વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના ની સ્થિતિ વિકટ રહી છે અને કોરોના ના કેસો માં વધારો થઈ રહ્યો છે. વડોદરા માં પોઝિટિવના વધુ 117 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 12,150 થઇ ગયોછે. શહેર જિલ્લામાં કોરાનાથી સત્તાવાર એક મોત સાથે મૃત્યુઆંક 200 થયો છે. જોકે સ્મશાન માં આવતા મૃતદેહ ની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે. સૂત્રો ના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાંથી 147 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેથી કોરોનાને હરાવનારાની સંખ્યા વધીને 10,317 થઈ છએ. શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા સક્રિય દર્દીઓ 1633 છે, જે પૈકીની 179ને ઓક્સિજન પર અને 73ને વેન્ટિલેટર પર સારવાર ચાલુ છે.આમ વડોદરા માં કોરોના ની…
કવિ: Halima shaikh
રાજ્ય માં બળાત્કાર ની ઘટનાઓ વધી છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર માં એક ગરીબ મહિલા ઉપર વિધર્મી યુવકો દ્વારા મહિલા ને ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ બનાવ અંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા ગંભીર નોંધ લઇને તપાસના આદેશ આપી ગેંગરેપ ની આ ઘટના મામલે મહીસાગર પોલીસ વડા પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. વિધર્મી યુવાનો દ્વારા ગેંગ રેપ કરીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની…
કોરોના ની મહામારી માં લોકડાઉન સમયે સરકારે જરૂરિયાત મંદો ને અનાજ આપ્યા બાદ ફરી એક વખત મુખ્યમંત્રી CM રૂપાણીએ 10 લાખ પરિવારોને અનાજ આપવાની જાહેરાત કરી છે. હવે ફરી રાજ્યના વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવા સરકારે જાહેરાત કરી છે. તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે. NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે. આ ઉપરાંત રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે. શહેરો અને ગામોમાં વસતા…
વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ન ભૂલે તેમ સમાજ માં એવા ઈશ્ક લડાવતા ઈસમો પડ્યા છે કે ગમે તેટલી મોટી ઉંમરે પણ છોકરીઓ નો ચસ્કો છૂટતો નથી અને પછી ભેરવાઈ ત્યારે ખબર પડે આવોજ એક બનાવ પશ્ચિમ અમદાવાદમાં બન્યો છે જ્યાં રહેતા એક વેપારીને સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા ઉપર આવતી અશ્લીલ વેબસાઈટ પર ફોટા અને વીડિયો જોઈ રહ્યા હતા, તેમાં દેખાતી એક યુવતીએ વેપારીને મેસેજ મોકલતા જ વેપારી ખુશ થઈ ગયા હતા અને વેપારીએ પણ પોતાનો નંબર યુવતીને આપી ગલગલીયા અનુભવવા માંડ્યા હતા, યુવતીએ પોતાનું નામ કાજલ શર્મા જણાવ્યું હતું. ત્યારબાદ વેપારી અને કાજલ શર્માએ મેસેજથી વાતો કરવાનું…
આજકાલ ફિલ્મો જોઈને યુવાનો ને બોડી બનાવવા નો ચસ્કો લાગ્યો છે પરંતુ ખોટા રસ્તે બોડી બનાવવા જતા તેનું શું પરિણામ આવે તે મારે સુરત નો આ કિસ્સો અચૂક ધ્યાને લે. સુરતના અડાજણ સ્નેહસંકુલા વાડી નજક પાર્ક કરેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ મિજલ કેરીવાલા તરીકે થઈ હતી પોલીસ તપાસ માં બહાર આવેલી વિગતો માં તે ઉધના વિસ્તારમાં આવેલાં એક જીમમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો. પોલીસને મિજલની કારમાંથી શંકાસ્પદ ડ્રગ્સની બે બોટલ અને એક ઈન્જેક્શન મળી પણ આવ્યા હતા. મિજલ ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં મિજલનાં મોત મામલે ચોંકાવનારો…
દેશ માં ભારે ચકચાર જગાવનાર ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલા ગેંગરેપ અને હત્યા બાદ જીલ્લા વહિવટીતંત્ર દ્વારા મૃતક ના અંતિમ સંસ્કાર ગામની બહાર કરી દીધા હોવાની ઘટના એ ભારે હોબાળો મચાવ્યા બાદ ત્રણ દિવસ પછી પરીવારના સભ્યો ત્યાં અસ્થિઓ લેવા પહોંચ્યા ત્યારે મૃતક બેન ના ભાઈએ જણાવ્યું કે જ્યાં સુધી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી આ અસ્થિઓ નું વિસર્જન નહિ કરે અને ઉમેર્યુ કે પોતાના હાથમાં જે અસ્થિ છે તે કોના છે તે ખબર નથી. અંતિમ સમયમાં બહેનનો ચહેરો પણ જોવા દેવામાં ન આવ્યો હોવાની વાત મૃતકના ભાઈ એ કહી હતી, મૃતક નો…
કોરોના માં અટવાઈ ગયેલા શિક્ષણ કાર્ય ને ચાલુ કરવા આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ જલ્દી ધંધા ચાલુ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં શાળા- કોલેજો, ટયુશન- કોચિંગ ક્લાસ શરૂ કરવા સંચાલકોએ સરકારમાં દબાણ વધાર્યું હોવાની વાત છે. કારણ કે અગાઉ અનલોક- પની ગાઈડલાઈનમાં ભારત સરકારે ૧૫ ઓક્ટોબર બાદ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા સંદર્ભે રાજ્ય સરકારને નિર્ણય લેવાની વાત કરી હતી.પરિણામે ગુજરાતમાં દિવાળી બાદ શાળા- કોંચિંગ ફરીથી ધમધમતા કરવા ગતિવિધિઓ શરૂ થઈ છે. અગાઉ અનલોક-૪ના જાહેરનામામાં ૨૧ સપ્ટેમ્બરથી સ્કિલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટી, ધો- ૯થી ૧૨માં શૈક્ષણિક પ્રવૃતિઓ શરૂ કરવા છૂટછાટ આપવાનું જાહેર થયુ ત્યારે વાલીઓએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા માગ…
કોરોના માં સ્કૂલો બંધ હોવા છતાં શાળા સંચાલકો ફી વસુલ કરવાની જીદ ઉપર અડયા છે ત્યારે બીજી તરફ વાલીઓ પણ હવે 50 ટકા ફી થી વધુ એક રૂપિયો નહિ આપવા અડગ રહેતા મામલો ઠેરનોઠેર રહેવા પામ્યો છે. ઓલ ગુજરાત વાલીમંડળ પર સરકાર અને સંચાલકો સાથે સાંઠગાંઠના આક્ષેપો થતા મંડળના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, અમારી ફી માફીની માંગ 50 ટકાની જ છે, અમે સરકાર સાથે 25 ટકા ફી માફી મુદ્દે સંમત થયા જ નથી. જો સરકાર જીઆરમાં 25 ટકાનો ઉલ્લેખ કરશે અને ફી માફી માટે સમય મર્યાદા નક્કી કરશે તો અમારે ફરી હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે. શિક્ષણમંત્રી સાથે ફી માફીની…
અમદાવાદ માં બાપ-દીકરા એ કોરોના રીપોર્ટ માટે નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે કોર્પોરેશન દ્વારા બનાવેલા ડોમમાં ગયા હતા જ્યાં ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓ ને શંકા રહી જતા બંનેએ 20 મિનિટ પછી ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ કોર્પોરેશન દ્વારા ઉભા કરાયેલા ડોમ માં લોલમલોલ ચાલતું હોવાનું બહાર આવ્યુ હતુ. ઘર માં માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પુત્ર પિતા સાથે ટેસ્ટ કરાવવા ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મોટાપાયે રેપિડ ટેસ્ટ કરાઈ રહ્યા છે, પરંતુ આ ટેસ્ટની વિશ્વસનીયતા સામે હવે સવાલ ઊભા થઇ રહયા છે. જો કે, પિતા-પુત્રે 10-15…
વાપીના બલીઠા વિસ્તારમાં હરિયાણા રાજસ્થાન કેરીયર્સના નામે ટ્રાંસપોર્ટ નો ધંધો કરતા અને નુતનનગર સ્થિત મુરલીધર સોસાયટીના ફ્લેટ નં.એ-105માં રહેતા પંકજ દયાનંદ વર્મા ના ઘર માં ઘુસેલા અજાણ્યા ઈસમો ચાર લાખ ના મત્તા ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. શનિવારે મળસ્કે તેમની પત્ની રિના વોશરૂમ જવા માટે ઉઠ્યા ત્યારે બેડરૂમનો દરવાજો ખોલવા જતા તે બહારથી બંધ હોવાનું જણાતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તે અંગેની જાણ પતિને કરતા તેમણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા મોટા ભાઇ દિપકને વાત કરતા તેઓ એ બાલ્કની માં આવી દરવાજો ખોલ્યો હતો જોકે તસ્કરો પણ ગેસ લાઇન ના સહારે આ જ રીતે ફ્લેટમાં પ્રવેશ્યા હોવાનું બહાર આવ્યું…