કોરોના નો રોગચાળો પીછો છોડી નથી રહ્યો અને દવા બનવવા માટે વિજ્ઞાનીઓ કામે લાગ્યા છે ત્યારે ભારત સરકારે પહેલી સ્વદેશી કોવિડ-19 વેક્સીનને પરીક્ષણની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની તરફથી ‘કોવેક્સીન’ નામની રસીને તૈયાર કરાઇ છે. ભારત બાયોટેક એ ICMR અને NIVની સાથે મળીને આ વેકસીન ડેવલોપ કરવમાં આવી છે. કંપની ના નિવેદનમાં જણાવાયું છે કે ભારતીય ઔષધી મહાનિયંત્રક (DCGI)ની તરફથી માનવ પરીક્ષણની મંજૂરી મળી ચુકી છે. દુનિયાભર માં દવા બનાવતી કંપનીઓ રસી વિકસિત કરવાના પ્રયાસમાં લાગી છે. ભારત સરકારે કહ્યુ હતુ કે 30 ગ્રૂપ વેક્સીન બનાવાના કામમાં લાગેલા છે. દુનિયાભરમાં કેટલીય કંપની આ કામમાં લાગેલી છે. ગયા સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય…
કવિ: Halima shaikh
30મી જુન એટલે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ જીહા, આજના દિવસ ને વિશ્વ સોસિયલ મીડિયા દિન તરીકે મનાવાય છે. ત્યારે સોશિયલ મીડિયા ના પોઝીટીવ અને નેગેટિવ બંને પાસાઓ ધ્યાન માં આવ્યા છે અને તેના વધુ પડતા ઉપયોગને કારણે માનસિક અને શારીરિક ફરિયાદો પણ વધી છે. વધુ પડતા મોબાઇલ ને કારણે ચીડિયાપણું, અનિંદ્રા , ભૂખ ન લાગવી, હતાશા, અકારણ ચિંતા અને ભય અને માથાનો દુ:ખાવો, ગરદન અને કમરના દુ:ખાવા તેમજ હાથ-પગ અને આંખોના દુ:ખાવા જેવી ફરિયાદો ઉઠી છે. તેમજ એક હદ થી વધુ સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે 60% કિશોરોની મનોદશા, હતાશા અને આત્મહત્યાના વિચારોથી પીડાય છે અને 40 % યુવાનો અનિંદ્રા જેવી…
ચીન ની સેના એ ભારતીય જવાનો ઉપર ઓચિંતો હુમલો કરી દેતા 20 ભારતીય જવાનો લડતા લડતા શહીદ થયા બાદ ભારત ના લોકો માં ખુબજ ગુસ્સો છે અને લોકો સ્વેચ્છાએ ચાઇનીઝ વસ્તુઓ અને એપ નો બહિષ્કાર કરી રહ્યા છે , ત્યારે આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક આકરી પ્રતિક્રિયા આપી ને ચાઇનિઝ એપ પર ભારત માં પ્રતિબંધ લાગૂ કરી દીધો છે. કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે આ એપ્સના ઉપયોગથી પ્રાઇવેસી અને ડેટા ચોરી અંગેનો ખતરો જાહેર કરી ચાઇનીઝ એપ નહિ વાપરવા જનતા ને ચેતવણી આપી દીધી છે. આ મામલે ઘણી ફરિયાદો સરકાર સમક્ષ આવી હતી. તેથી દેશના…
રાજ્ય માં આજે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે ઘોડે ચડી વિવિધ વોર્ડમાં સાયકલ ફેરવીને અનોખો વિરોધ કર્યો હતો. બીજી તરફ પોલીસે મંજૂરી નહીં આપતા અગાઉ થી જ ઘર્ષણ ની સંભાવના હતી તે મુજબ થયું હતું. રાજકોટ માં આજે કોંગ્રેસના કાર્યકરોએ ઘોડા પર ચડી અને સાયકલ ફેરવીને વિરોધ કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગી અગ્રણીને બળજબરીથી ઘોડા પરથી ઉતારવામાં આવતા કોંગી અગ્રણી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર રણજીત મુંધવાએ શર્ટ કાઢી ઘોડા પર ચડી…
કોરોના ની સ્થિતિ માં સરકાર દ્વારા પ્રજા ને રાહત આપવાની જગ્યા એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરી જનતા ની કમ્મર તોડવાનું કામ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો કેટલાય દિવસ થી વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદમાં આજે વિરોધ કરી રહેલા કોંગ્રેસ ના નેતાઓને સરદારબાગના દરવાજા બહાર નીકળતાની જ અટકાયત કરવાનું પોલીસે શરૂ કરી દીધું હતું. જેમાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પદયાત્રામાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિતના નેતાઓ, કોર્પોરેટર જોડાયા હતા. યુથ કોંગ્રેસના નેતાઓએ પોલીસની આ કામગીરી નો વિરોધ કરી રસ્તા પર સુઈ ગયા અને…
અમદાવાદ માં જૂની વી.એસ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક ગર્ભવતી મહિલા ની સિરિયસ હાલત હોવાછતાં 1 કલાક સુધી સારવાર નહિ મળતા ટળવળતી રહી અને આખરે સારવાર ન મળતા આખરે અન્ય હોસ્પિટલમાં લઈ જવાના નિર્ણય માં સમય વધુ નીકળી જતા ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલા બે જોડિયા બાળકો ના કરુંણ બાળકોના મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિગતો મુજબ અમદાવાદ ના દરિયાપુર સ્થિત ડબગરવાડમાં રહેતી રોજબીબી નામના મહિલા ને પ્રસવપીડા ઉપડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂની વી.એસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એક કલાક સુધી તેમની સારવાર કરવા ડોક્ટર એ વાત ધ્યાને નહિ લેતા પ્રસૂતા ની હાલત ગંભીર બની ગઈ…
આસમ માં 23 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે અને કુલ મૃત્યુઆંક 18 ઉપર પહોંચ્યો છે. આ સિવાય અસમના 9.3 લાખ લોકો હજુપણ પૂરથી પ્રભાવિત છે. એએસડીએમએ ના સૂત્રો ના જણાવ્યા મુજબ ઘેમાજી, લખીમપુર, બિશ્વનાખ, ઉદલગુરી, દર્રાંગ, નાલબારી, બારપેટા, બોંગાઈગામ, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, ગોલપારા, કામરૂપ, મોરીગામ, હોજઈ, નાગાવ, નાગાલોન, નૌગાંવ, માજુલી, શિવસાગર, ડિબ્રૂગઢ, તિનસુકિયા અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાની 9 લાખથી વધુ વસ્તી પુર થી પ્રભાવિત થઈ છે. પૂરની સૌથી વધુ અસર બારપેટા જિલ્લામાં થઈ છે. અહીં 1.35 લાખ વસ્તી પ્રભાવિત છે. ઘેમાજીમાં 1 લાખ, નાલબારીમાં 96 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 24 કલાકમાં એસડીઆરએફ, જિલ્લા પ્રશાસન સહિત તમામ…
અમદાવાદ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઈવેટ ચેટિંગ વાયરલ થતાં હોબાળો મચી જવા પામ્યો છે. ભક્તિ કિશોર સ્વામીએ પોતાના મોબાઈલથી એક મહિલા સાથે બીભત્સ ચેટિંગ કર્યું હોવાની હકીકત પ્રકાશ માં આવતા ભારે ચકચાર મચી છે. સાધુ અને મહિલાની પ્રાઈવેટ ચેટિંગના સ્કિનશોર્ટ હાલ સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યા છે અને ભારે વાયરલ થતા અમદાવાદ સ્વામિનારાયણ મંદિર ના આ સાધુ રાતોરાત ખુબજ ફેમસ થઈ ગયા છે. અમદાવાદ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી સાધુના પ્રાઇવેટ ચેટિંગ વાયરલ થયું છે જેમાં સાધુ મહિલા સાથે ખુબજ ગંદી વાતો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી ભગવા ની મર્યાદા…
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ને ઠાર કરવા મારવા નું અભિયાન ચાલુ રહ્યું છે અને દેશ વિરોધી પ્રવુતિ કરી રહેલા ત્રાસવાદીઓ ને શોધીને શોધીને ઠાર મારવામાં આર્મી અને પોલીસને સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. સાથે જAK-47 રાઈફલ અને 2 પિસ્તોલ પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા 26 જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા હતા. આ મહિને 17 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 49 આતંકી ઠાર મરાયા છે. આમ એકપછી એક આતંકવાદીઓ ઢેર કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા…
સરકારે કોરોના માં રાહત આપવાને બદલે પેટ્રોલ ,ડીઝલ માં ભાવ વધારો ઝીકી દઈ ઉગાડી લૂંટ ચલાવી છે,ત્યારે પ્રજામાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ , ડીઝલ ના ભાવવધારાનો વિરોધ કરવા માટે રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા ઘોડા પર બેસી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ લોકો બળદ ગાડા અને ઊંટ, ઘોડા ઉપર મુસાફરી કરતા હતા ત્યારે ફ્યુઅલ ની જરૂર પડતી નહતી જેથી દેશ પાછળ જઇ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે ક્રૂડ ઓઇલ ના ભાવ સાવ તળિયે હોવા છતાં માત્ર જનતા ને લૂંટવા જ સરકારે હિટલરશાહી નું પ્રદર્શન શરૂ કર્યું છે,પણ શહેર પોલીસ દ્વારા આ રેલીને મંજૂરી…