નાનકડો 5 વર્ષનો રાહુલ પોતાના પિતા અવિનાશ દાસ અને પોતાની મમ્મી સાથે વતન ની વાટ પકડી છે ભોપાલના બંજારી વિસ્તારમાં મિસ્ત્રીકામ કરતા અવિનાશ ભાઈ નો ધંધો ભાંગી પડયો છે , કોરોના ની હાડમારી મા આવેલાલૉકડાઉનમાં બધું વેરવિખેર થઇ ગયું છે, વતન જવા માટે અન્ય શ્રમિકો ની જેમ તેઓએ પણ ક્યારેક પોલીસ સ્ટેશનના તો ક્યારેક નગર નિગમના ધક્કા ખાધા પણ ભીડ માં તેઓ નો અવાજ તંત્ર સુધી ન પહોંચ્યો અને ફોર્મ ની ઝંઝટ માં ઘણો સમય બરબાદ કર્યા બાદ અને કોઇ મદદ ન મળી તો પગપાળા જ છત્તીસગઢના પોતાના ગામ મુંગેલી જવા નીકળી પડ્યા. નથી પૈસા બચ્યા કે નથી ખાવા-પીવાનો કોઇ…
કવિ: Halima shaikh
હાલ લોકડાઉન માં શ્રમિકો ના મોત ની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે વધુ એક અકસ્માત ની બનેલી ઘટના માં ઉત્તર પ્રદેશના ઓરૈયામાં વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં 24 મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રક બીજી ટ્રક વચ્ચે સામસામે અથડાતા આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી. ઓરૈયાના ડીએમ અભિષેક સિંહના કહ્યા મુજબ અકસ્માત વહેલી સવારે 3.30 વાગ્યે થયો હતો. જેમા 24 લોકોના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે. મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિએ…
અમદાવાદ સિવિલ માં બેદરકારી ના મામલા ભયાનક રીતે બહાર આવી રહ્યા છે અગાઉ પોરબંદર ના એક કોંગી અગ્રણી ને સારવાર માટે દાખલ કર્યા બાદ તેઓ નો મૃતદેહ 8 દિવસે મળ્યો હતો ત્યારે વધુ એક ચોંકાવનારા બનાવ માં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા સિવિલમાં એડમિટ કરાય છે અને બાદ માં તેઓ મૃત હાલત માં એક બસ સ્ટેન્ડ પરથી મળી આવે છે ત્યારે સવાલ એ થાય છે કે સિવિલ માંથી મૃતદેહ ત્યાં પહોંચ્યો કેવી રીતે ? વિગતો મુજબ દાણીલીમડામાં એક વૃદ્ધને શ્વાસની તકલીફ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે શુક્રવારે તેમનો મૃતદેહ…
એક સસ્પેન્સ થ્રિલર ની સ્ટોરી ની જેમ વડોદરાથી રવાના થયેલી એક ટ્રેનમા કુલ 1908 પ્રવાસીઓ બેસે છે અને જ્યારે આ ટ્રેન નોનસ્ટોપ બાંદ્રા પહોંચે છે ત્યારે આ ટ્રેન માં 338 શ્રમિકો ગુમ થઈ જાય છે ત્યારે આ વાતે ભારે રહસ્ય ઉભું થયું છે, હોબાળો મચી ગયો છે વડોદરાથી શ્રમિક સ્પેશિયલ 1908 પ્રવાસીઓને લઈને રવાના થઈ હતી, પરંતુ જ્યારે આ ટ્રેન બાંદા સ્ટેશન પહોંચી તો માત્ર 1570 શ્રમિકો જ ટ્રેન માં હતા. ત્યારે 338 શ્રમિકો કયાં ગુમ થઈ ગયા? આ શ્રમિકો આખરે ક્યાં ચાલ્યા ગયા? બીજી તરફ બાંદ્રાના જિલ્લા પ્રશાસન આ મામલામાં હસ્તક્ષેપ કરીને ગુમ થયેલા પ્રવાસીઓને શોધવામાં લાગ્યું છે.આ ટ્રેનમાં…
વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી એ રહસ્યમય સંજોગો માં આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. વિગતો મુજબ 22 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન વિનોદસિંહ દરબાર સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી એકલા રહેતા હતા. જેઓએ કોઈ અગમ્ય કારણોસર ગત રાત્રી દરમિયાન પોતાના ભાડા ના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે ઘરમાં કોઇ ન હોવાથી આજે સવારે ઘટનાની જાણ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. આત્મહત્યાનું કારણ હજી જાણવા મળ્યુ નથી. સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ…
વલસાડ માં મોગરાવાડી અબ્રામા માં કેટલાય પરપ્રાંતિય પરિવારો વતન જવા માટે માંગ કરી રહયા છે જેઓ કામ ધંધા વગર ભૂખે મરતા હોવાની હૈયા વરાળ કાઢી રહ્યા છે ત્યારે ભાડા વગર અટવાઈ રહેલા આવા શ્રમિકો ને કોંગ્રેસે ટ્રેન ભાડૂં ચૂકવવા માટે પ્રયત્ન કર્યો હતો અને બુધવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસ દ્વારા શ્રમિકોને ભાડૂ ચૂકવવાની કામગીરી શરૂ થતાં તેઓની ભાડું ચુકવવા ની કાર્યપ્રણાલિ સામે પોલિસે સવાલ ઉઠાવી આ રીતે ટોળું એકત્ર નહિ કરવા સલાહ આપી હતી. કોંગ્રેસ દ્વારા શ્રમિકોને ટ્રેનનું ભાડૂ ચૂકવવા માટે વલસાડના સ્ટેડિયમ રોડ પર જિલ્લા કાર્યાલય ખાતે બોલાવ્યા હતા.શ્રમિકો સવારથી કાર્યાલય પર ભેગા થવા માડતાં પોલિસ ને આ બાબતે…
અમદાવાદ જેવા શહેર માં પોલીસ મોટરસાઇકલ ઉપર કે ચાલતા નિકળનાર વ્યક્તિ ને ઉભા રાખી ચેકીંગ કરી રહી છે ત્યારે અમદાવાદ માં મોટો દારૂ નો જથ્થો ભરેલું વાહન કેવી રીતે પસાર થઈ ગયું તે વાત સામે સવાલો ઉઠાવતી એક ઘટના પ્રકાશ માં આવી છે. નારોલ અસલાલી હાઈવે પર આવેલા જીઈબી જેટકો 132 કેવી સબ સ્ટેશનના બંધ ક્વાર્ટરના એક રૂમમાં વિદેશી દારૂ નો જથ્થો હોવાની બાતમીના આધારે નારોલ પોલીસે તે સ્થળે દરોડો પાડવાની ફરજ પડતા ત્યાંથી અંદાજે રૂપિયા 5 લાખ ની કિંમત ની વિદેશી દારૂની 3480 બોટલ નો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો નારોલની તીર્થ ભૂમિ સોસાયટીમાં રહેતો દિલીપ ઉર્ફે કાલુ…
અમદાવાદના જાહેર કરાયેલા કન્ટેનમેન્ટ ઝોનના રહીશોના જીવનજરુરી ચીજવસ્તુઓ મળ રહે તે માટે ૧૫મી મેથી આ વિસ્તારોમા કરીયાણા અને શાકભાજી જેવી સામગ્રીની ખરીદી કરવાની મંજૂરી અપાશે. બુધવારે રીવરફ્રન્ટ હાઉસ ખાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની પાંચમી સમીક્ષા બેઠક મળી હતી. જેમા આ નિર્ણય લેવાયો હતો. જે કે આ વિસ્તારોમા હોલસેલ બજારો ખોલવા પરનો પ્રતિબંધ ચાલુ જ રખાશે એવુ નક્કી કરાયુ છે. આ અંગે અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યુ કે શહેરના ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર, મણીનગર જેવા ૧૦ વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. પરંતુ ૧૫મીથી એટલે કે આગામી શુક્રવારથી જ આ વિસ્તારોમા કરીયાણુ, શાકભાજી-ફળોની દુકાનોને તેમજ…
લૉકડાઉન માં શ્રમિકો ની હાલત ખુબજ દયનીય છે અને દલાલો આવા મજુરો ને લૂંટી રહ્યા છે આવા મજૂરો ને ચારેતરફ લૂંટવા ચોક્કસ ટોળકી કાર્યરત થઈ છે અને તેઓની હાલત ખરાબ કરી નાખી છે. શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા બસ તેમજ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ આ સેવા માટે મજૂરો ની શુ સ્થિતિ છે તેની કોઈ તપાસ કરતું નથી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વતન જવાની વાટ જોઈ રહેલા મજૂરોને તેમની ટિકિટ ભાડું ઉપરાંત વધારાની રકમ ન આપે તો બસમાં બેસવા નહીં દેવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે,અને કટકી કરી મજૂરોને વતન પહોંચાડવામાં વચેટિયા બેફામ બન્યા છે જેઓને…
લોકડાઉન નો ફાયદો ઉઠાવી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ને અડીને આવેલ હોટેલ ઓસ્કાર પર રાત્રી દરમ્યાન કલેકટર કચરી માંથી આવીએ છીએ નો દમ મારી સાથે આવેલી મીડિયા ની ટીમે શુટિંગ ચાલુ કરી ઉભા કરેલા શીન ને લઈ હોટલ માલિક ગભરાઈ ગયો હતો અહીં ચાર અજાણ્યા ઈસમો સહિત એક મહિલા એ કલેકટર ઓફિસનાં સ્ટાફમાંથી આવતા હોવાનું જણાવી લોકડાઉનમાં ચેકીંગ માં આવ્યા હોવાનું કહી તેમની સાથે મિડીયાની ટીમ હોવાનું જણાવી શૂટિંગ કરવા લાગ્યા હતા. લોકડાઉનમાં બંધ હોટેલમાં રહેલા સિગારેટ , તંબાકુ સહિતનો જથ્થો હોવાથી તેઓએ આ જથ્થો થેલામાં ભરી લીધો હતો. આ અંગેનો કેસ કરીને હોટેલ સીલ કરવાની ધમકી આપી હતી. જેના…