વલસાડ પંથક માં વરસાદી માહોલ જામતા જનજીવન ખોરવાયુ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીં લોકમાતા ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શન માં આવી ગયું છે બીજી તરફ નદીમાં પાણી ની આવક વધતા પીઠા અને સારંગપુર વચ્ચેનો ઔરંગા નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતા આસપાસના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. વિગતો મુજબ વલસાડ તાલુકાના કાજણ, જૂજવા, સારંગપુર, પીઠા, પદારિયા, કલવાડા જેવા ગામોના લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે જે બ્રીજ પાણી માં ગરક થઈ જતા લોકો અટવાયા હતા. વલસાડના મધુબન ડેમમાં પાણી ની આવક વધતા મધુબન ડેમના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.હાલ માં ડેમમાં 31054 ક્યુસેક પાણીની…
કવિ: Halima shaikh
ભારત માં બનતી ઘટનાઓ માં જાણે કે દેશ નો વિપક્ષ હોય તેમ પાકિસ્તાન દ્વારા વારંવાર ભાજપ અને મોદી વિરુદ્ધ પોતાના તરફ થી નિવેદનો જાહેર કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા બેંગલોર હિંસા પર પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે, પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેણે ભારતની સાથે આ મુદ્દા પર પોતાનો આધિકારિક વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને આ હિંસાને લઇને બીજેપી અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની વિદેશ વિભાગે ટ્વીટ કરીને કહ્યું છે કે, કર્ણાટકના બેંગલોરમાં પેગમ્બર મોહમ્મદની વિરુદ્ધ અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે ફાટી નીકળેલા તોફાનો મુદ્દે પાકિસ્તાને કડક શબ્દોમાં વિરોધ અને ટીકા નોંધાવી છે. પાકિસ્તાને…
કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું આજે બુધવારે હ્રદય રોગના હુમલાને લીધે નિધન થતા પરિવારજનો માં શોક ની લાગણી ફેલાઇ ગઇ છે. વિગતો મુજબ હજુ તેમણે એક ટીવી ચેનલ પર ડિબેટમાં પણ ભાગ લીધો હતો. આ અગાઉ ડિબેટ માં ભાગ લેવા અંગે ટ્વીટ પણ કર્યું હતું તેઓ ની તબિયત બગડતા તેમને ગાજિયાબાદની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસે઼ડવામાં આવ્યા હતા. પરિવારજનો ના જણાવ્યા મુજબ રાજીવ ત્યાગીની તબીયત ઘરે અચાનક બગડી ગઈ હતી અને તેઓ બેભાન થઈ પડી ગયા હતા ત્યાગીના નિધન પર કોંગ્રેસે દુ:ખ વ્યક્ત કર્યુ અને લખ્યુ- તેઓ સાચા દેશભક્ત હતા ત્યાગી ની અણધારી વિદાય થી તેઓના નજીક ના વર્તુળો અને પરિવાર…
રાહુલ ગાંધી એ પીએમ મોદી ને નિશાન બનાવી રોજગારી સહિત કોરોના માં અર્થવ્યવસ્થા મામલે નિષ્ફળ ગણાવ્યા હતા. કોરોના વાયરસે વિશ્વ સહિત ભારત ની અર્થવ્યવસ્થા ખોરવી નાખી છે તેવા સમયે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. નારાયણ મૂર્તિએ કહ્યુ કે આ વખતે દેશ માં આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો GDPમાં જોવા મળી શકે છે આ નિવેદન બાદ તેને બેઝ બનાવી કોંગ્રેસનાના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન ટાંકીને જણાવ્યું કે ‘મોદી હે તો મુમકીન હે’ ! કોરોનાના સંકટ પહેલાથી જ ભારતના GDPમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ લોકડાઉનના પગલે તેમાં વધારો થયો. વિશ્વની કેટલીક એજન્સીઓ દ્વારા ભારતના GDPમાં 9 ટકા…
કોરોના કાળ માં પણ રાજકારણીઓ નવરા પડી ગયા છે અને નાગરિકો માં અશાંતિ ફેલાવતા હોવાની લોકો માં બૂમ ઉઠવા પામી છે. કર્ણાટક ની રાજધાની બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂક પર કથિત ભડકાઉ પોસ્ટ મુક્યા બાદ અહીં તોફાનો ફાટી નીકળ્યા છે, સ્થિતિ ની ગંભીરતા નું ભાન થતા તેણે આ પોસ્ટ ડિલિટ પણ કરી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તો ભડકાઉ પોસ્ટને લઈ તોફાનો કાબુ બહાર થઈ ગયા હતા અને અહીં ટોળા ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના બેંગલુરુ સ્થિત ઘરે પહોંચી ગયા હતા અને હુમલો કરીને ભારે તોડફોડ મચાવી આગચંપી પણ કરવામાં આવી હટી, અને ટોળા ડીજે હલ્લી અને…
વલસાડ પંથકમાં કોરોના ની હાડમારી ભયંકર હદે આગળ વધી રહી છે ત્યારે ભાજપ સરકારે કોરોના માટે નિયમો કડક બનાવ્યા છે પણ ભાજપ જ કાયદા નું પાલન નહીં કરતું હોવાનું સપાટી ઉપર આવ્યું છે ,જેનું તાજું ઉદાહરણ વલસાડ ના પારડી ખાતે આવેલ નગરપાલિકા હોલ ખાતે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ નું અભિવાદન સમારોહ દરમ્યાન સોસિયલ ડિસ્ટન્સ ના સરા જાહેર ધજાગરા ઉડ્યા હતા પરંતુ એટલા મોટા રાજકારણ ના ટોળાઓ સામે પોલીસ કઈ કરી શકી ના હતી વલસાડ જિલ્લા ના પારડી ના હોલ માં અંદાજે ૩૦૦ વ્યક્તિઓ ની બેઠક વ્યવસ્થા હોવાનું જણાય છે પરંતુ આજ હોલ માં ૩૦૦૦ થી વધુ કાર્યકર્તા આવી…
ગુજરાત ભાજપ માં સંગઠન ના નવા સુકાની સીઆર આવ્યા બાદ જાણે હવે અંદરોઅંદર ની નારાજગી બહાર આવી રહી છે અને ગુજરાત ભાજપ માં હવે અસંતોષ નજરે પડી રહયો છે ત્યારે અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તાર ના ભાજપના ધારાસભ્ય જગદીશ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખાસ એક પત્ર લખી આડકતરી રીતે વિરોધ ના સુર માં લખ્યું છે કે, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવા બદલ શુભકામના ! આ પ્રકાર ના અહેવાલો એ ભારે ચકચાર જગાવી છે, સાચી વાત તો એ છે કે કેટલાંય વર્ષોથી મેટ્રો પ્રોજેક્ટ ગોકળ ગાય ગતિએ ચાલી રહ્યો છે અને કામ માં વિલંબ થઈ રહ્યો છે. આથી ધારાસભ્યે ટોણો મારી…
એક તરફ આવક બંધ છે અને બાળકો ઘરે બેઠા છે આ સંજોગોમાં ખાનગી શાળાઓ ફૂલ ફી કે જે રેગ્યુલર રીતે સ્કૂલ માં શિક્ષણ અપાતું હોય તે રીતે ફી લેવાની સંચાલકો ની માંગણી સામે વાલીઓ માં વિરોધ ઉઠ્યો હતો અને ત્યારબાદ સરકારે દરમિયાનગીરી કરી ફી માફી નો પરિપત્ર લાવતા આ પરિપત્ર કોર્ટે રદ કર્યો છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર…
દેશ અને દુનિયા માં કોરોનાના રોગચાળા એ બરાબર નો અજગર ભરડો લીધો છે અને સતત મૃત્યુઆંક માં વધારો થઈ રહ્યો છે ત્યારે આપણી દેશી સિવિલ હોસ્પિટલો ની જે લાલીયાવાડી છે તેનો મોટાભાગ ના લોકો એ ખુબજ નજીક થી અનુભવ કર્યો છે સુરત સિવિલ માં આવાજ એક વધુ ચોંકાવનારા બનાવે ભારે હોબાળો મચાવ્યો છે જેમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ માતા ના મૃત્યુના 11મા દિવસે તેના પુત્રને સિવિલ કંટ્રોલ માંથી ફોન કરી જણાવવામાં આવ્યું કે તમારીમાતાની તબિયત સારી છે અને નિયમિત રીતે દવા પણ લઈ રહ્યા છે આ સાંભળી ને પુત્ર ખુબજ દુઃખી થયો હતો અને સિવીલ માં ચાલી રહેલી લાલીયાવાડી નો પ્રત્યક્ષ અનુભવ…
આવનારી ચુંટણીઓ પૂર્વે હાર્દિક પટેલ પાછા ફોર્મ માં આવી ગયા હોય તેમ જણાય રહ્યું છે અને હવે હાર્દિકે પોતાના તરફ થી મોટું નિવેદન આપતા કહ્યું કે હવે પાર્ટીમાં ફક્ત એવા લોકોને જ ટિકીટ મળશે કે જે પાર્ટીના જૂના મજબૂત અને સાચા પ્રમાણિક કાર્યકર્તા હશે. હાર્દિકે જણાવ્યું કે પૈસાનો સોદો કરનારા લોકોને દરવાજે બેસાડવામાં આવશે ,સાથે જ પાર્ટી છોડી જનારા ધારાસભ્યો તરફ ઇશારો કરી હાર્દિકે કહ્યું કે અમે યુવાનો ભગતસિંહની વિચારધારા ધરાવતા કાર્યકરો છીએ. જે ગદ્દારી કરશે તેના ઘરે આવીને તેનો જવાબ આપતા આવડે છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અત્યાર થી જ પ્રચાર શરૂ કરી…