કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સતત ચાલુ રહેવા પામી છે ત્યારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે આવેલા પંથ ચોકમાં ફરી એકવાર આતંકવાદીઓએ પોલીસ અને CRPFના જવાનો ઉપર હુમલો કરી દેતા બને પક્ષે ગોળીઓ ની રમઝટ બોલી હતી. જવાનો નાકા પરથી પસાર થઈ રહેલી ગાડીઓને ચેક કરી રહ્યા હતા ત્યારે આતંકીઓ એ હુમલો કર્યો હતો જેમાં જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના ASI બાબૂ રામ શહીદ થયા છે. આતંકવાદીઓના હુમલાના તરત પછી પોલીસ અને CRPFના જવાનોએ પણ મોરચો સંભાળી લીધો છે. સતત બન્ને બાજુથી ફાયરિંગ થઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે હાલ પણ આતંકી સંતાયા છે. હવે જવાન વિસ્તારને…
કવિ: Halima shaikh
વડોદરા માં સવાર થીજ જોરદાર વરસાદ ચાલુ છે ત્યારે રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતની સાથે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ હોવાથી સરદાર સરોવર ડેમનાં 23 દરવાજા ખોલી નાખવામાં આવતાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આજે ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાને કારણે અમદાવાદ,વડોદરા સહિત રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, સાબરકાંઠા, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા તંત્ર સાબધું બન્યું છે. હાલ આગાહી મુજબ જ રવીવારે સવાર થી વરસાદ ચાલુ…
ગુજરાત હવે દુનિયા માં છવાવા માટે તૈયારીઓ કરી રહ્યું છે અને અહીં વિશ્વનું સૌથી મોટું બાલભવન બનશે જે સમગ્ર વિશ્વ માં ક્યાંય નહીં હોય જેથી વિદેશીઓ પણ અહીં મુલાકાતે આવવા મજબુર બનશે. આ પ્રોજેક્ટ માટે સીધા વડાપ્રધાન મોદીજી ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર કામે લાગી છે અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે આવેલા શાહપુર અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન પણ ફાળવી છે. અંદાજે રૂ 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે.આ પ્રોજેક્ટ માં ‘ટોયઝ મ્યુઝિયમ’ બાલભવન દુનિયા માં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે, અહીં દેશના ખૂણે ખૂણેથી 11 લાખથી પણ વધુ પ્રાચીન અને…
વલસાડ ના ધરમપુર માં એનઓસીની 7 ફાઇલ મંજૂરી માટે રૂ.1.40 લાખની લાંચ માંગણી કરનાર કારકુન એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો દરમ્યાન વલસાડ જિ.ઉદ્યોગ કેન્દ્રના આ લાચિયા જૂનિયર કારકૂનની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. નામદાર કોર્ટે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી જજ એમ.આર.શાહે જામીન અરજી ફગાવી દીધી હતી. વિગતો મુજબ વાપીના એક અરજદારે ધરમપુર તાલુકાના તુમ્બી ગામે જુદાજુદા સર્વે નંબરની જમીનમાં ક્વોરી શરૂ કરવા માટે વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે સાત ફાઇલ રજૂ કરી એનઓસીની માગણી કરી હતી.દરમિયાન ઉદ્યોગ કેન્દ્રના જૂનિયર કારકૂન અશોક ચાવડાએ પ્રતિ ફાઇલ ના રૂ.20 હજાર થશે તેમ જણાવી કુલ રૂ.1.40 લાખની લાંચની રકમની…
ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકાને લઇને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ પોતાની યાદી બહાર પાડી છે. જેમાં ચૂંટણી સભામાં ભાષણ સાંભળવા આવનારા શ્રોતાઓમાં ભીડ થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય તો નેતા નહિ પણ સાંભળવા આવનારા દંડાશે તેવી વાત કરાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ માર્ગદર્શિકા મુજબ ઉમેદવાર ઘરે-ઘરે અન્ય ચાર વ્યક્તિઓ સાથે રહીને પ્રચાર કરી શકશે. આ ઉપરાંત રોડ-શો માટે પાંચ જ વાહનો વચ્ચે ચોક્કસ અંતર રાખીને જવું તથા પ્રચારસભામાં મેદાન કે સ્થળની ક્ષમતા નક્કી કરી તેટલાં જ પ્રમાણમાં લોકોને આવવા દેવા માટે પોલિસ અને અન્ય પ્રશાસનિક અધિકારીઓએ વ્યવસ્થા…
એક અજીબો ગરીબ ઘટના માં બાવળા સાણંદ રોડ પર બાઇક પર આવી રહેલા અને બાવળાના રામનગર ખાતે રહેતા એક બુઝુર્ગ પોતાના દિકરાની પત્ની એટલે કે પુત્રવધુ ને મુકવા નિકળ્યા હતા અને નાની દેવતી ગામના પાટીયા પાસેથી પસાર થતાં હતા ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સરકારી ઇનોવા ડિવાઇડર ક્રોસ કરી અચાનક મેઇન રોડ પર અચાનક ઘુસી જતા પાછળથી આવી રહેલા બાઇક ચાલક કંઇ સમજે તે પહેલા કમિશનરની કારમાં પાછળના દરવાજાની સાઇડમાં જોરથી ટકરતા બુઝુર્ગ નું મોત થઈ ગયું હતું. આમ પોતાની સાઇડમાં જઇ રહેલા બાઇક ચાલકને જોયા વગર કમિશનરની ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યા છતાં પોલીસે મૃતક…
વડોદરા અને સુરત માં જનતારાજ ના નામે પ્રજા ના સમર્થન માં લાગેલા બેનરો ને સરકાર હવે ગંભીરતા થી લેવાનો સમય પાકી ગયો છે લોકો હવે ઉલ્લુ બની શકશે નહીં કારણ કે કોરોના માં ખરેખર સ્થિતિ ખુબજ ખરાબ છે લાખ્ખો નો પગાર ખાતા નેતાઓ ને વાસ્તવિકતા ની ખબર જ પડતી નથી ,માત્ર ગરીબી વ્યાખ્યા માં આવતા લાભાર્થીઓ ને ઘઉં,ચોખા અને જનધન ખાતા માં રૂ. 500 લેખે ત્રણ મહિને 1500 રૂપિયા આપી દેવાથી દેશના બધા નાગરિકો ને સહાય મળી જતી નથી. દેશમાં લાખ્ખોપતિ,કરોડપતિ ની સંખ્યા કેટલી તે સર્વે કર્યા બાદ નક્કી કરવું પડે કે બધા અમીર નથી હોતા તે લોકો હપ્તા ના…
ગુજરાત રાજ્યના લગભગ તમામ વિસ્તારો માં ભારે વરસાદ પડતાં 80 ટકા જેટલા તકલાદી રોડ તૂટી જવાની ઘટના બાદ લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ત્વરીત લેવાયેલા પગલાં માં તમામ ઇજનેરો ને રીપોર્ટ આપવા જણાવતા કરાયેલા સર્વે દરમ્યાન રાજ્યના 10,300 કિલોમીટર રોડ વરસાદમાં ધોવાઇ ગયા છે અને ખાડાઓ પડી જતા રાજ્ય સરકારને 400 કરોડનું નુકસાન થયું હોવાનો રીપોર્ટ આવી ગયો છે. ઇજનેરો દ્વારા તૈયાર કરેલા રીપોર્ટ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્ગ અને મકાન વિભાગના સચિવ, ઇજનેરો અને નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ એન્જિનિયર ની એક બેઠક બોલાવી હતી અને આગામી કામો અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં…
ભારત માં સંત તરીકે પૂજાઈ રહેલા અને સવાર ના સમયે ટીવી માં જેઓ ના પ્રવચનો સાંભળવા લોકો બેસી જતા હતા તેવા કહેવાતા સંત આશારામ બાપુ ની 2013 માં સગીરા ઉપર બળાત્કાર કરવાના કેસ માં ધરપકડ થઈ ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો અને લોકો માની નહોતા શકતા કે આ ઉંમરે પણ નાની ઉંમર ની યુવતી સાથે સેક્સ કરવાનો સંત ને કેવી રીતે વિચાર આવે પણ આખરે કડીઓ મળતા આશારામ બાપુ ને જેલ માં ધકેલી દેવાયા હતા હવે ફરી એકવાર આ પ્રકરણ સામે આવ્યુ છે, કારણકે આ કેસ ની તપાસ કરનાર રાજસ્થાન કેડર ના IPS અજય પાલ લાંબા એ આશારામ…
કોરોના કાળમાં જનતાને બેન્ક માંથી સરળતાથી નાણાં મળી રહેવાનો દાવો સરકાર કરી રહી છે પરંતું વાસ્તવિકતા કઈક જુદીજ છે અને બેંક મારફત વ્યાજ માફી નહીં પણ વ્યાજનું વ્યાજ નાગરિકો પાસેથી વસુલાતું હોવાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે, તેઓએ જણાવ્યું કે વિવિધ બેંકોએ 4 વર્ષમાં સર્વિસ ચાર્જના નામે જ પ્રજા પાસેથી રૂ. 15 હજાર કરોડ વસુલી લીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ રાષ્ટ્રીય કૃત બેંકોમાં કરાયેલી નાણાંકીય છેતરપિંડીમાં રૂ. 3,40,299 કરોડ જેટલી રકમ ગાયબ થઇ ગઇ હોવાનો આક્ષેપ પણ તેઓ એ કર્યો હતો. કેન્દ્ર સરકારે 6.60 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ માનીતા ઉદ્યોગપતિઓની માફ કરી દીધી…