વડોદરામાં પોલીસે ચોરીના આરોપી ને માર મારી તેનું મર્ડર કરી નાખી લાશ ને સગેવગે કરી પુરાવાઓ નાશ કરવા અંગેની વિગતો બહાર આવતા પોલીસ બેડમાં ચકચાર મચી ગઇ છે.આ ઘટના માં વડોદરાના ફતેગંજના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે હત્યાનો આરોપ મુકાયો છે જે તમામ ને વોન્ટેડ જાહેર કરાયા છે. વડોદરાના ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપી બાબુ નિશાર શેખ ને પોલીસ કસ્ટડીમાં લાવી એવો તો ઢોરમાર માર્યો કે આરોપી નું મૃત્યું થઇ ગયું હતું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો.પોલીસે શંકાસ્પદ આરોપી બાબુ નિશાર શેખ ને મોતના ઘાટ ઉતાર્યા બાદ મૃતક પરિવારજનોને પણ ખોટી માહિતી આપી કે,…
કવિ: Halima shaikh
સુરતમાં ચાલુ ફરજ દરમિયાન જન્મદિવસ ઉજવવાનું TRB જવાનો ને ભારે પડ્યું હતું અને તેઓએ નોકરી માંથી હાથ ધોવા પડ્યા હતા. વિગતો મુજબ પુણા સીતાનગર પાસે સોમવારે બપોરે ચાલુ ડ્યૂટી દરમિયાન TRB જવાનોએ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક 9 TRB જવાનોને છૂટા કરી દીધા હતા. જેમાં એક મહિલા TRB પણ સામેલ છે અને તેનો જન્મદિવસ ઉજવવા પુણા સીતાનગર બ્રીજ નીચે ભેગા થયા હતા. TRBના 9 જવાનો ચાલુ ડ્યૂટીએ કેક કાપી ઉજવણી કરતા હતા. આ તમામને નોકરીમાં છૂટા કરી દીધા હોવાની વાત પોલીસ અધિકારીએ જણાવી છે. છેલ્લા કેટલાક…
દેશભર કોરોના ની સ્થિતિ અને લોકડાઉન દરમ્યાન સલામતી ના કારણોસર બંધ રહેલા મંદિરો હવે ખોલવામાં આવી રહ્યા છે ત્યારે દેશમાં 64 શક્તિપીઠો પૈકી ના ગુજરાતમાં આવેલા પાવાગઢ ડુંગર સ્થિત બિરાજમાન મા શ્રી કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બંધ રહ્યા બાદ આજથી ભાવિકો માટે મા ના દર્શન કરવા ખુલ્લું મુકાયું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરી શકશે જેમાં 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે ટ્રસ્ટીઓ એ જણાવ્યું છે. આ તકે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા…
સમગ્ર ગુજરાત માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ના વાવડ છે અને રાજકોટ જિલ્લામાં પણ પડી રહેલા સાર્વત્રિક ધોધમાર વરસાદ વચ્ચે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ભારે વરસાદ ને પગલે અહીંની ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ ધસમસતા પાણીના વેગમાં તણાઇ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે સાથે એક છકડો રીક્ષા પણ પાણીમાં તણાઈ હોવાના અહેવાલો છે. રાજકોટ જિલ્લામાં સતત 3 દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદ ને કારણે અહીં સ્થિતિ વિકટ બની છે. અને કેટલીય જગ્યા એ વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ બનતા વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા…
રાજ્ય માં શરૂઆત માં સત્તાવાર ચોમાસા કરતા 15 દિવસ વહેલા શરૂ થયેલા વરસાદ બાદ માં ખેંચાઈ જતા ખેડૂતો માં ચિંતા શરૂ થઈ હતી જોકે અષાઢના 16 દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો 22.04 ટકા વરસાદ પડી જતા હાલ ખેડૂતો માં થોડી રાહત થઈ છે. છેલ્લા 6 દિવસમાં જ વરસાદમાં 6.24 ટકાનો વધારો થયો છે. ગત 1લી જુલાઇએ સરેરાશ સામે 15.80 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે 6 જુલાઇના રોજ સવારની સ્થિતિએ 22.04 ટકા વરસાદ નોંધાયો છે. અગાઉ વડીલો એવું કહેતા કે સૌ પ્રથમ ચોમાસા માં મુંબઇ માં વરસાદ પહેલા પડે પછી દક્ષિણ ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો હતો અને આ પેટર્ન ખુબજ…
હાલ માં ગુજરાતમાં ચોમાસા નો મહિલા બરાબર નો જામ્યો છે ત્યારે હવામાન વિભાગના દ્વારા રાજ્યમાં 8 જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. કચ્છ પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને સાયક્લોનીક સર્ક્યૂલેશન એમ બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. એટલું જ નહીં દેશમાં અલગ અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. તે ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો…
કોરોના ની હાડમારી માં વિદ્યાર્થીઓ નું શિક્ષણ બગડ્યું છે ત્યારે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ની પરીક્ષા પણ જુલાઈ માં નહિ લેવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ નું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે ધો-10-12ના બે વિષયો માં નાપાસ વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવા બોર્ડ મેમ્બરે માંગ કરી છે. કોરોના મહામારીમાં પૂરક પરીક્ષા વિદ્યાર્થી માટે જોખમી થઇ શકે છે. જેથી ધો. ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ જુલાઇ- 2020ની પૂરક પરીક્ષા આપવા માટે પાત્રતા ધરાવે છે તેમની પુરક પરીક્ષા ન લેવાતા માસ પ્રમોશન આપવામાં આવે તે…
ગુજરાત માં વરસાદી માહોલ જામ્યો છે અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ ને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને અહીં કેટલાય ગામો માં 123 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. જેમાં 8 જિલ્લા માં આ સ્થિતિ છે. રાજકોટના 27, મોરબીના 4, દેવભૂમિ દ્વારકાના 21, પોરબંદરના 2, જૂનાગઢના 6, ગીર સોમનાથના 7, જામનગરના 43 અને કચ્છના 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકો ની મુશ્કેલી વધી છે. એટલુંજ નહિ પણ ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 4 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ…
કોરોના કાળ અને લોકડાઉન માં બેહાલ થઈ ગયેલી જનતા અને વેપારીઓ પૈકી રીક્ષા ચલાવી ગુજરાન કરતા રીક્ષા ચાલકો એ રાહત પેકેજ ની માંગ સાથે આંદોલન નું રણશીંગુ ફુક્યું છે. અમદાવાદ ના જ બે લાખથી વધુ રિક્ષાચાલકો આજે ૭મી જુલાઈના મંગળવારે હડતાળ પર ઊતરશે. લોકડાઉનમાં રિક્ષા ચાલકોની હાલત કફોડી બનતાં સહાય પેકેજની માગણી કરાઈ હતી, પરંતુ તેનો ગુજરાત સરકારે અમલ નહિ કરતા રિક્ષા ચાલકોના યુનિયનો આંદોલન ઉપર ઉતર્યા છે, મંગળવારે એક દિવસની હડતાળ બાદ જો પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ૧૦મી જુલાઈએ જીએમડીસી ખાતે સભાનું આયોજન કરાશે અને એ પછી ગુજરાતમાં રિક્ષા હડતાળનું ય એલાન કરાશે. યુનિયનો દ્વારા પાંચ અલગ અલગ…
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ના વાવડ છે અને તે બધા વચ્ચે જામખંભાળિયામાં આભ ફાટતા લોકો ના ઘરો માં પાણી ભરાય ગયા છે અને ઠેરઠેર પાણીજ પાણી નજરે પડી રહ્યું છે. જામખંભાળિયા પંથકમાં છેલ્લા 20 કલાકમાં 19 ઈંચ વરસાદ પડી ચુક્યો છે ભારે વરસાદ ને પગલે રેલવે સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે NDRFની ટીમ તૈનાત છે. ખંભાળિયા શહેરના નીચાણવાળા વિસ્તાર રામનાથ સોસાયટી, તુલસી પાર્ક, બસ ડેપોની બાજુનો વિસ્તાર, બંગલાવાળી પાસે આવેલ એક્સચેન્જ સામેનો વિસ્તાર, નવાપુરાની બાજુમાં આવેલ ચમારપાડા’ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ રામનાથ સોસાયટીમાં ઘરની બહાર…