છેલ્લા કેટલાક સમય થી ચાલી રહેલા શિક્ષકો ના મહાપ્રશ્ન નો આખરે નિકાલ આવ્યો છે અને પ્રાથમિક શિક્ષકોનોગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગિત કરી દેવાનો નિર્ણય કરાયો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવતા રાજ્યના લગભગ 65 હજારથી વધારે શિક્ષકોને લાભ થશે. આમ હવે શિક્ષકોનો 4200નો ગ્રેડ પે યથાવત રહેશે.આ પહેલા ગુજરાતના 65 હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ-પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠક થઈ હતી પણ કોઇ ઉકેલ આવી શક્યો નહોતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, આ પત્રના અનુસંધાને શિક્ષક સંઘો અને શિક્ષક આલમમાં જે અસંતોષની લાગણી…
કવિ: Halima shaikh
આકાશ માં વાદળો દેખાવાનું ચાલુ થતાંજ ફરી એકવાર તંત્ર દ્વારા આગાહી કરી દીધી છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા તંત્ર ફરી પાછું સાબદુ બની ગયું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે NDRFની 15 ટીમો તૈનાત કરી દીધી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આગામી 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને લઇને 15 NDRFની ટીમ તૈયાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી 6 ટીમો સુરતમાં અને વલસાડ, નવસારીમાં 5 ટીમો તૈનાત કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગરમાં 1-1…
વલસાડ બાદ નવસારીમાં પણ કોરોના ની સ્થિતિ ગંભીર બની છે અને નવસારી શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 31 કેસ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. સાથેજ કોરોના પોઝિટિવનો આંકડો વધીને 343 થઈ જવા પામ્યો છે. અહીં ચોંકાવનારી વાત તો એ છે કે વાંસદાના મામલતદારના પત્ની અને નવસારી નગર પાલિકાના ચીફ ઓફિસર નો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો છે અને તે સાથે કુલ 31 દર્દીઓ નોંધાયા છે. જેમને સારવાર અર્થએ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કોરોના દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર માં ચિંતા સાથે દોડધામ નો માહોલ જોવા મળ્યો હતો અને જ્યાં જ્યાં કોરોના પોઝિટિવના કેસ મળી…
સુરત શહેરમાં કોરોના બેકાબુ બની ગયો છે અને સંખ્યાબંધ મોત થઈ રહ્યા હોવાના બહાર આવેલા અહેવાલો બાદ કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ સુરત માં પહોંચી ગઈ છે અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલ અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કઈ કોરોના વકરવાના કારણો અને તેને સોલ્વ કરવા અંગે ની વ્યૂહરચના ઘડવા પ્રયાસો શરૂ કર્યા છે. કેન્દ્ર ની ચાર સભ્યોની ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, AIIMS(ઓલ ઈન્ડિયા ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)ના ડિરેક્ટર રણદીપ ગુલેરીયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ આવ્યાં છે. જેઓએ આજે સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી અને તબીબો…
દેશ માં સૌથી વધુ સમય સુધી એકધારું શાસન કરનાર કોંગ્રેસ હવે જૂનવાણી અને કઈ નવું કરી શકે નહીં તેવી છાપ તેમજ કોઈ પ્રભાવશાળી કદાવર નેતા ની કમી ધરાવતી પરંપરાગત પરિવાર નો પક્ષ હોવાનું લેબલ વાગી ચૂક્યું છે જે હવે યુવા પેઢી માં ચાલે તેમ નથી. તાજેતરમાં સિંધિયા અને સચિન જેવા યુવા ચહેરા ના સ્થાને કમલનાથ અને ગેહલોત હાઇ કમાન્ડ એટલે કે નહેરુ અને ઇન્દિરા પરીવાર ના પહેલી પસંદ બન્યા તેનું કારણ પણ આજ છે. કોંગ્રેસ માં નેતૃત્વ ની વાત આવે તો કાંતો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સુધીજ સીમિત છે અને વધીને કદાચ પ્રિયંકા સુધી એકબીજા ના વિકલ્પ બની રહે…
વલસાડ જિલ્લા ના ઉમરગામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય થી પોલ્યુશન ની ફરિયાદ ઉઠી છે ત્યારે અગ્રણી નીજ કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવતા તેની પરવા કર્યા વગર સબંધીતો એ કંપની ના વીજ અને પાણી ના જોડાણ કાપી નાખતા પ્રદૂષણ ફેલાવતા તત્વો માં ભારે ફફડાટ ફેલાયો છે. તપાસ દરમ્યાન ઉમરગામની સી.એસ. કોમ્પોનેન્ટ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાનું ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ હોર્ડના અધિકારીઓને ધ્યાને આવતા આ કંપનીને ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી વીજ અને પાણીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે. ઉમરગામ જીઆઇડીસીની સી.એસ. કોમ્પોનેન્ટ નામક એન્જિનિયરીંગ કંપની દ્વારા કંપનીમાંથી પ્રદુષિત ફીલ્ટર કર્યા વગરજ પાણી સીધુ છોડવામાં આવી રહ્યું હતું જે…
કોરોના ની મહામારી માં આપણા દેશ માં કેટલીક ખાનગી હોસ્પિટલ દર્દીઓને ને લૂંટી રહી છે ત્યારે બીજી તરફ વિદેશ ની ધરતી ઉપર ભારતીય દર્દી ની કોરોના ની સારવાર નું દોઢ લાખ નું બિલ માફ કરીને ઉપર થી ઇન્ડિયા આવવા માટે દર્દી અને તેના સાથી ને 10 હજાર આપ્યા હતા અને વિમાન ની ટિકિટ પણ ફ્રી કરાવી દીધી હોવાનો કીસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ ભારત નાતેલંગાણાના જગતિયાલ જિલ્લાના રહેવાસી 42 વર્ષીય ઓડનાલા રાજેશની દુબઇમાં ગત 23 એપ્રિલે તબિયત બગડી હતી. તેણે કોરોના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેથી તેને દુબઇ ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં 80 દિવસની સારવારનું…
ભારત માં કોરોના ની સંખ્યા સતત વધી રહી છે અને હાલમાં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા નો આંકડો 10 લાખ ઉપર પહોંચી ચૂકયો છે. ચોંકાવનારી માહિતી મુજબ છેલ્લા ત્રણ જ દિવસમાં દેશમાં નવા 1 લાખ કેસ નોંધાયા હોવાનું સપાટી ઉપર આવ્યું છે. જેની વિશ્વસ્તરે નોંધ લેવાઈ છે દેશ માં સરકારી આંકડા મુજબ અત્યારસુધી 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. જયારે 6 લાખ 16 હજાર 453 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 3 લાખ 34 હજાર 826 દર્દીઓ સારવાર હેઠળ છે. ભારતમાં કોરોના નું સંક્રમણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે . નોંધનીય છે કે ગત તા.30 જાન્યુઆરીએ પ્રથમ કેસ…
આજની સ્થિતિ ખુબજ વિકટ છે કોરોના માં લોકો ને પૂરતી સહાય કે બેઠા થવાય તેવી સરકારી લાભ મળ્યા નથી ઉપર થી મોંઘવારી વધી છે અને તેમાંય હવે ખુબજ ઝડપથી ફેલાયેલા કોરોના ના રોગચાળા ની વાસ્તવિક સ્થિતિ ખુબજ ભયાનક હોવાનું જણાય રહ્યું છે કારણ કે કોરોના થી મોત ને ભેટનાર કમનસીબ નાગરિકો ના મૃત્યુ અંગે સાચો આંકડો આપવામાં આવતો નથી અને મીડિયા એ જયારે સાચી વિગતો મેળવવા સુરત માં સ્મશાન માં જઇ વાસ્તવિક રિપોર્ટિંગ કરવાનું શરૂ કર્યું તો સરકારે તરતજ એક્શન લઈ સ્મશાન માં પણ સુરક્ષા ગોઠવી દઈ મીડિયા ના પ્રવેશ કે માહિતી આપવા ઉપર ફતવો જાહેર કરી દીધો એ વાત…
હાલ માં ભાજપે જાણે કોંગ્રેસ મુક્ત અભિયાન ઉપાડ્યું હોય તેમ કોંગ્રેસીઓ ને પૈસા આપીને તેઓના કદ મુજબ ખરીદી રહ્યા છે ત્યારે હવે શીન એવો છે કે સમગ્ર દેશ માં હવે કોંગ્રેસ નું અસ્તીત્વ ખતરામાં મુકાયું છે,ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ ની સ્થિતિ વિખવાદ ભરેલી અને જૂથબંધીમાં સપડાયેલી છે અને આ બધા વચ્ચે રાજકારણ ના પાસા નહિ જાણતા પાટીદાર આંદોલન ના વિવાદાસ્પદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવી દેવામાં આવતાં ગુજરાત કોંગ્રેસના પીઢ અને પ્રમાણિક આગેવાનો અને કાર્યકરોમાં એક નારાજગી નો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસ ના પાયા ના કહી શકાય તેવા જુના જોગીઓ ને…