કોરોના માં અટવાઈ ગયેલા શિક્ષણ કાર્ય ને ચાલુ કરવા આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ જલ્દી ધંધા ચાલુ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં શાળા- કોલેજો, ટયુશન- કોચિંગ ક્લાસ શરૂ કરવા સંચાલકોએ સરકારમાં દબાણ વધાર્યું હોવાની વાત છે. કારણ કે અગાઉ અનલોક- પની ગાઈડલાઈનમાં ભારત સરકારે ૧૫ ઓક્ટોબર બાદ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા સંદર્ભે રાજ્ય સરકારને નિર્ણય લેવાની વાત કરી હતી.પરિણામે ગુજરાતમાં દિવાળી બાદ શાળા- કોંચિંગ ફરીથી ધમધમતા કરવા ગતિવિધિઓ શરૂ થઈ છે. અગાઉ અનલોક-૪ના જાહેરનામામાં ૨૧ સપ્ટેમ્બરથી સ્કિલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટી, ધો- ૯થી ૧૨માં શૈક્ષણિક પ્રવૃતિઓ શરૂ કરવા છૂટછાટ આપવાનું જાહેર થયુ ત્યારે વાલીઓએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા માગ…
કવિ: Halima shaikh
કોરોના માં સ્કૂલો બંધ હોવા છતાં શાળા સંચાલકો ફી વસુલ કરવાની જીદ ઉપર અડયા છે ત્યારે બીજી તરફ વાલીઓ પણ હવે 50 ટકા ફી થી વધુ એક રૂપિયો નહિ આપવા અડગ રહેતા મામલો ઠેરનોઠેર રહેવા પામ્યો છે. ઓલ ગુજરાત વાલીમંડળ પર સરકાર અને સંચાલકો સાથે સાંઠગાંઠના આક્ષેપો થતા મંડળના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, અમારી ફી માફીની માંગ 50 ટકાની જ છે, અમે સરકાર સાથે 25 ટકા ફી માફી મુદ્દે સંમત થયા જ નથી. જો સરકાર જીઆરમાં 25 ટકાનો ઉલ્લેખ કરશે અને ફી માફી માટે સમય મર્યાદા નક્કી કરશે તો અમારે ફરી હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે. શિક્ષણમંત્રી સાથે ફી માફીની…
અમદાવાદ માં બાપ-દીકરા એ કોરોના રીપોર્ટ માટે નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે કોર્પોરેશન દ્વારા બનાવેલા ડોમમાં ગયા હતા જ્યાં ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓ ને શંકા રહી જતા બંનેએ 20 મિનિટ પછી ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ કોર્પોરેશન દ્વારા ઉભા કરાયેલા ડોમ માં લોલમલોલ ચાલતું હોવાનું બહાર આવ્યુ હતુ. ઘર માં માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પુત્ર પિતા સાથે ટેસ્ટ કરાવવા ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મોટાપાયે રેપિડ ટેસ્ટ કરાઈ રહ્યા છે, પરંતુ આ ટેસ્ટની વિશ્વસનીયતા સામે હવે સવાલ ઊભા થઇ રહયા છે. જો કે, પિતા-પુત્રે 10-15…
વાપીના બલીઠા વિસ્તારમાં હરિયાણા રાજસ્થાન કેરીયર્સના નામે ટ્રાંસપોર્ટ નો ધંધો કરતા અને નુતનનગર સ્થિત મુરલીધર સોસાયટીના ફ્લેટ નં.એ-105માં રહેતા પંકજ દયાનંદ વર્મા ના ઘર માં ઘુસેલા અજાણ્યા ઈસમો ચાર લાખ ના મત્તા ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. શનિવારે મળસ્કે તેમની પત્ની રિના વોશરૂમ જવા માટે ઉઠ્યા ત્યારે બેડરૂમનો દરવાજો ખોલવા જતા તે બહારથી બંધ હોવાનું જણાતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તે અંગેની જાણ પતિને કરતા તેમણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા મોટા ભાઇ દિપકને વાત કરતા તેઓ એ બાલ્કની માં આવી દરવાજો ખોલ્યો હતો જોકે તસ્કરો પણ ગેસ લાઇન ના સહારે આ જ રીતે ફ્લેટમાં પ્રવેશ્યા હોવાનું બહાર આવ્યું…
સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની મુદ્દત 30 સપ્ટેમ્બરે પુરી થઇ ચુકી છે ત્યારે સોમવારે દમણના ચૂંટણી અધિકારી દ્વારા દમણ નગર પાલિકાની બેઠકની ફાળવણી અને રીઝર્વ સીટ સહિત માટે ડ્રો માટે કામગીરી કરાશે. દમણની સૌથી મોટી ડાભેલ પંચાયતનું ચાર પંચાયતના વિભાજન થયા બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે. સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત તથા દમણ પાલિકાની ચૂંટણી માટે હવે ગતિવિધિ શરૂ થઈ છે અને તેના ભાગરૂપે આગામી 5મી ઓક્ટોબરના રોજ સાંજે 5 કલાકે નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલમાં રીઝર્વ સીટ…
વલસાડ જિલ્લા ના વાપીના મોરાઈ સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી હવામાં બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ઉઠેલી ગંભીર ફરિયાદો બાદ હરકત માં આવેલ સબંધિત વિભાગે કંપની ને નોટિસ ફટકારી હતી. જીપીસીબી ની ટીમે હાથ ધરેલી તપાસ દરમ્યાન બેસ્ટ કવેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પેપર ડિવિઝનમાંથી હવા પ્રદુષણ ફેલાતું હોવાનું બહાર આવતા વાપી જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે મોરાઇ ગામમાં ઔદ્યોગિક એકમો આવેલાં છે જેઓ સમયાંતરે પ્રદુષણ ફેલાવતા હોવાની ફરીયાદો ઉઠતી રહે છે.ત્યારે તંત્ર કડક કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.
કોરોના ની સ્થિતિ વચ્ચે આજે રવિવારે યુપીએસસીની પરીક્ષા યોજાશે, નવી દિલ્હીના યુનિયન પબ્લીક સર્વિસ કમિશન દ્વારા આયોજિત સિવિલ સર્વિસ પ્રીલીમ પરીક્ષા-૨૦૨૦ આજે રવિવારે અમદાવાદના કુલ ૮૧ પેટા-કેન્દ્રો ખાતે યોજાનાર છે. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા યુપીએસસીની પરીક્ષા દરમિયાન કોવીડ-૧૯ની ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. અમદાવાદના જુદા-જુદા કેન્દ્રોમાં યોજાનારી યુપીએસસીની પરીક્ષામાં અમદાવાદના સ્પીપામાંથી ૪૨૬ ઉમેદવારો ભાગ લેવાના છે. ઉમેદવારોએ દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા (પેપર-૧, ૦૮-૩૦ કલાકે, પેપર-૨ – ૧-૩૦ કલાકે) ખોલવામાં આવશે. તેથી પરીક્ષાર્થીઓએ સેન્ટર પર વહેલા પહોંચવાનું રહેશે અને સીધા જ પરીક્ષાના રુમ કે હોલમાં તેમની નિર્ધારીત જગ્યાએ બેસવાનું રહેશે. પરીક્ષા…
ગુજરાત માં કોરોના નો કહેર યથાવત છે ત્યારે ભાજપ સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા ચુસ્ત આગ્રહ કરવામાં આવી રહ્યો છે તેવે સમયે ભાજપના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ જાણીતી ગાયિકા કિંજલ દવે સાથે ગાઈડલાઈન ની ઐસી તૈસી કરીને ‘ અમે ગુજરાતી લેરી લાલા ગુજરાતી સોંગ પર’ … ભારે જમાવટ નો શીન ઉભો કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. તેઓ એ જાહેર માં સરઘસ કાઢીને સોશિયલ ડિસન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા અને આ ગીત ગાનાર સિંગર કિંજલ દવે પણ આ તેમની સાથે જોડાયા હતા અને ધારાસભ્યની સાથે સરઘસમાં જોડાઈને કોરોના ના નિયમો ના ધજાગરા ઉડાવી દીધા હતા અને ઘોડેસવારીની મજા માણી…
રાજ્ય માં આજે બનેલી નોંધનીય ઘટના માં ભાજપ ના નેતા ને સજા થતા નેતાઓ માં આ મેટર ભારે ચર્ચામાં રહી છે. વિગતો મુજબ 2016માં 1.48 કરોડ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને કલોલ કોર્ટે 2 વર્ષની સાદી કેદની સજા અને 2 કરોડ 97 લાખ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સામે આવી છે. વાત છે 13 ઓક્ટોબર 2016ના રોજ ની ત્યારે અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફેતપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હતી. રાજકોટની જમીનના બાનાપેટે 1 કરોડ 48 લાખ લીધા હતા, પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા મિત્રો હોઈ દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ…
અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની બદી ફૂલીફાલી છે અને પોલીસ કમિશનરે બંધ કરાવવા આદેશ આપ્યા છે ત્યારે ખુદ પોલીસ લાઇન માજ પોલીસ ના ઘરમાં જ જુગરધામ ઝડપાતા હડકંપ મચ્યો છે. આ જુગાર ધામ માં જુગાર રમતો પ્રખ્યાત હોટલ એવી સિમરન હોટલનો માલિક ઐયુબખાન પઠાણ પણ ઝડપાયો છે આ હોટલ માં પોલીસ ના માણસો ની હાજરી વધુ રહે છે અને જમવા,નાસ્તા ચા માટે પોલીસ ની હાજરી વધુ રહે છે, જેથી ઐયુબ પોલીસ માટે જાણીતો માણસ હોવાનું કહેવાય છે ,જે પોલીસ ચોપડે વોન્ટેડ બોલે છે ,કારણ કે ગત 3 સપ્ટેમ્બરે જ્યારે કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં જુગારની રેડ પોલીસે કરી હતી, તેમાં ફરાર બતાવ્યો હતો…