લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં ચીની સેનાએ ભારતીય સેનાના જવાનો ને ઘેરી લઈ હુમલો કરતા 20 જવાનો શહીદ થયા હતા અને 76 જવાનો ઘાયલ થયા હતા આ હુમલા બાદ ચાઈના એ 10 જવાનોને બંધક બનાવ્યા હોવાની વાત સામે આવી હતી પરંતુ ભારતીય સેના ના સૂત્રો એ ઈન્કાર કરી કોઈ ને બંધક નહિ બનાવાયા હોવાની વાત કરી હતી. તો બીજી તરફ સમાચાર એજન્સી પીટીઆઈના મતે ચીની સેના એ ભારતીય સેના ના બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવ્યા હોવાની વાત ની પૃસ્ટી કરી છે.અને જણાવ્યું છે કે બંધકો ને ત્રણ દિવસની વાતચીત બાદ ચીને છોડી મુક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે…
કવિ: Halima shaikh
આજે રાજ્યસભા ચૂંટણી ની રસાકસી જામી છે અને છેલ્લી ઘડીએ શુ થશે ની ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે હાલ માં બહાર આવી રહેલા અહેવાલો મુજબ BTPના ધારાસભ્યો પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર સાથે મુલાકાત માટે બંને ધારાસભ્યો પહોંચ્યા છે અને બંધ બારણે બંને નેતાઓને મનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જાણવા મળી રહયું છે કે છેલ્લી ઘડીએ હવે BTPએ મતદાન નહી કરવાનો નિર્ણય લીધો છે. વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે બપોરે 4 વાગ્યે સુધી મતદાન પ્રક્રિયા ચાલશે અને 5 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. મતદાન…
હવે ગુજરાત ના અમદાવાદ,વડોદરા, રાજકોટ ,ભાવનગર વાસીઓ ને દમણ માં પ્રવાસ કરી પોતાના સમયે ઘરે પાછા આવી શકાય તેવી વ્યવસ્થા સરકાર કરવા જઈ રહી છે. પ્રશાસન દ્વારા દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પર્યટન અને અર્થતંત્રને લાભ મળે તે હેતુથી દમણ ભારતીય કોસ્ટ ગાર્ડનો હવે ઘરેલૂ ઉડ્ડાન માટે ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. અમદાવાદ, સુરત જેવા શહેરોથી સંઘપ્રદેશના નાગરિકો હવે હવાઈમાર્ગે જોડાઈ શકશે. વધુમાં આ માટે વડાપ્રધાન મોદીજી, રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીનો સંઘપ્રદેશની જનતા આભાર માન્યો હતો. આ સેવા શરૂ થતાં સંઘપ્રદેશ નાગરિકોને આર્થિક ઉપાર્જન અને પર્યટનની નવી તકો ઊભી થશે.આ નિર્ણય ને પગલે પર્યટન શોખીન જનતા માં આનંદ ની…
હેલ્મેટ અભિયાન બાદ હાલ કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ દરેક નાગરિક માટે માસ્ક ફરજિયાત કરી દેવાયું છે અને જો કોઈ માસ્ક ન પહેરે તો રૂ.200 દંડ કરવા પોલીસ વિભાગ ને સૂચના અપાતા હવે પોલીસે માસ્ક અભિયાન તેજ બનાવ્યું છે ત્યારે માત્ર વલસાડ જિલ્લામાં પોલીસે માસ્ક વગર નીકળેલા લોકો ને પકડીને રૂ . એક લાખ નો દંડ વસુલ કરતા લોકો હવે માસ્ક પહેરી ને બહાર જોવા મળી રહ્યા છે. ગત બુધવારથી વલસાડ જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસે અભિયાન હાથ ધર્યું છે. જેમાં ફેસ માસ્ક વગર વાહન ચલાવતા વાહન ચાલકોને રૂ.200નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે…
કોરોના અને લોકડાઉન બાદ કામધંધા વગર બેકારી ફાટી નીકળતા કંકાસ વધ્યા છે અને અનેક સુસાઇડ ની ઘટનાઓ સામે આવી રહી છે જે ખૂબજ કમનસીબ છે આ બધા વચ્ચે અમદાવાદ ના શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ પરિવાર માં બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના ફ્લેટ માંથી મૃતદેહ મળી આવ્યા છે. ઘટના અંગે ની જાણ થતાં વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ માં મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર,…
વડીલો સારા હોય તો સારું બાકી દાદા ની ઉંમરે પહોંચેલા ભાભાઓ પણ જુવાનિયાઓ ને ટક્કર મારે તેવા કાંડ કરે છે આવા ઢાંઢાંઓ બાદમાં ધોળા માં ધૂળ પાડતા હોય છે ,અમરેલી નાખાંભાના ઉમરીયા ગામે રહેતી પોતાની પૌત્રી ની ઉંમર ની યુવતી ને ફોસલાવી ને 60 વર્ષ ના ભાભા એ ઈજ્જત લૂંટી હતી અને ચૂપ રહેવાની ધમકી આપતા ત્રણ માસ નો ગર્ભ રહી જતા મામલો પ્રકાશ માં આવ્યો હતો અને ગામમાં જ રહેતા વૃદ્ધ ભાભા એ બળજબરીપૂર્વક તેની સાથે કુકર્મ આચર્યું હોવાની વાતનો પર્દાફાશ થયો હતો. ખાંભા તાલુકાના ઉમરીયા ગામે રહેતા 60 વર્ષના કનુ મધુભાઈ નસીત નામના અંકલે અગાઉ તા.૧૬ જાન્યુઆરીના દિવસે…
ભારત ના 50 જવાનો ની ટુકડી ઉપર ચીન ના 300 સૈનિકો એ દગો કરીને ગલવાન ઘાટી માં ઘાતક ખીલા વાળા ડંડા અને પથ્થર થી ઓચિંતો હુમલો કરી દેતા 20 જવાનો શહીદ થવાની ઘટના માં દેશ માં ગુસ્સાનો માહોલ છે ત્યારે ચીનને જડબાતોડ જવાબ આપવાની લોકોમાં માંગ ઉઠી રહી છે. તેવે સમયે ચીન વિવાદને લઇ ચર્ચા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે. જેમાં રાજકીય પક્ષોના અધ્યક્ષ સામેલ થશે. બેઠકમાં ચીનને લઇ ચાલી રહેલા વિવાદ અને હાલની સ્થિતિ પણ ચર્ચા કરાશે. બેઠક સાંજે પાંચ વાગ્યે થશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત કેટલાંય દિગ્ગજ…
દેશ માં ઠેરઠેર શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી રહી છે અને દેશભરમાં દરેક જગ્યાએ ‘ભારત માતા કી જય. શહીદ અમર રહે. ચીની સામાનનો બહિષ્કર કરો’ નારા લાગ્યા હતા. ગલવાન ઘાટીમાં શહીદ થયેલા પશ્ચિમ બંગાળના બીરભૂમના સિપાહી રાજેશ ઓરાંગે વોટ્સએપ પર અંતિમ મેસેજ ચીની સામાનના બહિષ્કારનો મોકલ્યો હતો. આ મેસેજ તેણે ગામના પોતાના કેટલાક મિત્રોને મોકલ્યો હતો. ભારતમાં લદાખ સરહદે ગલવાન ખીણમાં ચીને આચરેલા હિચકારા કૃત્યમાં શહીદ થયેલા ભારતના 20 જવાનના મૃતદેહ તેમના વતન મોકલવામાં આવ્યા હતા. દેશના અનેક હિસ્સામાંથી આવતા આ જવાનોના મૃતદેહો ઘરે પહોંચ્યા ત્યારે તેમના સ્વજનો જ નહીં, આખું ગામ, જિલ્લો, શહેર જ નહીં, આખો દેશવાસીઓ…
આખરે ચૂંટણી નો દિવસ આવી પહોંચ્યો છે અને દેશનાં આઠ રાજ્યો માં ૧૯ રાજ્યસભા બેઠકો પર આજે મતદાન થવા જઇ રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો સામસામે છે. ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ સોલંકી તો કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને ફુલસિંહ બારૈયાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં છે. ઝારખંડમાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. સભ્યસંખ્યા જોતાં જેએમએમના શિબુ સોરનનો વિજય નક્કી છે. રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. આંધ્રપ્રદેશમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. અહીં…
છેલ્લા ઘણાજ સમય થી ભારે ચર્ચાસ્પદ રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આજે (શુક્રવારે) યોજાનાર છે. જેની સામે ખાસ કરીને રાજકારણીઓ માં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જેમાં ભાજપ ના ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારોને વચ્ચેનું ચિત્ર સ્પષ્ટ થશે. સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે સાંજે ૫ાંચ વાગ્યાથી મત ગણતરી થશે. ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે. જો કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતા ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યુ હતુ. કોંગ્રેસમાંથી તાજેતરમાં જ કુલ ૮ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જાય તેવું માનવામાં આવી રહ્યુ…