કવિ: Halima shaikh

અમદાવાદ માં શાકભાજી માર્કેટ માં વેપારીઓ હડતાળ ઉપર ઉતરી જતા શાકભાજી ના ભાવો વધી ગયા છે.વિગતો મુજબ અહી ના જમાલપુર એપીએમસી શાકમાર્કેટના 240 હોલસેલ વેપારીમાંથી પોલીસે માત્ર 53 વેપારીને જ પરવાનગી આપતા વેપારીઓ એ હડતાળ નું શસ્ત્ર ઉગામ્યુ છે. બજારના અગ્રણીઓનું કહેવું છે. જથ્થાબંધ બજારમાં હડતાળને કારણે સીધી અસર છૂટક વેપારીઓ પર વર્તાશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાંથી શાકભાજી સપ્લાય થાય છે ત્યારે પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાઇ છે અને ભાવ વધ્યા છે. વેપારીઓ ની આક્ષેપ છે કે કોવિડ-19ના નિયમોનું પાલન કરવા છતાં પોલીસ તરફથી જીવન જરૂરી વસ્તુઓ માટે માત્ર 33 ટકા વેપારીઓ અને…

Read More

પીએમ મોદીજી ની આત્મનિર્ભર ની વાતો વચ્ચે અને પબ્લિક જ્યારે ચાઇના ની વસ્તુઓ ની હોળી કરી રહી છે ત્યારે ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલો માટે ચાઈનીઝ કંપનીના કુલ ચાર બ્લડ કાઉન્ટ-સેલ મશીન ની ખરીદી કરી જનતા ના જુસ્સા ઉપર પાણી ફેરવી દીધું છે. અમદાવાદ સીવીલની ૧૨૦૦ બેડની હોસ્પિટલની લેબોરેટરીમાં એક મશીન આપવામાં આવ્યું છે. આવા કુલ ૪ મશીન ખરીદાયા છે, જે પૈકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે અને સુરત સિવિલ હોસ્પિટલમાં એક મશીન ફાળવવામાં આવ્યું છે. હલકી ક્વોલિટીની દવા-સેનેટાઈઝર બાદ ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન વધુ એક વખત વિવાદમાં આવ્યુ છે અને બ્લડ કાઉન્ટ કરવા માટે વપરાતા મેન્ડ્રે કંપનીના ચાર મશીનો ખરીદાયા…

Read More

ગુજરાતમાં રાજકીય માહોલ સતત કોઈને કોઈ વાતે ચર્ચા માં રહ્યા કરે છે ત્યારે ફરી એકવાર હાર્દિક પટેલ ફેસબુક પોસ્ટથી ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પટેલે જે ફેસબુક પોસ્ટ કરી છે તેમાં તે યુવતીના ચહેરામાં મોર્ફ કરવામાં આવ્યો છે. હાર્દિકે તસવીર શૅર કરીને ભાજપના આઈટી સેલ પર પ્રહાર કર્યા છે જેની ખાસ્સી ચર્ચા ઉઠી છે. આ ફોટા શેર કર્યા બાદ હાર્દકે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મને આ ચિત્ર સાથે કોઈ વાંધો નથી. મારા માટે આ સન્માનની વાત છે. મહિલા તો માં દુર્ગા અને રાણી લક્ષ્મી બાઈ પણ છે. ભાજપનો આઇટી સેલ મહિલાને એટલી બધી નફરત કરતા હશે કે મારા ચહેરા પર…

Read More

છેલ્લા ઘણાજ સમય થી સતત ચર્ચામાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને ગાંધીનગર સ્થિત તેઓના વસંત વગડા નિવાસસ્થાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા બાદ આજે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો અને કાલે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા NCPમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એટલું જ નહીં કોરોના દરમ્યાન સતત તેઓ અલગ અલગ વિસ્તારમાં કેટલાય લોકો ના સંપર્ક માં આવ્યા હતા.શંકર સિંહ બાપુ ને કોરોના થતા તેની નોંધ વડાપ્રધાને પણ લીધી છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના…

Read More

લોકડાઉંન ખુલ્યા બાદ રાજ્ય માં ભેદી સંજોગો માં કંપનીઓ માં આગ લાગવાના વધેલા બનાવો વચ્ચે વડોદરા ના પાદરાના જંબુસર રોડ પર હરણમાડ પાસે આવેલી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી છે. થોડા સમયમાં જ આગે આખી કંપનીને ઝપેટમાં લીધી હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં ધુમાડા ના ગોટે ગોટા નજરે પડતા હતા . આ ઘટનાની જાણ થતા જ મહુવડ, મુજપુર અને વડોદરાના 8 ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. હાલ કંપનીની બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, આ ઘટનામાં…

Read More

છેલ્લા ચારેક દિવસ થી રાજ્યમાં ફેક્ટરીઓ માં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે અમદાવાદ ના સાણંદ માં ડાયપર બનાવતી કંપની માં આગ લાગ્યા બાદ વલસાડ ના સરીગામ માં રબર ની કંપની માં આગ લાગ્યા બાદ હવે આણંદની કલમસર જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગનો બનાવ બન્યો હતો. મોડીરાતે લાગેલી આગને કાબૂમાં લેવા માટે 13 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. 8 કલાક બાદ ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો ,જય કેમિકલ ફેક્ટરી માં આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે. આગ નું કારણ હજુ જાણી શકાયું નથી, કંપનીના એચ પ્લાન્ટમાં આગ લાગી હતી ,આગને કાબૂમાં લેવા…

Read More

ચીનસેના દ્વારા ભારતીયસરહદે વાસ્તવિક અંકુશરેખા નજીક યુદ્ધવિમાનો સહિત સૈન્ય વધારી દેવાતાં ભારતીય સશસ્ત્ર દળોએ પૂર્વ લદાખ ક્ષેત્રમાં એડવાન્સ્ડ ક્વિક રિસ્પોન્સવાળી, જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવી દઈ સામે પડકાર ફેંકયો છે. અને ચીન ની દરેક મૂવમેન્ટ ઉપર નજર રાખી જો ચીન ના યુદ્ધ વિમાનો ભારતીય સરહદ માં ઘૂસવાની કોશિશ કરેતો તેને તરત જ તોડી પાડવા સીસ્ટમ સ્ટેન્ડબાય છે. એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવાતા આ સેક્ટરમાં આર્મી સાથે એરફોર્સ પણ ચીનનાં યુદ્ધવિમાનો તથા તેની ઘૂસણખોરીનો કોઇ પણ સ્તરે જવાબ આપી શકવા સક્ષમ છે. ચીને ભારત બોર્ડર નજીક હવાઇ શસ્ત્રસરંજામ અને સુખોઇ-30 જેવાં યુદ્ધવિમાન તહેનાત કરી દીધાં છે. તે સરહદથી…

Read More

દિલ્હી પર ફરી એકવખત તીડ ની આફત આવી છે અને સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે , પાકિસ્તાન ની દિશા માંથી દેશમાં ઘૂસેલું તીડનું મોટું ઝુંડ રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં થઈને હવે દિલ્હી પહોંચ્યું ચૂક્યું છે. જેના કારણે હવાઈ વિભાગ સહિત જનજીવન પ્રભાવિત થયું છે. તીડના હુમલાની આશંકાને કારણે દિલ્હી સરકારે તાકીદની બેઠક બોલાવી હતી. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલરાયે કહ્યું કે તીડ ના હુમલા ને વિખેરી નાખવા ડીજે અને ઢોલ વગાડવામાં આવે તેમજ લોકોને પોતાના ઘરના બારી-બારણા બંધ રાખવા જણાવ્યું છે. વૃક્ષોને પણ કપડા કે નેટથી ઢાંકી દેવા જણાવાયું છે. રાહુલ ગાંધીએ સરકારને કહ્યું છે કે તીડના હુમલાના લીધે…

Read More

ભારતીય લદાખ સરહદે એક તરફ ચીન અવળચંડાઈ ઉપર ઉતરી રહ્યું છે ત્યારે બીજી તરફ નેપાળ પણ ચીન ના પગલે ચાલી રહ્યું છે. નેપાળે પણ સરહદ વટાવીને બિહારના વાલ્મીકિનગરમાં સુસ્તા ક્ષેત્રની સંપૂર્ણ જમીન પર કબજો કરી લીધો છે. અહીં ભારતીયોની અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે. આ વિસ્તારમાં 7100 એકર જમીન પર નેપાળની સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે નેપાળે સુસ્તા નજીકના નરસહી જંગલ પર પણ દાવો કરી રહ્યું છે. નેપાળ આર્મ્ડ ફોર્સે અહીં કેમ્પ પણ બનાવી લીધા છે. ત્રિવેણી ઘાટ નજીક નદી કિનારે જંગલની જમીન ઉપર પણ નેપાળે પોતાનો ઝંડો લગાવી દીધો છે. ભારત અને ચીન વચ્ચે તણાવ…

Read More

ચીન ભારત સરહદે યુદ્ધ માટે થનગની રહ્યું છે ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના કેટલાક નાગરિકો ભારત ના સમર્થન માં આવ્યા છે અને ચાઈના ને ખરીખોટી સંભળાવી રહ્યા છે તેઓ કહે છે કે અમારો પ્રદેશ પણ ભારત નો હિસ્સો છે અને અમે ભારત ની તરફદારી કરીએ છીએ, એક એક્ટિવિસ્ટે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની આક્રમકતા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગ્લાસગોમાં હકાલપટ્ટી કાપી રહેલા અમજદ અય્યુબ મિર્ઝાએ કહ્યું કે, તેઓ ભારતી સેનાના સમર્થનની પ્રતિજ્ઞા કરે છે. 70 વર્ષથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિલ-બાલ્ટિસ્તાનના લોકોને ભારતથી અલગ રાખ્યા છે. ચીનની આક્રમકતાના કારણે ભારત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સ્થિતિમાં અમે…

Read More