ગુજરાત ના પાટનગર ગાંધીનગર માં ચિકનગુનિયાના 100 પોઝિટીવ કેસો નોંધાતા ભારે હાહાકાર મચી ગયો છે. પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 5,6,7 અને 8માં ચિકુનગુનિયાનું પ્રમાણ વધુ હોવાની વિગતો છે. કોરોના ની ચાલુ સ્થિતિ વચ્ચે મલેરિયા, ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુનિયાના કેસો વધતા આરોગ્ય વિભાગ ની ચિંતા વધી છે, આથી હવે લોકોએ કોરોના સહિત મચ્છરજન્ય રોગચાળા સામે ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ માં જ 70 જેટલા ચિકુનગુનિયાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે પરિણામે આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી રાઉન્ડ ધ કલોક સતત ચાલું કરી છે. સમગ્ર મહિનાના સર્વેક્ષણ દરમિયાન 12 હજાર ઉપરાંતના પાત્રોમાંથી એડિસ મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા.…
કવિ: Halima shaikh
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવતા વ્હાઈટ હાઉસ એલર્ટ થઈ ગયું છે અને સલામતી ના કારણસર રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ ને હોમ કોરોન્ટાઈન કરાયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવતા ટ્રમ્પ અને તેમના પત્ની ને સેફ કરી દેવાયા છે કેમકે હોપ હિસ્ક ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એર ફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતી હતી. તાજેતરમાં જ હોપ હિસ્ક તેમના સીનિયર અધિકારીઓ સાથે પ્રેસિડન્ટ ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયા હતા. વ્હાઈટ હાઉસે પણ એક નિવેદન બહાર પાડી જાણકારી આપી હતી. હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું છે કે,…
કોરોના ની વકરેલી સ્થિતિ વચ્ચે કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે આગામી 4 ઓકટોબરે સમગ્ર દેશમાં UPSC દ્વારા આયોજિત સિવિલ સર્વિસિઝની પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પરીક્ષાર્થીઓને મુસાફરીની સુવિધા આપવા માટે દિવસભર ટ્રેન દોડાવશે, જેને લઈ 4 ઓક્ટોબરના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે, આ મેટ્રો ટ્રેનનું સમય પત્રક પણ જાહેર કરી દીધું છે. ટ્રેનના ઓપરેશનલ ટાઈમિંગ મુજબ પરીક્ષાર્થીઓ ઉપરાંત જાહેર જનતા પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.કોરોના મહામારીના કારણે દેશભરમાં થયેલા લોકડાઉન બાદ મેટ્રો રેલ સેવા 5 મહિના બાદ 7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ…
રાજ્યમાં ખાનગી સ્કૂલ સંચાલકો દાદાગીરી ઉપર ઉતરી પડ્યા છે અને આદેશ કરી દીધો છે કે તા. 31 ઓક્ટોબર સુધીમાં ફી નહીં ભરનારા વાલીઓને 25 ટકાની રાહત આપવામાં આવશે નહિ. સ્કૂલ સંચાલકોના આવા મનસ્વી વલણ સામે ઓલ ગુજરાત વાલી મંડળ અને તેની સાથે સંકળાયેલા તમામ વાલીમંડળ નારાજ થયુ છે. ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજૂઆત કરવાની વાત કરી છે. અગ્રણી સ્કૂલોના અન્ય એક સંગઠન એસોસિએસન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ મનન ચોકસીએ કહ્યું, સરકાર ફી માફી અંગે જીઆર બહાર પાડે પછી તેનો અમલ કરીશું. બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું, આવી વિકટ…
અમેરિકાએ હવે અરુણાચલ પ્રદેશ મામલે ભારત નો પક્ષ લઈ જણાવ્યુ કે તે ભારત નો હિસ્સો છે. અમેરિકાના ગૃહ વિભાગે નિવેદન આપ્યું કે ‘લગભગ 60 વર્ષથી અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનતું આવ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં કોઈપણ ઘૂસણખોરી પછી તે સૈન્ય હોય કે નાગરિક તેના દ્વારા ક્ષેત્રીય દાવાઓને લઇ એકપક્ષીય કોશિષનો વિરોધ કરીએ છીએ. તેની સાથે જ વિભાગે એમ પણ કહ્યું છે કે, વિવાદાસ્પદ ક્ષેત્રો અંગે એટલું જ કહી શકીએ કે ભારત અને ચીનને દ્વિપક્ષીય વાતચીત દ્વારા તેનું નિરાકરણ લાવવુ જરૂરી છે. આમ ચીન ના દાવા ને અમેરિકા એ ફગાવી ભારત નું સમર્થન કર્યું હતું.
રાજ્ય માં પેટા ચુંટણીઓ ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે નેતાઓ પણ સક્રિય થઈ ગયા છે અને મતદારો ની ચિંતા કરવા લાગ્યા છે અને જનતા ના પ્રશ્નો અને તેના ઉકેલ માટે હવે ઘરે ઘરે જઈ ને ખાટલા ઉપર બેસી વેદના જાણશે,આજથી રાજકોટ જિલ્લામાં ભાજપની ખેડૂતો સાથે ખાટલા બેઠક ગાંધી જંયતિથી રાજકોટ જિલ્લામાં ભાજપ દ્વારા કૃષિ બિલને લઇને ખેડૂતો સાથે ખાટલા બેઠક કરવામાં આવશે. 2થી 17 ઓક્ટોબર સુધી જિલ્લાના તમામ પદાધિકારી, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સહકારી આગેવાનો અને ખેડૂતોને તેમનાલક્ષી વિધયકો અને યોજના વિષે માહિતગાર કરી તેનો લાભ લેવા માટે જણાવશે, જનતા ની ચિંતા કરવા માટે હવે નેતાઓ પોતાની…
રાહુલ ગાંધી એ ગાંધી જયંતિ અવસરે જણાવ્યું કે પોતે કોઈના થી ડરતા નથી અને ગાંધીજી ના માર્ગે ચાલનારા છે. હાથરસ ગેંગરેપ પીડિત પરિવાર ની મુલાકાત માટે જઇ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુરુવારે રોકી તેઓ ની ગ્રેટર નોઇડા નજીક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી આ બનાવ બાદ આજે રાહુલ ગાંધીએ ગાંધી જયંતી નિમિત્તે સરકાર પર પ્રહાર કરી રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીજી ના વાક્યો ને યાદ કરી તેઓ એ કહેલી એક વાતને ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું દુનિયામાં કોઈનાથી ડરીશ નહીં…હું કોઈના અન્યાયની સામે ઝૂકીશ નહીં, હું અસત્યને સત્યથી જીતીશ અને અસત્યનો…
ભારત ના મહાન વિભૂતિ એવા ગાંધીજી ના જન્મજયંતી અવસરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. શાસ્ત્રીજી ની પણ જન્મ જયંતિ હોઈ વિજય ઘાટ પર શાસ્ત્રીજીની સમાધિ પર તેમના બંને દીકરાઓ એ શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જયંતી છે. આ અવસર પર વડાપ્રધાન મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને નમન કર્યા. આ દરમ્યાન અહીં જયંતીના અવસર પર ભજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. PM મોદીએ ટ્વીટ કરી લખ્યું કે પૂજ્ય બાપુ ને વંદન, તેઓના જીવન અને મહાન વિચારોમાંથી શીખવા જેવું ઘણું છે. બાપુના આદર્શ આપણને સમૃદ્ધ અને કરૂણ ભારત બનાવવામાં…
વલસાડ જિલ્લાના ત્રણ પીએસઆઇ ની આંતરિક બદલીઓ નો ગંજીફો ચીપવામાં આવ્યો છે. વિગતો મુજબ પારડી પીએસઆઇ શક્તિસિંહ ઝાલા ની સાઇબર ક્રાઇમ માં ભિલાડ પીએસઆઇ ભાદરગા ને કપરાડા ખાતે અને કપરાડા પીએસઆઇ બી.એન. ગોહિલ ને પારડી ખાતે બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા એ પીએસઆઇ ની બદલી કરતા વલસાડ જિલ્લા પોલીસ બેડા માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડા ઝાલા એ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ ફિલ્ડ ઉપર જાતેજ વિઝીટ કરી રહ્યા છે અને તમામ વિગતો જાતેજ મેળવી રહ્યા છે પરિણામે તેઓ ની કડક ઇમેઝ ઉભી થઇ રહી છે અને ક્રાઈમ…
સરકાર દ્વારા ગરીબો ને મફત અનાજ ની યોજના માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આવું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હોવાની ફરિયાદો વચ્ચે પારડી પોલીસે 23.800 ટન સરકારી ઘઉંનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ ના પારડી ટાઉન સ્થિત દમણી ઝાંપા હાઇવે પરથી પોલીસે ઘઉં નો જથ્થો લઈ જતા કન્ટેનર ના ચાલક ને ઝડપી પાડી પારડી મામલતદાર ને સુપ્રત કર્યો હતો ઝડપાયેલ કન્ટેનર મહારાષ્ટ્ર પાસિંગ નું સરકારી ઘઉંનો જથ્થો હોવાનું પ્રાથમિક તપાસ માં આવતા ભારે ચકચાર મચી છે.