અમદાવાદ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત નાજુક છે. સીમ્સ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ સ્વામીને વેન્ટિલેટર ઉપર રાખ્યા છે ડોક્ટરનું કહેવું છે કે, સ્વામીજીના હૃદયના ધબકારા હજુ ચાલુ છે. મુંબઈથી આવેલા ખાસ 3 ડોક્ટરો ની પેનલ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે પરંતુ સ્થિતિ નાજુક છે. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત સારી થઈ જાય તે માટે હરિભક્તોના ઘરે ભજન કીર્તન શરૂ કરી દેવામાં આવ્યા છે. 7 જેટલા સંતો મણિનગરના મંદિરમાં જ ભજન કીર્તન કરે છે. આ ઉપરાંત દેશ વિદેશમાં તેમના લાખો હરિભક્તો તેઓ જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. આચાર્ય સ્વામીજી પાસે 3 સંતોને રાખવામાં આવ્યા છે. બાકીના તમામ…
કવિ: Halima shaikh
(દિગ્વિજય સિંહ ઝાલા) વિકાસ દુબે ની નાટ્યાત્મક ધરપકડ અને માત્ર 24 કલાક માં થયેલું એન્કાઉન્ટર દેશભરમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે અને એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે કેટલાક નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગેંગસ્ટર વિકાસ ને ખુબજ નજીક ના સબંધો હતા અને જો ઇન્કવાઇરી નીકળે તો કેટલાય રાઝ બહાર આવે તેમ હોય વિકાસ દુબે નો કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો હતો 8 પોલીસ કર્મીઓ ની નિર્મમ હત્યા ના બનાવ બાદ માત્ર એક જ સપ્તાહમાં વિકાસ દુબેના 5 સાથીઓ ના એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા છે અને તેઓના સરદાર વિકાસ દુબેનું પણ લગભગ નક્કી જ મનાતું હતું અને તેણે ઉજ્જૈનમાં…
અમેરિકા વિશ્વ માં પોતાની જગત જમાદાર ની છાપ કાયમ રાખવા અને રશિયા તેમજ ચીનના પ્રભાવ ને ઠેકાણે પાડવા અમેરિકાએ ફરી એકવાર નવા પરમાણુ બોમ્બ બનાવવા સક્રિય થયું છે અને તે માટે છેલ્લા 30 વર્ષ થી બંધ ફેકટરીઓ ફરથી ખોલી નાખવામાં આવશે અને તે માટે રૂ. 70 હજાર કરોડનો ખર્ચ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉત્પાદન દક્ષિણ કેરોલિનામાં સવાના નદીના કિનારે સ્થિત ફેક્ટરીમાં અને ન્યૂ મેક્સિકોના લોસ એલ્મોસમાં કરવામાં આવશે. અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ વખતે સવાના નદીની ફેક્ટરી અમેરિકન પરમાણુ હથિયારો માટે ટ્રિટિયમ અને પ્લુટોમિયમનું ઉત્પાદન કરતી હતી. બે લાખ એકરમાં ફેલાયેલી આ ફેક્ટરીમાં હજારો લોકો કામ કરતા…
નકલી માલ બનાવતા ઈસમો ગમે ત્યાં અને ગમે તે સમયે મોકો મળતાજ કમાવા નો કીમિયો શોધી જ લેતા હોય છે ત્યારે હવે કોરોના માં પણ નકલબાજો ફૂટી નીકળ્યા છે અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં ચાલતા આવાજ કૌભાંડ નો પર્દાફાશ થયો છે અહીં બ્રાન્ડેડ ડ્યૂપ્લિકેટ માસ્ક અને મોજાના વેચાણ કરાતું હોવાની બાતમી સાથે કંપનીના માણસોએ પોલીસ સાથે મળી કાલુપુરમાં આવેલી 5 દુકાનોમાં તપાસ કરતા 900 વધુ ડ્યૂપ્લિકેટ માસ્ક, મોજા અને ટોપી મળી આવી હતી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી 5 દુકાનદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બ્રાન્ડેડ કંપનીના ડ્યૂપ્લિકેટ માસ્ક કાલુપુર વિસ્તારમાં વેચાતા હોવાની બાતમીના આધારે કાલુપુર પોલીસ સાથે…
વડોદરા માં કોરોના બેકાબુ બન્યો છે અને વાઘોડિયા રોડ ઉપર રહેતા MD ફિઝિશિયન તબીબ સહિત વધુ 7ના મોત સાથે વડોદરા માં માત્ર બે જ દિવસમાં કોરોના થી મૃતકોની સંખ્યા 22 પર પહોંચી જતા ચકચાર મચી જવા પામી છે અને સાથે જ 68 પોઝિટિવ કેસો પણ નોંધાતા કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 2,853 પર પહોચી ગયો છે.અહીં સંગમ વિસ્તારના એક ફોટોગ્રાફરનું અને મદનઝાંપા રોડ વિસ્તારમાં મોટર વાઇન્ડિંગ અને રિપેરિંગ કામ કરતા આધેડનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વડોદરા બહારના પણ શહેરમાં આવીને કોરોનાની સારવાર લઇ રહેલા બે દર્દીઓના પણ મોત નિપજ્યાં હતા.આમ છેલ્લા બેજ દિવસ માં 22 લોકો ના…
ગુજરાત માં લોકડાઉન બાદ કોરોના બેકાબુ બનતા વલસાડ માં બપોર બાદ દુકાનો બંધ રાખવાના નિર્ણય બાદ હવે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર મુખ્ય શહેરોને 20 જુલાઈ સુધી સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રાખવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હોવાનું જાણવા મળ્યુ છે અહીં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ બજારમાં લોકો ખરીદી માટે જઈ શકશે. ત્યારબાદ લોકોને ઘરની બહાર ન નીકળવા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં વધુ 18 કેસ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા 367 પહોંચી છે. ડીશા અને પાલનપુર માં પરિસ્થિતિ વણસે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા એસોસિયેશન સાથે અભિપ્રાય…
ઉજ્જૈનથી ગઈકાલે સરન્ડર કરનાર કાનપુર શૂટ આઉટ નો મુખ્ય અપરાધી વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હોવાનું જાણવા મળ્યું છે. કહેવાય છે કે વિકાસ દુબે નો કબ્જો લઈને ઉજજેન થી કાનપુર તરફ જઈ રહેલા એસટીએફના કાફલા ગાડી ને વરસાદ ના કારણે અકસ્માત નડતા ગાડી પલટી ગઈ હતી આ ગાડીમાં વિકાસ દુબે પણ બેઠો હતો અનેગાડી પલટ્યા બાદ વિકાસ દુબે એ એસટીએફના એક અધિકારીની ગન છીનવીને ભાગવાની કોશિષ કરતા પોલીસે કરેલા ફાયરિંગ વિકાસ દુબે માર્યો ગયો હતો એસટીએફ ઓફિસરે કહ્યું કે આ ગાડીમાં વિકાસ દુબે સવાર હતો. જો કે પોલીસ આ બાબતે સત્તાવાર નિવેદન આપી રહી નથી. ઘટનાસ્થળ પર પોલીસના અધિકારી…
દેશ માં કોરોના ની સ્થિતી ખુબજ વકરતી જઇ રહી છે અને સાચું ચિત્ર હવે બહાર આવતું જાય છે ભલે દાવા ગમે તે કરવામાં આવતા હોય પણ વાસ્તવિકતા કઈક અલગ જ છે ગુજરાત રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની રહી છે અને લોક ડાઉન ખુલ્યા બાદ ગુજરાતમાં કોરોનાનાં કેસો નો આંકડો ઝડપ થી વધી ગયો છે હવે રોજના 800 નજીક કેસો નોંધાઇ રહ્યા છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે 778 કેસો નોંધાયા છે. આ બધા વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે જેમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં એક જ પરિવારના 10 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. અને આથી પણ મોટા…
કાનપુર શૂટઆઉટના મોસ્ટવાન્ટેડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આવી રહેલા સમાચાર મુજબ વિકાસ દુબેએ મહાકાળેશ્વર મંદિરની કાપલી કાપીને આ પછી પોતાને આત્મસમર્પણ કર્યું હોવાનું મનાય રહ્યું છે હાલ સ્થાનિક પોલીસે તેને કસ્ટડીમાં લીધો હોવાના સમાચાર જાણવા મળી રહયા છે. કાનપુર શૂટ આઉટ માં વિકાસ દુબેના ત્રણ સાગરીતો ના એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે ત્યારે વિકાસ દુબે નું શુ થશે તે અંગે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.
વલસાડ રેલવે પોલીસ ને અચાનક કોરોના નો ભય જણાયો હતો અને સંક્રમણ ન લાગે તે માટે તરતજ પગલાં ભરવામાં આવ્યા હતા વાત જાણે એમ બની હતી કે વાપી ચલા ખાતે થી લાવવામાં આવેલા એક આરોપી નો કોરોના ટેસ્ટ કરાવાતા આરોપીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા રેલવે પોલીસ માં દોડધામ મચી હતી. વાપી ચલા ખાતે રહેતા અને મોબાઇલ ચોરી પ્રકરણ ના આરોપી 24 વર્ષીય ઈસ્તીયાક અહેમદ રમજાન અલી ને રેલવે પોલીસ મથક માં લવાયો હતો જે અંગે ની તપાસ દરમ્યાન પ્રથમ તેનો રિપોર્ટ કરાવાતા તે કોરોના પોઝિટિવ આવતા રેલવે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી અને તરતજ સમગ્ર રેલવે પોલીસને સેનેટાઈઝર કરવામાં આવ્યું…