વલસાડ શહેર માં રહેતી એક અલ્લડ યુવતી ને પ્રેમજાળ માં ફસાવીને લગ્નની લાલચ આપી ‘મેં મરી જવા’ કહીને ઇમોશનલ બ્લૅકમેઈલ કરી યુવતી સાથે શરીર સુખ માણી તેને કાયમી બનાવી દીધું હતું અને યુવતી ની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજારાતો રહ્યો હતો. જોકે ત્યારબાદ યુવતી ને યુવક માત્ર શરીર નો જ ભૂખ્યો હોવાનો અહેસાસ થતા તે એલર્ટ થઈ ગઈ હતી અને પોતાનો ઉપભોગ કરનાર યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો મામલો સામે આવ્યો છે. વલસાડના પોશ વિસ્તારમાં રહેતો યુવાન યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવક તેને પોતાના ઘરે તેમજ દમણ અને વલસાડ ના તિથલ દરિયા કિનારે આવેલી એક હોટલમાં બોલાવી ને…
કવિ: Halima shaikh
કોરોના કાળ માં રેલીઓ યોજવાનું હવે ભાજપ ને ભારે પડી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં સીઆર પાટીલ સાથે રેલીઓ અને ગરબા માં જોડાનાર સુરત ના ધારાસભ્ય હર્ષ સંઘવી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ભાજપ ના વધુ બે આગેવાનો ના પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સાથેજ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જગદીશ મકવાણા ગત તા. 22 ઓગસ્ટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની લીંબડીમાં યોજાયેલી રેલીમાં હાજર રહ્યા હતા.…
સૌરાષ્ટ્રમાં સીઆર પાટીલ સાથે રહીને ગરબા અને રેલીઓ માં ભાગ લેનાર સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવી આખરે કોરોના માં સપડાતા તેઓ ની સાથે ગરબા રમનારા પણ ટેંશન માં આવી ગયા છે. હર્ષ સંઘવીએ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી ખાતે ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા અને તેઓ ના આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા અગાઉ વ્યક્ત થઇ ચુકી છે અને મીડિયા માં ઘણી આલોચના થઈ હતી. દરમિયાન મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી…
કોરોના કાળ માં એક તરફ સ્કૂલો બંધ હોવા છતાં પણ ખાનગી સ્કૂલ સંચાલકો ફી વસૂલવા માટે એક થઈ ગયા છે તો બીજી તરફ વાલીઓ પણ કોઈપણ સંજોગોમાં શાળા સંચાલકો ના તાબે નહિ થવા મક્કમ બનતા હવે સરકારે હાઇકોર્ટ માં અરજ કરી નામદાર કોર્ટ જે હુકમ કરે તેને માન્ય રાખવા ની વાત કરી આ મામલા માંથી ખસી જતા હવે કોર્ટ ના આગળ ના આદેશ ની રાહ જોવાઇ રહી છે ત્યારે રાજ્ય માં અમદાવાદ ની કેટલીક સ્કૂલો એ સામે ચાલીને ફી માફ કરવાનો નિર્ણય લેતા અન્ય સ્કૂલો ના સંચાલકો પણ આ બાબત ને અનુસરે તેવો સુર ઉઠ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો વસ્ત્રાલ,…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જૂના મિત્ર અને ઇડર માં RSS ના સ્વયં સેવક તરીકે નામ ધરાવતા રમણીકભાઈ ભાવસાર ને કોરોના નો ચેપ લાગ્યા બાદ તેઓનું દુ:ખદ અવસાન થતાં અહીં સંઘના કાર્યકર્તાઓ માં ગમગીની પ્રસરી ગઈ છે ત્યારે મોદીજી એ પણ શોક વ્યક્ત કર્યો હતો અને આ દુ:ખદ સમયની ઘડીમાં પીએમ મોદીએ રમણીકભાઈના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુ:ખની ઘડીમાં હિંમત રાખવા જણાવ્યું હતું,હાલ કોરોના મહામારી માં રમણીકભાઈને પણ કોરોનાનો ચેપ લાગતા સારવાર હેઠળ હતા અને આખરે કોરોના સામે ના જંગ માં જિંદગી હારી ગયા હતા. રમણીકભાઈ ભાવસાર ઈડરમાં RSSના સ્વયંસેવક હતા અને સ્થાનિક સ્તરે સારું નામ હતું અને તેઓ RSS માં…
રાજ્યમાં તમામ 80 ટકા રોડ તૂટી જઇ ખાડા પડી જવાના અહેવાલો અને લોકોમાં ફેલાયેલા વ્યાપક રોષ તેમજ જનતા વળતર માંગવા ઉપર ઉતરી આવતા હવે ભ્રષ્ટ લોકો ના ધોતિયા ઢીલા થઈ ગયા છે. રાજ્ય માં તકલાદી રોડ તૂટી ગયા બાદ જનતા માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જોઈ સરકાર સતર્ક થઇ છે અને સબંધિતો ને રોડ રીપેર માટે સૂચનાઓ આપી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આગામી સપ્તાહથી રસ્તાના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. હાલ ઇજનેરો તપાસ માં જોતરાયા છે અને રિપોર્ટ આપશે તેના આધારે કામગીરી કરવામાં આવશે. પટેલે જણાવ્યું કે સરકારે માર્ગ અને મકાન વિભાગના સચિવ અને નેશનલ હાઇવે…
ગુજરાત માં જનતા ની સુવિધા માટે સારા રોડ-રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા નું બજેટ ફાળવવામાં આવે છે અને ડામર ના લેયર માં અને ઓછું મરટીયલ વાપરી તકલાદી રોડ બનાવી ગેરરીતિ આચરનાર સબંધિત નેતા,કોન્ટ્રાક્ટર ની મીલી ભગત ને કારણે આજે રાજ્ય માં હાઇવે,શહેરી વિસ્તારોમાં પહેલી વખત 80 ટકા રોડ એક સાથે તૂટી ગયા હોવાની પોલ ખૂલી જતા લોકો માં આક્રોસ ફેલાયો છે અને હવે લોકો એ મોરચો માંડ્યો છે જનતા સોશયલ મીડિયા માં કૉમેન્ટ નો મારો ચલાવી વિરોધ કરી છે ત્યારે અમદાવાદ અને જૂનાગઢ માં બે જાગૃત નાગરિકો એ જવાબદારો સામે તૂટી ગયેલા રોડ સામે વળતર નો દાવો ઠોકી દેતા ક્યાંક…
ગુજરાત ભાજપ નું નવું માળખું તૈયાર થવા જઈ રહયુ છે અને પાટીલ ની નવી ટીમ તૈયાર થવા જઈ રહી છે અને સાથેજ નવા માળખાના નામોની બ્લૂ પ્રિન્ટ લઈને પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી હાઇકમાન્ડ પાસે પહોંચી ગયા છે અને દિલ્હી માં વેરીફાઈ થયા બાદ પાટીલની નવી ટીમ જાહેર થનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અને ભાજપ માં હવે થી નવો ચીલો ચાતરવામાં આવશે જેમાં ‘એક નેતા એક હોદ્દા’નો નિયમ અમલમાં આવશે. તેની સાથે સાથે નવા સંગઠનમાંથી ધારાસભ્યો અને સાંસદોને પણ બાકાત રાખવામાં આવે તેવીપુરી શક્યતા હોવાનું મનાય છે કેમકે મોટા ભાગના MP અને MLA એકથી વધુ હોદ્દા ધરાવે છે. હાઈકમાન્ડને વર્તમાન સરકાર…
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ હવે આકરા પાણીએ છે અને ભાજપ ના કેટલાક બે ખૌફ બનેલા ભાજપના હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેતા ગુજરાત ભાજપ માં સોપો પડી ગયો છે. ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલે નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર નગરપાલિકાના 38 સભ્યોને સસ્પેન્ડ કરી દઈ તેઓને આડકતરી રીતે જણાવી દીધું છે કે તમારી ભક્તિ હવે ચાલવાની નથી. જેઓ ને સસ્પેન્ડ કરાયા છે તેવા ભાજપી હોદ્દેદારો માં હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 હોદ્દેદારો અને રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો સામે આવી છે.
ફિલ્મી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત ના રહસ્યમય મોત કેસમાં હાલ તપાસ ચાલુ છે અને શુશાંત ની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડ્રગ્સ લેતી હોવાનું અથવા સુશાંતને ડ્રગ્સ આપતી હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે આ મુદ્દાની તપાસ નાર્કોટિક્સ બ્યુરો ને જો સોંપવામાં આવે તો ગુજરાત કેડરના ત્રીજા અધિકારી રાકેશ અસ્થાના પણ જોડાઈ શકે છે. હાલ ગુજરાત કેડરના બે અધિકારીઓ મનોજ શશીધર અને ગગનદીસ ગંભીરના વડપણ હેઠળ સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે. આ કેસમાં રિયાના વોટ્સએપ ચેટની તપાસ દરમિયાન કેટલીક વિગતો બહાર આવી છે. જેમાં રિયા પોતે એમ.ડી.એમ.એ. નામનું ડ્રગ્સ લેતી હતી અથવા સુશાંતસિંહને આપતી હતી તેવી શંકાઓ છે ત્યારે આ તપાસ માં…