રાજ્ય માં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી અંગે ભાજપની પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક આજે મળવા જઇ રહી છે અને તે માટે સવાર થીજ અહીં તૈયારીઓ શરૂ થઈ છે અહીં ભારે ઉત્સુકતા જણાઈ રહી છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા તેમજ પેટાચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ સહિતના પદાધિકારીઓ હાજર રહેશે.
કવિ: Halima shaikh
રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ભારે ખળભળાટ મચી ગયો છે અને તરત જ લેવાયેલા એક્શન માં રાજકોટ ની કૌભાંડ આચરનાર ન્યૂ આઈડિયલ ફાર્માનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. અહીં આનંદ ક્લિનિકના નામે 24 ઈન્જેક્શનનું બોગસ બિલ ન્યૂ આઈડિયલ ફાર્માએ બનાવ્યું હોવાની વાત સામે આવી છે પણ આ ઘટનામાં 24 નહીં પરંતુ 100થી વધુ ઈન્જેક્શનનું વેચાણ થયું હોવાનું કહેવાય છે. આ કૌભાંડ માં પરેશ ઝાલાવાડીયા, રજની ફળદુ સામે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટના મોટી ટાંકી ચોક પાસેથી ન્યુ આઈડલ એજન્સીના સંચાલક પરેશ લક્ષ્મણ ઝાલાવડીયા (રહે. સાધુ વાસવાણી રોડ, જનકપુરી સોસા.) તથા એમ.આર. રજનીકાંત પરસોતમ…
સુરત ના ચકચારી એમડી ડ્રગ્સ ના સૂત્રધાર આદિલને પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે, આ કાંડ માં દક્ષિણ ગુજરાત માં વલસાડ જિલ્લા સહિત દમણ અને મુંબઇ સુધી ના સંપર્ક બહાર આવી રહ્યા છે. આ કેસમાં સુરત પોલીસે 40 એવા નબીરાઓ તરફ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે કે જેઓ સીધી રીતે જોડાયેલા હોવાનું મનાય છે આ પૈકી અત્યાર સુધીમાં 20 ની પુછપરછ હાથ ધરાઈ છે. આદિલના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થઇ ગયા હોઇ ક્રાઇમ બ્રાન્ચે આદિલને આજે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માગણી કરતાં કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો જાણવા મળી છે.…
સુરતમાં એમડી ડ્રગ્સ ના તાર હવે વલસાડ જિલ્લા ના વાપી અને દમણ સુધી પહોંચ્યા છે અને દક્ષિણ ગુજરાત ના અમીર લોકો સુધી ફેલાયા હોવાની વાતે ભારે સનસનાટી મચાવી છે અને સુશાંત રાજપૂત કેસ માં બોલિવૂડ ના ખુલ્લા પડેલા ડ્રગ્સ રેકેટ ની જેમજ સુરત માં પણ આજ મોડેન્સ ઓપરેન્ડી બહાર આવી છે અહીં પોલીસ તપાસમાં ચોંકાવનારી વાતો બહાર આવી રહી છે. મુંબઈ ની જેમ અહીં પણ આદિલ એન્ડ કંપની એ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને ડ્રગ્સ સપ્લાય થતું હતું આદિલ સાથે પાર્ટીઓ યોજવાનું કામ મીનાલ કરતો હોવાની વાત બહાર આવી છે, આદિલ અને મીનાલના મુંબઈથી દમણ સુધી સંપર્ક હોવાનું પોલીસ…
હાલ માં વલસાડ જિલ્લા માં કપરાડા વિધાનસભા ચુંટણીઓ નો માહોલ પરાકાષ્ટા એ છે અને રાજ્કીય પક્ષો એકબીજા ને જાહેર માં ભાંડતા હોય છે મતદારો ને એવું જ લાગે કે ભાઈ બન્ને પક્ષો વચ્ચે મોટું અંતર છે આવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા મળતા હોય છે પણ રાજકારણ માં અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કોઈને કોઈ પક્ષ માં ન ફાવે તો કૂદીને બીજા પક્ષ માં જતા રહે છે. આ બધા વચ્ચે વલસાડ માં એક એવી વાત સામે આવી રહી છે જે જોઈ થશે કે આવું પણ હોય ખરું અહીં ની એક એવી જગ્યા કે જ્યાં ભાજપ ના મોટા ગજાના નેતા અને…
અમદાવાદમાં વધુ એક કુદરતી પાર્ક પબ્લીક માટે ખુલ્લો મુકાયો છે. વિગતો મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2.25 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બાયોડાયવર્સિટી પાર્ક આજે સોમવારે લોકો માટે ખુલ્લો મૂકાયો છે. 20 હજાર ચોરસ મીટરમાં બનાવાયેલા આ પાર્કમાં 120 પ્રકારના 7 હજાર જેટલા વૃક્ષો છે, જેમાં લુપ્ત થઈ રહેલા વૃક્ષો ને બચાવવા માટે અહીં આવા વૃક્ષો રોપવામાં આવ્યા છે જેમાં અંજીર, અરીઠા, કૈલાસપતિ, રક્તચંદન, સીસમ, સી-ગ્રેપ, પાઈનેપલ, બાવોબ (રૂખડો), ચરોલી, ઢવ, ખીજડો, ખેર, પીલખન જેવા વૃક્ષો નો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ચીકુ, કરમદા, મોસંબી, નારંગી, દાડમ, જાંબુ, સેતુર, ગુંદા જેવી ફળાઉ વનસ્પતિઓ પણ વાવવામાં આવી છે. જેના ફળનો ઉપયોગ પક્ષીઓ પણ…
વલસાડ ના કપરાડા બેઠક ઉપર ત્રિ પાંખીયો જંગ ખેલાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે અને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે મતદારો વહેંચાઈ જશે અને અપક્ષ ઉમેદવારે તો સ્પષ્ટ પણ કરી દીધું છે કે તેઓ જીતુભાઇ ચૌધરી સામે જંગ માં છે જો ભાજપ તેમને ટિકિટ નહિ આપે તો પોતે ફોર્મ પાછું ખેંચી લેશે આમ અહીં માહોલ ભારે ગરમ છે. ભાજપ જેઓ ને ટિકિટ આપવાનું નક્કી છે તેવા જીતુભાઈ ચૌધરી સતત 4 ટર્મથી કપરાડા વિધાનસભા બેઠક પર ચૂંટાતા આવે છે અને તેઓ વલસાડ જિલ્લામાં કોંગ્રેસના દિગ્ગજ અગ્રણી હતા. પરંતુ તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે…
વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી ના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ના સમર્થકો માં ચૂંટણી અગાઉ ની તૈયારીઓ અને મતદારો ને આકર્ષવા માટે ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે વલસાડ જિલ્લા કલેકટરે આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક બોલાવી ચૂંટણી પંચના નિયમોના પાલન માટે તાકીદ કરી હતી.આ પેટા ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગરે તમામ રાજકીયપક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી નિયમોનુસાર ચુંટણીઓ અંગે કામગીરી ઉપર ભાર મુક્યો હતો. આ બેઠકમાં ચૂંટણી અધિકારી એ આચારસંહિતાના નિયમોનું પાલન ઉપર ભાર મૂકી નિષ્પક્ષ અને શાંતિના માહોલ…
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્કૂલ ફી વિશે મોટું નિવેદન આપ્યું છે. સ્કૂલ ફી બાબતે નીતિન પટેલે જવાબદારી ભર્યું નિવેદન આપતા જણાવ્યું છે કે, શાળાઓ માત્ર ટ્યુશન ફી વસુલી શકાશે અને ટ્યુશન ફીમાં પણ 25%ની રાહત આપવા નીતિન પટેલે ચોખવટ કરતા જણાવ્યું કે શાળાઓ અન્ય કોઈ ફી નહી વસુલી નહિ શકે. નાયબ મૂખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યની શાળાઓ માત્ર ટયુશન ફી જ વસૂલ કરી શકશે અને ટ્યુશન ફીમાં 25% ની વાલીઓને રાહત આપવામાં આવે. ટ્યુશન ફી સિવાય અન્ય કોઇ ફી ન વસૂલ કરવા શાળાઓને સૂચના આપી છે. આ નિવેદન હમણાં નું છે કારણ કે શાળા સંચાલકો 25 ટકા ફી…
રાજકોટમાં આજે માંસ,મછી,મટન વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ,આજે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ હોવાથી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના તમામ કતલખાના બંધ રાખવા અને માસ-મટનના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં કોઈ પણ જગ્યાએ આજે માંસ-મટનનું વેચાણ કરનારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરવામમાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ચૂસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી GPMC એક્ટ 1949 મુજબ કાયદેસર ની…