અમેરિકા માં સાન ફ્રાન્સિસ્કો ખાતે ચીની એમ્બેસીમાં કાર્યરત મહિલા વૈજ્ઞાનિક ની ચીન વતી જાસૂસી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવતા ભારે સનસનાટી મચી ગઇ છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે, તે ખોટા દસ્તાવેજો વડે અમેરિકા પહોંચી હતી અને ચીન વતી જાસુસી કરી રહી હતી, અમેરિકા એ એવો પણ ધડાકો કર્યો હતો હજુપણ વિવિધ 25 જેટલાં ચીની જાસુસો અમેરિકામાં કાર્યરત છે અને તે તમામ ને ખૂબ જલ્દી થી પકડી લેવામાં આવશે. અમેરિકી તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના દાવા મુજબ, ટેન્ગ જુઆન નામની બાયોલોજીની વૈજ્ઞાનિક મહિલાની વિઝા સંબંધી દસ્તાવેજોમાં છેતરપીંડી બાબતે ધરપકડ કરવામાં આવી છે. મહિલા વૈજ્ઞાનિક અમેરિકી સંશોધન સંસ્થાઓ…
કવિ: Halima shaikh
સૌરાષ્ટ્રમાં દ્વારકા ના ખંભાળિયાના ધરમપુર પાસે આવેલ ભાભુંડાની ધાર નજીક પથ્થરની બંધ ખાણના ખાડામાં ગતરોજ વહેલી સવારે સગા બે ભાઇ સહિત ચાર વ્યક્તિના ડુબી જવાની ઘટના બનતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર સાથે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ગતરોજ શનિવારે વહેલી સવારે ધરમપુરમાં રહેતા બે સગા ભાઇ સહિત ત્રણ ભત્રીજા વરસાદી પાણી થી ભરેલા ખાડા માં નહાવા પડ્યા હતા જેઓને ડુબવા થી બચાવવા પડેલ મોટા બાપા પણ ડૂબતા ચારેયના ડુબી જવાથી કરૂણ મોત થયા હતા,ઘટના અંગેની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહો બહાર કાઢી પીએમઅર્થે મોકલી આપ્યા હતાં. વિગતો મુજબ નકુમ ગિરીશ મુકેશભાઇ (ઉ.વ.16) અને…
ચીન ના ખીલે કૂદતા પાકિસ્તાને હવે ભારત વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ચીન ના સપોર્ટ માં હોવાનો અહેસાસ કરાવ્યો છે. લદાખમાં એલએસી નજીક ભારત-ચીનના વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે પાકિસ્તાની એરફોર્સે તેના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં યુદ્ધાભ્યાસ શરૂ કરતા તેની નીચી માનસિકતા છતી થઈ છે. આ યુદ્ધ અભ્યાસ સ્કર્દૂ ક્ષેત્રમાં કાદરી એરફોર્સ બેઝ પર કરાઈ રહ્યો છે. અહીં યુદ્ધવિમાન જેએફ-17 પણ ગોઠવી દેવાયા છે. આ વિસ્તાર લદાખબોર્ડર સાથે જોડાયેલો છે આ હરકત ને ભારત વિરુદ્ધ યુદ્ધની તૈયારી તરીકે માનવામાં આવે છે. હાલ માં સ્કર્દૂ એરબેઝ પણ પાકિસ્તાને ચીન ને વાપરવા આપતા ચીની એરફોર્સ પણ તેનો ઉપયોગ કરે છે. પાક.મીડિયામાં શનિવારે એક…
વલસાડ બોર્ડર થી ગુજરાત માં મોટાપાયે ઘુસાડવામાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે અને વલસાડ,નવસારી, સુરત પટ્ટી સુધી નાના બુટલેગરો ને પહોંચાડવા માં આવી રહયો છે ત્યારે આ બધા વચ્ચે કહેવાય છે કે કથિત દમણ ભીમપોરના માઇકલના ગોડાઉનથી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશતા જ ગાડી નો પીછો થતા વલસાડ નજીક વટારમાં ગાડી છોડી ભાગતી વખતે 50 ફુટ ઉંડા જણાતાં કુવામાં પડતા બન્ને યુવાનો એ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે વટારના માં ચાલતી લોકચર્ચા મુજબ બંનેની પાછળ દોડી રહેલી પોલીસ હતી કે કોણ તે અંગે ફોડ પાડી શક્યા ન હતા તેઓની ઓળખ સ્થાનિકો કરી શક્યા ન હતા. તો બીજી તરફ મૃતકો ભીમપોરના…
વલસાડ માં કોરોના ની સ્થિતિ ગંભીર બની રહી છે અને હવે તો ડોકટર અને પોલીસકર્મીઓ પણ સંક્રમણ નો ભોગ બની રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે વલસાડ કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વલસાડ તાલુકાના સેગવી ગામના વડ ફળિયાના રહીશ 42 વર્ષીય યુવાન અને વલસાડ પોલિસ હેડ ક્વોર્ટરના 57 વર્ષીય એએસઆઇનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો જાણવા મળી છે જોકે મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટિના રિપોર્ટ બાદ જાણી શકાશે પણ આ ઘટના ને લઈ પોલીસ બેડા માં શોકની લાગણી પ્રસરી ગઇ છે.દરમ્યાન મેડિકલ કોલેજમાં વધુ 1 ઇન્ટર્ન ડોકટર કોરોના સંક્રમિત થતા તબીબી આલમ માં પણ ચિંતા જન્મી છે. સાથેજ…
અમદાવાદમાં એક 24 વર્ષની પરણીતા માટે કોર્ટમા છુટાછેડાના કેસો લડતા વકીલે જ પરિણીતા ને બેભાન કરી પોતાની હવસ નો શિકાર બનાવ્યા બાદ વિડીયો અને ફોટા પાડી વારંવાર બળાત્કાર કરતા થાકેલી પરણીતા એ પોલીસ નું શરણું લેતા આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે. પ્રભાત ડોક્ટર નામનો વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા વર્ષોથી પ્રેકટીસ કરે છે. અને તેની પાસે 24 વર્ષની એક યુવાન પરિણીતા આવી હતી જે પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હોવાથી આ વકીલ નો સંપર્ક કર્યો હતો અને તેની મારફતે કેસ કોર્ટ માં પહોંચ્યો હતો યુવતી આક્ષેપ મુજબ બળાત્કાર અને યૌન શોષણની શરૂઆત 2019ના જૂન મહિના માં હતી. પ્રથમ વખત આરોપી…
સુરતમાં કોરોના બેકાબુ બની ગયો છે અને સંક્રમણ વધી જતાં આખરે ફરીથી એસટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા 27મી જુલાઈથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવા નકકી કરાયું છે, જોકે સુરત સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ST બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે પરંતુ સુરત એસટી ડેપો બંધ કરવાનો…
કોરોના આવ્યા બાદ પોલીસ ખાતા માં લાંચ અને તોડ ના કિસ્સાઓ વધ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે વધુ એક SRP નો જવાન કેદીઓ ને માવા-મસાલા-તમાકુ પહોંચાડતા જતા પકડાઈ ગયો છે, અમદાવાદ શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં મોબાઇલ ફોન અને અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેદીઓ સુધી જેલમાં ફરજ બજાવતા પોલીસ જવાનો જ પહોંચાડતા હોવાનું બહાર આવ્યું છે. વિગતો મુજબ સાબરમતી જેલમાં જેલ વિભાગ 11માં ઝડતી રૂમમાં જેલર અને અન્ય કોન્સ્ટેબલ ફરજ પર હાજર હતા તે દરમ્યાન જેલમાં કોટડી નંબર 200માં ફરજ બજાવતા ગોધરા SRP ગ્રુપના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સોલંકી પણ નિયમ મુજબ ઝડતી રૂમમાં આવ્યા હતા. જ્યાં તેમની ઝડતી કરવામાં આવતા પીઠની…
રાજ્ય માં 108 તાલુકાઓ માં મેઘરાજા નું આગમન થતા ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ છે આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને જુદાજુદા વિસ્તારો પાણી થી તરબોળ બન્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં આજે સાંજે વરસાદ પડવાની શરૂ થયું છે અને થોડીજ વાર માં મોટાભાગના વિસ્તારો પાણી થી જળબંબાકાર બન્યા છે. પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થયો હતો અમદાવાદમાં શહેરના શિવરંજની, શ્યામલ, કેશવ બાગ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો છે. શહેરના શ્યામલ, શિવરંજની, કેશવબાગ, માનસી, વસ્ત્રાપુર, આલ્ફાવન મોલ આસપાસમાં ભારે વરસાદને…
ગુજરાત માં કોરોના એ અજગર ભરડો લીધો છે તો કોરોના ની સ્થિતિ માં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આજથી મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષા કુલ 11 પરીક્ષા કેન્દ્ર પરથી 931 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા ની શરૂઆત કરી હતી સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે, જોકે આ બધા વચ્ચે યુનિવર્સિટીના કુલપતિએ જાહેરાત કરી છે કે જો પરીક્ષાના 15 દિવસ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેઓને રૂ. 1 લાખ ની સહાય કરાશે આજથી શરૂ થનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથેજ એક વર્ગખંડ માં 15 વિદ્યાર્થીઓ…