ગાંધીનગરઃગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ દરમ્યાન વિધાનસભાની કેન્ટીનમાં ભોજન ગ્રહણ કરવાના સમયે જ બરાબર કેન્ટીનના ભોજનની દાળમાંથી જીવડું નીકળી પડતા ભારે ચર્ચાઓ ઉઠી હતી આ કેન્ટીનમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ અને નેતાઓ ભોજન લેવા આવતા હોય છે, ત્યારે વિધાનસભાની કેન્ટીનમાંથી જ જીવડું નીકળતા રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાના વાતો પોકળ સાબિત થઈ હતી. દાળમાંથી જીવડું નીકળ્યાનો મેનેજરે ખુદે જ સ્વીકાર કર્યો હતો. આ ઘટનાને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિધાનસભા કેન્ટીનમાં તપાસનો શરૂ કરાઈ હતી. અત્રે એ વાત નોંધનીય રહેશે કે તાજેતરમાં જ રાજ્યના ફૂડ એન્ડ સેફટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગ્નેટેડ અધિકારીઓને હોટલો,…
કવિ: Halima shaikh
ગાંધીનગર: કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયાએ ટ્વીટર પર રાજ્યસભામાં ઉમેદવારી મામલે કરેલા ટ્વીટ બાદ કેટલાક લોકોએ પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના ના ઉમેદવાર હોવાની વાતો કરતા હતા પરંતુ મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા હાલ પૂરતી જોવાંમાં નથી આવી રહી. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય ગજા ના નેતા છે અને તેઓ અહીંથી ચુંટણી માત્ર જીતવા લડે તેવું જણાતું નહિ હોવાનું જાણકારો મત વ્યક્ત કરી રહયા છે.
દિલ્હી માં લોકો ના કામ કરી મોઘવારી ના રાક્ષસ ને મહાત કરી લોકો ના દિલ જીતવામાં કામિયાબ રહેઆપ’ હવે ગુજરાત માં પણ પબ્લિક ની ચોઇસ મુજબ ગુજરાતમાં પણ શિક્ષણ , વીજળી સહિત જીવન જરૂરિયાત ની વસ્તુઓ ઉપર દિલ્હી મોડલ અપનાવી પ્રચાર કરી પોતાનું સ્થાન ઉભું કરવા ગુજરાતમાં ચુંટણીઓ માં ઝંપલાવે તેવી સંભાવના જોવાઇ રહી છે આ માટે આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દિલ્હીમાં ‘આપ’ મોડલની સફળતા બાદ હવે ‘આમ આદમી પાર્ટી’ ગુજરાતમાં ફરી એકવાર સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આ અઠવાડીયામાં ‘આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવી રહ્યા છે અને…
આજના શિક્ષણ ની અધોગતિ થઈ છે અને શિક્ષકો પોતાની મર્યાદા ભૂલતા જઇ રહ્યા હોવાના કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં માં સરસ્વતી મંદિર માં બાળકો ને શિક્ષણ આપનાર શિક્ષક પોતાની પવિત્ર ફરજ ચુકી બુટલેગર બની દારૂ વેચતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુખસર પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાબુડી ફળીયામાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક સડીયાભાઇ ઉર્ફે સરદારભાઇ હકલાભાઇ બામણીયાના ઘરમાં અને ખેતરમાં હોળીને પગલે દારૂ છુપાવવામાં આવેલો છે. જેથી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરની સૂચનાથી ઝાલોદ ડીવાયએસપી જાદવના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ એસ.એન.બારીયા તથા સ્ટાફના એ.એસ.આઇ શંકરભાઇ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પલાસ અને…
ગાંધીનગર માં કોંગ્રેસ ના વિરજી ઠુમરે નિતીન ભાઈ પટેલ ને મુખ્યમંત્રી માટે પોતાના ધારાસભ્યો નું સમર્થન ની ઓફર કરતા રાજકીય માહોલ ગરમાયો છે ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા દરમિયાન કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને તેમને અમારો ટેકો છે, જો તેઓ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. જો કે વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા ટકોર કરી વિરજીભાઈ ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતાં. એટલે તે ચિંતા કર્યા વગર પહેલા તમારું ઘર સંભાળો. આ દરમિયાન…
સૌરાષ્ટ્રમાં પણ દિનપ્રતિદિન બાળાત્કાર ના બનાવો વધી ગયા છે અને મોટાભાગના કિસ્સાઓ માં ગેંગરેપ નીજ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જણાઈ રહ્યુ છે કે ગુનેગારો ને કાયદા અને આપણા લોકતંત્ર નો સહેજ પણ ડર રહયો નથી ,જેતપુર તરફ રહેતી યુવતીને કેટરીંગ નું કામ આપવાના બહાને બોલાવી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી તેને એક ફ્લેટમાં લઇ જઇ ત્રણ નરાધમો એ યુવતી પર ગેંગરેપ કર્યો હોવાની ઘટના પ્રકાશ માં આવી છે. જેતપુર નજીક ના ગામમાં રહેતી અને કેટરીંગનું કામ કરતી 35 વર્ષની યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે નટુ નામના શખ્સ અને તેના બે મિત્રના નામ આપ્યા હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કેટરિંગનું…
સુરત ના ડુમસ રોડ પર એરપોર્ટની સામે પારસી માલિકી ના આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માં પોલીસે રેડ કરી 52 ની ડુમસ પોલીસે ધરપકડ કરી હતી જોકે 39 નબીરાઓ લોકઅપમાં આવી શકે તેમ ન હોવાથી ડુમસ પોલીસ તમામને ઉમરા પોલીસના લોકઅપમાં પૂર્યા હતા રવિવારે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં, જેમાં તમામને એક દિવસના રિમાન્ડ આપ્યા છે. પ્રોહિબિશનના ગુનામાં એક સાથે 39 નબીરાઓને રિમાન્ડ આપ્યા હોય તેવી આ કદાચ કહી શકાય કે આ પ્રથમ ઘટના છે. પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ગગન ઢીંગરા નામના યુવકે 14 હજારમાં ફાર્મ હાઉસ ઓનલાઇન બુક કરાવ્યુ હતું. ફાર્મહાઉસમાં…
સુરત માં ખંડણી અને ગુનાખોરી ની દુનિયા માં પોતાની કારકિર્દી જમાવવા નીકળેલા વસીમ બિલ્લાની22મી જાન્યુઆરીએ ગોળીઓ મારી હત્યા કરવામાં આવ્યા બાદ આ પ્રકરણ માં પોલીસે તપાસ નું ફિન્ડલું વાળી ને અભરાઈ ઉપર મૂકી દીધું હોવાની શંકા અગાઉ મૃતક ના ભાઈ એ વ્યક્ત કરવા છતાં આ પ્રકરણમાં વગદાર ગણાતા લેસવાલા એન્ડ કંપની સામે ક્યાં પ્રકાર ના પગલાં કે તપાસ થઈ તેનું અપડેટ નહિ આવતા આ કેસ માં અનેક શંકાઓ ઉભી થવા પામી છે વ્હોરા સમાજ માં મોટું નામ ધરાવતા લેસવાલા પૈસે ટકે પણ મજબૂત હોવા ઉપરાંત સારી એવી વગ ધરાવતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ખંડણીખોર વસીમ મર્ડર કેસ માં શંકાના…
અમદાવાદ: આજથી 40 વર્ષ અગાઉ નો સમય જુદો હતો કે જ્યારે માણસ વિશ્વાસ ઉપર ચાલતા હતા અને ખોટું કરતા શરમાતા હતા પરંતુ આજે જો કોઈની ઉપર આંધળો વિશ્વાસ કરવા જાવ તો છેતરાવા નો અને પસ્તાવા નો વારો આવી શકે છે આવાજ પ્રકારની ની બનેલી ઘટના માં 20 વર્ષ ની પારિવારિક સંબંધ ધરાવતા ઠગ દંપતીએ પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવી એક પરિવારના સભ્યો પાસેથી 9 વર્ષમાં રૂ. 51.85 લાખ નું કરી નાખ્યું હતું અને વિશ્વાસ ઉભો કરવા પૈસા જમા કરાવ્યા હોવાની 9 વર્ષની નકલી પાસબુકો પણ આપી હતી. વસ્ત્રાપુર માનસી ચાર રસ્તા પાસેના ગોયલ પ્લાઝા ફ્લેટમાં રહેતા 64 વર્ષીય કિશોરભાઈ…
ભગવાન શ્રી રામ ની પૌરાણિક નગરી અયોધ્યા માં રામમંદિર નું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે દરમ્યાન ખાસ પથ્થર ની સફાઈ માટેજ 1200 થી વધારે મહિલાઓ કામ માં જોતરાઈ છે જે પૈકી ગુજરાતમાંથી પણ મહિલાઓઅયોધ્યા જનાર છે 2 દિવસ પહેલા મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટીઓના આદેશ મુજબ શહેરની 8થી વધુ મહિલાઓને મંદિરના સફાઈ માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ તમામ મહિલાઓ મંદિરની અંદર જૂના પથ્થરની સફાઈ કરશે. મંદિરમાં લાગેલા તમામ પથ્થર જૂના છે. આ તમામ મહિલાઓને દિવસના 400 રૂપિયા લેખે આપવામાં આવશે. અત્યાર સુધીમાં 40 % પથ્થરની સાફ -સફાઈ કરવામાં આવી ગઈ છે, પરંતુ બાકી…