દેશ માં બિહારમાં ભારે વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજ તાંડવ ખેલતા અહીંના 23 જિલ્લામાં કુલ 83 લોકોના મોત થતા ભારે ચકચાર મીશ્રીત અરેરાટી નો માહોલ ફેલાય ગયો છે અને ગમગીની પ્રસરી ગઈ છે. બિહાર માં ગોપાલગંજમાં 14, મધુબની અને નવાદામાં 8-8 તેમજ સીવાન-ભાગલપુરમાં 6-6 લોકોના મોત થયા હતા. દરભંગા, પૂર્વી ચંપારણ અને બાંકામાં 5-5 લોકોના મોત થયા હતા. ખગડિયા અને ઔરંગાબાદમાં 3-3 તેમજ પશ્વિમી ચંપારણ, કિશનગંજ, જહાનાબાદ, જમુઇ, પૂર્ણયા, સુપૌલ, કૈમૂર તેમજ બક્સરમાં 2-2 લોકોના મોત થયા હતા. સમસ્તીપુર, શિવહર, સીતામઢી અને મધેપુરામાં એક એક વ્યક્તિનું મોત થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ સતાવાર માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી…
કવિ: Halima shaikh
નફ્ફટ ચાઈના એક તરફ મીઠી મીઠી વાતો કરી કલાકો ના કલાકો આપણા આર્મી ચીફ ને રોકી રાખીને બીજી તરફ ચીનીઓ ભારત સરહદે બંકર અને બાંધકામો વધારી રહ્યા છે એટલું જ નહીં બંકરો ઉભા કરી સૈનિકો ની સંખ્યા વધારી રહ્યું છે જેથી ચીન નો મૂડ લાંબી લડાઈ લડી ભારત નો કેટલોક હિસ્સો પડાવી લેવાની ચાલ છતી થઈ છે કારણ કે 15-16 જૂનની રાત્રે બિહાર રેજિમેન્ટના જવાનોએ પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જે ટેન્ટ ઉખાડી નાંખ્યા હતા ત્યાં જ ફરીથી ચીને પોતાના ટેન્ટ ઉભા કરી ચેલેન્જ કરી છે એ જગ્યા માટે 20 ભારતીય સૈનિકોએ પોતાના બલિદાન આપ્યા હતા તેજ આખો હિસ્સો પાછો ચીને…
દીકરી ને સાસરે વળાવવા માટે ગરીબ કે તવંગર માં બાપ ને પોતાની શક્તિ મુજબ સોનુ ખરીદવું પડે છે અને પોતાની દીકરી ને શગુન ના રૂપ માં આપે છે પણ આજકાલ સોનુ તેની કિંમત કરતા ત્રણ ઘણો ભાવ વધી ગયો છે અને ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે સોનુ ખરીદવું લગભગ અશક્ય થઇ ગયું છે જેનાથી સોના ચાંદી ના ઘરેણાં બનાવતા અને વેંચતા વેપારીઓ ના ધંધા પડી ભાંગે તેવી સ્થિતિ ઉભી થઇ છે, હાલ માં ગુજરાતમાં સોનું રૂપિયા 50 હજારને આંબી ગયું છે. વૈશ્વિક સ્તરે સોનું 8 વર્ષની ટોચે પહોંચ્યું છે. અને 24 જૂને સોનાનો ભાવ 50 હજારને પાર થઈ ગયો…
ભારત નીરાષ્ટ્રીય સુરક્ષા માટે મોદી સામે વિપક્ષ દ્વારા સવાલો ઉઠતા રહ્યા છે અને કોંગ્રેસ ના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મનમોહન સિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને દેશની સુરક્ષા મામલે સલાહ આપી રહ્યા છે ત્યારે આ અંગે એક થયેલા સર્વે માં 73 ટકા દેશવાસીઓને હજી પણ પીએમ નરેન્દ્ર મોદી પર વધુ વિશ્વાસ હોવાનું સામે આવ્યું છે. સી વોટર દ્વારા કરવામાં આવેલા તાજા સર્વે દરમ્યાન 14.4 ટકા લોકોએ રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સર્વે મુજબ 73.6 ટકા ભારતીયોનું માનવું છે કે, માત્ર ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ચીન સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવી શકે છે,અને માત્ર 16.7 ટકા…
ભારત દેશ માં કોરોના ની સ્થિતી વચ્ચે મોંઘવારી ફાટી નીકળતા લોકોના હાલ બેહાલ છે. ત્યારે ઉપર થી પેટ્રોલ ડીઝલના ભાવ વધી જતાં તમામ વસ્તુઓ ના ભાવો આસમાને પહોંચ્યા છે ,જો કે, 17 દિવસના વધારા બાદ આજે પેટ્રોલના ભાવમાં વધારો નથી થયો. પરંતુ બુધવારે ડીઝલના ભાવ 48 પૈસા વધ્યા છે. આ સાથે દિલ્હીમાં એક લિટર ડીઝલના ભાવ 79.88 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. આ વધારા સાથે હવે દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલ, પેટ્રોલથી પણ વધું મોંઘું થયું હોવાનો મામલો સામે આવ્યો છે જેને લઈ આગામી દિવસો માં જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે.
ચાઈના ની સેના દ્વારા ભારતીય સરહદ માં કબ્જો કરી લેવાની બાબત માં હવે વિપક્ષ દ્વારા મોદી સરકાર ને ભીડવા મેદાને પડ્યો છે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી એ જણાવ્યું કે મોદી સરકાર ના ગેરવહીવટ અને ખોટી નીતિઓને પ્રતાપે ચીન સાથે સરહદી વિવાદ ઉભો થયો છે અને દેશની ઇકોનોમી મંદીમાં સપડાઈ ગઈ છે. સરકારનાં ખોટા નિર્ણયોથી પહેલા ઇકોનોમી ખતરામાં મુકાઈ પછી કોરોનાની મહામારી દેશમાં વકરી અને છેલ્લે ચીન સાથે સરહદી વિવાદ સર્જાયો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી કોંગ્રેસની ર્વિંકગ કમિટીની બેઠકમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે એપ્રિલ-મે ૨૦૨૦થી ચીને પેન્ગોંગ લેક તેમજ લદ્દાખમાં ગાલવાન ઘાટી વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી તેમા શંકાને કોઈ…
ભારત સામે વારંવાર વિરોધ કરી ભારત ના વિસ્તાર ઉપર પોતાનો દાવો કરી રહેલા નેપાળ નું એક આખા ગામ ઉપર ચીને વર્ષો થી કબ્જો કરી લીધો હોવા છતાં નેપાળ ચૂપ છે. નેપાળના ગોરખા જીલ્લાના એક ગામમાં 60 વર્ષથી ચીન નો કબ્જો રહયો છે અને નેપાળની સરકારે ક્યારેય કોઈ વિરોધ નથી કર્યો. ચીન રુઈ ગુવાન નામના આ ગામને તિબ્બત સ્વાયત ક્ષેત્ર (TAR)નો હિસ્સો બતાવે છે. નેપાળના પેપર અન્નપૂર્ણા પોસ્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.આ ગામમાં 72 પરિવાર છે. નેપાળ સરકારે સત્તાવાર નકશામાં પણ આ ગામ નેપાળની સીમામાં દેખાડવામાં આવેલ છે, જોકે અહીં નેપાળ પ્રશાસન ચલાવતું નથી. વિસ્તારને ચીને પોતાના અધિકારમાં રાખ્યું…
ભારત વિરુદ્ધ નેપાળ ને ઉશ્કેરનાર ચાઈના એ નેપાળ ખોળા માં બેસાડી લોલીપોપ આપ્યા બાદ આખરે પોતાનો અસલી ચહેરો બતાવી નેપાળ ની જમીન ઉપર ધીરે ધીરે કબજો કરી લેતા હવે નેપાળ બરાબર નું ભેરવાયું છે. ચીને તિબેટમાં રોડ નિર્માણના બહાને નેપાળની જમીન પર કબજો કરી દીધો છે. નેપાળ સરકારના કૃષિ મંત્રાલયના સરવે ડિપાર્ટમેન્ટમાં 11 આવા સ્થળોની યાદી છે જેમાંથી ચીને 10 પર કબજો કરી દીધો હોવાનું સામે આવ્યુ છે. એટલું જ નહીં 33 હેક્ટરની નેપાળી જમીન પર નદીઓના વહેણ પણ બદલી નખાયાં છે અને પ્રાકૃતિક સરહદ બનાવીને કબજો કરી લેવાયો છે. ચીને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર(ટીએઆર)માં રોડ નેટવર્ક માટે કામ ચાલુ કર્યુ…
ભારતમાં કોરોના નીઆયુર્વેદિક દવા શોધી કાઢી હોવાનો દાવો કરી માત્ર 600 માં કોરોના ની દવા માર્કેટ માં વેચવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દેનાર બાબા રામદેવ ને આ દવા ની જાહેરાત નહિ કરવા મોદી સરકારે કડક આદેશ આપતા બાબા ડઘાઈ ગયા હતા. બાબા એ દાવો કર્યો હતો કે, તેમની કોરોનિલ નામની દવાથી માત્ર 7 જ દિવસની અંદર કોરોનાના પીડિતો 100 ટકા સાજા થઈ ગયા છે. તેમનો એવો પણ દાવો હતો કે, કોરોનિલ દવાનો રિકવરી રેટ પણ 100 ટકા છે અને ડેથ રેટ પણ ઝીરો ટકા છે. જોકે ભારત સરકાર અંતર્ગત આવતા આયુષ મંત્રાલયે યોગ ગુરૂના દાવાને ફગાવી દીધો છે. પતંજલિની કોરોના…
વલસાડ જિલ્લાના વલસાડ-પારડી ખાતે પોઝીટીવ કેસ નોંધાતા એપીસેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા અગાઉ આવેલા પોઝીટીવ કેસ સંદર્ભે ત્રણ વિસ્તારોમાં એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોનની મુદત વધારાઇ વલસાડ નગરપાલિકાના વલસાડ-પારડી વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તા.૧૯/૦૭/૨૦૨૦ સુધી અમુક પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં વલસાડ નગરપાલિકાના વલસાડ પારડી વિસ્તારમાં આવેલા ટેકરા ફળિયાના ફલેટ નં.૨૦૨, ગોવિંદમ એપાર્ટમેન્ટ-સીને એ.પી. સેન્ટર તેમજ ગોવિંદમ એપાર્ટમેન્ટ-સીના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર…