વડોદરા માં કોરોના ની સ્થિતિ યથાવત રહી છે અને પોઝીટીવ કેસો વધી રહ્યા છે અહીંના કારેલીબાગ પોલીસ સ્ટેશનના PSI એચ. એમ. પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા બે પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 28 પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 961 થઇ છે. વડોદરા શહેરમાંકોરોના વાઈરસથી આજે વધુ ત્રણ લોકોના મોત થયા છે.વાડી વચલી પોળ પ્રેમાનંદ કવિની પોળમાં રહેતા 67 વર્ષિય પ્રવિણચંદ્ર ડાહ્યાભાઇ પટેલનું મોત નીપજ્યું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે સવારે તેઓનું મોત નીપજ્યું હતું. ખાસવાડી…
કવિ: Halima shaikh
કોરોના વાયરસે ભારત ને પોતાના મજબૂત અજગર ભરડા માં લઇ ચૂક્યું છે. ગતસાંજ સુધીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ ના 7,135 નવા દર્દી નોંધાતા કુલ આંકડો 1,60,666 ઉપર પહોંચી ગયો છે,સાથે જ એશિયામાં સૌથી વધુ દર્દી ની સંખ્યા સાથે ભારત ટોપ પર પહોંચી ગયું છે. આ પહેલા એશિયામાં સૌથી વધુ 1,59,797 દર્દીઓ તૂર્કીમાં હતા. તૂર્કીને પાછળ છોડીને ભારત દુનિયામાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોની યાદીમાં નવમા ક્રમે પહોંચી ગયું છે. લૉકડાઉન 4 પછી વધુ છૂટછાટ ધરાવતા વિસ્તારોમાં દસ જ દિવસમાં 60 હજાર નવા દર્દી નોંધાઈ ચૂક્યા છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે લૉકડાઉનનો ચોથો તબક્કો…
ગુજરાત માં હાલ લોકડાઉન 4 31મી એ પૂરું થશે અને વધુ એક લોકડાઉન 5 આવી શકે છે ,જેમાં કેન્દ્ર સરકાર ગાઈડલાઈન જારી કરીને જે-તે રાજ્ય સરકારને કોરોના સ્થિતિ મુજબ લોકડાઉનના વધુ એક તબક્કાની સત્તા આપશે. આ એક રીતે લોકડાઉન 5.0 જેવું હોઈ શકે છે જેમાં વધુ છૂટછાટો અપાઈ શકે છે. રાજ્ય સરકારો પોતાની સત્તા મુજબ શુ કરવું જોઈએ અને કેવી રીતે કોરોનાને નિયંત્રિત કરવો તે અંગે નિર્ણય લઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારે પણ કોરોનાને કાબૂમાં લેવા આ વ્યૂહરચના મુજબ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનેલોકડાઉન હજુ હળવું કરવા સાથે હાલ સાંજે 7થી સવારના 7 સુધીના કરફ્યુમાં વધુ…
લોકડાઉન માં લોકો બેકાર થઈ ગયા છે અને કામધંધા ને અસર પહોંચી છે ત્યારે વલસાડ રિક્ષા એસોસિએશન દ્વારા આર્થિક સહાય રૂપે મહિને 5 હજાર લેખે રિક્ષાચાલકો ને રોકડ સહાય કરવા માંગ કરાઈ છે. રાજ્યના રિક્ષા એસોસિએશનો દ્વારા રિક્ષાચાલકોની રોજી રોટી બંધ થવાના કારણે રાજ્યમાં 15 લાખથી વધુ રિક્ષાચાલકોના પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે આ મુદ્દે વલસાડ રિક્ષા એસોસિએશન દ્વારા ગુરૂવારે જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં બે માસથી રિક્ષાનો ધંધો બંધ થતાં માસિક રૂ.5000 લેખે 2 માસના રૂ.10 હજાર રિક્ષાચાલકોના ખાતામાં નાંખવા માંગ કરાઇ છે.હાલમાં બે પેસેન્જરોને બેસાડવાની છુટ છે,પરંતું લોકો બહાર નિકળતા ન હોવાથી ધંધો બંધ…
ગુજરાત માં હવે મારામારી , હત્યા, ફાયરિંગ ની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે ત્યાંજ વધુ એક બનાવ માંઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ ઉપર ફાયરિંગ થતા ભારે સનસનાટી મચી ગઇ છે. આ ચકચારી ઘટનામાં કે.સી.રાઠોડ સહિત 3 લોકોને ગોળી વાગી હતી. ગોળી વાગતા ત્રણેય ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલ માં સારવાર ચાલુ છે. જો કે અજાણ્યા શખ્સોએ ક્યાં કારણોસર ગોળી ચલાવી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયરિંગ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ પોલીસ દોડી આવી હતી. ઘટનાસ્થળેથી વાગેલી ગોળીઓ જોવા મળી હતી. જે પોલીસે…
કોરોના ના જીવતા બૉમ્બ બની ગયેલા અસંખ્ય લોકો કોરોના માં સપડાઈ ચુક્યા છે ત્યારે અહીં નોકરી કરતા પોલીસ કર્મચારીઓ ની વાત કરવામાં આવે તો એકલા અમદાવાદમાં જ 361 જેટલા પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ બન્યા છે જે પૈકી 3 પોલીસ કર્મચારીઓ ના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 361 પોલીસ કર્મઓ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે પૈકી 273 કર્મીઓએ કોરોના સામે લડીને સાજા થઈ ગયા છે. જ્યારે હજુ 88 જેટલા પોલીસ કર્મીઓ સારવાર હેઠળ છે. કોરોના માં સારવાર માટે ધાંધિયા ઉભા થતા હાલમાં નરોડા ખાતે શેલ્બી હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ માટે ખાસ સગવડ ઉભા કરવામાં આવી…
આતંકવાદીઓ એ ઉપાડો લીધો છે અને જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે. વિગતો મુજબ પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે કેટલાક શંકાસ્પદ ઈસમો એક કાર લઈ જઈ રહ્યા છે અને તે કાર માં વિફોટાક સામગ્રી ભરેલી છે અને કાર દ્વારા ચોક્કસ લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવનાર છે. તેથી સેનાએ કેટલાક રસ્તાઓ તુરંત સીલ કરી દીધા હતા અને વોચ ગોઠવતા બાતમી મુજબની એક શંકાસ્પદ કાર જોવા મળી…
કોરોના માં ઘેરાયેલા લોકો ને ટીવી માં સહાય પેકેજ ની જાહેરાત બાદ 1 લાખ ની લોન વાળું કોકડું હજુ વિવાદ માં છે અને લોન ના ફોર્મ ભરવા ગયેલાઓ વીલા મોઢે પાછા ફરી રહયા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે નાના એકમો જેઓ એમએસએમઇમાં રજિસ્ટર ના હોય તેમને પણ લાભ આપવાનું વિચારી રહી છે અને મહત્વના નિર્ણય માં વાર્ષિક વેચાણ 100 કરોડ કરતાં ઓછું હોય એવા ધંધાર્થીઓને પણ લાભ આપવાનું નક્કી કરી નાખ્યું હોવાનું સૂત્રો એ જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ મોટો સુધારો કરીને બિઝનેસ એન્ટરપ્રાઇઝને વધારે ફાયદો કરી આપ્યો છે. જેઓની બાકી લોન રૂ. 25 કરોડથી ઓછી હોય અને…
કોરોના ના માહોલ અને કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત મા વાદળછાયુ વાતાવરણ સાથે વરસાદી માહોલ ક્રિએટ થઈ રહ્યો છે અને તા.૨૯મી મેથી લઈને ૧લી જૂન સુધીના ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.આજે સવાર થી જ રાજ્ય ના ઘણા વિસ્તારો માં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તા.૨૯મી મેના રોજ વલસાડ, નવસારી,દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં છુટા છવાયા ઝાપટાં પડવાની શકયતા છે, તા.૩૦મીમેથી ૧લી જૂન સુધીના ત્રણ દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ કચ્છમાં માવઠું થવાની…
કોરોના ની મહામારી વચ્ચે ગુજરાત ના નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કેવડિયા ની આજુબાજુ ના 6 ગામ ના લોકો એ જમીન અને ફેંસીંગ મુદ્દે આંદોલન છેડી દેતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પોલીસ અને ગ્રામજનો વચ્ચે આજે ઘર્ષણ થયુ હતું. ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરતા પોલીસે 20 મહિલાઓની અટકાયત કરી હતી. પોલીસ સાથેના ઘર્ષણમાં એક મહિલાની તબીયત લથડતા સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સત્તા દ્વારા પોલીસ ને સાથે રાખીને કેવડિયા ગામના હેલિપેડ ફળીયા પાસે ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેની સામે લોકોએ આંદોલન છેડ્યું છે. ગ્રામજનો કોઇ પણ ભોગે જમીનો આપવા માંગતા નથી…