ભારત ની સરહદ માં દાદાગીરી કરીને ઘુસી આવેલા ચીન ના સૈનિકો આપણા જવાનો સામે ઘૂરકિયા કરી રહ્યા છે ત્યારે દેશને સાચી વાત થી દુર રાખવા વિરોધ પક્ષ ના નેતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જવાબ માંગી રહ્યા છે તેઓએ ફરી એકવાર લદ્દાખ સરહદે ખેંચતાણ અંગે મંગળવારે ફરી સરકાર સામે નિશાન તાક્યું. તેમણે ટ્વિટ કરી કહ્યું કે જો સંરક્ષણમંત્રીના પંજાના નિશાન પર ટિપ્પણી કરવાનું કામ પૂરું થઈ ગયું હોય તો જણાવે કે શું ચીનના સૈનિકોએ લદ્દાખમાં ભારતીય ક્ષેત્ર પર કબજો જમાવી લીધો છે? ખરેખર સોમવારે સંરક્ષણ નીતિ અંગે રાહુલ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શાયરાના અંદાજમાં આરોપ-પ્રત્યારોપવાળી ટ્વિટ કરી હતી. પૂર્વ લદ્દાખમાં ચીનના…
કવિ: Halima shaikh
આજકાલ સોશ્યલ મીડિયા માં ગોદી મીડિયા શબ્દ નો લોકો ખુબજ ઉપયોગ કરતા થઈ ગયા છે અને પ્રેસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આવું કંઈક અમેરિકામાં પણ જોવા મળ્યું. હાલ માં અમેરિકા અને ચીન વચ્ચે કોરોના ફેલાવવા મામલે વિવાદ છે ત્યારે અમેરિકાના કેટલાક સમાચારપત્રો ચીન નું સારું સારું લખતાં હતા અને વાહવાહ કરતા હતાજેથી આવા અખબારો સવાલોના ઘેરામાં આવી ગયા હતા પરંતુ જ્યારે સાચી વાત બહાર આવી ત્યારે અમેરિકન લોકો માં આવા અખબાર અને પત્રકારો સામે આક્રોશ ફેલાયો છે. ચીની સરકારના મુખપત્ર ચાઈના ડેઈલી એ અમેરિકન અખબારો ની મોટી પોલ ખોલી નાંખી છે જેથી સનસનાટી મચી છે. ડેલી લોકરને…
તાજેતર માં સુરતના વેવાઈ-વેવાણની આખા દેશ માં ભારે ચર્ચાસ્પદ બની હતી અને હજુપણ તેની વાતો ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા વિસ્તાર ના ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણ ના આવા જ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે પરંતુ દુઃખની વાત એછે કે ખેડબ્રહ્માની આ ઘટનામાં વેવાઈ- વેવાણે સજોડે આત્મહત્યા કરી લીધી છે. વડાલીના વેવાઈ વેવાણે દિધીયા ગામે જઈ આપઘાત કરી લેતા અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખેડબ્રહ્માના વડાલી ગામના વેવાઈ-વેવાણે દિધીયા ગામે જઈને ગામની સીમમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી હતી. ખેડબ્રહ્મા પોલીસે આ ઘટનામાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડાલીના થેરાસણા…
કોરોના નો કહેર હજુપણ જારી છે અને દિલ્હી માં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતા માધવી રાજે સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને માં અને દીકરા ને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. સિંધિયાને ગળામાં ખારાશ અને તાવ હતો. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો જ્યારે જ્યોતિરાદિત્યને ચાર દિવસ પહેલા મેક્સ સાકેતમાં એડમિટ કરાયા હતા. તેમની માતામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમ છતા આજે બન્નેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બન્નેની સારવાર ચાલી રહી છે. લોકડાઉનની જાહેરાત પછીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં જ છે.…
રાજ્યના સિનિયર આઈએએસ હારિત શુક્લા સહિત 18 જેટલા તબીબો પણ કોરોના સંક્રમિત થયા ના અહેવાલો છે. IAS શુક્લા સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે અને તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે આરોગ્ય વિભાગમાં ફરજ પર હતા. છેલ્લા એક સપ્તાહથી શુક્લા રજા પર હતા. હાલ IAS હારીત શુક્લા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ 8 ડૉક્ટર કોરોના સંક્રમિત બન્યા છે. તમામ ડોકટરો કોરોના ના દર્દીઓ ના સંપર્ક માં આવતા ચેપ લાગ્યો હોવાનું કારણ બહાર આવ્યું છે. આ સિવાય અન્ય જુદાજુદા વિસ્તારમાં 10 ડોક્ટરો ને કોરોના…
વડોદરા માં બનેલી ચોંકાવનારી ઘટના માં સેન્ટ્રલ જેલમાંથી જામીન ઉપર બહાર આવેલા હત્યાના આરોપી નો ફિલ્મી ઢબે પોતાના વિસ્તારમાં ઓડી કારમાં વરઘોડો કાઢી ભાઈગીરી નો શીન કરવાનું ભારે પડ્યું હતું ,કેમકે આ ઘટના પોલીસ ના ધ્યાને આવતા આરોપી ના વરઘોડા માં ઉપયોગમાં લીધેલી કાર કબ્જે કરીને વરઘોડા માં સામેલ અન્ય પન્ટરો ની શોધખોળ હાથ ધરી છે. તા.23 ફેબ્રુઆરીના રોજ વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કારનો ઓવરટેક કરવા જેવી સામાન્ય વાત માં કેવલ ઉર્ફ દેવલ જાદવ નામના વ્યક્તિ ને ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં પાણીગેટ પોલીસે સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહાર (રહે. શીતળા માતાનો ખાંચો, વારસીયા)…
માઉન્ટ આબુ 22 જૂન સુધી બંધ રાખવા તંત્ર એ નિર્ણય લીધો છે કોરોના ને લઈ ને ગત તા.23 માર્ચથી હોટલો બંધ હોવાથી કામ કરતા વેઇટર્સ, કૂક્સ અને અન્ય સ્ટાફ હજુ સુધી પરત આવ્યા નથી. જેથી અગામી દિવસો માં તેઓ પરત ફરશે તા.22 જૂનથી હોટેલ અને રેસ્ટોરન્ટ ખુલશે ત્યારે સોશયલ ડિસ્ટિંનિંગ માટે બે લોકો નાના ટેબલ પર અને ચાર મોટા ટેબલ પર બેસી શકશે. હોટેલ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ ભોજન પીરસશે. ખોરાક માટે ઉપયોગ કરતા પહેલા પ્લેટોને હાઇડ્રોક્લોરાઇડથી સાફ કરવી પડશે. હોટલમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હોટલમાં આવતા લોકોની આઈડી વોટ્સએપ પર લેવાની છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા પર ભાર મૂકવાનો…
કોરોના ની હાડમારી વચ્ચે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી 10.83 લાખ વિદ્યાર્થીઓ પૈકી સૌથી વધુ અમદાવાદમાંથી 1 લાખ જેટલા જ્યારે બીજા નંબરે સુરતમાંથી 79 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતાં. ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં 6 ટકા જેટલુ ઓછુ પરિણામ આવ્યું છે. જણાવી દઇએ કે 2019માં ધોરણ-10નું પરિણામ 66.97 ટકા જાહેર થયુ હતું. સૌથી વધુ 94.78 ટકા સાથે બનાસકાંઠા કેન્દ્ર મોખરે રહ્યું છે. બનાસકાંઠા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યુ છે. સાથે જ 47.47 ટકા સાથે દાહોદ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછુ આવ્યું છે. જોકે માર્કશીટ વિતરણની તારીખો હવે…
રાજ્ય માં વરસાદી માહોલ ચાલુ છે અને મોટાભાગે આકાશ વાદળો થી ગોરંભાયેલું જોવા મળી રહયું છે ત્યારે અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશન ક્રિએટ થતા હવે આગામી 5 દિવસ સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગતરોજ સોમવારે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અડધો ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશનના પગલે મોનસુન એકટીવીટી વધી છે. વડોદરામાં આગામી 5 દિવસોમાં ઠંડરસ્ટ્રોમ ના પગલે વરસાદી ઝાપટા પડશે. આ ઉપરાંત હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ સોમવારના રોજ શહેરનું મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 26.4 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે ભેજનું…
આજકાલ ઇન્ડિયા માં દરેક શહેર માં વિવિધ નામધારી ટ્રાવેલ એજન્સીઓ ફાટી નીકળી છે જેમાં મોટાભાગે ચિટર એજન્ટો ની ટોળકી હોય છે અને અમેરિકામાં ડોલર કમાવવાના મોટા સ્વપ્ન બતાવી ગરજવાન યુવાનો ને બરાબર ના ખંખેરી લે છે અને પછી હાથ ઊંચા કરી દે છે જે યુવાનો અમેરિકામાં જઈને ડોલર માં કમાવા માંગે છે તેવા યુવાનો એ સતર્ક રહેવું જોઈએ.અહીં આવાજ કેટલાક છેતરાયેલા યુવાનો ના અનુભવો શૅર કર્યા છે જે રેડ સિગ્નલ બતાવે છે. દેશના અનેક રાજ્યોના યુવાનોને છેતરપિંડીનો શિકાર બનવું પડ્યુંછે. આ મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ યુવાનોએ તેમની સાથે ગયેલા અન્ય યુવકોના પનામાના જંગલોમાં સડતા મૃતદેહો…