લોકડાઉન માં મંદિરો બંધ થઈ જતા આવક બંધ થતાં યાત્રાધામ ડાકોર માં શ્રી રણછોડરાયજી મંદિર સંચાલિત ગૌશાળા જેમાં 1750 જેટલા ગૌવંશનો નિભાવ કરવાનું મુશ્કેલ બન્યું છે.હાલ અહીંની ગૌ શાળા માં 240 દૂધાળી ગાયો છે તથા અન્ય 600 સાંઢ અને વૃધ્ધ અને બીમાર ગાયો વાછરડા,સહિત અન્ય ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. જેનો ખર્ચ ખુબજ મોટો છે. કોરોનાના પગલે હાલ રણછોડરાયજી મંદિર બંધ થતા ગૌશાળાના ગૌવંશ ના નિભાવ માટે મોટી સમસ્યા નિર્માણ થઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલી આ ગૌશાળામાં 1700 ઉપરાંત ગાયો સહિતનું ગૌધન છે.જેની નિભાવણી શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા દાન પર જ થાય છે.જો કે દાનની સામે ઘાસચારો,સ્ટાફનો પગાર…
કવિ: Halima shaikh
કોરોના અને લોકડાઉન માં હજ્જારો નહિ પણ લાખ્ખો ની સંખ્યામાં શ્રમિકો પગપાળા , તો કોઈ પોતાના ખર્ચે ટ્રેન,બસ કે અન્ય વાહનો માં વતન જવા છેલ્લા 2 મહિના થી દોડધામ કરતા હતા અને હવે લગભગ શ્રમિકો પોતાના વતન ભાગી ગયા છે ત્યારે હવે વતનમાં જવા માગતા શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું નહીં વસૂલવા અને ભાડાની વ્યવસ્થા સરકારે કરવા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે આપેલા આદેશના પગલે ગુજરાત સરકાર હવે શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું નહીં વસૂલે, ભાડાના પૈસા રાજ્ય સરકાર સીધા રેલવે તંત્રને જમા કરાવશે. આ ભાડા પેટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 કરોડ રૂપિયા રેલવેને ચૂકવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ…
વડોદરા માં ઉનાળા નો આકરો તડકો શહેરીજનો ને અકળાવી રહ્યો છે અને ભારે બફારા ના માહોલ વચ્ચે સવારે વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સાડા આઠ વાગ્યા ના અરસા માં ગોત્રી સહિત ના વિસ્તારમાં વરસાદ પડતાં ઠંકક પ્રસરી હતી. જોકે, આકાશ માં વીજળી સાથે પડેલા વરસાદે નાનકડા ઝાપટા સાથેજ વીદાય લીધી હતી પરિણામે જોઈએ તેવી ઠંડક મળી નહતી પરંતુ થોડી રાહત જરૂર જણાય હતી. હવામાન વિભાગ દ્વારા 29 મેં થી 3 જૂન દરમ્યાન વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે 29 મી એ વરસાદે પોતાની હાજરી પુરાવ્યાં નું સાબિત થયું હતું.
દિલ્હી માં દૂરદર્શન ના 55 વર્ષીય કેમેરામેન યોગેશકુમાર નું પોતાના ઘરે એટેક આવતા હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ ગયું હતું. દરમ્યાન તેઓના કરાયેલા રીપોર્ટ દરમ્યાન કોરોના પોઝીટીવ આવતા દૂરદર્શન ઓફીસ ને સેનેટરાઇઝ કરાઈ હતી અને સીલ કરી દેવામાં આવી હતી તેમજ મૃતક કેમેરામેન ના સંપર્ક માં આવેલ તમામ ના રિપોર્ટ કરવા સહિત કોરોન્ટાઇન કરવા તજવીજ હાથ ધરાઈ હતી મૃતક પત્રકાર કમ કેમેરામેન યોગેશ ભાઈ ને એક પુત્રી અને એક પુત્ર તેમજ પત્ની છે. આ ઘટના ને પગલે અન્ય પત્રકારો માં પણ ફફડાટ ફેલાયો છે.
વલસાડ માં જાન્યુઆરી 2020 ના સમયગાળા દરમ્યાન IIFLની ઓફીસ માં હથિયારો સાથે ઘૂસીને સોનાનાં દાગીના અને રોકડ મળી રૂ. 7 કરોડની થયેલી ચકચારી લૂંટ પ્રકરણમાં ગુજરાત એટીએસે છોટા રાજન ગેંગનાં ખૂંખાર ગણાતા બે સાગરીત સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના અને શરમત બેગ ઉર્ફે કાલુ હમામની ધરપકડ કરી છે. આ ચકચારી લૂંટ પ્રકરણ ના આરોપી શરમત બેગની ગુજરાત મહારાષ્ટ્રના નાલાસોપારા અને સંતોષ નાયકની કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, એટીએસે સંતોષ પાસેથી રૂ. 70 લાખ ની રોકડ રકમ પણ જપ્ત કરી છે. બન્ને આરોપીઓ કુલ 19 જેટલાં ગંભીર ગુના ને અંજામ આપીચૂક્યા છે. જેમાં દાઉદ ગેંગનાં બે સાગરીત કય્યુમ…
ખેડૂતો ઉપર ઉપરા ઉપરી આવી પડેલી આપત્તિઓ વચ્ચે કોરોના અને લોકડાઉન માં ભાંગી પડેલા ખેડૂતો ની વ્હારે હવે મોદી સરકાર આવી રહી છે અને મોદી સરકાર ખેડૂતો ના દેવા માફ થવાની શક્યતા જોવાઇ રહી છે. આત્મ નિર્ભર ભારત માટે રૂ.20 લાખ કરોડ ની ઘોષણા બાદ હવે ખેડૂતો માટે દેવા માફ કરવા મોદી સરકાર કદમ ઉઠાવશે તેવું ઝી ન્યૂઝ ના અહેવાલો જણાવી રહ્યા છે. ઝી મીડિયા ગ્રુપ ના ઝી બિઝનેસ ચેનલ ના અહેવાલો મુજબ મોદી સરકાર રૂ.એક લાખ કરોડ ના દેવા માફ કરે તેવી સંભાવના છે અને તબક્કાવાર ઘોષણા કરવામાં આવનાર છે જેમાં પ્રથમ તબક્કામાં રૂ.25 હજાર કરોડ ના દેવા માફ…
વલસાડ શહેર માં દેવપ્રયાગ માં રહેતા અને અમદાવાદ થી આવેલા મહિલા નો કોરોના પોઝિટિવ આવતા સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો હતો જોકે કોરોના પોઝીટીવ દર્દી ને હાલ સારવાર અર્થે સુરત ની ખાનગી હોસ્પિટલ મા ખસેડાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે ,બીજી તરફ વલસાડ સિવિલના આઇસોલેશન વોર્ડમાં 14 દિવસ સારવાર હેઠળ રહેલી 7 વર્ષની બાળકી સહીત એક પરિવારના 3 સભ્યો એ કોરોનો ને હરાવી હોસ્પિટલમાંથી સાજા થઈ રજા લીધી હતી જેઓ ને હોસ્પિટલ ના સ્ટાફે તાળીના ગળગળાટથી વધાવી લીધા હતા. આ સાથેજ વલસાડ જિલ્લામાં કુલ 13 કોરોના દર્દીઓએ કોરોનને માત આપીને ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. ધરમપુરના રાજપુરી તલાટના…
કોરોના માં જનતા ની કમ્મર ભાંગી જતા સરકાર પાસે રાહત ની આશા રાખીને બેઠા છે ત્યારે લોકડાઉનમાં કામધંધા બધં થઈ જતાં બે ટકા વ્યાજે એક લાખ સુધીની લોન આપવાની ગુજરાત સરકાર દ્રારા જાહેરાત કરાયા બાદ તે જાહેરાત માત્ર જાહેરાત જ રહી જતા લોકો નિરાશ થયા છે અન્ય કોઈ પણ રાહત નહિ મળતા નિરાશા ઘર કરી ગઈ છે.આ બધા વચ્ચે સુરત સ્થિત એક એકિટવિસ્ટ દ્રારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી સામે લોકો સાથે વિશ્વાસઘાત કરવાના આક્ષેપ સાથે લીગલ નોટિસ પણ મોકલવામાં આવી હોવાની વાતે ભારે ચકચાર જગાવી છે. સંજય એઝહાવા નામના એકિટવિસ્ટે પોતાના વકીલ ગિરિશ હરેજા…
કોરોના વાઈરસ ને ખતમ કરવા માટે વિશ્વભરમાં લેબોરેટરી ટેસ્ટ થઈ રહ્યા છે. તબીબ જગતમાં વાઈરસ ની વેકસીન અંગે અભિપ્રાયો લેવાઇ રહ્યા છે પરંતુ હજુ સો ટકા કહી શકાય તેવી કોઈ પ્રગતિ સાધી શકાય નથી તેવે સમયે વૈશ્વીક પ્લેટફોમ ઉપર એક નવી વાત સામે આવી છે અને તે છે હાઈ ટેમ્પરેચર એન્ડ હાઈ હ્યુમિડીટી. જાન્યુઆરીના અંતમાં જયારે કોરોના એ ભારતમાં દેખા દીધી હતી ત્યારે દાવા થયાં હતા કે 35 ડિગ્રીથી વધુ ઉષ્ણતામાનમાં વાઈરસનો ખાત્મો બોલાઈ જાય છે પરંતુ હાલ લગભગ 42 ડિગ્રી ગરમી વચ્ચે પણ કોરોના વાઈરસનો નાશ થવાના બદલે વધુ આક્રમક રીતે ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ પ્રમાણે કોરોનાના…
ચાઈના એક લુચ્ચું શિયાળ છે અને સામી છાતીએ વાર કરતું નથી અને છેતરી ને વાર કરવાની જૂની આદત ધરાવે છે ઇતિહાસ સાક્ષી છે કે ભારત ના વડાપ્રધાન નહેરુ ને ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ નું સૂત્ર વગાડવાનું કહી ને ભારત ની જનતા એ વિશ્વાસ કરીને જયારે આ ગીત ગાવા માં વ્યસ્ત હતા ત્યારે ચીને ભારત ઉપર હુમલો કરી દીધો હતો અને કેટલીય જમીન પચાવી પાડી હતી આજ ડ્રેગન હવે ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ બોર્ડર પર તણાવની સ્થિતિ છે ત્યારે ચીન તરફ થી એવું કહેવામાં આવ્યું કે બંને દેશ વચ્ચે સ્થિતિ સામાન્ય છે અને યુદ્ધ જેવું કંઈજ થાય તેમ નથી પરંતુ…