અમદાવાદમાં લતીફ ના પતન બાદ લગભગ ગેંગ ભોંયરાઓ માં પુરાઈ ગઈ હતી અને એન્કાઉન્ટર નો એક ખૌફ હતો તે જાણે હવે રહ્યો નથી અને તેથીજ હવે નવા દાદાઓ ઉભા થઇ રહ્યા છે અમદાવાદ ના વટવા છેલ્લા ઘણા સમયથી એમ.ડી ડ્રગ્સ માર્કેટ માં ધૂમ મચાવી રહ્યું છે અને તેના ચલણના કારણે અનેક યુવાનો બરબાદ થઈ રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો હવે એમ.ડી ડ્રગ્સના બંધાણી ગ્રુપ ની ગેંગ બની ગઈ છે અને નશાની હાલતમાં સામાન્ય લોકોને હેરાન કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વટવા વિસ્તારમાં રાત ના સમયે એમ.ડી ડ્રગ્સનો નશો કરતા લોકોની શાહરુખ મામાની ગેંગ દ્વારા સૈયદવાડી અને આસપાસના…
કવિ: Halima shaikh
ભાજપ ને ટક્કર આપે તેવો કોઈ વિરોધ પક્ષ હવે જાણે રહ્યો નથી કારણકે કોંગ્રેસ માં કોઈ દમદાર નેતા રહ્યો નથી અને બધાજ નેતા અને મોટાભા બની રહ્યા હોય ભારે અરાજકતા નો માહોલ છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં થવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસે વિવિધ શહેર જિલ્લામાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ગુપસુપ રીતે નિમણૂકો કરી દીધી હોવાની વાતે પક્ષ માં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે, કો-ઓર્ડિનેશન કમિટીમાં ચર્ચા વિચારણા કર્યા વિના જ બારોબાર નિમણૂકો કરી દેવાતાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી વિરોધ શરૂ થઈ ગયો હોવાની વાતો બજાર માં ફરતી થઈ ગઈ છે . આ નિમણૂકો વિવાદના ઘેરામાં આવતાં જ કોંગ્રેસમાં ભારે…
ભારત દેશ આજે આજે કોરોના સામે જંગ લડી રહ્યો છે અને સાથે જ 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરી રહ્યો છે. દેશ માં ઠેરઠેર દેશભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો અને આત્મનિર્ભર ભારત બનાવવા સૌના સહયોગ ની વાત કરી હતી ,વડાપ્રધાન મોદીએ આઝાદીના આ પાવન પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેઓ એ જણાવ્યું કે આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માભારતીના લાખ્ખો શહીદો ના ત્યાગ, બલિદાન અને સમર્પણ રહેલા છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે.આપણી સેના- અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના…
કોરોના ની હાડમારી મા લોકો ધંધા અને નોકરી વગર ના થઇ ગયા છે અને ઘર ચલાવવા કઈક ને કઈક કરતા રહે છે હાલ બેકારી ફાટી નીકળતા અમદાવાદ માં એક સસ્પેન્ડ થયેલા પોલીસવાળા એ ઇંગ્લીશ દારૂ વેચવાનો બિઝનેસ ચાલુ કર્યો છે અને તેની પાસે થી દારૂ નો જથ્થો ખરીદી ને જઇ રહેલા ગ્રાહકો ને પોલીસે પકડી લીધા હતા. અમદાવાદ માં વસ્ત્રાપુર પોલીસે 236 વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા ત્રણ આરોપીની પુછપરછમાં આ જથ્થો એક પોલીસવાળા પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો કારમાં વિદેશી બનાવટનો દારૂનો જથ્થો ભરીને મેમનગર…
કોરોના માં જનતા ના ધંધા ભાંગી પડ્યા છે અને ખાનગી નોકરિયાતો ની હાલત તો અત્યન્ત ખરાબ થઈ ગઈ છે અને મધ્યમ વર્ગ ભાંગી ને ભુક્કો થઈ ગયો છે ત્યારે રાજકીય નેતાઓ ગેરકાયદે કામો ચાલવા દેવા માટે નાની મોટી ઉઘરાણી માં પડ્યા હોવાના કિસ્સા નોંધાઇ રહ્યા છે,સુરત માં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટી ના કોર્પોરેટરોની લાંચ લેવાની સત્તાવાર સંડોવણી બહાર આવતા પ્રજા માં લોકશાહી દેશ માં આ વાત વિચિત્ર લાગી રહી છે. ગેરકાયદે બાંધકામમાં લાંચ લેવાના પ્રકરણમાં કોંગ્રેસ-ભાજપ બન્ને એકજેવા છે. ચાલુ ટર્મ ની જ વાત કરવામાં આવે તો સુરતમાં ભાજપ- કોંગ્રેસના ૬ કોર્પોરેટર સામે લાંચ અંગેના ગુના નોંધાઇ ચુકયા…
રાજકારણ માં કોઈ કોઈનું નથી અને લાલો લાભ વગર લોટે નહિ તેમ જ્યાં લાભ દેખાય ત્યાં ઘુસી જવાનું અને પાટલી બદલી નાખવાનું કામ નેતાઓ નું છે અહીં વીર શહીદો એ ભારત ની આઝાદી માટે આપેલા બલિદાનો અને જનતા ના મતો ની કોઈ કિંમત નહિ હોવાનું સામે આવી રહ્યું છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમય થી ચાલતા કોંગ્રેસ સરકારના રાજકીય નાટકમાં સૌથી વધુ નુકસાન ભારતીય જનતા પાર્ટીને થયું હોવાનું સપાટી ઉપર આવ્યુ છે અને ભાજપ સામે કોંગ્રેસના ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લાગ્યો છે તે નફામાં. ભાજપ સામે હરિયાણાની માનેસર હોટલમાં કોંગ્રેસના ધારાસભ્યોનું સ્વાગત કરવાનો આરોપ લાગ્યો અને આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત સચિન પાયલટ…
રાજ્યમાં બારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં સંભવિત ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા ને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તા.14 અને 15 ઓગષ્ટે રાજ્યમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. બેથી ત્રણ દિવસ કેટલાક સ્થળોએ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર પણ સર્જાયું છે. જે આગામી બે દિવસોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે.આ ઉપરાંત દક્ષિણ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ એક અપર એર સાયકલોનિક સિસ્ટમ છવાયેલી છે.…
દેશ માં કરદાતાઓ માટે નવો ચીલો ચાલુ કરવા માટે વડાપ્રધાન મોદી આજે દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’લોન્ચ કરી એક નવી પહેલ ની શરૂઆત કરી છે, આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની નવી શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર આજથી જ લાગૂ થઈ ગયા છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર થી લાગુ થશે આ દિવસે દીનદયાળ ઉપાધ્યાન જન્મદિવસ પણ છે. અત્રે નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારામણે ગત બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. ગત સપ્તાહે પણ તેમણે આ ચાર્ટરને ઝડપથી લાગુ…
વલસાડ જીલા માં પડી રહેલા વરસાદ અને ઉપરવાસ ના વરસાદ ને પગલે પાણી ની આવક વધતા અહીંની નદીઓ બે કાંઠે વહેતા 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે હજુ પણ ભારે વરસાદ ની આગાહીને લઈને વલસાડનું વહિવટી તંત્ર સજ્જ બની ગયું છે. અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ અપાયા છે, ત્યારે વલસાડમાં NDRFની બે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા વિતેલા 24 કલાકમાં ઉમરગામ, ધરમપુર, કપરાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડીમાં 6.72 ઈંચ, વાપી-વલસાડમાં 4 ઈંચમાં વરસાદ ખાબક્યો છે. કોલક, દમણગંગા, પાર અને ઔરંગા…
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ,વડોદરા થી દક્ષિણ અને ઉત્તર માં અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ના અહેવાલો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જસદણ, આટકોટ, ભાવનગર, જામનગરમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડી ગયો છે. 9 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જાંબુધોડા અને માંડવીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડી અને ગણદેવીમા 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના ડેડિયાપાડામાં 5 ઈંચથી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રાજકોટના આજી-1 ડેમના જળ સ્તરમાં વધારો થયો છે. આજી-1 ડેમની સપાટી 26 ફૂટ પર પહોંચી ગઈ છે.…