કોંગ્રેસ માટે એક આઘાત જનક સમાચાર માં મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે હોળી ના દિવસે જ મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે જોકે આ અગાઉ તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હોવાનું મનાય છે. આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દેતા તેના સમગ્ર દેશ ના રાજકારણ માં પડઘા પડ્યા છે. શાહ અને મોદી સાથેની મુલાકાત બાદ 12.10 વાગ્યે સિંધિયાએ ટ્વીટર પર રાજીનામાં નો પત્ર મુક્યો હતો જોકે ત્યારબાદ 20 મિનિટ પછી લગભગ 12.30 વાગ્યે જ કોંગ્રેસે પણ તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું ટ્વીટ કર્યું હતું. સિંધિયાએ પોતાના રાજીનામામાં અંગ્રેજીમાં…
કવિ: Halima shaikh
આવર્ષે હોળી હોળીની ઝાળ ઈશાન ખૂણા તરફ જઇ હોવાથી રાજકોટ ના જાણકારો ના અવલોકન મુજબ હોળીની ઝાળ ઈશાન ખૂણા તરફ જતા વરસાદ મધ્યમ અને કેટલીક જગ્યાએ તો ઓછો વરસાદ પડવા સાથે રોગચાળા નું પ્રમાણ વધે અને પાકનો બગાડ પણ થવાની શક્યતાઓ દર્શાવે છે. હોળીની પ્રગટતી જ્વાળાની દિશા ઉપરથી વર્ષ અને વર્ષાઋતુનો અંદાજ મેળવવાની આપણી વર્ષો જૂની પરંપરા છે. જે ભડલીના ઋતુ વિજ્ઞાન અંગેના વાક્યોના આધારે કરવામાં આવે છે. હોળીની જ્વાળાની ઝાળ કઈ દિશામાં જાય છે, તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે અને આ વખતે રાજકોટ માં હોળી ની જ્વાળા ઈશાન તરફ પવન દર્શાવતા…
વડોદરા માં ધુળેટી પર્વની જોરદાર ઉજવણી ચાલુ છે ત્યારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સલામતી ના કારણોસર ધૂળેટી પર્વે નર્મદા અને મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વડોદરા ના સાવલી પાસે લાંછનપુર ગામ નજીક મહીસાગર નદીમાં હાથીયો ધરો આવેલો છે, જયાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહીસાગરની નદીની આ જગ્યા યુવાઓ માટે લવ પોઈન્ટ તરીકે ફેમસ છે. અહી નદીમાં પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતું નિર્મળ પાણી, નદીના હરિયાળા અને મનોહર કોતર વિસ્તારો એકાંતની પળો માણવા માટે મોટી સંખ્યા માં યુવાનો આવતા હોય છે. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા પર ન્હાવા માટેનો પ્રતિબંધ અંગે સૂચના અને…
અગાઉ ના વરસો માં દેશી પદ્ધતિ થી લોકો આગાહી કરતા હતા અને ખાસ તો ગામડાઓ માં જયારે ગામના પાદર માં હોળી પ્રગટે ત્યારે પવન ની દિશા જોઈને નક્કી થતું કે આવનારું વર્ષ કેવું રહેશે ,આ માટે હોળી ઉપર એક ધજા રાખવામાં આવતી હતી અને તે હોળી પ્રગટે ત્યારે ધજા જે પવન ની દિશા તરફ જાય તે દિશા પરથી નક્કી થતું કે વર્ષ કેવું જશે. જોકે આ વાત સાચી પડતી અને તેજ વખતે ખેતી કેવી રહેશે તેનો પ્રાથમિક અંદાજ આવી જતો અને લોકો માનસિક રીતે તૈયાર રહેતા હતા
આપ જાણો જ છો કે ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે,અને બીજા દિવસે મંગળવારે ધુળેટી રમવામાં આવે છે આ સિલસિલો વર્ષો થી ચાલ્યો આવે છે પરંતુ આ વર્ષે ગુરૂ અને શનિનો એક દુર્લભ સંયોગ બનવા જઇ રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે આ સંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે. હોળીના દિવસે આ બંને ગ્રહો પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરૂ પોતાની ધન રાશિમાં અને શનિ પણ પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ પહેલાં એટલે કે 499 વર્ષ અગાઉ આ બંને ગ્રહોનો આવો યોગ તા. 3 માર્ચ 1521ના રોજ બન્યો હતો, ત્યારે પણ આ બંને ગ્રહ પોત-પોતાની…
સુરતઃ જો તમે MBBS બનવા ના સપના જોતા હોય તો થોભી જજો કારણ કે આ ડીગ્રી માટે હજુ તમારે વધુ એક કસોટી માંથી પસાર થવું પડશે, હાલ કેન્દ્ર સરકાર દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા બાદ એક્ઝિટ એકઝામ NEXT આપવાની રહેશે અને જો વિદ્યાર્થી આ પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી એમબીબીએસની ડિગ્રી પણ નહી મળે. સરકારના આ નિર્ણય સામે મેડિકલના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને આગામી 12 માર્ચે દેશભરના વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે વિરોધ નોંધાવે તેવી વકી છે. જેમાં સુરતના વિદ્યાર્થી લીડર અને આઈએમએના અધિકારીઓ પણ જોડાશે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં એવી પણ ચર્ચા ચાલી…
સુરતઃ હાલ માં ચાલી રહેલા મંદી ના માહોલ સુરત માં મોંઘીદાટ કારો રમકડા ની જેમ અમીર વર્ગ ખરીદી રહ્યો છે તે જોતા આપણા દેશ માં ગરીબ દિવસે દિવસે વધુ ગરીબ અને અમીર દિવસે દિવસે વધુ અમીર બનતો જઈ રહ્યો છે લોકો રાજકારણ માં પૈસા બનાવવા માટે આવે છે અને કરોડો રૂપિયા બનાવી પોતાનું કરી નાખે છે ખાસ કરીને મધ્યમ વર્ગ ની સ્થિત કફોડી છે તેઓ આખું ઘર કમાય ત્યારે માંડ ઘર ચાલે તેવી સ્થિતિ છે તો બીજી તરફ પૈસાવાળા કરોડો ની કિંમત ની ગાડીઓ ખરીદી રહ્યા છે આજ ભેદ બતાવે છે કે દેશ ની સ્થિતી કેવી છે હાલ માં જ મર્સિડિઝ…
વડોદરાઃ રેલવે માં ઇ ટીકીટ કૌભાંડ ની લિંક મળતાજ હરકત માં આવેલા તંત્ર વાહકો એ ઠેરઠેર રેડ કરવાની કામગીરી શરૂ કરી છે જેનાથી લાગતા વળગતા દોડતા થઈ ગયા છે , અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ રેલવે ટિકિટ કૌભાંડના પગલે આરપીએફ દ્વારા આઈઆરસીટીસીના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી છાપા મારવામાં આવી રહ્યા છેઅને તેનો રેલો બરોડા પહોંચ્યો છે. વડોદરા રેલવે ડિવીઝનમાં પણ સાત સ્થળોએ દરોડા પાડી આઠેક ઈસમો ની ધરપકડ કરવા સાથે ટિકીટો સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરાયો હોવાનું આરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું . વડોદરા રેલવે સ્ટેશન , બાજવા, પ્રતાપનગર, આણંદ, અંકલેશ્વર સહિતના આરપીએફની વિવિધ ટીમોએ મંગળવારે…
વડોદરા માંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયેલો આખેઆખો પરિવાર જ ગુમ થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે અને તેઓનો કોઈજ પત્તો નહિ લાગતા ગૂમસુદા પરીવાર ના કુટુંબીજનો ચિંતાતુર બન્યા છે. વિગતો મુજબ તા. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરામાં રહેતા કલ્પેશ ચંદુભાઈ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા ચંદુભાઈ પરમાર અને પોતાનો એક 9 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી સાથે પોતાની કાર GJ 06 KP 7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે ગયા બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતા પરંતુ ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય…
અમદાવાદ માં હાલ દારૂ ના બંધાણીઓ ભારે ટેંશન માં આવી ગયા છે અને તેનું કારણ છે દારૂબંધી નો કડક અમલ હાલ માં બુટલેગરો એ કામ ચલાઉ દારૂ વેચવાનું બંધ કર્યું હોવાનું સપાટી ઉપર આવ્યું છે. અને આ મુદ્દો વિધાનસભા માં પણ ગાજયો હતો, દારૂ-જુગારના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા સત્રમાં ભાજપનો ઘેરાવો કરતાં ડીજીપીએ સમગ્ર રાજ્યમાં 17 માર્ચ સુધી દારૂ-જુગારની ડ્રાઇવ યોજવા પોલીસને કડક સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હાલમાં ચોરીછૂપી થી દેશી – વિદેશી દારૂના નાના- મોટા લગભગ 1000 જેટલા અડ્ડા ચાલે છે. તેમજ જીમખાના સહિત નાના-મોટા 50 જુગારધામ ચાલે છે. જોકે દારૂ – જુગારના ધંધા બંધ કરાવી દીધા…