સુરત માં કોરોના જાગૃતિ માટે લોકો વાઈરસથી ગભરાય નહીં અને જરૂરી સાવચેતી રાખે તે માટે શહેર ના અઠવા ગેટ ખાતે આવેલા પ્લેન સર્કલ ખાતે મૂકાયેલા પ્લેનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવ્યું છે. જે દ્રશ્ય સર્કલથી પસાર થતા લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે, કોરોના અંગે સાવચેતીના ભાગરૂપે શું પગલાં લેવા જોઈએ તેની જાણકારી મળી રહે તે માટે પ્લેનની નજીક જ પોસ્ટરથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને માસ્ક પહેરવા સહિત ની બાબતો ઉપર ભાર મુકાયો છે જોકે આ સિવાય એરપોર્ટ અને હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ ઉભા કરી સાવચેતી ના પગલાં ભરવામાં આવ્યા છે.
કવિ: Halima shaikh
મધ્ય પ્રદેશના રાજકારણ હાલ માં સર્જાયેલા વાવાઝોડામાં સિંધિયા પરિવારે 53 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હોવાનું ફરી એકવાર સપાટી ઉપર આવ્યું છે .આપને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 1967માં વિજયારાજે સિંધિયા એ કોંગ્રેસને સત્તાથી બહાર કરી દીધી હતી અને હાલ માં તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ કમલનાથ સરકાર ની બૂમ પડાવી દીધી છે , પાછલા વર્ષો ઉપર નજર નાખીએ તો વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી અગાઉ વિજયારાજેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા હતા અને બન્ને ચૂંટણી જીત્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતિ હાંસલ થઈ અને ડીપી મિશ્રાને મુખ્યમંત્રી બનાવ્યા. પણ,…
મધ્ય પ્રદેશ માં રાજકીય સ્ટંટ માં હવે કોંગ્રેસે પણ શતરંજ ના પાસા ફેંકવાની શરૂઆત કરી છે અહીં 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ અગ્રણીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે અને સીએમ હાઉસમાં થયેલી ધારાસભ્ય પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથે ધારાસભ્યોને કહ્યું હતું કે હજુપણ આપણે ફ્લોર ટેસ્ટ પર બહુમતી સાબીત કરી શકીશું. કમલનાથનો દાવો છે કે, બેંગલુરુ ગયેલા 19 ધારાસભ્યો તેઓના સંપર્કમાં છે. પાર્ટી સીનિયર્સે આ ધારાસભ્યોને પરત લાવવાની જવાબદારી બેંગલુરુમાં કોંગ્રેસના સીનિયર નેતા ડીકે શિવકુમારને સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ 19 ધારાસભ્યો ભોપાલ પરત આવી જશે. પાર્ટીએ ભોપાલમાં સ્થિતિ સંભાળવા માટે ત્રણ મહાસચિવોને પણ મોકલ્યા છે.…
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય કાવાદાવા ના આખરી દૌર માં આખરે જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં સામેલ થશે અને ભાજપ માં વિધિવત આવકારવા માટે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. હવે સિંધિયાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી છે. તેની જાહેરાત બુધવારે દિલ્હીમાં થનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું , નજીક ના સૂત્રો ના મતે કેન્દ્રીય સત્ર બાદ સિંધિયાને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવશે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 22 ધારાસભ્યોએ સિંધિયાના રાજીનામાની જાણ થતા જ કોંગ્રેસ છોડી હતી. સિંધિયાના સમર્થક ધારાસભ્યોમાંથી 5થી 7 ને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બન્યા બાદ મંત્રી પદ અપાય…
મધ્યપ્રદેશ માં રાજકીય જંગ બરાબર નો જામ્યો છે અને શામ , દામ , દંડ અને ભેદ ની નિતિરિતી રંગ લાવી રહી છે.હાલ માં રાજ્યસભામાં ચૂંટણી નજીક આવતા જ આ જંગ શરૂ થયો છે, ડેપ્યૂટી સીએમ અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ, આ બંને પદ ન મળવાના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા ઘણાં સમયથી નારાજ હતા. જ્યારે રાજ્યસભા ચૂંટણીમાં તેમની દાવેદારી ઉપર પણ કમલનાથ જૂથે કબજો જમાવવાનો પ્રયાસ કરતાં તેમણે પાર્ટી છોડી દીધી છે. ત્યારબાદ સિંધિયા સમર્થક 22 કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભા સભ્યપદ પરથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસ નેતાઓની નારાજગી અને બળવાખોરી હવે રાજીનામામાં ફેરવાઈ જતા સૌની નજર રાજ્યસભાની ચૂંટણી પર જ છે. હાલના…
હાલ માં રાજકીય મોટા ફેરફાર જ્યાં જોવા મળી રહ્યા છે તેવા મધ્યપ્રદેશમાં કમલનાથ ની કોંગ્રેસની સરકાર સામે બળવો નું શસ્ત્ર ઉગામી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેંમના સમર્થક 22 ધારાસભ્યોએ ધડાધડ રાજીનામા આપ્યા બાદ રાજકીય ઘટનાક્રમ ગરમાયો છે. રાજીનામું આપનારા કોંગ્રેસના 22 ધારાસભ્યો સાથે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ જાહેરમાં આવ્યા બાદ હવે કોંગ્રેસ પણ વળતા કોઈ દાવપેચ ખેલે તે પહેલાં ભાજપ પોતાના ધારાસભ્યોને એકજૂથ કરી રહ્યું છે અને મોડી રાત્રે તેમને ભોપાલથી અન્ય જગ્યા એ ખસેડી લીધા છે તેઓ ને દિલ્હી અથવા ભાજપના ગઢ ગુજરાત માં લાવવામાં આવે એવી શક્યતા જોવાઇ રહી છે. મોડી રાત્રે ધારાસભ્યો ભોપાલ એરપોર્ટ પહોંચ્યા હોવાનું પીછો કરી…
સરકારી ફિલ્ડ માં કામ કરતા કર્મચારીઓ માટે ખુશી ના સમાચાર એ છે કે ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને હવે ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે મળશે. જે કર્મચારીઓનો સાતમા પગારપંચના પે મેટ્રીક્સ પ્રમાણે બેઝિક પગાર માસિક રૂપિયા 50,500 કે તેથી વધુ હશે તેમને આ લાભ મળશે. કર્મચારીઓને આ એડવાન્સ 10 ટકાના ફિક્સ વ્યાજે મળશે અને તેનું ચૂકવણું દસ વર્ષમાં કરી શકાશે. એડવાન્સની રકમ ગાડીની ઓન રોડ કિમત અથવા દસ લાખ રૂપિયામાંથી જે રકમ ઓછી હોય તે આપશે. અગાઉ સરકાર ગાડી લેવા માટે કર્મચારીઓને પાંચ લાખ રૂપિયાનું એડવાન્સ આપતી હતી પરંતુ સરકારે નોંધ્યું કે વાહનોની કિમતમાં થયેલો વધારો…
ગુજરાત હવે ઓટો મોબાઇલ નું હબ ગણાય રહ્યું છે અને ટેક્નોલોજી માં હરણ ફાળ ભરી રહ્યું છે હવે ગુજરાત માં ફ્લાઈંગ કાર નું ઉત્પાદન શરૂ થનાર છે. સી.એમ. રૂપાણીએ ડચ કંપનીના સીઈઓ રોબર્ટ ડીંજમેંસેને રાજ્યમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. જે એક સમ્મઈટમાં હાજરી આપવા ગયેલ, ડીંજેમેંસે તેમના આમંત્રણના જવાબમાં જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતમાં ઉડતી કાર બનાવવા સાથે વેચી પણ શકશે. ડચ કંપની પાલ-વી ગુજરાત રાજ્યમાં તેમની ખાસ પ્રકારની ડિઝાઈન કરેલી ઉડતી કારનું ઉત્પાદન શરૂ કરવાની શક્યતા જણાવી રહ્યા છે. સી.ઈ.ઓના જણાવ્યા પ્રમાણે ૨૦૨૧ સુધીમાં ઊડતી કાર બનાવવાની આશા છે, આ વર્ષની શરૂઆતમાં ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં…
સેક્સ ની વાત આવે એટલે ઘણાં એવા સવાલો છે જે લગભગ દરેક ને મુંઝવતા હોય છે. તેમાંય ટીનએજ થી લઈ યુવાની સુધી સેક્સ મામલે આવા યુવાનો માં જુદાજુદા મત પ્રવર્તતા હોય છે. સેક્સોલોજીસ્ટ ના મતે સહવાસ માણવાથી અથવા તો કિસ કરવાથી પણ ઘણી ખરી કેલરી બર્ન કરી શકાય છે જોકે સેક્સને લગતા ઘણાં બધા સવલો એવા હોય છે જેના જવાબ જ નથી મળી શકતા આ પ્રકારના સવાલોમાંથી એક સવાલ એ છે કે સેક્સ કેટલી વખત માણવું યોગ્ય છે? ઘણાં લોકો સમજે છે કે જેટલું વધારે વખત સેક્સ માણો એટલું જ સ્વાસ્થ્ય માટે સારું હોય તો, તો કેટલાકનું માનવું છે કે…
હોળી પર્વ ઉપરજ સિંધિયા એ કોંગ્રેસ ને રામરામ કરી દેતા રાજકારણ ગરમાયુ છે અને કેશુડા ના રંગે ભાજપ ને રંગી નાખતા વધુ 22 ધારાસભ્યો એ પણ કોંગ્રેસ માંથી રાજીનામા આપી દીધા હોવાના સમાચાર છે જો આ રાજીનામા મંજુર થયા તો ભાજપ વાજતેગાજતે સરકાર બનાવી શકશે. SP ધારાસભ્ય રાજેશ શુક્લા અને BSP ધારાસભ્ય સંજીવ કુશવાહ શિવરાજ સિંહ ચૌહાણને મળવા પહોંચ્યા હોવાના અહેવાલ છે.આ બધા વચ્ચે શિવરાજનો દાવો છે કે બિસાહૂલાલ સાથે કોંગ્રેસના કંસાનાએ પણ વિધાનસભાનું સભ્યપદ છોડ્યું છે અને તેઓ ભાજપમાં આવશે અહેવાલો મુજબ ભાજપે જ્યોતિરાદિત્યને પાર્ટીમાં સામેલ કરી બાદમાં રાજ્યસભા મોકલી શકે છે, તેમને કેન્દ્રમાં પ્રધાન પણ બનાવાય તેવી શક્યતા…