અમદાવાદ: હાલ માં બેરોજગારી નો પ્રશ્ન વિકટ બન્યો છે એમાંય શિક્ષણ મોંઘું બનતા લોકો ની સ્થિતિ ખરાબ છે ત્યારે અમદાવાદ જિલ્લામાં એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે કુલ 40 જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું છે. મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ દ્વારા આગામી એપ્રિલ મહિનાથી શરૂ થતાં વર્ષથી અમદાવાદ શહેર અને જિલ્લાના દરેક તાલુકામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કઠવાડા, વટવા, નરોડા, ઓઢવ, ચાંગોદર ઉપરાંત સાણંદ, વિરમગામ, જીઆઈડીસી, માંડલ, દેત્રોજ, બાવળા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઈ, સાણંદ, વિરમગામ તાલુકામાં રોજગાર ભરતી મેળો યોજાશે. અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વધુ ને વધુ…
કવિ: Halima shaikh
નવસારી ના વેવાણ અને સુરત ના વેવાઈ ભાગી જવાની ઘટના એ જેતે વખતે ભારે ચકચાર જગાવી હતી અને ઉજજેન રોકાયા બાદ વેવાઈ અને વેવાણ પરત પણ આવી ગયા હતા બીજી તરફ તેમના સંતાનો ના સગપણ તૂટી ગયા હતા અને વેવાણ ને તેમના પતિ એ નહિ સ્વીકારતા તેઓ સુરત પોતાના પિતાના ઘરે જતા રહ્યા હતા બાદ માં 34 દિવસ બાદ ફરી એકવાર વેવાણ અને વેવાઈ ભાગી જતા ચકચાર મચી છે. ગત જાન્યુઆરી મહિનામાં ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ…
અબજોપતિ બની ગયેલી ટોપીઓ પોતાના કરોડો ના વ્યવહારો ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ની નજર માંથી બચવા જાતજાત ના અખતરા કરતા રહે છે પરંતુ ટેકનોલોજી એવી આવી ગઈ છે કે રોકાણકારો ગમે તેટલી ચાલાકી કરે તો પણ ઈન્કમ ટેક્સ ની નજર માંથી છટકી શકશે નહીં. આ પ્રકાર ના બિઝનેસમેન, વીવીઆઇપી અને નેતાઓના ગેરકાયદે રોકાણ અને બેનામી સંપત્તિ શોધી કાઢવા સબંધિત વિભાગ દ્વારા વોટ્સએપ ડેટાની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે ,બિઝનેસમેન, નેતાઓ, વીવીઆઇપી અને સેલિબ્રિટી બેનામી રોકાણોની વોટ્સએપ કોલ અને વોટ્સએપ મેસેજ પર ચર્ચા કરતા હોય છે. આવા મેસેજિસ અને ચર્ચાને પકડી પાડવા માટે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે વોટ્સએપના ડેટા વેરિફાઇ કરવાનું શરૂ કર્યું છે.…
આજરોજ વલસાડ શહેર માં આવાબાઇ સ્કૂલ મેદાન ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર તેમજ ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેક સોસાયટી વલસાડ ના સંયુક્ત ઉપક્રમે મેરથોન દોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ખરસાણા એ લીલી ઝંડી આપી મેરોથોન દોડ નું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી સહીત તબીબ ક્ષેત્ર ના અગ્રણીઓ હાજર રહ્યા હતા મેરોથોન દોડ માં વલસાડની વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ સહિત આશરે ૧૫૦૦ થી વધુ દોડવીરો જોડાયા હતા જેમાં બાળકો થી લઈ દરેક ઉમર ના લોકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વડોદરા માં બગીખાના વિસ્તારમાં આવેલી રાજસ્થંભ સોસાયટીમાં આવેલી દુકાનમાં ખરીદી કરવા આવેલી 11 વર્ષની બાળાને જોઈ વાસનામય બનેલા દુકાનના માલિક 72 વર્ષિય દાદા એ છેડછાડ કરી હોવાનું સામે આવતા મામલો નવાપુરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો જે ગુનામાં પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે. ભવિષ્યમાં આ વૃદ્ધ દ્વારા કોઇ બાળકી, કિશોરી ને પોતાની હવસ નો શિકાર ન બનાવે તે માટે સ્થાનિક મહિલાઓ એ પોલીસ મથકમાં જઇ વૃદ્ધની દુકાન બંધ કરાવી દેવા માંગણી કરી હતી. નવાપુરા પોલીસ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે શરદબાબુ નામના 72 વર્ષિય વૃદ્ધ બગીખાના વિસ્તારની રાજરત્ન સોસાયટીમાં દુકાન ધરાવે છે. વૃધ્ધના સ્ટોર પર બપોરના સમયે બાળકી ખરીદી માટે આવી હતી.…
અમદાવાદ માં એક હજાર કરોડ ના ખર્ચે જાસપુરમાં ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિર નો ભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાયો હતો,બીજા દિવસે આ રકમમાં 40 કરોડ ખૂટે છે એવી કાર્યક્રમના મુખ્ય સંયોજક આર.પી. પટેલે જાહેરાત કરતાં માત્ર 17 મિનિટમાં 30 કરોડનું દાન આવ્યું હતું. એક ગુપ્ત દાતાએ 25 કરોડ લખાવ્યા હતા. આ ઉપરાંત મૂળ નંદાસણના અને હાલ મુંબઈમાં રહેતા 51 કરોડના એક દાતાએ વધુ 11 કરોડ લખાવ્યા હતા. કુલ 110 મિનિટમાં 136 કરોડનું દાન આવ્યું હતું. મંદિરનો નિર્માણ ખર્ચ એક હજાર કરોડ થશે, ઉમિયાધામ શિલાન્યાસ સમારોહના બીજા દિવસે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંતો હાજર હતા ત્યારે જ…
મુંબઇ: પાકિસ્તાન વિરુદ્ધ હવે સોશિયલ મીડિયા ના મોટા પ્લેટફોર્મ ગણાતા ફેસબુક, ટિ્વટર અને ગૂગલ સહિત ઘણી કંપનીઓએ પાકિસ્તાનના ડિજિટલ સેન્સરશિપ કાયદા સામે એકજુથ થયા છે અને તેમના ગ્રુપ એશિયા ઇન્ટરનેટ કોએલિશને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સખત શબ્દોમાં જણાવી દીધું છે કે આ કાયદામાં સુધારા નહીં કરવામાં આવે તો તેઓ પાકિસ્તાન ને પડતું મૂકી શકે છે , રજુઆત માં જણાવાયું છેકે કાયદો ઘડતી વખતે લોકો, નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં ચૂક થઈ છે અનેઘણી જોગવાઇઓ એવી છે કે કોઇ વ્યક્તિ કોઇ પણ કન્ટેન્ટને વાંધાજનક માની શકે છે. આ કંપનીઓએ આવું કન્ટેન્ટ 24 કલાકમાં હટાવવું પડશે. ઇમરજન્સીની આ લિમિટ 6 કલાકની હશે. આતંકવાદ, અભદ્ર ભાષા,…
અમદાવાદ ની લોકમાતા સાબરમતી નદીને ઉદ્યોગકારો એ પ્રદુષિત કરી નાખી હોવાનો ખુલાસો થયો છે અને તેનાથી જનજીવન પ્રભાવિત બની રહ્યુ છે જો લાગતા વળગતા આ મામલે કોઇ જલ્દી એક્શન નહિ લે તો સુપ્રીમ કોર્ટ માં મામલો લઈ જવાની પર્યાવરણ સુરક્ષા સમિતિ એ ચીમકી ઉચારી છે. અમદાવાદ મહા નગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટીમાં જ્યાં સ્વચ્છ સાબરમતીની વાત કરી રહી છે ત્યારે પર્યવારણ સુરક્ષા સમિતિએ તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે નર્મદાના પાણી સાબરમતીમાં પ્રવેશે છે ત્યારે તેમાં પાણીમાં બીઓડી 16 મીગ્રા પ્રતિ લિટર, બીઓડી 0.7 મીગ્રા પ્રતિ લિટર અને ક્લોરાઇડ 54.9 મીગ્રા અને ટીડીએસ 912 મીગ્રા હોય છે.…
ગુજરાત સહિત દેશમાં હાલ બેરોજગારી ની સમસ્યા વિકરાળ બની રહી છે અને મોંઘાદાટ શિક્ષણ માંથી પસાર થઈ બરબાદ બનેલા પરિવારો ને આશા હોય છે કે નોકરી મળશે તો શિક્ષણ માં ગુમાવેલા પૈસા પાછા કવર થઇ જશે પરંતુ એવું થતું નથી તેથી લાખ્ખો પરિવારો માં નિરાશા નું મોજું ફરી વળ્યું છે ,હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિરોધ પક્ષના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી નોકરી મળી તે અંગે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 4 લાખ 58 હજાર 96 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 2,223ને સરકારી…
વડોદરાઃવડોદરા શહેર પોલીસ હવે અદ્યતન ટેકનોલોજી સાથે ફોરેન પોલીસ ની જેમ એલર્ટ રહી ગુનેગારો ને માત કરશે રાજ્યમાં સૌ પ્રથમ વખત’એઆઈ-ફેશીયલ રેક્ગનાઈઝ સોફ્ટવેર’નો ઉપયોગ કરીને સીસીટીવી હેઠળ સાતીર ગુનેગારો ને સ્થળ પરજ ઝડપી લેવાના પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ આજ થી 500 કેમેરા લગાવવાની કામગીરી શરૂ થઈ છે , આ પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નવા 1300 સીસીટીવી કેમેરા લગાવાશે. હાલ શહેરમાં 650 કેમેરા લાગેલા છે. આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું હતું કે, વડોદરાની આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (ai) ફેશીયલ રેક્ગ્નેશન સોફ્ટવેરના ઉપયોગ માટે પ્રથમ પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત બે મહિનામાં 1300 કેમેરા લાગશે. કેમેરાની કિંમત 65 હજાર થી લઈને…