કવિ: Halima shaikh

કોરોના ના હાહાકાર વચ્ચે અત્યન્ત કરુણ ઘટના માં જામનગરના દરેડમાં 14 માસના બાળક જિશાંત રહેમાનભાઇ કુરેશીને 4 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ તેનું કરુણ મોત થતા પરિવાર ભાંગી પડ્યો હતો . મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમિક પરિવાર છેલ્લા અઢી વર્ષથી અહીં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકને કોરોના પોઝિટિવ આવતા તેને જીજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો. પરંતુ તબિયત વધુ ગંભીર હોવાથી તેનું 24 કલાકમાં જ મોત નીપજ્યું હતું. મૃતક બાળક તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતું. બાળકના પિતા રહેમાનભાઇ ના જણાવ્યા મુજબ કોઈએ તેમના બાળક ને કેળા અને દ્રાક્ષ ખવડાવતાં તેની તબિયત બગડી હતી અને એક અઠવાડિયા થી…

Read More

સુરત માં કોરોના વાયરસ ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સમાજ માં મૂળિયા નાખી ગયેલી જડ માન્યતાઓ કેવા ગંભીર પરિણામો લાવી શકે તે પણ કોરોના ની સ્થિતિ માં ખુલ્લું પડી ગયું છે.સુરત શહેર ની વાત કરવામાં આવે તો અહીં 22 પોઝિટિવ કેસમાંથી 7 કેસ તો માત્ર રાંદેર ગામથી લઇ ગોરાટ રોડના હોવા છતાં આ વિસ્તારના લોકો માં કોઇ ગંભીરતા જોવા મળી રહી નથી. બુધવારે સવારે પાલિકાની ટીમ આ વિસ્તારમાં ડોર ટુ ડોર હોમ સરવેલન્સ માટે ગઇ ત્યારે અહીં ના સ્થાનિક રહીશોએ સરવેનો વિરોધ કરતાં પાલિકાની ટીમ પણ વિમાસણમાં મુકાઇ ગઇ હતી. અહીં જે સાત કેસ પોઝિટિવ આવ્યા છે તે તમામ…

Read More

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે  કે હાલ લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા દેશના નાગરિકો અને કારોબારીઓને રાહત આપવા માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તમામ સંસ્થાઓ તથાલોકોના રૂપિયા 5 લાખ સુધીનુંઈન્કમ ટેક્સરિફન્ડ કરવામાં આવનાર છે .આ નિર્ણયથી આશરે 14 લાખ કરદાતાને સીધો લાભ મળશે. આ ઉપરાંત GST તથા કસ્ટમ વિભાગમાં પડતર તમામ રિફંડ પણ ઈશ્યુ કરવામાં આવશે. તેનાથી આશરે 1 લાખ કારોબારીઓને લાભ મળશે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક રિફંડની પ્રક્રિયામાં આશરે 18 હજાર કરોડ રૂપિયા કરદાતાને પરત મળશે નાણાં મંત્રાલયનો આ નિર્ણય ગત મહિને કેન્દ્ર સરકારે ગરીબો અને પલાયન…

Read More

કોરોના ની હાડમારી વચ્ચે એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે કે તે સાંભળતા જ દિલ દ્રવી ઉઠે છે રાજકોટ માં બનેલી આવાજ પ્રકાર ની ઘટના માં હાલ લોકડાઉન ની સ્થિતિ માં રોડ પર પડેલા શ્રમિક પરિવાર ની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે અને 108 ની રાહ જોવાય તેવું પણ નહતું તેથી પરિવારજનો બેબાકળા બની ગયા, શ્રમિક પરિવાર પાસે વાહનની કોઇ વ્યવસ્થા નહોતી અંતે રોજીરોટીનું માધ્યમ લારી જ એકમાત્ર વાહન હતું. પ્રસૂતાને લારીમાં સુવડાવી એક કિલોમીટર સુધી પરિવારજનો તેને લઇ ગયા હતા ત્યાં રસ્તા માંજ મહિલા એ બાળકીને જન્મ આપ્યો હતો. રાજકોટ ના રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા અને ભંગારની…

Read More

કોરોના ની સ્થિતિ સુરત અને અમદાવાદ માં બેકાબુ બની રહી છે ત્યારે આખા દેશ માં આરોગ્ય વિભાગ માટે પડકારરૂપ કિસ્સો સુરત માં જોવા મળતા ભારે દેકારો મચી ગયો છે સુરત ના સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અહેસાન પઠાણ ને મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે.જોકે, તેઓને કોરોના ના કોઈ લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવવાનો આ પ્રથમ કિસ્સો ગુજરાત માં નોંધાતા ભારે…

Read More

ગુજરાત માં કોરોના પોઝીટીવ આવતા બંધ થાય કે સ્થિતિ કાબુ હેઠળ આવે પછીજ લોકડાઉન ખુલે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા ઝડપી વધારો જોતાઆગામી 3 દિવસના કેસોનું વિશ્લેષણ કર્યા બાદ રાજ્યમાં તબકકાવાર લોકડાઉન પાછુ ખેંચવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ હાલ કેસ વધી રહ્યા છે. હાલ ની મુદત 14મી એપ્રિલે પૂર્ણ થાય છે. પરંતુ ગુજરાતમાં તે 30 એપ્રિલ કે તેથી વધુ લંબાઇ તેવી ચર્ચા છે. લોકડાઉનમાં વધુ 20 દિવસ જેટલો વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે, જો કેસો વધવાની સાથે લોકો લોકડાઉન ખુલશે…

Read More

કોરોના ની હાડમારી વચ્ચે ખાસકરીને કોરોના થી મોત ને ભેટનાર મુસ્લિમ ને ચેપ લાગવાના ભયે કબ્રસ્તાન માં પ્રવેશ આપતો નથી અને ત્યાં દફનાવવા મુદ્દે વિરોધ કરવામાં આવતો હોવાના તાજેતરમાં બનેલા બનાવો ની રાજ્ય ના વકફ બોર્ડ ગંભીર નોંધ લીધી છે અને હવે થી કોઈપણ કોરોના થી મૃત્યુ પામેલ મુસ્લિમ ને દફનાવવા સામે કોઈ વિરોધ કરશે કે અવરોધ ઉભો કરશે તો વકફ બોર્ડ દ્વારા વકફ સુધારા અધિનિયમ-2013 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.એટલુંજ નહિ પરંતુ તા.9/4/2020 ના રોજ આવતા શબે બારાત ના પવિત્ર તહેવાર ના દિવસે પોતપોતાના ઘર માં રહી ઈબાદત કરવા પણ અપીલ કરવામાં આવી…

Read More

કોરોના નો ખતરનાક પંજો હવે ગુજરાત ઉપર હાવી થઈ ગયો છે અને વડોદરા માં સવારે વધુ એક નું મોત થયું છે,મૃતક વડોદરાના કરજણ તાલુકાના લતીપુરા ટીમ્બી ગામના 58 વર્ષ ના અકબરખાન પઠાણ હોવાની વિગતો જાણવા મળી છે, જોકે તેમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પેન્ડિંગ છે.અકબરખાન પઠાણને 5 એપ્રિલે હાર્ટ એટેક આવ્યા બાદ વાઘોડિયા પાસે આવેલી પીપરીયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનામાં કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેમને 7 એપ્રિલે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના વાઈરસના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું આજે સવારે મોત નીપજ્યું છે. આમ…

Read More

ચાઇના ના વુહાન માંથી પ્રસરી ને દુનિયાભરમાં ભારે તબાહી મચાવનાર કોરોના વાયરસ ને લઈ સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા છે અને દુનિયા ના વિકસિત રાષ્ટ્રો પણ આ વાયરસ ની દવા શોધી શક્યા નથી. ત્યારે જેની સામે આ વાયરસ ફેલાવવા નો આરોપ અને શંકા છે તે ચીન પણ આ વાયરસ ની ઝપેટ માંથી બચી શક્યું નથી અને હવે જે વાતો બહાર આવી રહી છે તેમાં કોરોના ના પહેલા હુમલા બાદ નવો કોરોના નો હુમલો ચાલુ થયો છે જેમાં કોઈ લક્ષણ વગર જ કોરોના પોઝીટીવ આવવા નું શરૂ થઈ ગયું છે તે જોતા દુનિયા ઉપર બીજું સંકટ આવી રહ્યા ના ભણકારા વાગી…

Read More

હાલમાં કોરોના ની સ્થિતિ ભારત માં ગંભીર બની રહી છે તેમાંય ગુજરાત ના અમદાવાદ ની સ્થિતિ કહી શકાય કે ખુબજ કફોડી બની છે અને હવે લોકો લૂંટ ચલાવવા મજબુર બન્યા હોવાના ગંભીર અહેવાલો બહાર આવી અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં લોકોએ લૂંટ ચલાવી હોવાની શરમ જનક ઘટના પ્રકાશ માં આવી છે અને યુદ્ધ જેવી સ્થિતિ માં લોકો ખાવા પીવા નું  ચોરવા  માંડ્યા છે માર્કેટની આસપાસ રહેતા રહીશોએ દુકાનમાં પડેલા શાકભાજીની ચોરી કરી છે. શાકના જથ્થામાંથી લોકો લૂંટ ચલાવી રહ્યાં છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. માર્કેટમાં આવેલી 20થી 25 દુકાનોમાં લોકોએ શાકભાજીની ચોરી કરી છે. બટાકા, ડુંગળી…

Read More