અમદાવાદ: આખરે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગળે મળી અને પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેડ કાર્પેટ સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું આ તકે ગુજરાત ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત ના ટોચના અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમ્યાન ટ્ર્મ્પ પરિવાર નું વિમાન અમદાવાદ લેન્ડ થતા જ ગુજરાત સહિત ભારતભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટ્રમ્પ અને મેલેનિયાનો રોડ શો દરમ્યાન એરપોર્ટથી આશ્રમ સુધીના રસ્તાઓ પર પણ ઠેર-ઠેર રોડ પર ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ વિભિન્ન…
કવિ: Halima shaikh
આખરે અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ પરિવાર 11:40 કલાકે લેન્ડ કરશે , પીએમ મોદી દિલ્હી થી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને તેઓ 10:30 કલાકે અમદાવાદ પહોંચી જશે, દરમ્યાન સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મોદીજી તમામ પ્રોટોકોલ તોડીને ટ્રમ્પ નું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેશે જ્યાં ગાર્ડ ઓફ ઓનર અપાશે. બીજી તરફ દેશભર માંથી આમંત્રિત મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બે કલાક પહેલાં જ બેઠક સાંભળી લીધી છે હાલ માં અમદાવાદ ઉત્સવમય બન્યું છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ માં ઉત્સવ નો માહોલ સર્જાયો છે, પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ના કાર્યક્રમ માં સામેલ થવા 150 એસટી બસમાં લગભગ દશ હજારનો કાફલો સોમવારે વહેલી સવારે વડોદરા થી અમદાવાદ જવા રવાના થયો હતો,વિગતો સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં વડોદરાથી બસોનો કાફલો મોટેરા સ્ટેડિયમના પાર્કિંગમાં પહોચી જાય તે રીતે અગાઉ થી આયોજન કરાયું હતું અને તેના આયોજન માટે ત્રણ બસ સૌથી પહેલાં રવાના કરવામાં આવી હતી. સોમવારે સવારે સવા પાંચ વાગ્યાથી 23-23 બસનો કાફલો દર પંદર મિનિટે અમદાવાદ જવા રવાના થયો હતો તમામ વ્યવસ્થાના સંચાલન માટે કંટ્રોલરૂ મ કાર્યરત કરવામાં આવ્યો છે અને તેની જવાબદારી…
અમદાવાદ: ટ્રમ્પ ના કાર્યક્રમ માં પાસ ન હોવા મુદ્દે મોટેરા સ્ટેડિયમના મુખ્ય દરવાજા પાસે જામનગર અને ભાવગરના ડીવાયએસપી વચ્ચે બબાલ થતા અન્ય પોલીસ કર્મીઓ પણ મુંઝવણ માં મુકાયા હતા જોકે વાત વધી પડતા મામલો મારામારી સુધી પહોંચ્યો ગયો હતો તેથી ભારે તમાશો ઉભો થયો હતો જોકે, સ્થળ પર દોડી ગયેલા અમદાવાદના ઝોન ડીસીપી ધર્મેન્દ્ર શર્મા વચ્ચે પડી સ્થિતિ થાળે પાડી હતી પરંતુ આ ઘટના ને પગલે ભારે ચર્ચાઓ ઉઠી હતી. જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદ સરકારી ગાડીમાં મોટેરા સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ માર્ગે આવ્યા ત્યારે ગેટ ઉપર હાજર ડીવાએસપી ડી.એમ. વ્યાસે પોલીસ અધિકારી ને તેમની ગાડી પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવા કહ્યું હતું. આથી…
અમદાવાદ: ભારતીય સંસ્કૃતિની શુ છે તેની ઝાંખી કરાવવા માટે અમદાવાદ માં સ્ટેડિયમ પર આયોજન કરાયા છે, ટ્રમ્પ ની મુલાકાત દરમ્યાન અમદાવાદના સાબરમતી ગુરુકુળના બાળકોને બે સ્ટેજ ફાળવવામાં આવ્યા છે. એક સ્ટેજ પર 16 બાળકો જળતરંગ, સિતાર, સંતુર પખવાદ, ફ્લુટ, સારંગી, તબલા, વીણા, મૃદંગ જેવા વિસરાતા વાદ્યો વગાડી પ્રાચીન સંસ્કૃતિ નો અનુભવ કરાવશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જ્યારે અમદાવાદમાં આવશે. ત્યારે 16 જેટલા બાળકો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વાદ્યો વગાડશે.જેમાં સંતુરની ની વાત કરવામાં આવે તો સંતૂર આગ્રાનું પ્રસિધ્ધ વાદ્ય છે. જે 100 તારમાંથી બનેલું છે. તેને સદનતંત્ર વીણા પણ કહેવામાં આવે છે. સારંગીની વાત કરીએ તો આ બાળકોને સારંગી વગાડતા જોઈને…
અમદાવાદ માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ ની મુલાકાત ની પૂર્વ સંધ્યા એ લુખ્ખા તત્વો એ એક પોલીસ કર્મચારી ની જાહેર માં ચપ્પૂ મારી હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ ગઈ છે વિગતો મુજબ શહેર ના શાહીબાગના ચમનપુરામાં રૈન બસેરા વિસ્તારમાં ચાઇના ગેંગના સાગરિતોએ નજીવી તકરાર જમવા ગયેલા કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.જેમાં કોન્સ્ટેબલનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર ત્યાંથી ભાગી જતા બચી ગયો હતો. મિત્રની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા અને પૂર્વ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીન્દ્ર જાડેજા તેના મિત્ર ધવલ સોલંકી સાથે સાંજના…
અમદાવાદ: આજે 24 ફેબ્રુઆરી ખાસ દિવસ બની રહેવાનો છે આજે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે સાથે તેમના પત્ની , પુત્રી વગેરે પણ છે જેઓ ને ગુજરાતી કલ્ચર નો અનુભવ પણ કરાવવા નો છે બીજી તરફ મોદીજી પણ બરાબર ફોર્મ માં છે તેથી જ પોતાનું વિશાળ ચિત્ર પણ તૈયાર કરાવી ઉંચી ઇમારત પર ટીંગાવી દીધું છે. રિવરફ્રન્ટથી એરપોર્ટ તરફ જતા રોડ પાસેના એક બિલ્ડિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 12 માળ જેટલું ઊંચું એક વિશાળ પોસ્ટર લગાવાયું છે. રવિવારે પવનને કારણે પોસ્ટર લગાવતાં આખો દિવસ નીકળી ગયો હતો. ગાંધી આશ્રમથી આ વિશાળ પોસ્ટર મોદી અને ટ્રમ્પ જોઈ શકશે આમ પોસ્ટર ધ્યાન…
અમદાવાદઃ 24 મી એ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ સમગ્ર અમદાવાદ શહેરને નવેલી દુલ્હની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરમાં ચારેબાજુ રોશની જ રોશની જોવા મળી રહી છે.અને દિવાળી જેવો નઝારો જોવા મળી રહ્યો છે અમદાવાદ ના સર્કલ, બીઆરટીએસ સ્ટેન્ડ્સ, રિવરફ્રન્ટ, ઓવરબ્રિજ વગેરે જગ્યાએ લાઇટિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત નમસ્તે ટ્રમ્પના બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત રસ્તાઓ પણ જુદા જુદા રંગની લાઇટિંગ કરવામાં આવી છે જેનો અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે .અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઇપણ પ્રકારની અછત ન રહી જાય તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું…
અમદાવાદ માં એક એવો બનાવ સામે આવ્યો કે એક યુવતી સ્નાન કરવામાં મગ્ન હતી પણ તેને અચાનક એવો ભાસ થયો કે કોઈ તને ઘૂરી રહ્યું છે અને જોયું તો ચોકી ગઈ કે ખરેખર એ સાચું હતું. અમદાવાદ ના કેશવનગર પાસે જેપીની ચાલીમાં રહેતી 30 વર્ષની યુવતી સવારના સમયે રિવરફ્રન્ટ તરફ બનાવેલા અડધા ખુલ્લા બાથરૂમમાં નાહવા ગઈ હતી.અને જ્યારે તે સ્નાન કરતી હતી ત્યારે તેની નજર ઉપર રાખેલા મોબાઈલ ફોન પર પડી હતી. જેથી તે ચોકી ગઈ હતી કેમકે તેમાં રેકોર્ડિંગ થઈ રહ્યું હતું ,યુવતીએ બહાર આવી મોબાઈલ લેવા ગઈ ત્યારે પાડોશમાં રહેતા એક યુવકે આ મોબાઈલ ઝૂંટવી લીધો હતો. તેને…
અમદાવાદ અમદાવાદ માં ઉત્સવ નો માહોલ જમ્યો છે અને અનેક મહાનુભવો હાજર રહેવાના છે ત્યારે સામાન્ય જનતા ને પણ સવાલ થાય કે શું આપણે પણ ભાગ ના લઇ શકીયે તો જવાબ છે જીહા, બિલકુલ ભાગ લઇ શકો છો ,નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીના રોડ શોમાં જાહેર જનતા પણ ભાગ લઇ શકે એ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ સ્થળેથી ઇન્ડિયા રોડ શો સુધી લઇ જવા માટે વિના મૂલ્યે બસ સેવા ઉભી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધી સતત આ બસ સેવાનો લાભ મળી શકશે. આ માટે પશ્ચિમ અને પૂર્વ એમ બે ઝોન…