(દિગ્વિજય સિંહ ઝાલા) રાજકોટ જિલ્લા માં પડેલા ભારે વરસાદ ને પગલે ભારે તારાજી ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામ પાસે પુલ પરથી બે દિવસ પહેલા વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં રાજકોટની એક ક્રેટા કાર તણાઇ ગઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા. આ ત્રણ પૈકી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને હજી બે યુવાનો લાપત્તા છે. રાજકોટની આનંદનગર કોલોનીમાં રહેતા સંજયભાઇ જગદીશભાઇ ટાંકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે તેના બે મિત્રો બળવંતસિંહ જાડેજા અને રાજભા ઝાલા હજી લાપત્તા છે. અહીં ફાયરબ્રિગેડ દ્વારા કીચડ માં ફસાઈ ગયેલી હાલત માં કાર ને ક્રેન મારફત બહાર કાઢવામાં આવી…
કવિ: Halima shaikh
રાજસ્થાનમાં મૃત્યુ પછી બાર દિવસે કે 13 દિવસે થતા જમણવાર ને બારમું કે તેરમું અથવા તો કારજ કહેવાય છે અને આ પરંપરા ખુબજ જૂની છે જે પરંપરા હવે રાજસ્થાન સરકાર બંધ કરવા જઈ રહી છે અને કોઈ વ્યક્તિ તેના મૃતક સ્વજન પાછળ જમણવાર યોજશે તો તેને એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ડીઆઈજી કિશન સહાયએ તમામ એસપીને કારજના જમણવાર પર લગામ લગાવવા માટેનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર,કારજના જમણવારનીમાહિતી ન આપવા પંચ, સરપંચ સિવાય સરકારી એકાઉન્ટન્ટ પર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદો આમતો 1960મા બન્યો હતો પરંતુ પરંપરાગત આસ્થા નો વિષય હોવાથી બધું એમજ…
વડોદરા માં સ્કૂલોની પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ સાથે NSUI દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતી તેઓ એ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી કરી હતી. પ્રથમ સત્રની ફી માફી સાથે NSUIના પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં કાર્યકરો દ્વારા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને શિક્ષણમંત્રી વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા. ત્યારબાદ શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડની ગાડી પાસે બેસી જઇને ફી માફ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શિક્ષણ કચેરીના મુખ્ય ગેટને તાળાબંધી કરી દીધી હતી. NSUIના પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોનાની મહામારીમાં અનેક વાલીઓના નોકરીઓ છૂટી ગઇ છે. વેપાર-ધંધો કરનાર વાલીઓને આર્થિક ફટકો પડ્યો છે. વાલીઓ…
હાલ ચાઈના દુનિયા સામે દાદાગીરી ઉપર ઉતર્યું છે ત્યારે અમેરિકાએ પણ ચાઈના ને સબક શીખવવા માટે એક પછી એક પગલાં ભરી રહ્યું છે, ચીનના કેટલાક ઓફિસરો ઉપર વિઝા પ્રતિબંધ લગાવી દીધો છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આ માહિતી આપી છે. પોમ્પિયોએ કહ્યું છે કે, અમે તિબેટ માટે વિશેષ અમેરિકન કાયદા અંતર્ગત આ પ્રતિબંધ લગાવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, આજે મે પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી)ના ઓફિસરોના વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે. આ ઓફિસરો અન્ય દેશોના તિબેટ જતા રોકી રહ્યા હતા તેથી આ પગલું ભરવામાં આવ્યું છે પોમ્પિયોએ કહ્યું- ચીન અમેરિકન ડિપ્લોમેટ્સ, ઓફિસરો, પત્રકારો અને ટૂરિસ્ટસને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર…
ગુજરાત રાજ્ય માં વરસાદી માહોલ જમ્યો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદના આકાશ માં બપોર બાદ કાળા ડિબાંગ ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા અને ધોધમાર વરસાદ શરૂ થઈ જતા આહલાદક વાતાવરણ જામ્યું હતું. ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ માં વેજલપુર, જીવરાજપાર્ક, શિવરંજની, શ્યામલ, પાલડી, વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોડકદેવ, નારોલ, ઈસનપુર, વટવા, ઘોડાસર, જશોદાનગર, રામોલ, CTM, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, રખિયાલ, સરસપુર, ગોમતીપુર, બોપલ સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો પરિણામે રોડ પાણી થી તરબોળ બન્યા હતા. ગાંધીનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સેક્ટર-11માં ધોધમાર…
દાનહ માં કોરોના નું સંક્રમણ વધતું જઇ રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે કોરોના થી એક વ્યક્તિ નું મોત થઈ ગયું છે. વિગતો મુજબ દમણના મરવડ કોવિંડ સેન્ટરમાં 47 વર્ષના યુવકનું કોરોના વાયરસના કારણે મોત થયું હોવાના અહેવાલ છે, મૃતક યુવક વાપીની સુપ્રીમ કંપનીમાં નોકરી કરતો હોવાનું અને નાની દમણમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે.સાથેજ વધુ 10 કેસ નોંધાતા કુલ આંકડો 202 ઉપર પહોંચી ગયો છે. સાથેજ વધુ ત્રણ નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં મોટી દમણની રોયલ જેમ્સ બિલ્ડિંગ, નાની દમણ ખારીવાડ સ્થિત તિરૂપતિ એપાર્ટમેન્ટ અને નાની દમણ સાગર પેટ્રોલપંપની સામે આવેલી ગ્રીન વેલી વિલા બિલ્ડિંગનો સમાવેશ…
કોરોના ની મહામારી વચ્ચે સપ્ટેમ્બરના અંત સુધીમાં શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને પરીક્ષાઓ પૂર્ણ કરવા આદેશ કર્યો છે અને UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા નુંઆયોજન કરવા જણાવી વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ જણાવી દીધું છે. યુનિવર્સિટીઓ તથા કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષા લેવા માટે છૂટ આપવામાં આવીછે અને ગુજરાતમાં પણ મોકુફ ૨ખાયેલી તમામ ફાઈનલ પરીક્ષાઓ લેવા તૈયારી શરૂ કરી છે, અને સપ્ટેમ્બ૨ અંત સુધીમાં રાજ્યમાં આ પરીક્ષાઓ પુરી કરીને દિવાળી બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવી સરકાર ની ગણતરી છે. રાજ્ય સ૨કારે સ્નાતક કક્ષાએ ફાઈનલ સેમેસ્ટ૨ તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સત્રની પરીક્ષા લેવા…
રાજ્ય માં વરસાદી માહોલ અને આકાશ માં વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ બધા વચ્ચે ગુજરાતમાં આજે સતત ચોથા દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનું ચાલુ રહ્યું છે અને રાજ્યના 40 તાલુકામાં આજે વરસાદ પડ્યા ના અહેવાલ છે, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છના લખપતમાં 12 મિમિ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ 10 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના ગીર ગઢડામાં 9 મિમિ, જૂનાગઢના મેંદરડામાં 6 તેમજ ખાંભા, વિસાવદર અને જલાલપોરમાં…
અમદાવાદ માં કોરોના ની સ્થિતિ માં ઠપ્પ થઈ ગયેલી કામગીરી હવે ધીરેધીરે શરૂ થઈ રહી છે કોરોના ની સ્થિતિ હદ થી વધુ બગડતા અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા પણ હાલ માં અનલોક 1 અને 2ની ગાઈડલાઈન મુજબ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા આધારકાર્ડ કેન્દ્રો પર નોંધણી અને અપડેશનની કામગીરી ફરી શરૂ કરી દેવામાંઆવી છે. અમદાવાદમાં જાહેર જનતા ને જણાવાયું છે કે તેઓ ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ લઇ અને કેન્દ્રો પર નોંધણી કે અપડેશન માટે આવી શકે છે અને હાલ માં પ્રાયોગિક ધોરણે કામગીરી નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં ચોથમાળે આવેલી ઓફિસમાં શરૂ…
કોરોના નું સંક્રમણ હવે રાજકારણ માં પ્રવેશ્યું છે અને ઍકપછી એક નેતાઓ કોરોના વાયરસ ના સંક્રમણ નો ભોગ બની રહયા છે. ગુજરાતના વન મંત્રી રમણલાલ પાટકર અને સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવતા હવે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ને પણ કોરોન્ટાઇન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે કોરોના પોઝીટીવ આવનાર આ બંને નેતાઓ ના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આવ્યા હોવાથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. રાજ્યના મંત્રી રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ આવતા સરકાર અને સચિવાલયમાં દોડધામ મચી ગઇ છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ મંત્રી પાટકરને મળ્યા…