રાજ્યસભા ની ચૂંટણી માં ખરીદ વેચાણ ની શરૂ થયેલી રાજરમત વચ્ચે વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અન્ય ત્રણ ધારાસભ્યના રાજીનામાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના આ ચારેય ધારાસભ્યની રાજીનામાની ચર્ચાઓ વચ્ચે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર પર નિશાન તાકી ને ખરીદવા ના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર ને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.તેઓએ અક્ષય પટેલે રાજીનામું આપ્યું હોવાની વાત વચ્ચે ધાનાણીએ ટ્વીટમાં લખ્યુ છે કે, શું હવે “ધમણ” ની કમાણીથી ધારાસભ્યોને ખરીદવાનું શરૂ થયું છે કે શું ? આમ હવે ચૂંટણી અગાઉ ફરીએકવાર રાજકારણ માં ઊથલપાથલ મચી છે અને ભાજપ દ્વારા ખરીદવા…
કવિ: Halima shaikh
બધાની નોકરી ધંધા ચાલુ હતા અને કોરોના ની એન્ટ્રી થઈ અચાનક લોકડાઉન આવી ગયું બધાને કોરોના થી બચવા માટે ઘર માં પુરાઈ જવા માટે પીએમ દ્વારા જાહેરાત થઈ રાતોરાત બધું ઠપ્પ થઈ ગયું અને કહેવામાં આવ્યું ‘ચિંતા ના કરો’ સરકાર બેઠી છે કોઈ તમારી પાસે ત્રણ મહિના પૈસા નહિ માંગે, હપ્તા,લાઈટ બિલ, મકાન ભાડા વગરે પણ એમ ન કહ્યુ કે ભાઈ ત્રણ મહિના નું ભેગું થયેલી મસમોટી રકમ એક સાથે કેમ કરીને ભરી શકાશે કારણ કે બધા ધંધા તો બંધ છે પણ લોકો ને ભરોસો હતો કે સરકાર કઈક રસ્તો જરૂર કાઢશે અને લાઈટ બિલ, સ્કૂલ ફી, ભાડા જેવી બાબતો…
કોરોના ની હાડમારી વચ્ચે લોકડાઉન માં થોડી છૂટછાટ આવતા ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણી જે અગાઉ મુલત્વી રાખવામાં આવી હતી તે હવે આગામી તા.19 જૂનના રોજ યોજાવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયુ છે અને કોણ કેટલા માં વેચાશે ની અટકળો પણ બરાબર ની જામી છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો છે અને આ માટે ભાજપના ત્રણ તથા કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે થનારાજંગમાં 19 ના રોજ મતદાન અને મત ગણતરી પણ યોજાશે,જોકે, જે રીતે હાલ માં ધારાસભ્યોની જે સ્થિતિ છે, તે પ્રમાણે ભાજપ-કોંગ્રેસ 2-2 બેઠકો આસાનીથી જીતી શકે તેમ હતા, પણ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની બેઠકો 99થી વધારીને 103…
કોરોના ની મહામારી માં ભારત માં ટેક્સ વધારી પેટ્રોલ ડીઝલ ના ભાવો હવે આસમાન માં પહોંચશે તેવી અટકળો વચ્ચે હવામાં એક કલાક ઉડવાનો રૂ 2 કરોડ નો ખર્ચો કરી શકે તેવુ વડાપ્રધાન મોદીજી નું વિમાન અમેરિકામાં તૈયાર થઈ ગયું છે,અને હવે મોદીજી આ વિમાન માં શાહી સફર કરશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વિમાન એર ઇન્ડિયા વન અમેરિકામાં બન્યુ છે. આ વિમાન 900 કિ.મી.ની ઝડપે ઉડી શકે છે જેની કિંમત રૂ.1300 કરોડ છે. આ વિમાન નો આકાશ માં એક કલાક ઉડવાનો ખર્ચ રૂ.2 કરોડ સુધી આવે છે. આધુનિક આ વિમાનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને જોડવાનો સોદો ટ્રમ્પની મુલાકાત દરમિયાન થયો…
ભારત ને પાકિસ્તાન સાથેજ અત્યારસુધી કોઈને કોઈ માથાકૂટ ચાલતી આવી છે અને પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃત્તિ કરતું આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમય થી ચીન પાછળ પડ્યું છે અને વારંવાર સરહદ ભંગ કરી રહ્યા ના અહેવાલો બહાર આવતા રહે છે અને શાંતિ ની વાતો કરતા કરતા હવે તો પાકિસ્તાન હસ્તક ના કાશ્મીરમાં પણ ડેમ ,રોડ વગેરે ભારત ના વિરોધ ને ગણકાર્યા વગર કામ આગળ વધારી રહ્યું છે અને ભારત ને જરાપણ મચક આપતું નથી આટલું ઓછું હોય તેમ નાનકડો નેપાળ જેવો દેશ પણ ભારત ના ભાગ ને પોતાનો ગણાવી સરહદ ઉપર ભારત ને લલકારી રહ્યું છે ત્યારે અત્યાર સુધી ભારત…
છેલ્લા કેટલાક સમય થી સતત લાઈટ માં રહેલા શંકરસિંહ વાઘેલા એ પોતાની સરકાર આવશે તો ગુજરાત માં કહેવાતી દારૂબંધી હટાવી દેવાની વાત કર્યા બાદ લોકો માં ભારે ચર્ચા માં આવતા NCP એ શંકર સિંહ ને હાંસિયા માં ધકેલી દઈ એનસીપી ના પ્રમુખ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કી ને પ્રમુખ બનાવી દેતા શંકરસિંહ નું ઇન્સલ્ટ થયું છે અને નારાજ શંકરસિંહ હવે પોતાની જ પાર્ટી રાજપા ને ફરીથી સક્રિય કરે તેવી અટકળો તેજ બની છે, એટલુંજ નહિ જો સફળ થયા તો ગુજરાત માંથી દારૂબંધી દૂર કરશે તેવી વાતો વચ્ચે કરી એકવાર રાજકારણ ગરમાયુ છે. શંકરસિંહ વાઘેલા એ ભાજપ માંથી પ્રથમ બળવો 1995…
ભાવનગર જિલ્લા માં નિસર્ગ વાવાઝોડા ની અસર ને લઈ છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ છે તેવે સમયે ભાવનગરના દરિયામાં ભેદી બ્લાસ્ટ થતા તંત્ર દોડતું થઈ ગયું છે. ભાવનગરના કુડા ગામ પાસે મધદરિયે ભેદી બ્લાસ્ટ થયો છે જેનું કારણ જાણી શકાયું નથી. ભાવનગરના દરિયામાં બ્લાસ્ટને લઈને તંત્ર સાબદું થઈ ગયું છે. ભાવનગરના કુડા ગામ પાસે દરિયાની વચ્ચે ભેદી બ્લાસ્ટ થયા બાદ ઊંચે સુધી કાળા ધુમાડા દેખાયા હતા. હાલ વાવાઝોડા ની અસર હેઠળ વાતાવરણ માં ભારે પવન અને વરસાદ નો માહોલ છે અને આકાશ વાદળછાયુ છે ત્યારે આ ઘટના અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે…
ચાઈના એક તરફ ભારત સાથે મધ્યસ્થી થી ઉકેલ લાવવાની વાત કરીને ભારત ને અસાવધ બનાવી અચાનક હુમલો કરવાની પેરવી કરી રહ્યા નું ધ્યાને આવી રહ્યું છે. ચીન સેન્ટ્રલ ટેલિવિઝન(CCTV) ના અહેવાલો મુજબ સોમવાર રાતે લગભગ 1 વાગે PLA ની સ્કાઉટ યૂનિટે તાંગુલા પર્વત તરફ વધવાનું શરૂ કર્યું હતું. માર્ચ દરમિયાન ગાડીઓની લાઇટો બંધ હતી અને નાઇટ વિઝન ડિવાઇસની મદદ લેવામાં આવી હતી જેથી ડ્રોનથી બચી શકાય તેવી સૈનિકો ને તાલિમ અપાઈ હતી ,માર્ગની મુશ્કેલીઓને પાર કરી ડ્રોનની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને ટાર્ગેટ નજીક પહોંચી કોમ્બેટ ટેસ્ટ પણ કરવામાં આવ્યા ના અહેવાલ છે જે માટે સ્નાઇપર યૂનિટને આગળ મોકલવામાં…
ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી યતીન ઓઝાએ રાજીનામું આપી દેવાના અહેવાલો મળી રહ્યા છે. આ પ્રકરણ વકીલ આલમ માં ચર્ચા નો વિષય બન્યું છે. રાજીનામાં નો મામલો આંતરિક વિખવાદ નો હોવાનું કહેવાય છે. કોરોનાને કારણે ઓનલાઇઝન કે ફિઝિકલ કોર્ટ ચાલુ કરવી તે અંગે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઇકોર્ટના 800 જેટલા વકીલોએ રાજીનામું આપ્યું છે. જેમાંથી 36 ટકા વકીલોએ વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 64 ટકા વકીલોએ ફિઝિકલ કોર્ટ શરૂ કરવા માટે મતદાન કર્યું હતું. આ નિર્ણય અંતર્ગત ઓનલાઇન કોર્ટની સાથે વકીલોએ પોતાની ચેમ્બરમાં બેસવા માટે પણ પરવાનગી માગી હતી અને આ અંગે હાઇકોર્ટના…
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ વાવાઝાડું મહારાષ્ટ્ર અને દમણ થઇને દ.ગુ. ઉપર થી પસાર થવાની શક્યતાને લઇ તંત્ર એલર્ટ છે.જો કે હવામાન વિભાગે દ.ગુ.માં વાવાઝોડાની અસર નહિ થાય તેવી આગાહી કરી છે,પરંતું ભારે વરસાદ પડવાની શકયતા ને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમુદ્રી કાંઠાના 35 ગામોમાં અંદાજિત 20 હજાર લોકોનું સ્થળાંતર કરી જમવાની વ્યવસ્થા કરાઈ છે.હાલ માં વાપી , દમણ ,વલસાડ સહિત ના ભાગો માં વરસાદી માહોલ છે , દમણ માં સતત વરસાદ ચાલુ છે અને દરિયા માં કરંટ જોવા મળી રહ્યો છે ,જોકે ગતરોજ થી જ કાંઠા વિસ્તારના 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી દિવસભર ચાલી હતી જેમાંવલસાડ,…