હાલ માં રાજકીય મોટા ફેરફાર જ્યાં જોવા મળી રહ્યા છે તેવા મધ્યપ્રદેશમાં કમલનાથ ની કોંગ્રેસની સરકાર સામે બળવો નું શસ્ત્ર ઉગામી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેંમના સમર્થક 22 ધારાસભ્યોએ ધડાધડ રાજીનામા આપ્યા બાદ રાજકીય ઘટનાક્રમ ગરમાયો છે. રાજીનામું આપનારા કોંગ્રેસના 22 ધારાસભ્યો સાથે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ જાહેરમાં આવ્યા બાદ હવે કોંગ્રેસ પણ વળતા કોઈ દાવપેચ ખેલે તે પહેલાં ભાજપ પોતાના ધારાસભ્યોને એકજૂથ કરી રહ્યું છે અને મોડી રાત્રે તેમને ભોપાલથી અન્ય જગ્યા એ ખસેડી લીધા છે તેઓ ને દિલ્હી અથવા ભાજપના ગઢ ગુજરાત માં લાવવામાં આવે એવી શક્યતા જોવાઇ રહી છે. મોડી રાત્રે ધારાસભ્યો ભોપાલ એરપોર્ટ પહોંચ્યા હોવાનું પીછો કરી…
કવિ: Halima shaikh
સરકારી ફિલ્ડ માં કામ કરતા કર્મચારીઓ માટે ખુશી ના સમાચાર એ છે કે ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને હવે ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે મળશે. જે કર્મચારીઓનો સાતમા પગારપંચના પે મેટ્રીક્સ પ્રમાણે બેઝિક પગાર માસિક રૂપિયા 50,500 કે તેથી વધુ હશે તેમને આ લાભ મળશે. કર્મચારીઓને આ એડવાન્સ 10 ટકાના ફિક્સ વ્યાજે મળશે અને તેનું ચૂકવણું દસ વર્ષમાં કરી શકાશે. એડવાન્સની રકમ ગાડીની ઓન રોડ કિમત અથવા દસ લાખ રૂપિયામાંથી જે રકમ ઓછી હોય તે આપશે. અગાઉ સરકાર ગાડી લેવા માટે કર્મચારીઓને પાંચ લાખ રૂપિયાનું એડવાન્સ આપતી હતી પરંતુ સરકારે નોંધ્યું કે વાહનોની કિમતમાં થયેલો વધારો…
ગુજરાત હવે ઓટો મોબાઇલ નું હબ ગણાય રહ્યું છે અને ટેક્નોલોજી માં હરણ ફાળ ભરી રહ્યું છે હવે ગુજરાત માં ફ્લાઈંગ કાર નું ઉત્પાદન શરૂ થનાર છે. સી.એમ. રૂપાણીએ ડચ કંપનીના સીઈઓ રોબર્ટ ડીંજમેંસેને રાજ્યમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. જે એક સમ્મઈટમાં હાજરી આપવા ગયેલ, ડીંજેમેંસે તેમના આમંત્રણના જવાબમાં જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતમાં ઉડતી કાર બનાવવા સાથે વેચી પણ શકશે. ડચ કંપની પાલ-વી ગુજરાત રાજ્યમાં તેમની ખાસ પ્રકારની ડિઝાઈન કરેલી ઉડતી કારનું ઉત્પાદન શરૂ કરવાની શક્યતા જણાવી રહ્યા છે. સી.ઈ.ઓના જણાવ્યા પ્રમાણે ૨૦૨૧ સુધીમાં ઊડતી કાર બનાવવાની આશા છે, આ વર્ષની શરૂઆતમાં ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં…
સેક્સ ની વાત આવે એટલે ઘણાં એવા સવાલો છે જે લગભગ દરેક ને મુંઝવતા હોય છે. તેમાંય ટીનએજ થી લઈ યુવાની સુધી સેક્સ મામલે આવા યુવાનો માં જુદાજુદા મત પ્રવર્તતા હોય છે. સેક્સોલોજીસ્ટ ના મતે સહવાસ માણવાથી અથવા તો કિસ કરવાથી પણ ઘણી ખરી કેલરી બર્ન કરી શકાય છે જોકે સેક્સને લગતા ઘણાં બધા સવલો એવા હોય છે જેના જવાબ જ નથી મળી શકતા આ પ્રકારના સવાલોમાંથી એક સવાલ એ છે કે સેક્સ કેટલી વખત માણવું યોગ્ય છે? ઘણાં લોકો સમજે છે કે જેટલું વધારે વખત સેક્સ માણો એટલું જ સ્વાસ્થ્ય માટે સારું હોય તો, તો કેટલાકનું માનવું છે કે…
હોળી પર્વ ઉપરજ સિંધિયા એ કોંગ્રેસ ને રામરામ કરી દેતા રાજકારણ ગરમાયુ છે અને કેશુડા ના રંગે ભાજપ ને રંગી નાખતા વધુ 22 ધારાસભ્યો એ પણ કોંગ્રેસ માંથી રાજીનામા આપી દીધા હોવાના સમાચાર છે જો આ રાજીનામા મંજુર થયા તો ભાજપ વાજતેગાજતે સરકાર બનાવી શકશે. SP ધારાસભ્ય રાજેશ શુક્લા અને BSP ધારાસભ્ય સંજીવ કુશવાહ શિવરાજ સિંહ ચૌહાણને મળવા પહોંચ્યા હોવાના અહેવાલ છે.આ બધા વચ્ચે શિવરાજનો દાવો છે કે બિસાહૂલાલ સાથે કોંગ્રેસના કંસાનાએ પણ વિધાનસભાનું સભ્યપદ છોડ્યું છે અને તેઓ ભાજપમાં આવશે અહેવાલો મુજબ ભાજપે જ્યોતિરાદિત્યને પાર્ટીમાં સામેલ કરી બાદમાં રાજ્યસભા મોકલી શકે છે, તેમને કેન્દ્રમાં પ્રધાન પણ બનાવાય તેવી શક્યતા…
કોંગ્રેસ માટે એક આઘાત જનક સમાચાર માં મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે હોળી ના દિવસે જ મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે જોકે આ અગાઉ તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હોવાનું મનાય છે. આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દેતા તેના સમગ્ર દેશ ના રાજકારણ માં પડઘા પડ્યા છે. શાહ અને મોદી સાથેની મુલાકાત બાદ 12.10 વાગ્યે સિંધિયાએ ટ્વીટર પર રાજીનામાં નો પત્ર મુક્યો હતો જોકે ત્યારબાદ 20 મિનિટ પછી લગભગ 12.30 વાગ્યે જ કોંગ્રેસે પણ તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું ટ્વીટ કર્યું હતું. સિંધિયાએ પોતાના રાજીનામામાં અંગ્રેજીમાં…
આવર્ષે હોળી હોળીની ઝાળ ઈશાન ખૂણા તરફ જઇ હોવાથી રાજકોટ ના જાણકારો ના અવલોકન મુજબ હોળીની ઝાળ ઈશાન ખૂણા તરફ જતા વરસાદ મધ્યમ અને કેટલીક જગ્યાએ તો ઓછો વરસાદ પડવા સાથે રોગચાળા નું પ્રમાણ વધે અને પાકનો બગાડ પણ થવાની શક્યતાઓ દર્શાવે છે. હોળીની પ્રગટતી જ્વાળાની દિશા ઉપરથી વર્ષ અને વર્ષાઋતુનો અંદાજ મેળવવાની આપણી વર્ષો જૂની પરંપરા છે. જે ભડલીના ઋતુ વિજ્ઞાન અંગેના વાક્યોના આધારે કરવામાં આવે છે. હોળીની જ્વાળાની ઝાળ કઈ દિશામાં જાય છે, તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે અને આ વખતે રાજકોટ માં હોળી ની જ્વાળા ઈશાન તરફ પવન દર્શાવતા…
વડોદરા માં ધુળેટી પર્વની જોરદાર ઉજવણી ચાલુ છે ત્યારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સલામતી ના કારણોસર ધૂળેટી પર્વે નર્મદા અને મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વડોદરા ના સાવલી પાસે લાંછનપુર ગામ નજીક મહીસાગર નદીમાં હાથીયો ધરો આવેલો છે, જયાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહીસાગરની નદીની આ જગ્યા યુવાઓ માટે લવ પોઈન્ટ તરીકે ફેમસ છે. અહી નદીમાં પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતું નિર્મળ પાણી, નદીના હરિયાળા અને મનોહર કોતર વિસ્તારો એકાંતની પળો માણવા માટે મોટી સંખ્યા માં યુવાનો આવતા હોય છે. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા પર ન્હાવા માટેનો પ્રતિબંધ અંગે સૂચના અને…
અગાઉ ના વરસો માં દેશી પદ્ધતિ થી લોકો આગાહી કરતા હતા અને ખાસ તો ગામડાઓ માં જયારે ગામના પાદર માં હોળી પ્રગટે ત્યારે પવન ની દિશા જોઈને નક્કી થતું કે આવનારું વર્ષ કેવું રહેશે ,આ માટે હોળી ઉપર એક ધજા રાખવામાં આવતી હતી અને તે હોળી પ્રગટે ત્યારે ધજા જે પવન ની દિશા તરફ જાય તે દિશા પરથી નક્કી થતું કે વર્ષ કેવું જશે. જોકે આ વાત સાચી પડતી અને તેજ વખતે ખેતી કેવી રહેશે તેનો પ્રાથમિક અંદાજ આવી જતો અને લોકો માનસિક રીતે તૈયાર રહેતા હતા
આપ જાણો જ છો કે ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે,અને બીજા દિવસે મંગળવારે ધુળેટી રમવામાં આવે છે આ સિલસિલો વર્ષો થી ચાલ્યો આવે છે પરંતુ આ વર્ષે ગુરૂ અને શનિનો એક દુર્લભ સંયોગ બનવા જઇ રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે આ સંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે. હોળીના દિવસે આ બંને ગ્રહો પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરૂ પોતાની ધન રાશિમાં અને શનિ પણ પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ પહેલાં એટલે કે 499 વર્ષ અગાઉ આ બંને ગ્રહોનો આવો યોગ તા. 3 માર્ચ 1521ના રોજ બન્યો હતો, ત્યારે પણ આ બંને ગ્રહ પોત-પોતાની…