ…

Read More