કોરોના ની સ્થિતિ માં જનતા ને કોઈ આવક ન હોવાથી એક તરફ પરેશાન છે અને નેતાઓ ટીવી માં માત્ર જાહેરાતો કરીને છૂટી ગયા અને બીજી તરફ રાહત ની રાહ જોઈ રહેલા લોકો ને પેટ્રોલ અને ડીઝલ માં ભાવ વધારો કરીને લોકો ની કમ્મર તોડી નાખી છે.લોકો માં સરકાર સામે આક્રોસ જોવા મળી રહયો છે અને પબ્લિક ત્રાહિમામ પોકારી ગયું છે. દેશમાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલ માં સતત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે અનેએક લિટર પેટ્રોલ 57 અને ડીઝલ 59 પૈસા મોંઘુ થયું. છ દિવસમાં પેટ્રોલની કિંમત 3.31 અને ડીઝલની 3.42 રૂપિયા વધારી દેવામાં આવી છે સરકાર આ…
કવિ: Halima shaikh
ભારત ને અત્યારસુધી મોટાભાગે પાકિસ્તાની સેના સામે ભીડવું પડતું હતું પણ છેલ્લા વર્ષો માં ચીન અને હવે આલિયા માલિયા જેવા નેપાળે પણ આંખો કાઢવાનું ચાલુ કર્યુ છે અને ભારત ના વિસ્તારો પોતાના દેશ માં સમાવતા નકશાઓ બહાર પાડી દીધા બાદ હવે તો ફાયરીંગ ઉપર ઉતરી ને બિહાર બોર્ડર પર રીતસર લોકો માં દહેશત ઉભી કરી છે જેમાં એક નું મોત થયું છે ,નેપાળે હવે ભારત વિરોધી કાર્યવાહી ચાલુ કરી હોવાના અહેવાલ જાણવા મળી રહયા છે. ફાયરિંગ નો મામલો નારાયણપુર અને લાલબંદી બોર્ડર વિસ્તારમાં બન્યો હતો પીપરા પરસાઈન પંચાયત ની જાનકી નગર બોર્ડર પર જેટલા લોકો ભારત ની સરહદે ખેતર માં…
વડોદરા શહેર અને જિલ્લા માં સતત કોરોના સંક્રમિતો સાથે કોરોના થી મૃત્યુઆંકમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વડોદરામાં આજે વધુ 8 લોકોના મૃત્યુ થતા ભારે ચકચાર મચી ગઈ છે અને અહીંના ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોનો ભરાવો થતાં અન્ય સ્મશાન ગૃહમાં મૃતદેહ ને લઈ જવા પડ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વડોદરામાં કોરોના નો કાળો કેર જોવા મળી રહ્યો છે અને જેઓનાં કોરોના થી મોત થયા છે તેમાં આજે ફતેપુરા રાણા વાસના કાંતિલાલ રાણા (ઉં.82), માંજલપુર સદૈવ ડુપ્લેક્ષમાં રહેતા જયંતિભાઇ મિસ્ત્રી (ઉં.57)નું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાજમહેલ રોડના 82 વર્ષિયનું પારૂલ હોસ્પિટલ, હાથીખાનાના 75 વર્ષિયનું ધિરજ હોસ્પિટલનો મોડી રાત્રે મોત નીપજ્યું…
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઉપર આરોપ લગાવ્યા કે તેઓ જાણી જોઈને રાજ્યસભાની ચૂંટણી યોજવામાં વિલંબ કરી રહ્યા છે. જો તેઓ ધારેત તો રાજ્યસભાની ચૂંટણી બે મહિના પહેલા જ યોજાઈ શકી હોત, પરંતુ તેવું થયું નથી અને જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, કારણ કે સમય મળતાં ભાજપ ધારાસભ્યોની ખરીદી કરી શકે.ગહલોતે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે દેશમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને કોરોનાની ચિંતા નથી. તેમણે કહ્યું કે મોદીજી કહે છે કે દેશને કોંગ્રેસ મુક્ત બનાવીશું, પરંતુ તે શક્ય નથી. આ અગાઉ કોંગ્રેસ પ્રવક્તા…
વલસાડ માં રાજકારણ તમામ હદ પાર કરી ગયું છે અને કોંગ્રેસ માંથી રાજીનામું આપનાર જીતુ ચૌધરી ને ગધેડા ઉપર બેસાડી ને તેનો વરઘોડો કાઢવા સાથેસાથે જીતુ ચૌધરી ને મદદ કરનાર પાર્ટીના નેતાઓ ને માફી માંગવા નું જણાવી વલસાડ ના કોંગી અગ્રણીઓ સામે ગંભીર આરોપ મૂકીને કિશન પટેલે સનસનાટી ફેલાવી દીધી છે. પૂર્વ સાંસદ કિશન પટેલે જણાવ્યું છે કે વલસાડના કોંગ્રેસના નેતાઓ એ માફી માગવી પડશે.તેઓ એ જીતુ ચૌધરીને ચૂંટણીમાં મદદ કરનાર તમામ સામે પણ આક્રોસ વ્યક્ત કર્યો હતો. કિશન પટેલે ગૌરવ પંડ્યાથી લઈ તમામ મોટા ગજા ના નેતાઓ પાસે માફીની વાત કરતા કોંગી છાવણી માં જ જંગ શરૂ થઈ ગયો…
ગુજરાત સરકારને ૬૦ દિવસ ના લોકડાઉન ને લઈ ૨૦૨૦-૨૧માં કરવેરાની આવકમાં કુલ રૂ. ૨૬,૫૮૨ કરોડનું નુકસાન થવાનું હોય પૂર્વ કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢિયાની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિએ ગુજરાત સરકારને સોંપેલા વચગાળાના રિપોર્ટમાં રૂ. ૨૬,૯૯૬ કરોડના વધારાના નાણાસ્ત્રોત ઊભા કરવા માટે કેવા પગલાં ભરી શકાય તેવો રસ્તો બતાવ્યો છે, જેમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર ૭થી ૧૦ ટકા વેરો વધારી રૂ. ૪ હજાર કરોડની આવક વધારવા સહિત ના સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ જૂન, ૨૦૨૧ સુધી મોંઘવારી ભથ્થું ચૂકવવાનું સ્થગિત કરી રૂ. ૩,૪૦૦ કરોડ બચાવવા, રાજ્ય સરકારની કંપની જીએસએફએસમાં રોકાણાર્થે પડેલું રૂ. ૫ હજાર કરોડનું ભંડોળ પાછું ખેંચવા તેમજ બાંધકામ…
સરહદ ઉપર ભારત સાથે શાંતિ વાર્તા જારી રાખીને ઓચિંતો હુમલો કરવાની ચીન ની મેલી મુરાદ હવે સ્પષ્ટ થઈ રહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે અને તે રણનીતિ બદલી રહ્યું છે તેથીજ માત્ર લદાખ જ નહીં પણ ચાઈના ની તમામ બોર્ડર ઉપર ભારતે સેના ને એલર્ટ મોડ ઉપર રહેવા સૂચના આપી છે , બે દિવસ પહેલા ચીન પોતાના સૈનિકો ને લઈ 2 કિમી પીછેહટ કરી હોવાના અહેવાલ બાદ ફરી ચાઈના એ સરહદે અચાનક હિલચાલ વધારતા ભારત એલર્ટ થઈ ગયું છે. હિમાચલના સરહદી વિસ્તારોમાં ઇન્ફન્ટ્રીના ત્રણ ડિવિઝન અને તંગદિલી પ્રવર્તી રહી છે તેવા વિસ્તારમાં વધારાની ત્રણ બ્રિગેડ મોકલવામાં આવી છે. તાજેતરમાં…
કોરોના ની સ્થિતિ માં શિક્ષણ ને માઠી અસર થઈ છે ત્યારે સ્કૂલ કોલેજ ચાલુ નહીં હોવાથી રિઝલ્ટ મેળવવાની તકલીફ પડી રહી છે, તેવે સમયે આઈટીઆઈ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ધો. 10-12 સમકક્ષ પ્રમાણપત્ર લેવા ગાંધીનગર બોર્ડની ઓફિસે આવવું નહીં પડે. તેમને આ માર્કશીટ ઓનલાઈન મળી રહેશે. હવે વિદ્યાર્થીઓ ગુણપત્રક, માઈગ્રેશન પ્રમાણપત્રોની ચકાસણી પણ ઓનલાઈન કરી શકાશે. સાથે જ આ વર્ષે જે વિદ્યાર્થીઓની માર્કશીટ ખોવાઈ ગઈ છે તેઓને ડુપ્લિકેટ કોપી ઓનલાઈન મળી શકશે.આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ ને આ સુવિધા નો લાભ લેવા જણાવાયુ છે.
ભારતીય સેનાએ પાકિસ્તાન ની સેનાને સરહદ પરથી ખદેડી મૂકી હતી ,સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવારનવાર શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવે છે અને કારણ વગર ગોળીબાર કરતા રહે છે જેનાથી ભારતીય સરહદ ના ગ્રામ્ય વિસ્તારોમાં જાનમાલ ને નુકશાન થઈ રહ્યું છેત્યારે ગતરોજ પાકિસ્તાન ની સેના એ ફરીએકવાર શસ્ત્ર વિરામભંગ કરતા પાકિસ્તાન ની આ અવળ ચંડાઈ બદલ ભારતીય સેનાએ પાકિસ્તાનને આક્રમક જવાબ આપ્યો છે. ગુરુવારે ભારતીય સેનાએ POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં LOC (લાઇન ઓફ કંટ્રોલ) નજીક ઉભી કરાયેલી પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી દીધી હતી. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના રજૌરી અને પૂંચ સેક્ટરમાં ગોળીબાર કરતા જવાન હરચરણ સિંહ શહીદ થયા હતા. આ ઉપરાંત રજોરીના…
ગુજરાત સરકાર ના રાજકારણ માં ભાજપ માં હવેજનસંધના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ વધી જતા એક અજીબ પ્રકાર નો માહોલ જોવા મળી રહ્યો છે અને પાર્ટી ના મૂળ સિદ્ધાંતો ભુલાયા હોવાની છાપ ઉભી થઇ છે. આપને જણાવી દઈએ કે ભાજપ ને ૧૯૯૫માં હિન્દુત્વ ઉપર બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં ૨૨ ટકા કોંગ્રેસી નેતાઓ પાર્ટીમાં પોતાનું સ્થાન ધરાવે છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે ૨૦૦૨થી ૨૦૧૯ સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને ભરતી કરી છે. ભાજપે વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં ઘુસાડી દીધા…