હાલમાં કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ સરકારે માસ્ક પહેરવું ફરજીયાત બનાવી દીધું છે અને જો માસ્ક વગર પકડાવ તો રૂ. 200 નો દંડ અમલ માં છે ત્યારે રાજ્યના ગૃહવિભાગે સ્પષ્ટતા કરી છે કે કારમાં મુસાફરી કરતી વખતે માત્ર ડ્રાઇવિંગ કરતી વ્યક્તિ એકલી જ હોય તો તેણે માસ્ક પહેરેલું હોવું જરૂરી નથી. પરંતુ જો તેને અટકાવીને અધિકારી કે પોલીસ પૂછપરછ કરે ત્યારે માસ્ક પહેરવું પડે. આ ઉપરાંત જો કોઇને રસ્તો પૂછવા માટે કે અન્ય કોઇ કામ માટે વાત કરવાની જરૂર પડે તો ડ્રાઇવરે માસ્ક પહેરી લેવાનો રહેશે. તે ઉપરાંત જો ડ્રાઇવર સિવાય અન્ય વ્યક્તિઓ પણ કારમાં બેઠેલી હોય તો તે…
કવિ: Halima shaikh
ચોમાસુ બેસી ગયું હોવાછતાં હજુ જોઇએ તેવો માહોલ જામ્યો નથી અને ગરમી અને બફારા ના માહોલ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણમાં 29 અને 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. સાથેજપશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારમાં પણ કેટલાક સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાલયમાં પણ કેટલાક સ્થળે વરસાદ થઈ શકે છે. હવામાન અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય…
અમદાવાદ ગ્રામ્ય એલસીબી માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જગદીશ ચાવડા જુગાર નો અડ્ડો ચલાવવા માટે રૂ. 40 હજાર નો તોડ કરવા જતાં ભેખડે ભરાયા હતા અને ACB ની તપાસ દરમ્યાન લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલ જગદીશ પાસેથી રૂ.84.68 લાખની બેનામી મિલકત મળી આવતા તેની વિરુદ્ધ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ને રૂ. 25 હજાર પગાર છે અને આ કોન્સ્ટેબલે માત્ર 8 વર્ષની નોકરી ની આવકથી 129 ટકા વધુ સંપત્તિ વસાવી કેવી રીતે તે સવાલો ઉઠ્યા હતા. વિગતો મુજબ અગાઉ માંડલના કૌશિક ઠાકોરે વરલી મટકા જુગાર બંધ કર્યો હોવા છતાં મળતિયા દશરથ ઠાકોર સાથે તેના ઘરે જઈ જગદીશે…
વિશ્વ બજાર માં ક્રૂડ ના ભાવ તળિયે જતા પેટ્રોલ અને ડીઝલ સાવ સસ્તું થઈ ગયું હોવા છતાં ભારત માં સરકારે જનતા ને કોરોના ની રાહત આપવાને બદલે ભાવ વધારી લૂંટ ચલાવી છે ત્યારે પાકિસ્તાનમાં પણ ઇમરાન ખાનની સરકારે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંઘા કરી દીધા છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25.58 (પાકિસ્તાન ચલણમાં)નો વધારો કરવામાં આવ્યો છે. હવે નવો ભાવ રૂ. 100.10 પ્રતિ લિટર થયો છે. ડીઝલ રૂ. 21 પ્રતિ લિટર મોંઘુ થઈ રૂ. 101.46 થઈ ગયું છે અને કેરોસીન પણ લિટર દીઠ રૂ. 24 મોંઘુ કરી દેવામાં આવ્યું છે. નવી કિંમતો બહાર આવ્યા બાદ પાકિસ્તાન ના ઘણા શહેરોમાં પેટ્રોલ…
ચાઈના સતત ભારતીય બોર્ડર માં ઘુસણખોરી કરી રહ્યું છે તેમછતાં અગાઉ મોદીજી કહી ચુક્યા છે જે ચીન દ્વારા કોઈ ઘૂસણખોરી થઈ નથી તેવે સમયે સોનિયા ગાંધી વડાપ્રધાન ને સાચું બોલવા માટે જણાવી રહયા છે. ગાલવાનમાં ભારતીય જવાનો અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર ને ભીંસ માં લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે પણ કેન્દ્ર સરકારને ઘણા સવાલ કર્યા હતા. તેમણે જારી કરેલા ત્રણ મિનિટના વીડિયો મેસેજમાં ભારત અને ચીન વિવાદનો ગંભીરતાથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ચીનના વલણ પ્રત્યે સરકાર જવાબદાર બને અને સ્થિતિ સામાન્ય કરે. રાહુલે પણ આ મુદ્દે પીએમ મોદીને…
ચાઈના ભારત ની સરહદ માં ઘૂસીને ઘૂરકિયા કરી રહ્યું છે અને બંકરો બનાવી રહ્યું છે સાથે જ ભારત ને શાંતિ શાંતિ ના જાપ જપવાનું જણાવી ચાઇનીઝ સેના સતત ભારતીય સરહદ માં પોતાના ડેરા તાણી રહ્યું છે અને મોટાપાયે શસ્ત્રો અને સૈનિકો વધારી રહ્યું છે , લદાખમાં ગલવાન ઘાટી અને પેગોંગ સરહદે વધતા તણાવ વચ્ચે હવે ચીનીસેના દેપસાંગમાં નિયંત્રણ રેખાથી 18 કિમી અંદર ભારતીય વિસ્તારમાં ઘૂસી આવી હોવાના અહેવાલ છે. જેનો પુરાવો સેટેલાઈટ તસવીરો છે અને તેનાથી જાણવા મળ્યું છે કે ચીનનું લશ્કર ભારતીય સરહદમાં એવા સ્થળે ઘૂસી આવ્યું છે કે જેને બોટલનેક કહેવાય છે. આ વિસ્તાર રેકીનાલા અને જીવાનનાલા નામે…
દમણ ના સલીમ મેમણ મર્ડર કેસમાં વધુ એક વોન્ટેડ આરોપી કેજે બેંકોકથી ભારત આવતા દિલ્લી એરપોર્ટ પરથી દમણ પોલીસે તેની ધરપકડ કરી હતી. દમણ માં ઉંચા વ્યાજે રૂપિયા ની ધીરધાર કરી બાદ માં પઠાણી ઉઘરાણી કરવા જાણીતા બનેલા સલીમ અનવર મેમણ ની 2જી માર્ચ સાંજે તેના જ ખારીવાડ સ્થિત બાઇકના શોરૂમમાં પ્રવેશી 5 ઇસમોએ અંધાધુંધ ફાયરિંગ કરી સરાજાહેર હત્યા ને અંજામ આપ્યો હતો. આ કેસમાં ચાલેલી તપાસ દરમ્યાન દમણ પોલીસે સલીમ નું મર્ડર કરવા સોપારી આપવા બાબતે વાપીના ચલા સ્થિત મોહિત પાર્કમાં રહેતા ઉપેન્દ્ર રામજી રાયની ધરપકડ કરી હતી. ધંધાની અદાવત અને પ્રોપર્ટી વિવાદમાં સોપારી આપી સલીમ ને પતાવી દેવાયો…
ચીન ને સારુ લગાડવા માટે નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી રોજબરોજ ભારત વિરુદ્ધ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે છે તેઓ હવે સંસદમાં હિન્દી ભાષા પ્રતિબંધ લગાડવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમય થી નેપાળ સરકાર ચાઈના ને ખુશ કરવા ભારત સાથે સરહદ વિવાદ અને નાગરિકતા મુદ્દે આક્રમક તેવર દર્શાવી ચૂકી છે. ત્યારે હવે હિન્દી ભાષા ઉપર પ્રતિબંધ ની વાત આવતા જનતા સમાજવાદી પાર્ટીનાં સાંસદ અને મધેશી નેતા સરિતા ગિરીએ નેપાળ સરકારના આ નિર્ણયનો ગૃહમાં જોરદાર વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આમ કરીને સરકાર તરાઇ તથા મધેશી ક્ષેત્રમાં ભારે વિરોધ નો સામનો કરવો પડશે. તેમણે ઓલી સરકારને પૂછ્યું કે…
દેશમાં કોરોના વાયરસના કેસ માં વધારો નોંધાયો છે અને સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના દર્દીઓ નોંધાતા તેની ગંભીરતા સમજી શકાય છે. આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા મુજબ, આજે સવાર સુધીમાં દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 490,401 હતી. જો કે, દેશમાં કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના છેલ્લા આંકડા ઉમેરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પાંચ લાખને ઉપર પહોંચી ચૂકી હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં 5024 કોરોના ના નવા દર્દીઓ નોંધાયા છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં નવા કોરોનાના 3460 દર્દીઓ નોંધાયા છે. ઉપરાંત…
ગુજરાત નું રાજકારણ હવે એક ભવાઈ મંચ બની ગયું છે અને નેતાઓ રોજ એવા ખેલ કરે છે કે પ્રજા ને તમાશો જોયા વગર છૂટકો નથી ત્યારે રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા આઠ ધારાસભ્યો આજે શનિવારે બપોરે બાર વાગ્યે કમલમ પર વિધિવત્ રીતે ભાજપ માં જોડાઇ ને કેસરીયો ધારણ કરશે. પરંતુ ચર્ચા મુજબ આ આઠમાંથી માત્ર ચારને જ ટિકીટ આપી પેટાચૂંટણી લડાવાય તેવું ગણિત છે ,બાકીના ખાલી ખેસ પહેરી ફરવાનું રહે તેવી વાતો થઈ રહી છે. કારણકે જાણકારો નું માનવું છે કે આઠમાંથી મોટાભાગના ધારાસભ્યો હવે ફરીથી ચૂંટાય તેવું જણાતું નથી કેમકે તેમનાથી સ્થાનિક મતદારો અને ભાજપના હોદ્દેદારો જ…