વલસાડઃ તા.૧૬ : વલસાડ જિલ્લામાં રૂા.૪૫ કરોડના ખર્ચના બે કામોનું લોકાર્પણ, રૂા.૪.૫૦ કરોડના ખર્ચના બે કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂા.૫૬ કરોડના ખર્ચના બે કામોનું ભૂમિપૂજન મળી કુલ રૂા.૧૦૫.૭૫ કરોડના ખર્ચના ૬ વિકાસકાર્યોનું નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના હસ્તે ઇ-માધ્યમથી તકતી અનાવરણ કરી લોકાર્પણ/ ખાતમુહૂર્ત/ ભૂમિપૂજન કરાયા હતાં. નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ગાંધીનગર ખાતેથી ઇ- માધ્યમથી લોકાર્પણ/ખાતમૂહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં સમગ્ર દેશમાં ધંધા-રોજગાર, વ્યવસાય, પશુપાલન જેવી જીવનજરૂરી સેવાઓ કાર્યરત થાય જનજીવન થાળે પડે તેવા પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે જાહેર જનતાને કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન મોદીનું લક્ષ્ય ‘જાન હે તો જહાન હૈ’ તેમજ ‘દો ગજકી દૂરી રાખી’ તેમાં સહયોગ…
કવિ: Halima shaikh
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.અને વલસાડ જિલ્લા ની વાત કરવામાં આવે તો ઉમરગામ માં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 13 એમએમ અને વલસાડમાં 12 એમેમ વરસાદ પડ્યો છે. નવસારીના જલાલપોરમાં 10 અને નવસારી શહેરમાં 11 એમએમ વરસાદ સાથે ચીખલીમાં 7 એમએમ વરસાદ પડ્યો છે.તાપી જિલ્લાના નિઝરમાં 50 એમએમ અને કુકરમુંડામાં 19 એમએમ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 36 અને બારડોલીમાં 4 તથા પલસાણામાં 6 અને ઓલપાડમાં 4 એમએમ વરસાદ પડ્યો છે. ઉપરાંત ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ નું જોર વધ્યું છે અને મળતા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના…
ગુજરાત માં ફરી વરસાદ ની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ની અસર હેઠળ લો પ્રેસર સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહશે અને આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, હાલમાં ઓડિશા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે, જે દેશનાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ આજે 16 જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે, સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે.…
અમદાવાદ માં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ખાનગી હોસ્પિટલમાં માં સારવાર દરમ્યાન ગત રાત્રિએ નિધન થયા બાદ સદગત ના સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ કોરોના સ્થિતિ ને લઈ નિયમો મુજબ મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE કીટ પહેરીને સોશયલ ડિસ્ટનીંગ ના પાલન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિશ્વભરના હરિભક્તો તથા સંતોએ https://www.swaminarayangadi.com વેબસાઇટ ના માધ્યમ થી આજે સવારે 7 વાગ્યાથી ઓનલાઇન અંતિમ દર્શન કર્યા હતા અને ઓનલાઇન રીતે અંતિમવિધિમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.
વલસાડ જિલ્લામાં હવે કોરોના ની સ્થિતિ ગંભીર બની રહી છે,જ્યારે ગુજરાત ના મેટ્રો સિટી કોરોના ના ભરડા માં હતા ત્યારે વલસાડ માં એકપણ કેસ ન હતો પરંતુ ત્યારબાદ ની સ્થિતિ અને લોકડાઉન ખુલ્યા બાદ ની સ્થિતિ વચ્ચે બહાર નું સંક્રમણ વધતા નાનકડા એવા આ વિસ્તારમાં હવે ખુબજ ઝડપથી ફેલાઈ રહેલો કોરોના એક ગંભીર બાબત બની ગઈ છે.અહીં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં અહીં કોરોના પોઝિટિવ દર્દીઓ નો આંકડો 430 પર પહોંચી ગયો છે અને જિલ્લામાં કુલ મોતનો આંકડો અત્યાર સુધી 28 થઈ જતા સ્થિતિ ગંભીર બની છે. અહીં છેલ્લા 10 દિવસ થી સરેરાશ 2 દર્દીઓ ના મોત થઈ…
રાજકોટમાં આજે સવારે 7:40 કલાકે નોંધાયેલા ભુકંપ ના આંચકાઓ સૌરાષ્ટ્રમાં લગભગ જગ્યાએ અનુભવાયા છે અને સત્તાવાર બહાર આવી રહેલા અહેવાલો મુજબ ભુકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર આવેલ ભાયાસર ગામે નોંધાયું છે. જોકે,રાજકોટમાં કોઇ જગ્યાએ નુકસાન ન થયુ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટ કરી માહિતી આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેકટરોને આપી હતી. આમ…
અમદાવાદ શહેરમાં કોરોના નીં સ્થિતિ વિકટ છે ત્યારે જાહેર માં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ છે પરંતુ પાન, બીડી, ગુટખા વેંચતા થૂંક કેન્દ્રો ઉપર ઉભા રહેતા બંધાણીઓ મોઢા માં ગુટખા,માવા ભરાવી જયાં હોય ત્યાં થૂંક ની પિચકારીઓ મારતા હોવાથી કોરોના વકરવાના ભયે આવા નિયમો નહિ પાળતા ગલ્લાઓ સામે મ્યુનિ. તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પણ અભિયાન સામે પહેલા દિવસથી જ રાજકીય દબાણ આવતા મંગળવારે પાનના ગલ્લા સીલની ઝુંબેશને જ બંધ કરી દેવામાં આવી હતી. મ્યુનિ. માત્ર હવે માસ્ક નહીં પહેરનારા લોકો સામે જ દંડની કાર્યવાહી કરનાર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે તંત્ર દ્વારા ઝુંબેશના પહેલા દિવસે 376…
અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બીમાર હોવાથી છેલ્લા ઘણા દિવસ થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં તબિયત વધુ લથડયા બાદ તેઓ નું નિધન થતા ભક્તો માં શોક ની લાગણી છવાઇ ગઇ છે સદગત સ્વામી ના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે જે સવારે 7 વાગ્યાથી ઓનલાઇન દર્શન ચાલુ છે. પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે હાલ કોરોના ની સ્થિતિ હોઈ કોઇ ભક્તો એ સ્વામિનારાયણ…
ગુજરાત ના સૌરાષ્ટ્ર માં સવારે 7.40 કલાકે ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો,રાજકોટ થી 22 કીમી દૂર ભૂકંપ નું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.રિકટર સ્કેલ ઉપર 4.8 ની તીવ્રતા નોંધાઈ છે.સૌરાષ્ટ્ર ના રાજકોટ સહિત ખીરસરા ,રાડળ ,ગોંડલ ,જૂનાગઢ ,સુરેન્દ્ર નગર ,સાયલા, અમરેલી ,જામનગર ,ચોટીલા,વાંકાનેર ,સાવરકુંડલા વગેરે જગ્યા એ આંચકો નોંધાયો હોવાના અહેવાલ છે. એક મહિના માં આ બીજી વખત ભૂકંપ નો આંચકો નોંધાયો છે.રાજકોટ માં લોકો એ જણાવ્યું હતું કે લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકોઅનુભવાયો હતો. ભૂકંપથી ધરા ધ્રુજતા લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. જસદણમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી…
રાજ્યમાં કોરોના ની સ્થિતિ ધાર્યા કરતાં વધુ ખરાબ છે અને કોરોના સ્પ્રેડ થતા અમદાવાદ થી લઈ સુરત,વલસાડ ,દમણ સુધી પહેલા ની સરખામણી માં કેસો વધ્યા છે હાલ અમદાવાદ અને વડોદરા કરતા પણ વધુ દક્ષિણ ગુજરાતમાં કેસો સતત વધ્યા હોવાનું સામે આવતા અચાનક સરકાર ચિંતિત બની છે અને ઉત્તરોત્તર વધતા કોરોના પોઝિટિવ કેસ ને લઈ તે અંગે વિચાર વિમર્સ કરવા આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળનાર છે. સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ ચર્ચા કરવામાં આવનાર છે. કેબિનેટની બેઠકમાં 30 જુલાઈ સુધી કોરોનાના સંક્રમણને ઘટાડવા પર રણનીતિ ઘડવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી…