હાલ માં લોકડાઉન માં ગેરરીતિઓ નું પ્રમાણ વધ્યું છે અને સરકારી લાભો વચેટિયા ખાઈ જતા હોવાનો આક્ષેપ બીજેપી સાંસદે કર્યો છે અને તેની તપાસ કરવા સીએમ ને પત્ર લખ્યો છે. ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાનીતાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ હોવાની વાત તેઓએ પત્ર માં કરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પત્રમાં જણાવ્યું છે કે, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતો બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની…
કવિ: Halima shaikh
અમદાવાદ સિવિલ માં અગર કોઈ દર્દી દાખલ કરો તો તેની સાથેજ રહેવું પડે અગર જો થોડા આમતેમ થયા તો દર્દીનો ખાટલો ક્યારે બદલાઈ જાય તે નક્કી નહિ અને સગા ન મળે એટલે દર્દી નું શુ થાય એતો દર્દીજ જાણે ,આવોજ એક ચોંકાવનારો બનાવ સિવિલ માં બન્યો છે, વાત જાણે એમ છે કે પોરબંદર કોંગ્રેસ શહેર મંત્રી જેવો હોદ્દો સંભાળનાર પ્રવીણ ભાઈ બરીદુંન ને ગળા નું કેન્સર હોવાથી 5 મી મેં ના રોજ અમદાવાદ સિવિલ માં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમને આઇસોલેશન વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા હતા જે તેમના સગાઓ ને ખબર હતી પરંતુ ત્યારબાદ તેઓ તેમના બેડ…
લોકડાઉન દરમ્યાન જેલ માંથી કેદીઓ ભાગવા ના ચાલુ રહેલા બનાવો માં ધ્રાંગધ્રાની સબ જેલમાંથી મોડી રાતે પાંચ જેટલા કેદીઓ ફિલ્મી ઢબે ફરાર થઈ જતા સુરેન્દ્રનગર જિલ્લા નું પોલીસ તંત્ર દોડતું થઇ ગયુ છે. ઘટના બાદ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લા SOG, LCB, ધ્રાંગધ્રા જિલ્લા પોલીસે ફરાર કેદીઓ ને ઝબ્બે કરવા પેટ્રોલિંગ સધન બનાવ્યું છે. વિગતો મુજબ અહીંની જેલનાબેરેક નંબર 3માં રહેલા કેદીઓ પ્લાસ્ટિકની છત તોડી ફરાર થઈ ગયા હતા જેમાં દસાડા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના ચાર સગાભાઈ આરોપીઓ અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચોરીનો એક આરોપી પ્લાસ્ટિકની છત તોડી અને દીવાલ પર ચાદર બાંધી ધાબા પરથી…
લંડન. ભારત ની બેંકો માંથી કરોડો રૂપિયા લઈને ભાગી છૂટનાર નીરવ મોદી જેલ માં ગાંડા જેવા થઈ ગયાછે અને તેમની માનસિક સ્થિતિ સારી નહિ હોવાનું વકીલે જણાવ્યું હતું. પંજાબ નેશનલ બેન્કમાં ₹14000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદી પર ભારતીય એજન્સીઓ એ દબાણ વધારતા નીરવ મોદી ટેન્શન માં આવી ગયો છે અને પ્રત્યાર્પણ વિરુદ્ધ નીરવની અરજી અંગે પાંચ દિવસની સુનાવણી સોમવારે શરૂ થઇ હતી,કોરોના મહામારીને જોતા નીરવ મોદીને વીડિયો લિંક દ્વ્રારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. વકીલે દાવો કર્યો છે કે નીરવ મોદીની માનસિક હાલત ઘણી ગંભીર છે અને તેમનો ઇલાજ આર્થર રોડ જેલમાં…
કોરોના એ દેશ ને છિન્નભિન્ન કરી નાખ્યો છે અને લોકડાઉન માં ધંધા રોજગાર બંધ થઈ રોજગારી ગુમાવી ચૂકેલા શ્રમિકો તથા અન્ય લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે.આવા દ્રશ્યો દુનિયા ના બીજા દેશો માં નથી કારણ કે ભારત જેવા ગરીબ દેશમાં શ્રમિકો ની સંખ્યા ખુબજ વધુ છે કે જેઓ પોતાના વતન છોડી નજીક ના શહેરો કે બીજા રાજ્યોમાં દૈનિક વેતન વાળા કામો કે ફુટપાથ ઉપર બેસી ને નાના ધંધા કરતા ફેરિયાઓ ની સંખ્યા વધુ છે આ એવા પરિવાર છે કે જેઓ પોતે અને બાળકો પણઅશિક્ષિત હોય છે એવા સેંકડો પરિવાર ની જિંદગી બરબાદ થઈ ગઈ છે ,50 દિવસના લૉકડાઉને ગરીબ શ્રમિકોનું…
અમદાવાદ ની GCRI સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ માં સ્ટાફ ને કોરોના નું સંક્રમણ હોવાના સત્યડે ડોટકોમ માં વિસ્તાર થી પ્રકાશિત થયેલા અહેવાલો બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું અને ઉપરીઓ શા માટે સ્ટાફ ની જિંદગી સાથે ચેડા કરે છે અને રીપોર્ટ કરાવવાની ના પાડી રહ્યા છે તે અંગે ના સવાલો ઉઠાવી કેન્સર ના દર્દીઓને જોખમ હોવા અંગે વિસ્તૃત અહેવાલો ફ્લેશ કરતા આખરે થયેલી તપાસ માં સોમવારે રેડિયોલોજી વિભાગના 3 ડોક્ટર અને 1 નર્સ સહિત 4નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્ટાફમાં કોરોના પોઝિટિવનો આંકડો 74 હોવાની વાત સાબિત થઈ ગઈ છે જે અંગે અત્યાર સુધી કોઈ સાંભળતું ન હતું. ચોંકાવનારી વાત…
કોરોના ની સ્થિતિ માં એવી એવી વાતો સામે આવી રહી છે કે આપણું દિલ દ્રવી ઉઠે અને ખુબજ દુઃખ થઈ આવે કે સમય કેટલો બદલાઈ ગયો છે. આવાજ એક અત્યન્ત કરુણ બનાવ માં એક વૃદ્ધ પિતા ને છાતી માં દુખાવો થાય છે 108 આવતા વાર લાગે છે અને માંડ કરીને પુત્ર અમદાવાદ સિવિલમાં પહોંચે છે પણ સિવિલ ના દરવાજે જ પિતા દમ તોડે છે ત્યારે પોતાની નજર સામેજ પિતાને દુનિયા છોડતા જોઈ ભાંગી પડતા પુત્ર એ લગભગ એક કલાક સુધી હોસ્પિટલ ના સ્ટાફને હાથ-પગ જોડ્યા તેમ છતાં શબવાહિની આપવામાં આવી નહોતી. પુત્ર એ રસ્તે જઇ રહેલી રિક્ષાઓ રોકવા ની કોશિશ…
ખુબજ ચર્ચા માં રહેલી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી દરમ્યાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી આવેલો ચૂદાકો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં આવતા ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવા અંગેના બહાર આવેલા અહેવાલો બાદ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું તેઓ એ ઉમેર્યું કે કાયદાકીય અપીલ કરવા અંગે અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા અને માર્ગદર્શન લઈ આગળ ની પ્રોસિઝર અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું તેઓ એ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું હતું.
કોરોના એ અમદાવાદ માં ડાટ વાળ્યો છે અને અત્યારસુધી કેટલાય ના મોત થઈ ચૂક્યા છે જોકે સરકારી ચોપડે નોંધાયેલા આંકડા અને સ્મશાન ના આંકડાઓ માં મોટો ફેરફાર જોવા મળતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે અને અમદાવાદ ની સ્થિતિ વિકટ હોવાનું મનાય રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના વિવિધ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં અંતિમવિધિ અને દફનવિધિની સંખ્યામાં અઢીથી ચાર ગણો વધારો થયો છે. જે મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી છે તેમાંના સંખ્યાબંધના મોત કોરોનાથી થયાની આશંકા છે, જેઓ સરકારી ચોપડે નોંધાયા નથી. મૃત્યુઆંક બહાર ન આવે તે માટે પણ ધ્યાન રાખવામાં આવી…
હાલ કોરોના માં દેશ માં યુદ્ધ જેવો માહોલ છે, દેશવાસીઓ કોરોના નો ભોગ ન બને તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. દુનિયા આખી માં જે માહોલ છે તેવો જ માહોલ ભારત માં છે, સરકાર દ્વારા શક્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા અંગે પત્રકારો રીપોર્ટિંગ કરે તે રિપોર્ટ ના આધારે સરકારે પગલાં ભરવાના થતા હોય છે અને જ્યાં ચૂક જણાય ત્યાં પ્રેસ ની ટકોર સામે તે દિશા માં ત્વરિત કામગીરી કરવાની હોય છે કારણ કે મીડિયા નું કામ ટપારવાનું નું છે અને તંત્ર એ તે દિશામાં ધ્યાન આપી લોકહિત ને પ્રાધાન્ય આપવાનું હોય છે. ગોપનીય સૂત્રો ના જણાવ્યા…