સમગ્ર દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગેંગરેપ પીડિતની લાશ ના અંતિમ સંસ્કાર કરી દીધાના ત્રણ દિવસ બાદ ભારે વિરોધ પછી પોલીસે મીડિયાને પીડિતના ગામમાં પ્રવેશ આપ્યો છે. જોકે,મીડિયા સાથે વાતચીતમાં પીડિત પરિવારે તંત્ર અને પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે મૃતક ની માતાએ કહ્યું, છેલ્લી વખત તેઓ ને તેમની પુત્રી નું મોઢું પણ ન જોવા દીધું, અમને તો એ પણ ખબર નથી કે પોલીસે કોનો મૃતદેહ સળગાવી દીધો અને અમે કોના અસ્થિ લાવ્યાં છીએ. પીડિતાની ભાભીએ કહ્યું, પોલીસે પરિવાર સાથે મારઝૂડ પણ કરી હતી , પીડિતના ભાઈએ જણાવ્યું, બુધવારે રાતે 10 વાગ્યા સુધી પોલીસ ઘરે રહી હતી. આ દરમિયાન…
કવિ: Halima shaikh
રાજકોટ નજીક મંત્રી કુંવરજી બાવળિયાના કાફલાનો અકસ્માત થયો હોવાના અહેવાલ છે અને એક સાથે ત્રણ ગાડીઓ એકબીજા સાથે અથડાતા સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વિગતો મુજબ વીંછીયા તાલુકાના દેવધરી ગામે સુવિધા પંથ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ના કાફલાને અકસ્માત નડ્યો છે. મંત્રી બાવળિયા સલામત છે તથા તેમની ગાડી પણ સુરક્ષિત છે. જાણવા મળતી માહિતી મુંબજ વીંછીયા તાલુકા વિકાસ અધિકારીની ગાડીના ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની વાત બહાર આવી છે. એક સાથે ત્રણ ગાડીનો અકસ્માત સર્જાયો જેમાં મામલતદાર, ટી.ડી.ઓ અને માહિતી ખાતા ની ત્રણ અધિકારીઓ ની ગાડીઓ એકબીજા…
કોરોના કાળ માં બધીજ સ્કૂલો બંધ હોવાછતાં ફી માંગવાની જીદ ઉપર ઉતરેલા શાળા સંચાલકો ની ફી માટે ની દાદાગીરી સામે હવે વાલીઓ એ પણ બાંયો ચડાવી છે અને ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસીએશને સ્પષ્ટ કર્યું છે કે મંદીમાં વાલીઓ માત્ર 25 ટકા જ ફી ભરી શકે તેવી સ્થિતિમાં છે, માટે સરકારે 75 ટકા ફી માફીની જાહેરાત કરવી જોઇએ. ફેડરેશનનો આક્ષેપ છે કે 25 ટકા ફી માફીની જાહેરાતનો નિર્ણય લેતા પહેલા સરકારે રાજ્યમાં વાલીમંડળો સાથે ચર્ચા કરી નથી. આ નિર્ણય માત્ર સ્કૂલ સંચાલકોને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે જે એક તરફી છે અને કોઈ વાલી 75 ટકા ફી ભરવાના નથી. ફેડરેશને શિક્ષણમંત્રીને…
વલસાડ માં ચૂંટણી પહેલા રાજકારણ માં સળવળાટ જોવા મળી રહ્યો છે અને કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જીતુ ચૌધરી લગભગ નક્કી હોવાની વાતો વચ્ચે ચૂંટણી નું વાતાવરણ જામી રહ્યું છે અને રાજકીય કાર્યકરો,સંગઠન હોદ્દેદારો સાથે નેતાઓની બેઠકો માટે આગામી કાર્યક્રમો અંગે પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે પ્રદેશ ભાજપે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલની નિયુક્તિ કરી દેતા હવે ભાજપ દ્વારા હવે કપરાડા વિસ્તારોમાં બંન્ને ઇન્ચાર્જ પદાધિકારીઓ કામે લાગી ગયા છે અને આગામી પ્લાનિંગ ગોઠવી રહ્યા છે. આમ વલસાડ માં રાજ્કીય સળવળાટ સાથે…
કોરોના માં બેહાલ જનતા માટે લોન મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારા માટે એક ગુડ ન્યૂઝ સામે આવી રહ્યા છે અને હવે બેંકો લોન પર વ્યાજ પર વ્યાજની વસૂલાત નહીં કરે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે કે એમએસએમઇ, શિક્ષણ, ગૃહ, ઉપભોક્તા અને ઓટો લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડના બાકી લેણાં પર પણ આ વ્યાજ લાગુ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે કોરોનામાં તો સરકારે વ્યાજ મુક્તિનો ભાર સહન કરવો જોઇએ, આ એકમાત્ર સમાધાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે મોરટોરિયમ કેસમાં કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી…
વલસાડના કલ્યાણબાગ સામે આવેલી સરવે નં.125 અને 127વાળી જગ્યામાં 40 વર્ષ પહેલા ફાળવાયેલી 84 કેબિનો ના મેગા ડિમોલિશન નો પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થતા કેબિન ધારકો એ જોરદાર વિરોધ કર્યો હતો જોકે, બંદોબસ્ત માં તૈનાત પોલીસ જવાનો એ મામલો સાંભળી લીધો હતો. સ્ટેશન રોડ ને ડેવલપ કરવા માટે પાલિકા દ્વારા હાથ ધરાયેલી ડીમોલેશન ની કાર્યવાહી રોકવા કેબિન ધારકો એ ધારાસભ્ય ભરત પટેલ સહિત સુરત પહોંચી પ્રદેશ ભાજપ સીઆર પાટિલ સમક્ષ ડિમોલિશન રોકવા રજૂઆતો કરી હતી. વલસાડ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર પાસે કલ્યાણબાગ સામેની જે તે વખતે પડતર ખુલ્લી જમીનમાં 1982માં તત્કાલિન કલેકટર મૃદુલાબેન વશીએ માનવીય અભિગમ દાખવી રોજીરોટી માટે વેચાણના…
વલસાડ શહેરના સ્ટેશન રોડ પર કલ્યાણબાગ સામેના પ્લોટ ઉપર 1982માં કાયમી વેચાણના આધારે કલેકટરે ફાળવેલી જગ્યામાંથી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે 84 જેટલી મનાતી ખુબજ જૂની કેબિનોનું ડિમોલિશન કરવાની તજવીજ હાથ ધરાતાં વલસાડ ના કેબિનધારકો માં કચવાટ જોવા મળ્યો હતો અને પોલીસ તેમજ ફરજ પરના અધિકારીઓ ને ડીમોલેશન રોકવા વિનવણી કરતા નજરે પડ્યા હતા. જોકે તંત્ર દ્વારા જેસીબી મશીનો સાથે બાંધકામ તોડવાનું ચાલુ રહ્યું હતું પરિણામે અહીં વાતાવરણમાં તંગદીલી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે ગાંધીજયંતિ નિમિત્તે ધારાસભ્ય ભરતભાઇ પટેલ પાસે પહોંચી સ્થાનિક કેબિનધારક નિતીન સોની,પ્રશાંત ઘડિયાળવાળા,સીનિયર સિટિઝન ઠાકોરભાઇએ સામૂહિક રજૂઆતો કરી પાલિકાની ડિમોલિશનની તજવીજ રોકવા માગ કરી હતી.ધારાસભ્ય…
સમગ્ર દેશ માં હાથરસ કાંડ છવાઈ ચૂક્યું છે અને રાજકીય રંગે રંગાઈ ચૂકેલા આ પ્રકરણમાં ફરી એક વાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના સાંસદો સાથે હાથરસની યાત્રા કરવાની જાહેરાત કરતા ભારે હોબાળો મચી ગયો છે, કારણ કે અગાઉ પણ રાહુલ ગાંધી પોતાના બહેન પ્રિયંકા ગાંધી સાથે હાથરસ જવા રવાના થયા ત્યારે પોલીસે તેમને ધરપકડ કરી હતી અને ઝપાઝપી દરમિયાન રાહુલ ગાંધી પડી ગયા હતા પરિણામે દેશભરમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી હતી. દરમ્યાન રાહુલ ગાંધી એ ફરી એકવાર ત્યાં જવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આજે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે બપોરે હાથરસ…
હાલ માં કોરોના ની વર્તમાન પરિસ્થિતિમાં રેલવે માં ટ્રેનો હજુ પૂર્ણ રીતે ચાલુ થઈ નથી અને લોકો મુસાફરી માં અટવાઈ રહ્યા છે બીજી તરફ છેલ્લા દિવસો માં કોરોના નું સંક્રમણ પણ વધતા તંત્ર મુંઝવણમાં છે ત્યારે ઓડિશાથી અમદાવાદ તરફ આવતી ટ્રેનોમાં પેસેન્જરોની ભીડ અને લાંબું વેઈટિંગ લિસ્ટ જોતાં અમદાવાદથી ખુર્દા રોડ માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. તમામ રિઝર્વ કોચ ધરાવતી આ વિશેષ ટ્રેન આજથી 24 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે. એની સાથે આજથી સોમનાથ-જબલપુર ટ્રેન શરૂ થઈ રહી છે. આ ટ્રેનનું જૂનાગઢનું સ્ટોપ રદ કર્યું છે. આમ મુસાફરી માટે લાંબા અંતર નો અન્ય કોઈ વિકલ્પ નહિ હોવાથી ધીરેધીરે…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયા ને કોવિડ-19 ની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇન મેનેજરે જણાવ્યુ હતું કે હવે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન ટ્રમ્પના ચૂંટણી પ્રચાર કાર્યક્રમો વર્ચ્યુઅલ આયોજીત કરાશે. આ નિર્ણય ટ્રમ્પના કોવિડ-19થી સંક્રમિત થયા બાદ લેવાયો છે. કેમ્પેઇન મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે જોડાયેલા કાર્યક્રમોને મોકૂફ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અભિયાનના અન્ય તમામ કાર્યક્રમો એક પછી એક નક્કી કરવામાં આવશે અને અમે આગામી દિવસોમાં કોઈ પ્રાસંગિક જાહેરાત કરીશું. જો કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ચૂંટણી…