કોરોના એ ભારત ની હાલત ખરાબ કરી નાખી છે અને કોરોના પોઝીટીવ દર્દીઓ નો આંકડો 10 લાખ ને પાર કરી સતત આગેકૂચ કરી રહયો છે ત્યારે હવે આજથી રાહત ના સમાચાર આવી રહ્યા છે અને તે છે કોરોના ની વેકશીન ની આજથી ટ્રાયલ કરવામાં આવનાર છે. દિલ્હી સ્થિત એઈમ્સમાં આજે સોમવારથી કોરોનાના ઈલાજ માટે તૈયાર કોવેક્સીનનું માનવ પરિક્ષણ શરૂ થશે. એઈમ્સની એથિક્સ કમિટીએ આ માટે મંજૂરી આપી દીધી છે. કોવેક્સીનનું માનવ પર પહેલા અને બીજા તબક્કામાં ટ્રાયલ કરવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી દિલ્હીની એઈમ્સ સહિત 12 સંસ્થાને પસંદ કરવામાં આવી છે. આ વેક્સીનનો ટ્રાયલ 375 લોકો…
કવિ: Halima shaikh
ભગવાન શ્રી રામ ની પવિત્ર જન્મભૂમિ અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના ભૂમી પૂજન નો આખરે એ દિવસ આવી પહોંચ્યો છે અને આગામી 5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે. શ્રી રામ મંદિરનું ભૂમિ પૂજન અને પાયાનો પહેલો પથ્થર આ દિવસે રાખવામાં આવનાર છે. વિશ્વ હિન્દુ પરિષદે તૈયાર કરેલા રામ મંદિરના મોડેલમાં 60 ટકા ફેરફાર બાદ હવે મંદિર વધારે ભવ્ય હશે. મંદિર ટ્રસ્ટ આ યોજના પર કામ કરી રહ્યુંછે કે મંદિરનુંપ્રાંગણ 108થી 120 એકરમાં હોય. 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે. સવારે 11 વાગ્યાથી 3.30 વાગ્યા વચ્ચે PM મોદી મંદિરનો શિલાન્યાસ કરશે. ભૂમિપૂજન માટે પંડિત પણ પ્રધાનમંત્રીના…
વલસાડ જિલ્લા ના વાપીના બિલ્ડર સઈદ શેખનું અપહરણ કરી 50 કરોડ ની ખંડણી નો પ્લાન બનાવી રહેલી ગેંગ ને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીઘી છે. આ અપહરણ ની ટીપ જેણે આપી હતી તેનું નામ પણ ખુલી ગયું છે જેમાં વાપીના મહમદ અલ્તાફ મન્સૂરીએ ટીપ આપી હોવાની વાત બહાર આવતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પકડાયેલા બદમાશો પાસે બે ગાડી, એક પિસ્ટલ, 5 કારતુસ સહિત 3.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ખંડણીખોરો ને અમદાવાદ ના અગોરા મોલ પાસેથી દબોચ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહત્વનું મિશન પાર પાડતા વાપી ના વેપારી બચી ગયા હતા અને તેમની ટીપ આપનાર…
કોરોના ની હાડમારી માં જનતા ને રાહત આપવામાં નિષ્ફળ ગયેલી સરકાર નું જાણે તંત્ર ઉપર કોઈ નિયંત્રણ નથી તે રીતે ગુજરાતમાં વધારે આવેલા વીજ બિલો એ જનતા ની કમ્મર તોડી નાખી છે સૂરત, અમદાવાદ,વડોદરા માં લોકો રીતસર રસ્તા ઉપર ઉતર્યા હતા પણ સરકાર વીજ કંપનીઓ ને કાબુ માં કરવા નિષ્ફળ ગઈ છે વડોદરામાં તો વળી ગ્રાહક જો કમ્પ્લેન ની વાત કરે તો કહે કે પહેલા પૈસા ભરો પછી બીજીવાત નહીતો લાઇન કપાઈ જશે પછી કન્ઝ્યુમર કોર્ટ માં જજો આવી દાદાગીરી સાથે જવાબ મળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, મધ્ય ગુજરાત વીજ નિગમ લિમિટેડ દ્વારા વડોદરા માં ફતેગંજ વિસ્તાર ની…
ભારત સરકારે 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ યોજના હેઠળ દેશ અને દુનિયાભરમાં સ્માર્ટ ફોન ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને ભારતમાં રોકાણ માટે આકર્ષિત કરતા તેના ફળ સ્વરૂપે ગૂગલે હાલમાં જ દેશમાં આગામી 5 વર્ષમાં 75 હજારનું રોકાણ કરવાની જાહેરાત કર્યા બાદ ફોક્સકોન સહિત અનેક કંપનીઓ રોકાણ કરવા ઇચ્છુક જેમાં હવે હોનહાઈ નામથી પ્રસિદ્ધ ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી પેગાટ્રોન ઓન ભારત માં પોતાનો પ્લાન્ટ નાખશે. પેગોટ્રોન આઈફોન માટે બીજી સૌથી મોટી એસેમ્બલિંગ કંપની છે. તેનો અડધો વેપાર એપલથી જ આવે છે. ચીનમાં કંપનીએ અનેક ફેક્ટરી ખોલી છે પણ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઈ ભવિષ્ય માટે કંપની સુરક્ષિત જગ્યા શોધી…
મોટી ઉંમરે કેટલાક લંપટ લોકો એટલા વંઠી જાય છે કે તેઓને સારા નરસા નું ભાન રહેતું નથી અને પોતાની પૌત્રી ની ઉંમર ની બાળાઓ ને પણ છોડતા નથી તેથીજ આવા ડોહલા જ્યારે બાળકો ને વધારે પડતો જ રસ લે ત્યારે લોકો ચેતી જાય છે અને બાળકો ને સૌથી વધારે ખતરો આવા અંકલ થી હોવાનું બાળકો ને શીખવવામાં આવે છે. આવાજ એક બનાવ માં ઉમરગામના એક ગામની 13 વર્ષીય સગીરાને ચોકલેટ અને વેફરની લાલચ આપી દુકાનદાર 51 વર્ષીય ચિંતામણી હળપતિ નામના લંપટે તેની દુકાનમાં બોલાવીન દુષ્કર્મ આચરતા સગીરાને 2 માસનો ગર્ભ રહી ગયો હતો.માતાએ ચિંતામણી રામુ હળપતિ રહે.તડગામ, વિરૂધ્ધ ઉમરગામ પોલિસ…
ભારતીય સમાજ ની પરંપરા મુજબ એક યુવક અને યુવતી જ્યારે પવિત્ર લગ્ન ના તાંતણે બંધાય છે ત્યારે જીવનભર એકબીજા સાથે વફાદારી પૂર્વક સુખ દુઃખ માં સાથે રહેવાના કોલ અપાય છે અને દીકરી પણ જે ઘર માં જન્મ થી લઈ યુવાની સુધી પોતાના માતા પિતા , ભાઈ,બહેન સાથે ઉછરી છે તેને પારકા ઘર માં જ્યારે જવાનું બને છે ત્યારે તે સૌ પથમ માત્ર પોતાના પતિ ઉપર જ ભરોસો મૂકી ને પછી ઘર ના અન્ય સદશ્યો સાથે ધીરેધીરે એડજસ્ટ થતી હોય છે અને આજ પતિ જયારે અન્ય યુવતી ના પ્રેમ માં પાગલ બની પોતાની પત્ની ને ભોળવી ને છેતરી ને મોત ને…
વલસાડ જિલ્લામાં વધી રહેલી કોરોના ની હાડમારી ને લઈ સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે અને કોરોના ને કાબુમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે બીજી તરફ દર્દીઓ માટે નક્કી થયેલ ફેસિલિટી કોરન્ટાઇન સેન્ટરોની જવાબદારી હવેથી તમામ ટીડીઓને સોંપવાનો કલેકટર દ્વારા આદેશ કરાયો છે.હવે આ સેન્ટરોમાં આવતાં દર્દીઓની વધુ સુવિધા આપવા માટેની વ્યવસ્થા ડીડીઓના સંકલનમાં રહીને ટીડીઓએ કરવાની રહેશે. તમામ 6 તાલુકા વલસાડ, પારડી, ધરમપુર, વાપી,ઉમરગામ અને કપરાડા તાલુકાના દર્દીઓના પ્રાથમિક પરીક્ષણ દરમિયાન તેમને સરકારી ફેસિલિટી કોરન્ટાઇન કરવા માટે વિવિધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેકટર આર.આર.રાવલે પરિપત્ર દ્વારા આદેશ જારી કરી તાલુકા વિકાસ અધિકારીઓની નિયુક્તિ કરી…
વલસાડ માં ઉપરા ઉપરી બે દારૂની મહેફિલો ઝડપાયા બાદ વધુ એક દારૂ ની પાર્ટી માં પોલીસે શરાબીઓ ની મજા બગાડી નાખી હતી અને પાંજરે પુરી દીધા હતા. ધોબીતળાવ વેલકમ બેકરી નજીક લાકડાના શેડમાં વિજય પટેલ નામના ઈસમ દ્વારા યોજાયેલ દારૂ ની મહેફીલ માં સીટી પોલીસે રેડ કરી પાંચ દારૂડિયાઓ ને ઝડપી લઈ સ્થળ પરથી 3 દારૂની ખાલી બોટલ, 1 દારૂની ભરેલી બોટલ, 3 મોબાઈલ મળી કુલ 14,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા ઈસમો માં મનીષ પપ્પુભાઈ પટેલ, ઉ.વ. 34, મુલ્લાવાડી, વલસાડ, ઇમરાન હમિદ શેખ, ઉ.વ. 26, ધોબીતળાવ, વલસાડ,વિજય સુરેશભાઈ પટેલ, ઉ.વ. 29, ધોબીતળાવ, વલસાડ, મુકેશ ભીમરાજ મહાલે, ઉ.વ. 26, લીંબાયત,…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૦ અને ૧૨મા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ની પૂરક પરીક્ષા હવે ઓગસ્ટ મહિનાના અંતમાં લેવામા આવનાર છે. પૂરક પરીક્ષા માટે ધોરણ.૧૦મા સવા લાખ, ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૦,૦૦૦ તેમજ ધોરણ.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૩,૦૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ.૧૦ અને ૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થી અને ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની સામાન્ય રીતે દર વર્ષે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના ની હાડમારી ના કારણે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. જેથી હવે આ પરીક્ષા…