ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 4 લાખ 40 હજાર 215 સુધી પહોંચી છે અને મૃત્યુઆંક 14,100 સુધી પહોંય્યો છે બીજી તરફ ભારતમાં 2,48,000થી વધુ કોરોના દર્દી સાજા થયા છે. જ્યારે સારવાર હેઠળ રહેલા કેસની સંખ્યા 1,78,014 છે. કોરોના ની કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી તેવે સમયે ભારત માં સૌ પ્રથમ વાર યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ આજે કોરોના વાયરસની આયુર્વેદિક દવા શોધી નાખી હોવાનો દાવો કરી દવા બજાર માં મુકતા દુનિયાભરમાં લોકો નું ધ્યાન પતંજલિ સામે ખેંચાયું છે બાબા રામદેવે ‘કોરોનિલ’નું સાઇંટિફિક ડિટેલ સાથે લોન્ચિંગ કર્યું છે યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનિલ દવાનું લોન્ચિંગ કર્યું છે.…
કવિ: Halima shaikh
ગુજરાત માં રાજ્યસભાની ચૂંટણી પુરી થયા બાદ હવે સત્તાધારી પક્ષ ભાજપ સંગઠન માં ફેરફાર સાથે સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓમાં બદલીઓ થશે આ માટે ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે,ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થવા આવી હોવાથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવનાર છે. અને રાજ્યના IAS અને IPS અધિકારીઓની બદલીઓ માટે પણ વિચારણા ચાલી રહી છે. આમતો છેલ્લા કેટલાક સમય થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં ફેરફારો સાથે સંગઠનની નવી રચના માટે ની વાતો થાય છે પરંતુ હવે આવી રહેલી નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પહેલા એટલે કે આગામી 10 દિવસમાં ભાજપના…
ભારત ના લદાખ નજીક ઘેરો લગાવી ને બેઠેલા ચાઈના એ આખરે પીછેહઠ કરી છે અને મિટિંગ બાદ તેઓ એ ત્યાંથી હઠી જવા સહમતી દર્શાવી હોવાના અહેવાલ છે, ગલવાનમાં હિંસક ઝપાઝપીના 7 દિવસ બાદ ભારતના દબાણ સામે ચીને વધારે આગળ વધવામાં શાણપણ બતાવ્યું છે. ગઈ કાલે ચીન સીમામાં આવેલા મોલ્ડોમાં બંને દેશો વચ્ચે લેફ્ટિનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. સેનાના જણાવ્યા પ્રમાણે, વાતચીત સારા માહોલમાં થઈ અને તેનું પરિણામ પણ હકારાત્મક આવ્યું છે અને પૂર્વી લદ્દાખમાં અથડામણ વાળી જગ્યાએથી બંને દેશની સેનાઓએ પાછળ હટવા માટે સહમતી બનાવી છે. આ બધા વચ્ચે મંગળવારે આર્મી સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેલેહની મુલાકાત માટે…
વલસાડ પંથક માં નજીકના ગામો માં કોઈ રોકટોક વગર બેફામ માટીચોરી કરનારા તત્વો બેફામ બની ગયા છે અને કોઇ ફિલ્મી વિલન ની જેમ વગ અને ધાક બતાવી કાયદા ની ઐસીતૈસી કરીને હાલ માં પુરજોશ માં માટીની તસ્કરી કરી રહ્યા છે તેમ છતાં આવા તત્વો ને રોકવા માટે તંત્ર નમાલુ સાબિત થઈ રહ્યું છે.વલસાડ માં બિન્દાશ બનેલા લુખ્ખા તત્વોએ ભારે ઉપાડો લીધો છે અને દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. વિગતો મુજબ આવુજ કઈક રાજકોટમાં ચાલતું હતું અને ત્યાં પણ માથાભારે તત્વો બેફામ બન્યા હતા પરંતુ ત્યાંની RR સેલ ની જાંબાઝ ટીમે દરોડો પાડી માથા ફરેલા તત્વો ની જાહેર માં હેકડી કાઢી…
અષાઢી બીજ ના આજના દીને અમદાવાદ માં દર વર્ષની જેમ સવાર થી જ ભગવાન શ્રી જગન્નાથજી મંદિર માં ભારે હર્ષોલ્લાસ નો માહોલ છે અને વાજતેગાજતે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા.14 જેટલા ગજરાજ યાત્રા ની અવળ ચાલી રહ્યા હતા.સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યાછે. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. વહેલી સવારેમંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો…
ગુજરાત માં હાલ કોરોના ના નામે રાત્રી કરફ્યૂ લગાડી દેવામાં આવ્યો છે અને રાજ્યોની બોર્ડર ઉપર પણ રાતે 10 થી સવારે 5 સુધી વાહનો ની અવરજવર ઉપર પ્રતિબંધ છે ત્યારે આજ સ્થિતિ નો ફાયદો ઉઠાવી રાત ના અંધકારમાં ગોરખધંધા ચાલુ થઈ ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવી રહ્યા છે ,જો કોઈ સામાન્ય નાગરિક ઘર બહાર નીકળે તો તેને પોલીસ અસંખ્ય સવાલો કરે છે અને વાહન આંચકી લઈ દંડ વસુલવામાં આવે છે પરંતુ દમણ થી રોજ ઠશોઠસ દારૂ ભરેલી 50 જેટલી ગાડીઓ ગુજરાત બોર્ડર માં પ્રવેશે તો તેને રોકવામાં નહિ આવતી હોવાનું એક મીડિયા રીપોર્ટ માં બહાર આવતા ભારે સનસનાટી મચી…
ગુજરાત માં વધુ એક પાર્ટી અસ્તિત્વ માં આવી રહી છે અને તે પાર્ટી બનાવી રહ્યા છે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જેઓ એ હવે NCP(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માંથી રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં NCPએ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી દઈ ને જયંત પટેલ(બોસ્કી)ને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા હતા. પીઢ રાજકારણી એવા શંકરસિંહ વાઘેલાએ પોતાની 50 વર્ષની રાજકીય કારકિર્દી માં અત્યાર સુધીમાં પાંચ પક્ષ બદલી ચૂક્યા છે. વર્ષ 2017થી લઈ 2020 સુધીમાં તેઓએ ત્રણ વર્ષમાં જ ત્રણ પક્ષ બદલી નાખ્યાં હતા છે.હવે શંકરસિંહ વાઘેલા ‘પ્રજા શક્તિ મોરચો’ નામની નવી પાર્ટી બનાવવા…
ચીન ના સૈનિકો દ્વારા ભારતીય જવાનો ઉપર અચાનક હુમલો કરવાની ઘટના અને તેમાં 20 જવાનો શહીદ થઈ જતા ભારતીય સૈન્ય ને આરપાર ની લડાઈ લડવા છૂટ આપી દેવાતાં હાલ લેહમાં ભારતના મિગ-29 અને અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે જેની સામે ચીને પણ લદ્દાખને અડીને આવેલી પોતાના બે એરબેઝ હોટાન, ન્ગયારી, શિગાત્સે સિક્કિમની પાસે અને નયિંગચી અરૂણાચલ પ્રદેશની નજીક પોતાના ફાઇટર જેટ, બોમ્બવર્ષક વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે. અને ચીનની સેના એ પેંગોં સો જીલ પર ફિંગર 4ની આગળ ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતાં રોકવા માટે પોતાની આક્રમકતા વધારતા તંગદિલી ઉભી થઇ છે. ધ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ચીને…
ભારત વિરુદ્ધ ચારેબાજુ થી ગાળિયો ફિટ કરવા ચીન , પાકિસ્તાન અને નેપાળ એક થઇ ગયા છે ત્યારે મોકો જોઈને હવે કાશ્મીર મુદ્દે ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી) દ્વારા પણ આજે જમ્મુ-કાશ્મીર પર ઇમરજન્સી બેઠક બોલાવતા ભારત સામે વધુ એક મોરચો ખુલતા દેશ ના દુશ્મન ની સંખ્યા વધી ગઈ છે, આ બેઠક કૉન્ટેક્ટ ગ્રુપની છે જેને ઓઆઈસીએ જમ્મુ-કાશ્મીર માટે 1994માં બનાવી હતી. આ બેઠકની માંગ પાકિસ્તાન લાંબા સમયથી કરતું હતું પણ તે સમયે બધા ચૂપ હતા પણ હવે ભારત સામે ચીન, નેપાળ અને પાકિસ્તાન એક થતા ઓઆઈસી એ બેઠક બોલાવી ભારત વિરુદ્ધ મુસ્લિમ સંગઠન એક થયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.…
ચાઈના ની સેના એ દગો કરી ભારતીય જવાનો ઉપર હુમલો કરતા 20 જવાનો શહીદ થવાની ઘટના બાદ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાતાપીળા થઈ ગયા છે અને તેઓ એ ગલવાન ઘાટીમાં ભારતના 20 સૈનિકોની શહાદત વ્યર્થ જવી જોઇએ નહીં અને ચીન ને પાઠ ભણાવવા માટે હુંકાર કર્યો છે. તેઓ એ આખા રાષ્ટ્ર એ એકજૂથ થવાની જરૂર ઉપર ભાર મુક્યો હતો અને ચીન ના આ દુ:સાહસનો જવાબ આપવા જણાવ્યું હતું. સાથો સાથ પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન તાકયુ અને તેમને પોતાના શબ્દોની પસંદગી કરવામાં સાવધાની રાખવા સલાહ આપી હતી. મનમોહન સિંહે જણાવ્યું કે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તેમના ખભા…