કવિ: Halima shaikh

સૌરાષ્ટ્રમાં એક કરુણ ઘટના સામે આવી છે અને એક 12 વર્ષ ના બાળક ઉપર તેનાજ મિત્રો એ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા ભોગ બનનાર બાળકે આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે. બગસરા ના લીલીયા તાલુકાના સલડી ગામે થોડા દિવસ પહેલા ૧ર વર્ષના તરૂણે આપઘાત કરી લીધો હતો આ આપઘાત કેસમાં તપાસ દરમ્યાન સાચી હકીકત સામે આવી હતી જેમાં મૃતક તરૂણ સાથે ત્રણ સગીરો સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હોવાની વાત સામે આવી હતી. લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા સુમિતભાઈ ડેરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પત્ની અને પુત્રી સાથે ગત તા.ર૮ના રોજ અમરેલી ખરીદી કરવા માટે…

Read More

વાપી સેલવાસ સીમા ઉપર આવેલ લવાછા પિપરીયા ખાતે ના આંબાવાડી પાસે દમણગંગા નદી કિનારે જામેલી બર્થડે પાર્ટીની દારૂની મહેફિલ માં પોલીસે છાપો મારી 19 પિઘ્ધડો ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પર થી કુલ રૂ.32,18,830નો મુદ્દામાલ કબજે પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40,300ના બીયર, 22 મોબાઇલ કિં.રૂ.98500, અને રૂ.10930 તથા ફોરવ્હીલ નંગ-3 અને મોપેડ નંગ-12 કિં.રૂ.30,65000 અને ખુરશી-ડ્રમ મળી કુલ રૂ.32,18,830નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કોરોના કાળમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી ડુંગરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુરૂવારે લવાછામાં દારૂની મહેફિલ માણતા 19 લોકોની ધરપકડ બાદ સોશ્યિલ મીડિયામાં આ વાત વાયુવેગે પ્રસરી હતી. આ બર્થડે…

Read More

વડોદારા માં કોરોના ની સ્થિતિ વકરી રહી છે અને અહીંના લાલબાગ વિસ્તારમાં આવેલ પોલીસ તાલીમ શાળામાં 20 તાલીમાર્થી LRD (લોકરક્ષક દળ) જવાનનો કોરોના ટેસ્ટ કરાવતા 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી છે. અહીં હાલ માં લગભગ 471 LRD જવાનો તાલિમ લઈ રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ 62 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2459 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં વધુ 29 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1790 દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ 612 એક્ટિવ કેસ છે. વડોદરા શહેરમાં આજે ગોત્રી, છાણી, આજવા રોડ, વડસર, વારસીયા,…

Read More

સમગ્ર ગુજરાતમાં કોરોના નું સંક્રમણ વધતા તંત્ર માં ચિંતા પ્રસરી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાનહમાં પણ કોરોના ની સ્થિતિ વધુ વકરી છે. સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસનો ગતરોજ શુક્રવારે એક જ દિવસમાં 35 પોઝિટિવ કેસ નોંધતા દાનહ પ્રશાસન દોડતું થઈ ગયું છે. દાનહમાં નવા 35 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધી કુલ કેસનો આંકડો 159 થઇ યુક્યો છે. તંત્ર દ્વારા જ્યાં કોરોના વકર્યો છે તેવી 4 સોસાયટીઓ સિલ કરી 10 કન્ટાઇમેન્ટ ઝોન જાહેર કર્યા છે. 10 કંટાઈમેન્ટ ઝોનમાં પાર્ક સીટી સેલવાસ,જાસ એકસોટીકા નરોલી રોડ સેલવાસ,વિજયભાઈની ચાલ ઇન્દિરા નગર સેલવાસ,નટવર એપાર્ટમેન્ટ સેલવાસ,પાંચાલ હાઉસ ઝંડાચોક સ્કુલ સામે સેલવાસ,આલોક સીટી કોલોની બિલ્ડીંગ બી-6…

Read More

રાજકોટમાં છેલ્લા પાંચેક દિવસથી કોરોનાના કેસ ચિંતા જનક રીતે વધી ગયા છે. જેને લઈરાજકોટ મહાનગરપાલિકાએ ચા અને પાનના ગલ્લે એકત્ર થતા ટોળાંથી સંક્રમણ વધુ ફેલાવવાનો ખતરો હોવાથી દુકાનો પર જો ટોળાં ભેગા થતા જોવા મળશે તો મનપા દુકાન સીલ કરશે. કમિશનરે જણાવ્યું હતું કે જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ દુકાનો પર ટોળાં જોશે તો પહેલા સમજાવશે, બાદમાં વીડિયોગ્રાફી કરશે આમ છતા પણ દુકાનદાર નહી સુધરે તો દુકાન સીલ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાની સ્થિતિમાં લોકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન કે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરીછે. પરંતુ શહેરમાં અનુક સ્થળો પર આ અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી તે ચિંતાની વાત છે.…

Read More

દેશની રાજધાની દિલ્હી માં આજે સાંજે ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલ છે. મળતા અહેવાલો અનુસાર સાંજે સાત વાગ્યે ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઇ છે. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં ગુરૂગ્રામના રેવાણી પાસે હતું. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ આંચકા અનુભવાયા હતા મિઝોરમમાં શુક્રવારે બપોરે 2 વાગ્યાને 35 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઇ હતી. અગાઉ 24 જૂને પણ ચંફાઇ શહેરથી 31 કિમી દક્ષિણ પશ્વિમમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 22 અને 23 જૂને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 22 જૂને 5.3ની તીવ્રતાવાળા ભૂકંપના…

Read More

( ઝાલા દિગ્વિજયસિંહ )  ચાઈના યુદ્ધ કરવા થનગની રહ્યું છે અને સરહદે લશ્કર જમાવટ કરી રહ્યું છે ત્યારે ભારતે પણ શસ્ત્રો અને સૈનિકો ગોઠવી સામે પડકાર ફેંક્યો છે ત્યારે સેના નો જુસ્સો વધારવા માટે પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા હતા અને તેઓ એ સેના અને આઈટીબીપીનાં જવાનોની મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને જવાનો એ પણ દેશભક્તિ ના નારા લગાવ્યા હતા. પીએમ મોદી દેશનાં જવાનોને સંબોધન કર્યું હતું પીએમ મોદીએ ચીનની સામે ઉભેલા બહાદુર જવાનોનો જુસ્સો વધાર્યો હતો અને ચીન સામેનાં સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને યાદ…

Read More

વલસાડ માં બનેલી કરુણ અને વાસ્તવિક ઘટના માં પોલીસે નદીમાં કૂદીને આત્મહત્યા નો પ્રયાસ કરનાર એક વ્યક્તિને બચાવી લીધો હતો , પોલીસ ની આ કામગીરી અહીં પ્રસંસા ને પાત્ર બની હતી. વિગતો મુજબ વલસાડ ના બંદર રોડ ઉપર રહેતા 45 વર્ષીય કમલેશ ઉર્ફે કાનેસ ડાહ્યાભાઈ પટેલ જીવન થી કંટાળી વલસાડ ની ઔરંગા નદીમાં કુદી જઇ આત્મહત્યા કરવા જતાં હતાં અને તેજ વખતે વલસાડ સિટી પોલીસ ને જાણ થતાં તેઓએ એક મિનિટ પણ બગાડયા વગર સ્થળ ઉપર દોડી ગયા હતા અને નદી કિનારે પહોંચી ગયેલા અને આત્મહત્યા ની તૈયારી કરી રહેલા કમલેશભાઈ ને અટકાવી તેઓનો જીવ બચાવી લીધો હતો અને આત્મહત્યા…

Read More

 (ગુલઝાર ખાન) એડિટોરિયલ ડેસ્ક હાલ વિધાનસભા ની પેટા ચૂંટણીઓ માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા ના કપરાડા વિધાનસભા બેઠક પણ મહત્વ ની ગણાય છે અને અહીં ભાજપ માંજ અસંતોસ હોય આ બેઠક  ઉપર સૌની નજર છે કપરાડા પેટા ચૂંટણી માટે ગુરૂવારે ભાજપના નિરીક્ષકોએ સ્થાનિક સ્તરે ચર્ચાવિચારણા કરી હતી અને દાવેદારો અને કાર્યકરોને સાંભળ્યાં હતાં. જેમાં કોંગ્રેસ ને બાય બાય કરી ભાજપ નો ખેસ ધારણ કરનાર જીતુભાઇ ચૌધરીને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા. ચર્ચા દરમ્યાન સાંસદ કે.સી.પટેલે ભાજપના નિરીક્ષકો સમક્ષ જીતુ ચૌધરીએ અગાઉ ભાજપના કાર્યકરો સામે કેસ કરાવ્યાં હોવાની વાત દોહરાવી ને…

Read More

ગુજરાત કોંગ્રેસ ના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીની તબીયત ગંભીર હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે,ભરતસિંહ સોલંકી ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓને પ્રથમ વડોદરાની બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતા થતાં તેઓને તત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેમની તબિયત ગંભીર બતાવવામાં આવી છે. ભરતસિંહને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તેઓને કોરોના ની સાથે સાથે અસ્થમા, ડાયાબિટીસ અને હાઈપરટેંશન જેવી અનેક બીમારીઓ પણ છે. જેના કારણે કોરોનામાં તેમની તબિયત વધુ બગડતી જઈ રહી છે. ડોક્ટરોની ટીમ ખડેપગે તેમની સારવાર કરી રહયા છે અને હમણાં સ્થિતિ માં થોડો સુધારો…

Read More