ઘણી વખત આપણે ફિલ્મો માં જોઈએ છે કે વિલન ની દાદાગીરી સામે પ્રામાણિક પોલીસ અધિકારી તેની હેકડી કાઢી નાખે ત્યારે આપણે તાળીઓ પાડીને આવા પોલીસ ઓફીસર પ્રત્યે માન અને ગર્વ કરીએ છીએ પરંતુ એવું હકીકત માં હોતું નથી તાજેતરમાં લખનઉ માં બહાર આવેલો આ કિસ્સો કઈક આવો જ છે. લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડે એ જણાવ્યું કે લકઝરી કારો ની ચોરી કરી ચેસીસ નંબર બદલી એક વ્યવસ્થિત બે નંબર ના ધંધા નો પર્દાફાશ કરાયો છે જેમાં અંદાજે 5 કરોડ ની કિંમત ની બીએમડબલ્યુ,મર્સીડીસ જેવી 50 કાર કબ્જે લેવામાં આવી છે આ ચોર ટોળકી એક્સિડેન્ટ થયેલા વાહનો ને રીપેર કરી વેંચતા…
કવિ: Halima shaikh
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવમાં ભેદી સંજોગો માં 31 જેટલા કાચબા ના મોત થઈ જતા જીવદયા પ્રેમીઓ માં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આજે સવારે તળાવમાં કાચબા મૃત હાલત માં પાણી ઉપર તરતા જોઇને સ્થાનિક લોકોએ ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને જાણ કરી હતી. જેથી તેમની ટીમ પહોંચી ગઇ હતી અને વન વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને મૃત કાચબાઓને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કાચબાના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે વડોદરા વન વિભાગના RFO ના સૂત્રો ના જણાવ્યા મુજબ કોઇ વ્યક્તિએ વિસ્ફોટક પ્રદાર્થ ફોડવાના કારણે કાચબાના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અનુમાન…
ચાઈના ભારત સરહદે વારંવાર અટકચાળા કરી રહ્યું છે અને ગલવાન ઘાટીમાં ચાઈના એ ભારતીય સૈનીકો ને દગા થી ટાર્ગેટ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ હાલ રશિયાની મુલાકાતે જઈ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ જલ્દી થી ભારત ને આપવા માંગ કરી છે . ભારતને આ વર્ષના અંત સુધીમાં S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળવાની હતી. પરંતુ કોરોના માં બધું અટવાઈ જતા ડિલિવરીમાં વિલંબ થશે એવું રશિયાએ ગત એપ્રિલમાં સત્તાવાર રીતે જણાવી દેવાયું હતું. જોકે હાલ માં ચીન સરહદે તણાવ ઊભો થતાં ભારતે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની જલ્દી ડિલિવરી કરવા રશિયા પર દબાણ શરૂ કર્યું છે. આ સિસ્ટમ ભારતની સીમામાં પ્રવેશતાં યુદ્ધવિમાન કે મિસાઈલને 400 કિમી દૂરથી…
અમદાવાદ માં કોરોના ની સ્થિતિ માં ખાસ કોઈ ફર્ક પડ્યો નથી અને દર્દીઓ સામે આવી રહયા છે ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોના કેસ અગાઉ થી જ વધી રહ્યાં છે. અહીં સેન્ટ્રલ જેલના અધિકારી DySP ડી.વી.રાણા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને અન્ય જેલના 16 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય સિરિયલ બ્લાસ્ટના આરોપી સહિત 54 કેદીઓને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ગુજરાતમાં કોરોના કેસોનો આંક સતત વધી રહ્યો છે. એક દિવસમાં કોરોનાના 577 નવા પોઝિટવ કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ અમદાવાદમાં 238 અને સુરતમાં 134 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 29078…
રાજ્યસભાની ચૂંટણી વખત માં ભારે ચર્ચામાં રહેલા બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા એ આડકતરી રીતે ભાજપને સમર્થન કરવાની ઘટના બાદ નર્મદા અને ભરૂચ મતવિસ્તારમાં આદિવાસીઓ રોષે ભરાયાં છે કેમકે, આદિવાસીઓની અનેક સમસ્યા વણઉકેલાયેલી હોવા છતાંય બીટીપીએ ભાજપ ને ચૂંટણી દરમ્યાન ફાયદો કરાવી આપતા સ્થાનિક લોકો માં નારાજગી પ્રસરી છે.પરિણામે છોટુ વસાવા એ પોતાના જીવ ને જોખમ હોવાનું જણાવી રક્ષણ આપવાની માંગણી કરી છે. કોંગ્રેસ પણ નર્મદા અને ભરૂચમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ હવે બીટીપી સાથેનુ ગઠબંધન તોડવાના મૂડમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો આ અંગે રજૂઆત કરી ચૂક્યાં છે. સંજોગો વચ્ચે બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યપાલને પત્ર લખીને પોલીસ રક્ષણની માંગ…
ચીની સૈન્ય એ જાણે આખી દુનિયા ઉપર કબ્જો જમાવવો હોય તેમ તમામ જગ્યાએ ભીંસ વધારતાં હવે જગત જમાદાર અમેરિકા એલર્ટ થઈ ગયું છે અને ભારત સહિત ના દેશો સામે દાદાગીરી કરતા ચીન ને ઠેકાણે પાડવા માટે યુરોપથી અમેરિકન સેનાને શિફ્ટ કરવા નક્કી કરાયુ છે, ગુરુવારે વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા તેમના સૈનિકો શિફ્ટ કરશે. બ્રેસેલ્સ ફોરમમાં પોમ્પિયોને સવાલ પુછવામાં આવ્યો કે, અમેરિકાએ જર્મનીમાં સંખ્યા ઓછી કેમ કરી ત્યારે તેઓ એ આ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું કે અમેરિકા હવે પોતાના સૈનિકો ને ચીન થી જોખમ ધરાવતા દેશો ની સુરક્ષા માટે…
કોરોના ની સ્થિતિ ને લઈ શૈક્ષણિક ક્ષેત્ર માં ભારે અસર થઈ છે અને બધુજ ખોરવાઈ ગયું છે આ બધા વચ્ચે CBSE બોર્ડ પછી, કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) દ્વારા પણ જુલાઈમાં યોજાનારી 10મા અને 12મા ધોરણની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પહેલી જુલાઈથી આ પરીક્ષાઓ યોજાવાની હતી, પરંતું CBSE બાદ CISCE બોર્ડ દ્વારા પણ રદ્દ કરી દેવામાંઆવી છે. બોર્ડે કોર્ટને કહ્યું હતું કે તે CBSE પ્રક્રિયા મુજબ મૂલ્યાંકન કરશે. જોકે, બોર્ડની પરીક્ષા પછી લેવામાં આવશે કે કેમ તે અંગે કોઈ ચોખવટ કરાઈ નથી. આ અંગે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ એસ.એસ. શિંદેનીબેન્ચે…
બિહાર માં આકાશી વીજળી પડવાની ઘટના માં 83 જણાં ના કરુણ મોત થવાની ઘટના બાદ ગુજરાતમાં પણ આકાશી વીજળી પડતા બે કિશોરીઓ ના કરુણ મોત થયા ના અહેવાલ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં ગતરોજ બપોરના સમયે વીજળી પડતા બે કિશોરીઓના મોત થયા હતા. વિગતો મુજબ ગતરોજ આકાશ માં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ વચ્ચે અહીંના પુંધરા ગામની સીમમાં આવેલા ઉંચી કણજી વિસ્તારમાં રહેતાં લાખાભાઈ ટીડાભાઇ ભરવાડના છાપરામાં વીજળી પડી હતી. છાપરામાં તેમની 12 વર્ષીય પુત્રી મિત્તલ ભરવાડ અંદર હતી અને તેના પર વીજળી પડવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ઉપરાંત એ જ વિસ્તારમાં અર્જુનસિંહ સરતાનસિંહ રાઠોડની…
ચાઈના ભારત સરહદ ઉપર મોટી સંખ્યા માં સૈનિકો ખડકી રહ્યું છે,અને શસ્ત્રો પણ એકત્ર કરી રહ્યું છે તેની દાનત ભારત નો કેટલોક હિસ્સો પડાવી લેવાનો છે ત્યારે બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીઓએ એક નિવેદનમાં કહ્યું કે ચાઈના માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો માટે ખતરો બની રહ્યું છે તેની સામે પગલાં ભરવા નો સમય પાકી ગયો છે, તેઓએ જણાવ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અત્યારે દક્ષિણ ચાઇના સમુદ્ર અને અન્ય દેશો માટે ખતરો બની રહી છે. તેની સામે યોગ્ય તૈયારી કરવી પડશે. પોમ્પીઓએ કહ્યું હતું કે ચીન મામલે યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓ પાસેથી પણ ફીડબેક લેવામા આવ્યો…
આજકાલ ટીવી અને ફિલ્મો ની દુનિયા સાથે સંકળાયેલા આશાસ્પદ કલાકારો નાની ઉંમરે આત્મહત્યા કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સુશાંત સિંહ બાદ હવે માત્ર 16 વર્ષની ટિક ટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. સિયાના મેનેજર અર્જુન સરીનાના મતે આ ઘટના અગાઉ સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ જણાતી નહોતી. પરંતુ ખબર નહિ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સિયા અંગે સોશિયલ મીડિયામાં આ સમાચાર આગ ની જેમ ફરી વળ્યાં હતા. સિયા દિલ્હીની પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી. તેણે અહીં જ આત્મહત્યા કરી હતી. સિયાના…