ગુજરાત માંથી હરિદ્વાર યાત્રા કરવા ગયેલ 1000 જેટલા ગુજરાતી યાત્રાળુઓ કોરોના ને લઈ જારી કરાયેલા લોકડાઉનના કારણે ત્યાંજ ફસાઇ ગયા બાદ સત્યડે ડોટકોમ તથાસોશ્યલ મીડિયા અને અખબાર , ચેનલો માં અહેવાલો પ્રસારિત થયા બાદ સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા સતત રજૂઆત બાદ ઉત્તરાખંડ સરકારે શુક્રવારે 25 વોલ્વો બસમાં તેમને ગુજરાત પરત ફરવાની વ્યવસ્થા કરી આપતા યાત્રિકો ના પરિવારજનો માં ખુશીની લાગણી ફેલાઇ હતી કરુણતા તો એ વાત ની હતી કે યાત્રાળુઓ પાસે તો હોટેલના બિલ અને જમવાના પૈસા પણ રહ્યા ન હતા છતાં હોટેલ માલિકો ઉઘરાણી કરતા હતા ત્યારે ઉત્તરાખંડ સરકારે બિલ માફ કરવા ભલામણ કરતા બિલ માફ થયા હતા. મોટાભાગના…
કવિ: Halima shaikh
કોરોના વાયરસ વુહાન ની લેબ માંથી લીકેજ થયેલ ભેદી બૉમ્બ હોવાની શંકા ધીરેધીરે દ્રઢ બની રહી છે અને આ વાત દબાવી દેવા માટે ચાઇના એ સૌથી પહેલા કોરોના વાયરસ ડિકલેર કરનાર ડોકટર ને જ પતાવી દીધા હતા ત્યારબાદ કેટલાક પત્રકારો ને ઉપર પહોંચાડી દીધા હોવાની શંકાઓ ઉઠી રહી છે. ચાઇના કોઈપણ પુરાવો છોડવા માંગતું નથી , ચાઇના ના વુહાન લેબ માંથી કોરોના વાયરસ લીકેજ થયા બાદ આ બાયોજિકોલ વેપન્સ કોના માટે તૈયાર કરાતું હતું તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અહીં કેટલીક વાતો બહાર આવી છે જેમાં ચાઇનાના એડિટર અને પબ્લિશર્સના ગ્રૂપ દ્વારા એક લેટેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,…
આગામી મહિના થઈ બેન્ક ક્ષેત્રે મોટા બદલાવ આવી રહ્યા છે અને બેંકો મર્જ થવાનું અટકશે નહિ તેમ સત્તાવાર સૂત્રો એ જણાવ્યું છે કોરોનાવાયરસ રોગચાળોને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં તા.1 એપ્રિલથી બેંકો મર્જ થઈ જશે, આ અંગે કેન્દ્રીય કેબિનેટે આ મહિનાની શરૂઆતમાં 10 જાહેર ક્ષેત્રની બેંકોને ચાર બેંકોમાં મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ મર્જર આગામી નાણાકીય વર્ષથી અમલમાં આવશે. જ્યારે કોરોના ની સ્થિતિ હોઈ મર્જર અંગે પૂછવામાં આવ્યું કે શું સરકાર જાહેર ક્ષેત્રની બેંકો માટે મર્જરની સમયમર્યાદા વધારવાનું વિચારી રહી છે, ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, હાલમાં આ જેવું કંઈ નથી. કહ્યું કે મર્જર…
અમદાવાદ ,વડોદરા, સહિત નર્મદા જિલ્લા માં વરસાદ થયા ના અહેવાલ વચ્ચે રાજપીપળા માં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે કરા પડતા લોકો એ વાસણો માં કરા ના ગાગડા ભેગા કર્યા હતા અમદાવાદ બાદ વડોદરા શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજપીપળામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાક વરસાદી ઝાપટું પડ્યું હતું અને કરા પણ પડ્યા હતા. છોટાઉદેપુર થતા કવાંટમાં પણ કરા પડ્યા હતા. રાજપીપળામાં રાત્રે અઢી વાગ્યે કરા પડ્યા હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. રાત્રે 2.30 કલાકેએક કલાક સુધી ભારેવરસાદ પડ્યા પછી સવાર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો…
સમગ્ર વિશ્વ માટે ખતરો બની ગયેલા ચીન દ્વારા કોરોના વાયરસ જીવાણુ અખતરા બાદ સર્જાયેલી સ્થિતિ અંગે હવે ધીરેધીરે વાતો અને આક્રોશ બહાર આવી રહયો છે. કોરોના વાયરસ ની ભયાનકતા જોતા અમેરિકાની એક કંપનીએ ચીની સરકાર પર 20 ટ્રિલિયન ડૉલરનો દાવો માંડી દીધો છે. આ કંપની એ સીધો આરોપ લગાવ્યો છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેક્સાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી ક્લેમૈન અને સંસ્થા ફ્રીડમ વોચે મળીને ચીન સરકાર, ચીની સેના, વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી, વુહાન ઇન્સ્ટીટ્યૂટનાં ડાયરેક્ટર શી ઝેનગ્લી અને ચીની સેનાનાં મેજર જનરલ છેન વેઈની વિરુદ્ધ દાવો માંડતા હવે અનેક દેશો…
હાઇટેક્નોલોજી ધરાવતા અમેરિકા માં કોરોના થી હાહાકાર મચી ગયો છે ત્યાં સ્થિતિ વિકટ છે,અહીં ની સ્વચ્છતા સહિત મેડીસીન , ખોરાક બધુજ સ્ટાન્ડર્ડ હોવાછતાં સ્થિતિ સારી નથી ત્યારે ભારત માં આ બધા ની કમી છે અને વસ્તીપણ વધારે હોવાથી અહીંની કેવી સ્થિતિ સર્જાઈ શકે તે એક ગંભીર સવાલ છે જોકે, તેમછતાં કોરોના વાઇરસ મહામારીના શરૂઆત નાતબક્કામાં અન્ય દેશોની તુલનામાં ભારતને કોવિડ-૧૯ના કન્ફર્મ કેસની સંખ્યાને નિયંત્રિત રાખવામાં સફળતા મળી છે. પરંતુ સંક્રમિતોની સંખ્યા હાલ જે દરે વધે છે તે દરે જ જો વધતી રહેશે તો મે મહિનાના મધ્યભાગમાં સંક્રમિત કેસોની સંખ્યા વધીને ૧૩ લાખ થઇ શકે છે, તેવા અંદાજ ને લઈ સરકાર…
કોરોના ના કહેર ની શરૂઆત બે મહિના અગાઉ જ શરૂ થઈ ગઈ હતી પણ ભારત સરકારે અચાનક જ લોકડાઉન જાહેર કરી દેતા ધંધા બંધ થવા સાથે વાહન વ્યવહાર પણ બંધ થઈ જતા લાખ્ખો લોકો ની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે અને નહિ ઘર ના કે નહીં ઘાટના જેવી થઈ ગઈ છે હાલ માં સૌથી ખરાબ હાલત સુરત ની છે કે ત્યાં બસ કે અન્ય કોઈ સાધન નહિ મળતા લાખ્ખો લોકો છેવટ ના વિકલ્પ મુજબ ચાલતા જ વતન રવાના થતા તેઓ ને જોઈને કેટલાક ની આંખો ભીની થઇ ઉઠી છે કારણકે આવા હજ્જારો લોકો પોતાના બાળકો અને મહિલાઓ સાથે પહેરેલ…
કોરોના ની સ્થિતિ દયાને લઈ સરકારે NPR ને અપડેટ કરવાનું હાલ મુલતવી રાખી દીધું છે ,નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર જે કેટલાક રાજ્યો માં પહેલી એપ્રિલ થી શરૂ થનાર હતું જે કામગીરી હાલ કોરોના સ્થિતિ જોતા અટકાવી દેવાયું છે અને આગળ ના આદેશ સુધી અટકાવવા ગૃહ વિભાગે જણાવ્યું છે ,નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં ત્રણ તબક્કામાં પ્રક્રિયા હાથ ધરાનાર હતી જેમાં પહેલા તબક્કો એક એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી . જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘરે ઘરે જઈને આંકડા એકત્ર કરનાર હતા. બીજો તબક્કો 9 ફેબ્રૂઆરીથી 20 ફેબ્રુઆરી 2021 વચ્ચે પૂર્ણ થવાની ગણતરી હતી. જ્યારે ત્રીજા તબક્કામાં સંશોધન પ્રક્રિયા એકથી પાંચ માર્ચ…
વિદેશો માં કોરોના ના દર્દીઓ ને વેન્ટિલેટર ઉપર રાખી સારવાર કરવા અગાઉ થી પૂરતો જથ્થો હાજર સ્ટોક માં હતો અને ચાઇના તો પોતાના ઘર આંગણે જ બનાવે છે તેથી ત્યાં તો કોઈજ પ્રોબ્લેમ નથી પણ ઇન્ડિયા માં વેન્ટીલેટર નો જથ્થો ખુબજ ઓછો હોવાથી મુશ્કેલીઓ ઉભી થઇ છે એમાંય ગુજરાત માં તો અછત ઉભી થતા આવનારા સમય માં જો કેસો ની સંખ્યા વધે તો શું કરવું તે સ્થિતિ જોતા આખરે ચીન જેવાજ વેન્ટિલેટર ગુજરાત ના રાજકોટ માંજ તૈયાર કરવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. કોરોના ના દર્દી ને પહેલાજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સૌથી પહેલા વેન્ટીલેટર પર રાખવો પડતો હોય…
કોરોના ના સેંકડો લોકો ચેપગ્રસ્ત બનતા આગામી સમય માં સ્થિતિ બગડે તેવા અહેવાલો વચ્ચે ગુજરાત ની સ્થિતિ વધુ વણસે તેવું વાતાવરણ ઉભું થયું છે ત્રણ દિવસ વરસાદી માહોલ જામતા કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર વચ્ચે ભાવનગર , ધારી પંથક માં વરસાદ પડ્યા ના અહેવાલો બાદ હાલમાં અમદાવાદ, વડોદરા, દાહોદ, જૂનાગઢ તેમજ સુરતમાં સવાર થી જવાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને બરોડા ના કેટલાક વિસ્તાર અને આજુબાજુ માં વરસાદ ના છાંટા પડી ચુક્યા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની…