આજકાલ પોલીસ બે નંબર ના પૈસા લઈ ધંધા ચાલવા દેતા હોવાની ઉઠેલી બુમો વચ્ચે અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી. વાળા અને તેમના ઉપવહીવટદાર હોમગાર્ડ વિજય હીરાલાલ અને વહીવટદારની રહેમનજર હેઠળ નરોડા રોડ અને શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ અને નાસ્તાની દુકાન 24 કલાક ચાલતી હોવાના આક્ષેપ કરતા બોર્ડ શહેરકોટડા વિસ્તાર, નરોડા રોડ અને ઝોન 3 ઓફિસની બહાર લાગતા લોકો માં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય સામ્યવાદી પ્રજા ના સહમંત્રી દિનેશ ચૌહાણના નામે લાગેલા બોર્ડમાં “જોર જુલમ કઈ ટક્કર મેં સંઘર્ષ હમારા…
કવિ: Halima shaikh
ગુજરાત ના કચ્છમાં વહેલી સવારે 3.1 ની તીવ્રતાનો ભુકંપ નો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે કોઇ જાનહાનિ કે નુકસાન અંગેના કોઇ અહેવાલ નથી. રાજ્યના કચ્છ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અંજારના દૂધઇથી 21 કિલોમીટર દૂર ઉત્તરે નોંધાવા સાથે તીવ્રતા 3.1 હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ કચ્છમાં 23મી જુલાઇના રોજ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિકટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 23 કીમી દૂર નોંધાયું હતુ. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તા.16 જુલાઇના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક શહેરોમાં વહેલી સવારે ભુકંપનો આંચકો…
વલસાડ જિલ્લા માં બોગસ પત્રકારો નો રાફડો ફાટી નીકળવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે ઉમરગામમાં એક હિન્દી અખબાર ના પત્રકાર તરીકેની ઓળખ આપી એક ઇસમે ગાંધીવાડી સ્થિત ઓમ નામક હોસ્પિટલના મહિલા તબીબને ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં ફસાવી દેવાની હુલ આપી રૂ.પાંચ લાખની માંગ કરતા તબીબે પોલીસ ને જાણ કરી ફરિયાદ આપતાપોલીસે આ કહેવાતા પત્રકાર ને પકડી લીધા હતા અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા દિવસ ઉગે ને ઉઘરાણુ કરવા નીકળી પડતા બોગસ પત્રકારો માં ફફડાટ ફેલાયો છે. વિગતો મુજબ ઉમરગામ ના ગાંધીવાડી વિસ્તારમાં આવેલ અંબે કોમ્પ્લેક્ષમાં ઓમ હોસ્પિટલમાં પહોંચેલા રાજકુમાર પાઠકે પોતે એક હિન્દી અખબાર ના પત્રકાર હોવાનીઓળખ આપી ને ગાંધીવાડીમાં ઓમ હોસ્પિટલના…
વડોદરા માં કોરોના નો કેર યથાવત રહ્યો છે અને વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા 18 કેદીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સાથે જ વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 4102 પર પહોંચી ગયો છે. આજે વધુ બે દર્દીના મોત થયા છે. આ સાથે ગત રોજ વધુ 45 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3233 દર્દી રિકવર થયા છે. ગતરોજ વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે. વડોદરામાં હાલ કુલ 795 દર્દીઓ સારવાર હેઠળ નોંધાયેલા કેસ છે, જે પૈકી 139 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 615 દર્દીની…
વલસાડ પંથક માં કોરોના સ્પ્રેડ થયો છે અને છેલ્લા 98 દિવસમાં જ કોરોના દર્દીઓનો કુલ આંકડો 580 સુધી પહોંચી જતા તંત્ર માં ચિંતા પ્રસરી ગઈ છે.અને અહીં કેલ્ક્યુલેશન મુજબ સરેરાશ 6 દર્દી નોંધાઇ રહ્યા છે ,શુક્રવારે 18 કેસ નોંધાયા બાદ શનિવારે તેનાથી વધીને 7 મહિલા સહિત 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં 20 એપ્રિલથી કોરોના એ એન્ટ્રી કર્યા બાદ આજ દિન સુધી તેમાં વધારો થતો રહ્યો છે.મેના અંત સુધી જિલ્લામાં 183 કેસ હતા,જે 25 જુલાઇ સુધીમાં 580 પર પહોંચી ગયા છે.જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા તંત્ર દ્વારા સર્વે,ધનવંતરી રથ દ્વારા તબીબી પરીક્ષણ,આયુર્વેદિક ઉકાળા,હોમિયોપેથી ટેબ્લેટનું વિતરણ વગેરે પગલાં ભરવામાં આવી…
PM નરેન્દ્ર મોદી આજે 67મી વખત મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને જણાવ્યું કે કારગિલ યુદ્ધના 21 વર્ષ પુરા થઇ રહ્યા છે તેઓ એ આ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાને કહ્યું કે, આજે કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીત ભારતવા સૈનિકોના મક્કમ મનોબળ અને જુસ્સાની થઈ હતી તેઓ એ ઉમેર્યુ કે કારગિલે આપણ ને મંત્ર આપ્યો છે. આપણ વિચારવુ પડશે કે આપણે જે વિચારીએ અને કરીએ છીએ, તેનાથી સૈનિકોના મન પર ઊંડી અસર થાય છે. આપણે જે કરીએ છીએ તેનાથી સૈનિકોનું મનોબળ વધવું જોઈએ.ક્યારેક ક્યારેક…
રાજ્ય માં કોરોના નો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે અમદાવાદ મેડિકલના વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર લાવી ફરજિયાત કોવિડની કામગીરી કરાવવા સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ) વિરોધ કરતા હવે આવા વિદ્યાર્થીઓ માં થોડી હિંમત આવી છે અને હવે સરકારના પરિપત્રને આધારે મેડિકલ વિધાર્થીઓને કોિવડની જવાબદારીમાંથી મુક્ત રાખવાની મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને માંગણી કરી છે. આઇએમએના પ્રેસિડેન્ટ ડો. ચંદ્રેશ જરદોશ અને સેક્રેટરી ડો. કમલેશ સૈની ના જણાવ્યા મુજબ, મેડિકલ વિદ્યાર્થીઓ પાસે કોઇપણ કાર્ય ન કરાવવા સરકારે આદેશ આપ્યો હોવા છતાં હાલમાં કેટલીક મેડિકલ કોલેજો મેડિકલ વિદ્યાર્થીઓને ડરાવી ને ધાકધમકી આપી તેઓ પાસે ફરજિયાત કોવિડ-19ની નું કાર્ય કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. છેલ્લા…
વલસાડ જિલ્લામાં કોરોના નો બૉમ્બ ફાટ્યો છે ત્યારે અહીં મૃત્યુઆંક વધવા પાછળ વેન્ટિલેટર ની અછત પણ એક કારણ હોવાનું માનવામાં આવી રહ્યુ છે અને આ વાત સામે આવતા લોકો માં હોસ્પિટલમાં દાખલ થવા સામે પણ ગભરાટ થઈ રહ્યા ની વાત ચર્ચા નો વિષય બની ગઈ છે જિલ્લા માં સૌથી વધારે કોરોનાના કેસો વાપીમાં નોંધાયા છે. 250થી વધુ કેસોની સાથે 28 ના કોરોનાના કારણે જીવ પણ ગયા છે, પરંતુ હાલ વાપીની કોવિડ-19 હોસ્પિટલમાં વેન્ટીલેટરની અછત વર્તાઈ રહી છે. અહીંની જનસેવા હોસ્પિટલમાં 10 અને શેલ્બી હોસ્પિટલમાં 1 વેન્ટીલેટર હોવાની વાસ્તવિકતા બહાર આવી છે. વેન્ટીલેટરની અછતના કારણે દર્દીના જીવ સામે જોખમ ઉભું થઈ…
દેશ ના PM નરેન્દ્ર મોદી આજે 11 કલાકે મન કી બાત ના રેડિયો માધ્યમ થી દેશ નું જનતા ને સંબોધન કરશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી મહિનાના છેલ્લા રવિવારે મનકી બાત નામના રેડિયો કાર્યક્રમથી દેશવાસીઓને પોતાના વિચારો જણાવે છે. મન કી બાત નો આ 67મો એપિસોડ છે. આ અગાઉવડાપ્રધાન મોદીએ 28 જૂને મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન પીએમએ લોકડાઉન, અનલોક-1, કોરોનાવાઈરસ અને લદ્દાખમાં ચીનની ઘુસણખોરી અંગે વાત કરી હતી.
હાલ રાજ્ય માં કોરોના ની મહામારી ચાલી રહી છે તેમછતાં કેટલાક લોકો નિયમો નો ભંગ કરી રહ્યા છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં કોરોના ની ઐસી તૈસી કરીને મોટી સંખ્યામાં યુવાનો અહીં ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા જેઓ પૈકી કેટલાય યુવાનો એ માસ્ક પણ પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ભીડ એકઠી કરી હતી. એકતરફ કેસો ઘટી રહ્યા છે ત્યારે લોકોએ પણ કોરોના પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. મોટી સંખ્યામાં ભેગા ન થવું અને માસ્ક પહેરવું જરૂરી પરંતુ લોકો આવી રીતે ભેગા થયા છે અને માસ્ક ન પહેરી કોરોના નું સંક્રમણ આવા લોકો જ ફેલાવી રહ્યા…