આખી દુનિયા માં તબાહી મચાવનાર કોરોના વાયરસ હવે 21 જૂને સંપૂર્ણપણે ખતમ થઈ જશે નો દાવો કરાતા લોકો માં એક નવી આશા ઉભી થઇ છે અને વાત જો સાચી સાબિત થઈ તો દાવો કરનાર ભારત ના વૈજ્ઞાનિક નું નામ વિશ્વ માં ગુંજતું થઈ જશે. ચેન્નાઇના વૈજ્ઞાનિકે સૂર્યગ્રહણ અને કોરોના વાયરસ વચ્ચે સીધો સંબંધ હોવાનો મજબૂત દાવો કર્યો છે. વૈજ્ઞાનિક કે.એલ.સુંદર કૃષ્ણા એ વિશ્વ ને જણાવી દીધું છે કે ગઈ 26 ડિસેમ્બરે થયેલા સૂર્યગ્રહણનો કોરોના વાયરસ સાથે સીધો સંબંધ છે. અને હવે પછીના તબબકા માં આગામી 21 જૂને થનારા સૂર્યગ્રહણના દિવસે કોરોના વાયરસ પૂરેપુરો ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે સૂર્યગ્રહણ…
કવિ: Halima shaikh
કોરોના કાળ માં પોતાની જિન્દગી ની પરવા કર્યા વગર અનેક દર્દીઓ ની રાતદિવસ સારવાર કરીનેઅમેરિકામાં ભારત નું નામ ગુંજતું કરનારા તબીબ તરીકે ફરજ બજાવતા ડો.મેઘનાબા ચુડાસમાનું પ્રેગનન્સીમાં ડિલિવરી દરમિયાન મોત થઇ જતાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ ગઈ છે. જોકે આ દરમિયાન બાળક બચાવી લેવાયું છે. કોરોનાની સારવારમાં તેઓએ અમેરિકાના લોકોના દિલ જીતી લીધા હતા અને છેલ્લે ડિલિવરી ના સમય સુધી સતત ફરજ બજાવતા રહ્યા હતા પણ પોતે જિંદગીનો જંગ હારી ગયા હતા. આ અંગે ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા ને જણાવ્યું કે, ડો.મેઘનાબા એક યુવા ટેલેન્ટેડ ડોકટર હતા અને તેઓ અમેરિકામાં ઉચ્ચ પ્રતિષ્ઠીત મેડિકલ ડિગ્રી મેળવીને ત્યાંજ સ્થાયી થયા હતા અને કારકિર્દી…
હાલ માં ભારત ને પાકિસ્તાન , ચીન અને નેપાળ દબડાવી રહ્યા છે અને ચારેબાજુ થી એકજુથ થઈ હેરાન કરી રહ્યા છે બે દિવસ પહેલા નેપાળે એક ભારતીય ને ગોળી મારી અને બે ને ઘાયલ કરી એક ને બિન્દાસ સરહદ માંથી ઉચકી ગયા અને પાછો મૂકી ગયા અને પાકિસ્તાન રોજ ફાયરીંગ કરી રહ્યું છે જેમાં હમણાં એક જવાન શહીદ થયા આ બાજુ ચાઈનાઓ ભારતીય બોર્ડર માં કેટલાંય કિલોમીટર ઘૂસી ને બેસી જાય છે ત્યારે આ બધા વચ્ચે ભારત ને પોચા ભાળી ગયેલા પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઇકમિશનની સાથે કામ કરનાર બે ભારતીય અધિકારી ગુમ કરી દેતા આંતર રાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર મચી…
કહેવાય છે કે જેને સંતાન ન હોય તેઓ ભગવાન ને ફરિયાદ કરે છે,બાધાઓ કરે છે ,દવાઓ લે છે અને આવનાર સંતાન ને જીવ થી પણ વધુ પ્રેમ કરે છે પણ એજ સંતાન જ્યારે ખરા સમયે પોતાના વૃદ્ધ માબાપ ને તરછોડી દે ને ત્યારે તેઓ નું હૃદય રડી પડે છે અને એમાંય વૃદ્ધ દંપતી પૈકી બે માંથી એક નું મોત થઈ જાય ત્યારે તો હદ થઈ જાય છે આવોજ એક કરુણ વાસ્તવિક રાજકોટ નો કિસ્સો અત્રે પ્રસ્તુત છે જે આપની આંખો ભીંજાવી દેવા પૂરતો છે. ત્રણ ત્રણ સુખી પુત્રો નો હાર્યોભર્યો પરિવાર હોવા છતાં 65 વર્ષ ના લલીતા બેન આર શાહ…
કોરોના ની હાડમારી અને લોકડાઉન માં અનેક લોકો બરબાદ થઈ ચૂક્યા છે અને જનતા ના સિડયુલ ખોરવાઈ ગયા છે, દેશ ની હાલત ખુબજ ખરાબ છે અને એમાંય મીડિયા રીપોર્ટ મુજબ એકલા ઓડિશાના સુંદરગઢ માજ લૉકડાઉન માં ખાવા ના ફાંફા પડતા કેટલાક ગરીબો પોતાના બાળકો ને તેમના ઝુંપડા માજ છોડી અન્યત્ર ભાગી છૂટ્યા ના ચોંકાવનારા કિસ્સા પ્રકાશ માં આવ્યા છે. દેશ માં હવે માણસની મજબૂરીના ભયાવહ વાસ્તવિકતા સામે આવી રહી છે. કોઇ મા તેના સંતાનને અનાથાશ્રમમાં કે રસ્તા પર એકલું છોડી જાય તેના દુ:ખ અને લાચારીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. લૉકડાઉનમાં ઓડિશાના સુંદરગઢમાં એડોપ્શન સેન્ટરમાં બાળકોને મૂકી જવાના કિસ્સા…
અમદાવાદ અને વડોદરા શહેર માં પવન સાથે વહેલી સવારે અનરાધાર વરસાદ પડયો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં માં પાણી ભરાયા હતા. અમદાવાદમાં વહેલી સવારે 4 વાગ્યે સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. સૌથી વધુ વરસાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો, નરોડા, દૂધેશ્વર, શાહીબાગ, સરદારનગર, કોતરપુર જેવા વિસ્તારમાં સવા બે ઈંચ, ઉસ્માનપુરા, રાણીપ, રખિયાલ, વાડજ, આશ્રમ રોડ વિસ્તારમાં બે ઈંચ, વિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા, નારોલ, રામોલ વિસ્તારમાં દોઢ ઇંચ, બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, ગોતા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 23 અને 24 નંબરના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલી નાખવામાં…
કોરોના ની સ્થિત માં ભારત માં લોકો ની હાલત અત્યન્ત દયનીય બની ગઈ છે અને જનતા ના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે, નોકરીઓ છૂટી ગઈ છે યુવાનો બેકાર થઈ ગયા છે , ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે ત્યારે બીજી તરફ સરકાર તરફ થી જનતા ને તાત્કાલિક લાભ થાય તેવું કઈ કરવામાં આવ્યું નથી ઉલ્ટા નું પેટ્રોલ , ડીઝલ ઉપર ભાવ વધારો ઝીંક્યો છે અને નજીક ના ભવિષ્યમાં પણ મિલકત વેરા માં વધારો થવા જઈ રહ્યો છે. એટલું જ નહીં ગુજરાત સરકાર હવે સરકારી જમીન પણ ઓછા ભાવે ઉદ્યોગપતિઓ ને વેચવાની તૈયારીઓ શરૂ કરી છે,સરકાર પોતાની પાસે રહેલી પડતર જમીનોનું વેચાણ…
વડાપ્રધાન મોદી એ કોરોના ના વધતા જતા આંકડાઓ ને લઈ દરેક રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવા વિડીયો કોંફરન્સ થી વાત કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ફરી બધે લોકડાઉન લાગુ થઈ જશે તેવા પ્રકાર ની અફવા ઉડતા ગુટખા અને તમાકુ ,સોપારી ના બંધણીઓ એ સ્ટોક ભરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે ગુજરાત ના છોટા ઉદેપુર ના નસવાડી માં પણ લોકો પાન ના ગલ્લે અને હૉલ સેલ ની દુકાનો માં સ્ટોક એકત્ર કરવા ઉમટી પડતા ભારે ભીડ થઈ હતી અને આ બધા વચ્ચે એક દુકાન ઉપર તો ગ્રાહક અને દુકાનદાર વચ્ચે જામી પડતા મારામારી થઈ હતી પરિણામે લોકો મોટી સંખ્યા માં…
દેશમાં લોકડાઉન માં છૂટ અપાયા બાદ કોરોના નું સંક્રમણ ભયંકર રીતે પ્રસરી જતા હવે લાગુ થયેલા અનલોક વચ્ચે પંજાબ સરકાર દ્વારા ફરી એક વખત લોકડાઉન લાગુ થશે જેમાં પ્રાયમરી બેઝ પર હાલ પંજાબ સરકારે વીકએડ અને જાહેર રજાના દિવસે સંપૂર્ણ લોકડાઉન ના અમલ ની જાહેરાત કરી દીધી છે. જેમાં શનિવાર અને રવિવારે પંજાબમાં સંપૂર્ણ રીતે લોકડાઉન પાળવાનું રહેશે. જેમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ વ્યક્તિને ઘર બહાર નીકળવાની મંજૂરી નહી મળે શકે એટલુંજ નહિ પણ પંજાબ બોર્ડરને સીલ કરાશે. ઉપરાંત ચંદીગઢમાં પણ ઈન્ટર-સ્ટેટ બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઈટ કે ટ્રેનથી આવન-જાવન કરનારા યાત્રિકોએ ઘરે 14 દિવસ ક્વોરન્ટીનેમાં…
કોરોના માં કામધંધા બંધ થઈ જતા અનેક લોકો મુસીબત માં ફસાઇ ગયા છે અને અત્યારસુધી કેટલાય લોકો એ આત્મહત્યા કરી લીધી હોવાના ગંભીર બનાવો સામે આવ્યા છે ત્યારે આવા પરિવારો ને હિંમત થી કામ લઈ આગળ વધવા બુઝુર્ગો જણાવી રહ્યા છે. અમદાવાદમાં લોકડાઉન માં ધંધા બંધ થઈ જતા અને કોઈ જગ્યાએ થી રાહત નહીં મળતા આર્થિક તંગીથી કંટાળીને એક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મણિનગર પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, લૉકડાઉન થયું ત્યારબાદથી દરજી કામ કરતા કનૈયાલાલ આર્થિક તંગીથી પીડાતા હતા. જોકે જેમ તેમ લૉકડાઉન પૂર્ણ થઈ ગયું હતું, તેમ છતાં પણ તેમના ધંધામાં…