અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયા ને કોવિડ-19 ની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇન મેનેજરે જણાવ્યુ હતું કે હવે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન ટ્રમ્પના ચૂંટણી પ્રચાર કાર્યક્રમો વર્ચ્યુઅલ આયોજીત કરાશે. આ નિર્ણય ટ્રમ્પના કોવિડ-19થી સંક્રમિત થયા બાદ લેવાયો છે. કેમ્પેઇન મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે જોડાયેલા કાર્યક્રમોને મોકૂફ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અભિયાનના અન્ય તમામ કાર્યક્રમો એક પછી એક નક્કી કરવામાં આવશે અને અમે આગામી દિવસોમાં કોઈ પ્રાસંગિક જાહેરાત કરીશું. જો કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ચૂંટણી…
કવિ: Halima shaikh
ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને સંક્રમણ ફેલાતા હવે જેતે વિસ્તારોમાં સ્થાનિક તંત્ર ને અપાયેલી સ્વતંત્ર સત્તા અને પાવર ને લઈ સાબરકાંઠાના કલેક્ટરે વિજયનગર તાલુકાના પ્રવાસનસ્થળ પોળો ફોરેસ્ટ પર શનિ અને રવિવારે બહારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અમલ શરૂ થઈ ગયો છે. શનિ-રવિમાં 20 હજાર પ્રવાસી આવતા હોવાથી સંક્રમણ ફેલાવાની શક્યતા હોવાથી પ્રતિબંધ મૂક્યો છે, જેનો 18 ઓક્ટોબર સુધી અમલ કરાશે. આમ સંક્રમણ રોકવા માટે હવે તંત્ર સખત પગલાં ઉઠાવી રહ્યું છે તંત્ર દ્વારા લોકો ને સરકારી ગાઈડલાઈન નું સ્વેચ્છા એ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જનતા ને સોશ્યલ ડિસ્ટનીંગ અને માસ્ક પહેરવા…
આજે ત્રીજી ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગ્યે વિશ્વની સૌથી મોટી ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ ટનલ રોહતાંગમાં બનેલી 9.02 કિમી લાંબી ટનલ છે અને મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડે છે. આ ટનલ બનતા હવે મનાલી અને લાહૌલ સ્પીતી વેલી બારેય મહિના એકબીજા ના સંપર્ક માં રહેશે નોંધનીય છે કે અગાઉ બરફવર્ષાને કારણે, લાહૌલ સ્પિતી ઘાટી વર્ષના 6 મહિના સુધી દેશના અન્ય ભાગો થી વિખૂટું પડી જતું હતું.અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પીર પંજલની ટેકરીઓમાં ‘અટલ ટનલ’ બનાવવામાં આવી છે. તે દરિયાઇ સપાટીથી 10,000 ફૂટની ઉંચાઇ પર આવેલ છે અને મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર…
ભારતની આન-બાન અને શાન ના પ્રતીક સમા યુદ્ધ જહાજ INS વિરાટ નું તારીખ 28 સપ્ટેમ્બરે અલંગ ખાતે આખરી સફર પુરી થયા બાદ થેંક્યું વિરાટ નામે કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે ભારતીય નૌકાદળનું વિમાન વાહક આ જહાજ ભાંગવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપે હવે જહાજ વેચવા માટે વાત ચલાવતા ભારે વિવાદ ઉભો થયો છે. INS વિરાટ જહાજને રાષ્ટ્ર ગૌરવના નામે 38.54 કરોડમાં ખરીદ્યા બાદ શ્રી રામ ગ્રુપે તેને સો કરોડમાં વેચવા તૈયાર બતાવતા હવે આ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માટે મુંબઈના એક મોટા જૂથે માંગણી કરી છે અને ગોવાના મુખ્યપ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે જણાવ્યું છે, ત્યારે સવાલ એ છે…
અમદાવાદમાં પોલીસ અને કરનીસેના વચ્ચે ફરી વિખવાદ થયો છે અને સંઘર્ષ થતા ભારે હોબાળો થયો છે. વિગતો મુજબ ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ આંદોલન થયું હતું જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માગ સાથે ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના એક દિવસના ધરણાં નો કાર્યક્રમ યોજ્યો હતો જોકે આ સમયે મંજૂરી નહિ હોવાથી કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કરણીસેના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી છે. કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરો ગાંધીજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમ ખાતે પોતાની માગ સાથે એક દિવસનાં ધરણાં…
એક તરફ શંકરસિંહ બાપુ દારૂબંધી હઠાવવા મેદાને પડ્યા છે ત્યારે બીજી તરફ ગાંધી જયંતિ અંતર્ગત રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું આ મુદ્દે પહેલીવાર સૌથી મોટું નિવેદન આવી રહ્યું છે તેઓએ કહ્યુ કે કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ આ વાત ક્યારેય શક્ય બનશે નહિ. રાજ્ય સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે. જાડેજાએ કોઈનું નામ લીધા વગર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને ગુજરાતનો વિકાસ થાય એવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બદીને કારણે રાજ્યમાં કેટલાંયે પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે.…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એવી આજે 2જી ઓક્ટોબરના રોજ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર કોરોના ની ગાઈડલાઈન ને અનુસરી ખુબજ સાદગીપૂર્વક ગાંધીજ્યંતી મનાવાઈ હતી. અહીં આશ્રમના સભ્યો દ્વારા જ ગાંધીજી ને પ્રિય સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સવારે 8 વાગ્યે ગાંધીઆશ્રમમાં આશ્રમના સભ્યોની હાજરી માં સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક પહેરી યોજાયેલ સભામાં કોરોનાની મહામારી ના કારણે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. હાલ જાહેર જનતા માટે ગાંધી આશ્રમ બંધ રાખવામાં આવ્યો છે જેથી બહાર નું કોઇ પ્રાર્થના સભામાં જોડાઈ શક્યાં ન હતા કોરોના માં લોકો પોતાના ઘરે બેઠા પ્રાર્થના સભામાં ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા…
ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર ના ખેડૂત વિરોધી બિલ તેમજ શાળા-કોલેજોની ફી માફીની માંગ સાથે દેખાવો યોજવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલી માં ઝપાઝપી થતા કોંગી અગ્રણી પરેશ ઘાનાણી નું શર્ટ ફાટી જતા ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અલગ અલગ જિલ્લા સેન્ટરો પરથી વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારે રજુ કરેલ ખેડૂતલક્ષી બીલો પરત ખેંચવાની માંગ કરી રહ્યા ત્યારે અમરેલીમાં પણ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું અને અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી અહીંના ગાંધી બાગમાં પોતાના સમર્થકો સાથે ધરણાં કાર્યક્રમ કરવા ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના નેતાઓ ધરણાં કરે…
કોરોના યથાવત છે પણ જાહેર ક્ષેત્રો માં ધીરેધીરે બધાજ સેકટર ચાલુ કરવા સરકારે અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ ગતરોજ રાજ્ય સરકારે પણ ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમાં શિક્ષણજગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો અંગે આ મુજબ નિર્ણય લેવાયો છે જેમાં સીને રસિયાઓ માટે ના ન્યૂઝ છે કે સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ચાલુ થશે. બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે. મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે. તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે. રાજ્યની હોટલ્સ અને…
આજના હાઈટેક યુગ માં હવે રેડીઓ ભલે માત્ર જૂની પેઢી નું મનોરંજન માટે નું સાધન ગણાય પણ જેલ માં તો એ હવે આવી રહ્યું છે અને જેલમાં રેડિયા ની શરૂઆત થશે, ગાંધીજયંતીના આજના દિવસે ગુજરાતમાં સૌપ્રથમવાર જેલમાં રેડિયોની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ માટે અને કેદીઓ દ્વારા ચાલતા પ્રિઝન રેડિયોની શરૂઆત કરાશે. રેડિયોમાં તેમને જરૂરી માહિતી અને મનોરંજન પૂરાં પડાશે. આ રેડિયોના પ્રોગ્રામ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે. રેડિયો દ્વારા કેદીઓને કાયદાકીય બાબતો સમજાવવામાં આવશે. આમ હવે રેડિયો જેલમાં પહોંચ્યો છે અને ભૂલાતા જઈ રહેલા રેડિયો ને ચાલુ રાખવા સહિત માહિતી મલિ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા…