ભારત માં કોરોના ની સ્થિતિ બેહદ ખરાબ છે અને લોકડાઉન માં પાયમાલ થઈ ગયેલા ભારત માં મે મહિનાનાં છેલ્લા 10 દિવસમાં નવા કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના 8,000થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાંથી 7 દિવસ નવા કેસની સંખ્યા ચોંકાવનારી છે અને ભારતમાં પાંચ હજાર થી વધુ કોરોના વાયરસ દર્દીઓનાં મોત થયા છે. દેશમાં કોરોનાના સંક્રમિતોનો કુલ આંક 1.82 લાખ પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા આજે રવિવાર સુધીમાં 182143 થઇ…
કવિ: Halima shaikh
વોશિંગ્ટન. હાલ કોરોના એ ઉપાડો લીધો છે અને દુનિયાનું શિડયુલ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં યોજાનાર G-7 સમિટને મુલત્વી રાખવાની જાહેરાત કરી છે, તેઓએ કહ્યું પોતે આ સમિટને મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. મને નથી લાગતું કે G-7 વિશ્વની હાલની સ્થિતિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરી શકશે. ટ્રમ્પે એ પણ કહ્યું કે G-7ની જગ્યાએ મોટી સમિટ બોલાવવામાં આવશે. તેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ આમંત્રિત કરવાની ઈચ્છા છે. તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પહેલા કે તેના પછી થાય તેવી શકયતા છે. G-7માં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, જાપાન અને ઈટલી સામેલ…
અમદાવાદ રેલવે દ્વારા કાલે 1 જૂનથી વિશેષ ટ્રેનો તેના નિર્ધારિત સમય મુજબ દોડશે અને તમામ નિર્ધારિત સ્ટેશનો પર ઊભી રહેશે. જોકે અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર વિશેષ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે તેવી અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હાલ સાબરમતીથી ઉપડતી રાજધાની એક્સપ્રેસ પણ અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. આથી તમામ પેસેન્જરોએ કાલુપુર સ્ટેશને જ જવું પડશે. અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. તેજ રીતે અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ – વારાણસી સાબરમતી એક્સપ્રેસની સાથે અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-હાવડા એક્સપ્રેસ મણિનગર સ્ટેશને ઊભી…
નવી દિલ્હી. દેશ માં કાલે 1 જૂન થી મળનારી વધુ છૂટછાટો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જનતા ને સંબોધિત કરશે.આ અગાઉ પીએમ મોદીએ સોમવારે આ કાર્યક્રમ માટે જનતા પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે મોદી ‘મન કી બાત’માં 1 જૂનથી શરૂ થનારા’ અનલોક -1 ‘વિશે ચર્ચા કરી શકે છે. કોરોના ને લઈ અત્યારસુધી દેશમાં ચાર લોકડાઉન થયા છે. તેઓ લોકડાઉન દરમિયાન ત્રીજી વખત આ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ અગાઉ 29 માર્ચ અને 26 એપ્રિલના રોજ ‘મન કી બાત’ માં દેશને સંબોધન…
વલસાડ માં નવા કલેકટર તરીકે ગાંધીનગર ડીડીઓ આર.આર.રાવલ ચાર્જ સંભાળશે અને હાલ ના કલેક્ટર સી.આર ખરસાણ 31 મેં 2020 ના રોજ વલસાડ થી જ નિવૃત્તિ લેશે. રાજ્ય સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 6 જેટલા કલેકટર ની બદલી અને નિમણૂક ના કરેલા આદેશ કરતા વલસાડ માં નિવૃત થઈ રહેલા શ્રી ખરસાણ ના સ્થાને શ્રી રાવલ ની નિમણૂક થઈ છે. ઇ-ગવરન્સ , ઇ-મેઘ અર્લી વોર્નિંગ સિસ્ટમ ના એવોર્ડ વિજેતા અને વલસાડ માં સારી કામગીરી માટે અધિકારી ખરસાણ ની નોંધ લેવાઈ હતી. તેઓએ 30 એપ્રિલ 2017 માં વલસાડ કલેક્ટર નો ચાર્જ લીધા બાદ વલસાડ થી જ નિવૃત્તિ થયા છે, તેઓ એ ત્રણ…
લોકડાઉન અને કોરોના ની સ્થિતિ બાદ અનેક લોકો ના આત્મહત્યા ના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે ત્યારે ભાવનગર નજીક આવેલ સિહોરના વતની અને અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં 26 વર્ષીય અશોકભાઇ નાથાભાઈ છેલણા નામના પોલીસ કર્મી એ વતન માં જઇ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશ માં આવ્યો છે અમદાવાદ ખાતે થી પોતાની ફરજ પરથી 3 દિવસની રજા પર સિહોર પોતાના ઘરે માતાપિતા અને ભાઈને મળવા અશોક ભાઈ તા.29.05.2020 રોજ સાંજે ઘરે આવ્યા હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરેથી નીકળી ગયા હતા. અને સિહોરના ડુંગર વિસ્તારમાં ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.…
આપણા દેશ માં દેશીપણું જતું જ નથી અગાઉ ટ્રેન જ્યાં જવાનું હતું તેને બદલે બીજે પહોંચી ગઈ અને હવે પાયલોટ રશિયા નજીક પહોંચી પણ ગયો અને ખબર પડી કે તેને કોરોના છે તો તેને પાછો બોલાવતા પાયલોટ વિમાન ઉડાડી ઈંધણ ના ભુક્કા કાઢી દિલ્હી પરત આવી ગયો વાત જાણે એમ છે કે વંદે ભારત મિશન અંતર્ગત રશિયામાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એર ઈન્ડિયાની દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ રવાના થઈ ગયા બાદ પરત બોલાવવી પડી હતી, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઈટ ઉઝબેકિસ્તાનની એરસ્પેસ પર પહોંચી ત્યારે અમારી ગ્રાઉન્ડ ટીમના સભ્યોને જાણમાં આવ્યું કે વિમાનનો એક પાઇલટ કોરોના પોઝિટિવ છે. તેમાં કોઈ મુસાફરો…
અમદાવાદ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના પુત્ર અર્પણ શર્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના પરિવરજનો માં ભારે દોડધામ મચી હતી. બંને પિતા પુત્રને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવાનમાંઆવ્યા છે. અત્રે નોંધનીય છે કે દિનેશ શર્માને કોરોનામાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને શ્રમિકોને વતન પોહચાડવાની કામગીરી માં વ્યસ્ત હોઈ ચેપ લાગ્યો હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને તેમના કારણે પુત્રને પણ લાગ્યો હોવાનું માનવામાં આવે છે બન્ને પિતાપુત્ર નો કોરોના પોઝીટિવ આવતા તેમના પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યોછે. દિનેશ શર્મા બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે સાથે જ…
અમદાવાદ માં કોરોના ની સ્થિત વિકટ છે અને હવેતો ડોકટરો પણ સંક્રમણ નો ભોગ બની રહ્યા ની વાતો સપાટી ઉપર આવી રહી છે ત્યારે સિવિલ કેન્સર હોસ્પિટલમાં શુક્રવારે હોસ્પિટલ સ્ટાફના વધુ એક વ્યકિતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવનો આંકડો 106 પર પહોંચી ગયો છે. હોસ્પિટલમાં તપાસ કમિટી તપાસ માટે આવે તો ડોક્ટરો કે સ્ટાફે એવું જણાવવું કે મને કોરોનાનો ચેપ હોસ્પિટલમાંથી નહિ બહારથી લાગ્યો છે, જો તેમ નહિ કરાય તો આકરા પગલા લેવાની ધમકી આપી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે જોકે આ વાત અંગે હોસ્પિટલતંત્ર સતત ઇન્કાર કરી રહ્યું છે ત્યારે ખાનગી રાહે ગુપ્ત રીતે તપાસ કરવામાં…
આખી દુનિયા નું જનજીવન અને પ્રગતિ ઠપ્પ કરી દેનાર કોરોના કોઈપણ રીતે કાબુ માં આવતો નથી અને જો લોકડાઉન રાખે તો ધંધા રોજગાર બંધ થઈ જાય અને બેકારી આવે અને જો લોકડાઉન હટાવે તો કોરોના માં લોકો ને ચેપ લાગવાની શકયતા વધે અને મૃત્યુઆંક વધી જાય છે હાલ ભારત માં લોકડાઉન અમલ માં છે અને ચોથા લોકડાઉન માં થોડી છૂટછાટ આપી છે અને પાંચમું લોકડાઉન માં વધુ છૂટછાટ આપવાની વાત છે ત્યારે આવો જોઈએ દુનિયા માં કેટલી જગ્યા એ છૂટછાટ આપ્યા બાદ ફરી લોકડાઉન જારી કરવું પડ્યું છે ,દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશ માં શરૂઆતથી જ કોરોનાને કાબૂમાં હતો. આશરે…