કોરોના ની સ્થિતિ વચ્ચે અનેક લોકો બેકાર થઈ ગયા છે અને રોજ આત્મહત્યા ના બનાવો સામે આવી રહ્યા છે આ સ્થિતિ ખુબજ ચિંતા કરાવનારી છે ત્યારે વલસાડ માં પણ દેવું વધી જતાં આર્થિક સંકણામણ થી કંટાળી યુવાને આત્મહત્યા કર્યા નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. વલસાડના કૈલાશ માર્ગની સાઇ રેસિડેન્સીમાં રહેતા 31 વર્ષીય સંદીપ શાંતુભાઈ પટેલ વાપી ખાતે જેએમ ફાઈનાન્સમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરતા હતા અને પત્ની શિલ્પા ગુંદલાવમાં દવાખાનું ચલાવે છે. મંગળવારે બપોરે સંદીપે પારડીના ભેંસલાપાડા મેદાનમાં કારમાં ઝેરી દવા પી લીધી હતી અને સંદીપે તેમની બહેન ને ફોન કરી મે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યુ હતું.…
કવિ: Halima shaikh
વલસાડ માં કોરોના ના આંકડાઓ મામલે ચર્ચાઓ ઉભી થઇ છે અને અહીં પણ અન્ય શહેરો ની જેમ ઓછા આંકડા જાહેર કરાતા હોવાના આક્ષેપ ઉઠ્યા છે, આરોપ લાગી રહ્યા છે કે આરોગ્ય વિભાગ દ્વારા આંકડામા કઈક ગરબડ કરવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ હોવા છતાં આરોગ્ય વિભાગ પ્રેસનોટમાં આંક઼ડા જાહેર કરતું નથી. પ્રેસનોટમાં 24 અને 25 મેના આંકડા 27 મેએ જાહેર કર્યાનો આરોપ આરોગ્યવિભાગ પર લાગ્યા છે. કુલ 10 પોઝિટિવ દર્દીમાંથી માત્ર 4 દર્દીઓ ચોપડે દર્શાવ્યા છે. એક દર્દીની માહિતી આજે જાહેર કર્યાનો આરોપ લાગ્યો છે. હજુ પણ 5 દર્દીની માહિતી છુપાવ્યાનો તંત્ર પર આરોપ લાગતા સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં…
વલસાડમાં જીલ્લા માં બહાર ના રાજ્યો માંથી આયાત થયેલા કોરોના વાયરસે વલસાડવાસીઓ સામે ખતરો ઉભો કરી દીધો છે,મોટાભાગ ના કેસ બહાર થી આવેલા છે અને મુંબઈ મહારાષ્ટ્ર લોકેશન ધરાવે છે આ બધા વચ્ચે શાકભાજી નો ધંધો કરતા વેપારીઓ પણ કોરોના પોજીટીવ માં સામેલ છે ત્યારે હવે ખતરો આવા સ્પ્રેડર્સ થી વધ્યો છે કે જેઓ દિવસ માં અસંખ્ય લોકો ના સંપર્ક માં આવી રહ્યા છે ત્યારે દવા,દૂધ ,ફળફળાદિ,કેરી વેંચતા ફેરિયા , દુકાનદારો, વેપારીઓ , શાકભાજી વેંચતા ફેરિયા વગરે લોકો ખુબજ જલ્દીથી કોરોના ફેલાવી શકે છે અને આ વાત અમદાવાદ, સુરત ,વડોદરા જેવા શહેરો માં સાબિત પણ થઈ છે. ત્યારે વલસાડ ખુબજ નાનું…
અમદાવાદમાં આજથી 15 દિવસ માટે મેંગો ફેસ્ટિવલ નું આયોજન કરાયું છે અને સવારે 8 વાગ્યે તેનું આજે ઉદ્ઘાટન હતું પરંતુ જેમના હાથે ઉદ્ઘાટન કરવાનું હતું તે મેયર બીજલ પટેલ છેક 10 વાગ્યે આવતા લોકોએ ઉદઘાટન પહેલા જ લોકોએ કેરી ખરીદી કરવાનું શરૂ કરી દેતા ઉદઘાટન નો ફિયાસ્કો થયો હતો અને ઉપસ્થિતો માં હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઈ હતી હાલ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદીઓ કેરી વગર ના રહી જાય માટે મેંગો ફેસ્ટિવલ નું આયોજન કર્યું હોવાનું મેયરે જણાવ્યું હતું. બીજી તરફ મીડિયાને ટાર્ગેટ અને નહેરાની બદલી કરવા મામલે મેયર ચૂપ થઈ ગયા હતા. વિજય નહેરાના બદલી મામલે પ્રેસ ને બદલે માત્ર ટ્વિટ…
ભાવિકો માટે અસ્થાનું પ્રતીક ગણાતા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી નામે જાણીતા બનેલા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, તેઓ એ દેહત્યાગ કરતા ભાવિકો માં શોકની લાગણી જન્મી છે. ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. . થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતે ચેકીંગ માટે ગયા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજી દેવલોક થયા છે તેવા મેસેજ અગાઉ વાઇરલ થયા હતા. પરંતુ મંગળવાર રાત્રે 2 વાગે સાચેજ તેમને દેહ ત્યાગ કર્યો હતો. છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભક્તિ કરી રહ્યા છે.…
ચાઈના એ ભારત ના લદ્દાખમાં નિયંત્રણ રેખા ઉપર સૈન્ય વધારી ને યુદ્ધ નો માહોલ ઉભો કરી દબાણ વધારી રહ્યું છે અને બીજી તરફ ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાને પગલે ચીને હવે યુદ્ધ ની સ્થિતિ અને કોરોના ને લઈ ભારતમાં રહેતા પોતાના તમામ નાગરિકોને પરત ચીન માં આવી જવા જણાવી તે માટે ની ગતિવિધિ શરૂ કરી છે. ભારતસ્થિત ચીનના દૂતાવાસે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ સહિત પોતાના નાગરિકોને સ્વદેશ પરત ફરવા માટે નોટિસ આપીને 27 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવી દીધું છે. નોંધનીય છે કે હાલ ભારતમાં ચીનના અંદાજે 1.4 લાખ નાગરિકો રહે છે. બીજી તરફ નવાઈ ની વાત…
રાત્રીના અઢી વાગ્યા હતા અને વલસાડ નજીક જાહેર માર્ગ ઉપર એક યુવતી મોઢે દુપટ્ટો બાંધી સડસડાટ પસાર થતી જોઈ પેટ્રોલિંગ માં નીકળેલી પોલીસ પણ બેઘડી જોતી જ રહી જાય છે કે યુવતી પણ ગજબ ની છે આટલી મોડી રાત્રે ડર નહિ લાગતો હોય તેવા વિચારો સાથે રાજ્ય માં સાંજ ના 7 થી સવાર ના 7 વાગ્યા સુધી હાલ કરફ્યૂ હોઈ યુવતી ને ઉભી રાખી કારણ પૂછતાં જ યુવતી નો બદલાયેલો અવાજ જોઈ પોલીસ ચોકી ઉઠી હતી અને યુવતી નો મીઠો ઘંટડી જેવા અવાજ ની જગ્યાએ કર્કશ પુરુસ નો અવાજ નીકળતા જ આખી ઘટના લવસ્ટોરી ની હોવાનું ખુલ્યું હતું. બે યુવા…
અમદાવાદ માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે ન્યૂ મણિનગરના રિવેરા કર્ણાવતી એપાર્ટમેન્ટના 10 માળેથી કૂદીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. બનાવ અંગે રામોલ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. મૃતક સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં શેફાલી ક્રિશ્ચન ન્યૂ મણિનગરના રિવેરા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને પોતાની માતાને મળવા માટે સોમવારે અહીં આવી હતી, ત્યારબાદ માતા સાથે વાતચીત દરમિયાન ઝઘડો થયો હતો, જેમાં માતાએ શૈફાલીને ઠપકો આપ્યો હતો. દરમિયાન અચાનક શેફાલી રિવેરા કર્ણાવતી…
ગુજરાતમાં કોરોના ની સ્થિતિ અને લોકડાઉન દરમિયાન ઘરમાં જ ભરાઈ રહેલા ભાજપના નેતાઓ છુટછાટ આપ્યા બાદ પણ જનતા વચ્ચે ન જતા હવે બહાર નીકળીને પ્રજાની વચ્ચે જઈને તેમની સમસ્યા અને મૂંઝવણો દૂર કરવા અને કોરોના યોદ્ધા તરીકે કામે લાગી જવા નો આદેશ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ ફરમાન થી લોકો માં કોમેન્ટ ઉઠી રહી હતી કે સલાહ આપવા કરતા કઈક વાસ્તવિક દેખાય તેવી મદદ કરો તો સારું કારણ કે બધી જાહેરાતો ટીવી માં થઇ છે પણ લોકો ના હાથમાં હજુ સુધી કઈ આવ્યું નથી.અને હવે લોકડાઉન હળવું થતા ઉઘરાણી ચાલુ થઈ ગઈ છે ત્યારે સરકાર સિરિયસ બની લોકો…
કોરોના ની હાડમારી વચ્ચે બંગાળ માં વાવાઝોડા એ તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે અને આગામી 3 જૂન ની આસપાસ ગુજરાતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે . આ ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. જેથી દેશના પૂર્વિય…