વડોદરાઃ રેલવે માં ઇ ટીકીટ કૌભાંડ ની લિંક મળતાજ હરકત માં આવેલા તંત્ર વાહકો એ ઠેરઠેર રેડ કરવાની કામગીરી શરૂ કરી છે જેનાથી લાગતા વળગતા દોડતા થઈ ગયા છે , અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ રેલવે ટિકિટ કૌભાંડના પગલે આરપીએફ દ્વારા આઈઆરસીટીસીના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી છાપા મારવામાં આવી રહ્યા છેઅને તેનો રેલો બરોડા પહોંચ્યો છે. વડોદરા રેલવે ડિવીઝનમાં પણ સાત સ્થળોએ દરોડા પાડી આઠેક ઈસમો ની ધરપકડ કરવા સાથે ટિકીટો સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરાયો હોવાનું આરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું . વડોદરા રેલવે સ્ટેશન , બાજવા, પ્રતાપનગર, આણંદ, અંકલેશ્વર સહિતના આરપીએફની વિવિધ ટીમોએ મંગળવારે…
કવિ: Halima shaikh
વડોદરા માંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયેલો આખેઆખો પરિવાર જ ગુમ થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે અને તેઓનો કોઈજ પત્તો નહિ લાગતા ગૂમસુદા પરીવાર ના કુટુંબીજનો ચિંતાતુર બન્યા છે. વિગતો મુજબ તા. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરામાં રહેતા કલ્પેશ ચંદુભાઈ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા ચંદુભાઈ પરમાર અને પોતાનો એક 9 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી સાથે પોતાની કાર GJ 06 KP 7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે ગયા બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતા પરંતુ ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય…
અમદાવાદ માં હાલ દારૂ ના બંધાણીઓ ભારે ટેંશન માં આવી ગયા છે અને તેનું કારણ છે દારૂબંધી નો કડક અમલ હાલ માં બુટલેગરો એ કામ ચલાઉ દારૂ વેચવાનું બંધ કર્યું હોવાનું સપાટી ઉપર આવ્યું છે. અને આ મુદ્દો વિધાનસભા માં પણ ગાજયો હતો, દારૂ-જુગારના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા સત્રમાં ભાજપનો ઘેરાવો કરતાં ડીજીપીએ સમગ્ર રાજ્યમાં 17 માર્ચ સુધી દારૂ-જુગારની ડ્રાઇવ યોજવા પોલીસને કડક સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હાલમાં ચોરીછૂપી થી દેશી – વિદેશી દારૂના નાના- મોટા લગભગ 1000 જેટલા અડ્ડા ચાલે છે. તેમજ જીમખાના સહિત નાના-મોટા 50 જુગારધામ ચાલે છે. જોકે દારૂ – જુગારના ધંધા બંધ કરાવી દીધા…
આજકાલ નાની ઉંમરે જ પ્રેમ ના રવાડે ચડી જતા બાળકો ક્યારેક વાલીઓ ને દોડતા કરી મૂકે છે આવોજ એક કિસ્સો વલસાડ માં બન્યો છે જ્યાં શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં ધો.11માં અભ્યાસ કરતો અને નજીક નાએક ગામમાં રહેતો વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એક સાથે અભ્યાસ કરતા હોય બન્ને ના ફોટા વિધાર્થી એ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા વિદ્યાર્થિનીના પરિવારે શાળાએ આવીને વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો. જેથી વિદ્યાર્થી તે વિદ્યાર્થિનીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું જોકે બીજી તરફ પ્રેમ સંબંધ રાખવા માટે વિદ્યાર્થિનીએ તેને ના પાડતા 17 ફેબ્રુઆરીએ મુંબઈ જઈને આત્મહત્યા કરવાની ધમકી આપતા પરિવારે સમજાવ્યો હતો. સોમવારે એકતરફી પ્રેમમાં પડેલા વિદ્યાર્થીએ…
રાજ્ય માં હાલ બોર્ડ ની પરીક્ષાઓ ને લઈ તંત્ર કામે લાગ્યું છે , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી પાંચ માર્ચથી શરૂ થવાની છે જેમા અમદાવાદ ની વાત કરીએ તો કુલ 1.96 લાખ સહિત કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે આ વર્ષ મોટી સંખ્યામાં એક્સટર્નલ વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. જેમા ધોરણ 10ના 12,707 અને ધોરણ 12ના 62548 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટલે કે ધોરણ 10-12ના કુલ 75,255 એક્સટર્નલ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. શિક્ષણ બોર્ડે…
ગાંધીનગરઃગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ દરમ્યાન વિધાનસભાની કેન્ટીનમાં ભોજન ગ્રહણ કરવાના સમયે જ બરાબર કેન્ટીનના ભોજનની દાળમાંથી જીવડું નીકળી પડતા ભારે ચર્ચાઓ ઉઠી હતી આ કેન્ટીનમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ અને નેતાઓ ભોજન લેવા આવતા હોય છે, ત્યારે વિધાનસભાની કેન્ટીનમાંથી જ જીવડું નીકળતા રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાના વાતો પોકળ સાબિત થઈ હતી. દાળમાંથી જીવડું નીકળ્યાનો મેનેજરે ખુદે જ સ્વીકાર કર્યો હતો. આ ઘટનાને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિધાનસભા કેન્ટીનમાં તપાસનો શરૂ કરાઈ હતી. અત્રે એ વાત નોંધનીય રહેશે કે તાજેતરમાં જ રાજ્યના ફૂડ એન્ડ સેફટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગ્નેટેડ અધિકારીઓને હોટલો,…
ગાંધીનગર: કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયાએ ટ્વીટર પર રાજ્યસભામાં ઉમેદવારી મામલે કરેલા ટ્વીટ બાદ કેટલાક લોકોએ પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના ના ઉમેદવાર હોવાની વાતો કરતા હતા પરંતુ મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા હાલ પૂરતી જોવાંમાં નથી આવી રહી. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય ગજા ના નેતા છે અને તેઓ અહીંથી ચુંટણી માત્ર જીતવા લડે તેવું જણાતું નહિ હોવાનું જાણકારો મત વ્યક્ત કરી રહયા છે.
દિલ્હી માં લોકો ના કામ કરી મોઘવારી ના રાક્ષસ ને મહાત કરી લોકો ના દિલ જીતવામાં કામિયાબ રહેઆપ’ હવે ગુજરાત માં પણ પબ્લિક ની ચોઇસ મુજબ ગુજરાતમાં પણ શિક્ષણ , વીજળી સહિત જીવન જરૂરિયાત ની વસ્તુઓ ઉપર દિલ્હી મોડલ અપનાવી પ્રચાર કરી પોતાનું સ્થાન ઉભું કરવા ગુજરાતમાં ચુંટણીઓ માં ઝંપલાવે તેવી સંભાવના જોવાઇ રહી છે આ માટે આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દિલ્હીમાં ‘આપ’ મોડલની સફળતા બાદ હવે ‘આમ આદમી પાર્ટી’ ગુજરાતમાં ફરી એકવાર સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આ અઠવાડીયામાં ‘આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવી રહ્યા છે અને…
આજના શિક્ષણ ની અધોગતિ થઈ છે અને શિક્ષકો પોતાની મર્યાદા ભૂલતા જઇ રહ્યા હોવાના કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં માં સરસ્વતી મંદિર માં બાળકો ને શિક્ષણ આપનાર શિક્ષક પોતાની પવિત્ર ફરજ ચુકી બુટલેગર બની દારૂ વેચતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુખસર પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાબુડી ફળીયામાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક સડીયાભાઇ ઉર્ફે સરદારભાઇ હકલાભાઇ બામણીયાના ઘરમાં અને ખેતરમાં હોળીને પગલે દારૂ છુપાવવામાં આવેલો છે. જેથી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરની સૂચનાથી ઝાલોદ ડીવાયએસપી જાદવના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ એસ.એન.બારીયા તથા સ્ટાફના એ.એસ.આઇ શંકરભાઇ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પલાસ અને…
ગાંધીનગર માં કોંગ્રેસ ના વિરજી ઠુમરે નિતીન ભાઈ પટેલ ને મુખ્યમંત્રી માટે પોતાના ધારાસભ્યો નું સમર્થન ની ઓફર કરતા રાજકીય માહોલ ગરમાયો છે ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા દરમિયાન કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને તેમને અમારો ટેકો છે, જો તેઓ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. જો કે વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા ટકોર કરી વિરજીભાઈ ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતાં. એટલે તે ચિંતા કર્યા વગર પહેલા તમારું ઘર સંભાળો. આ દરમિયાન…