કોરોના એ દેશ ને અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે અને હજ્જારો શ્રમિકો રાજ્ય ના જુદાજુદા ભાગો માં અટવાઈ ગયા છે અને હાલ તેઓ ને વતન જવા છૂટ અપાઈ છે જરૂરી રીપોર્ટ અને અને ફોર્મ ભરાયા બાદ રેલવે ટિકિટ નું ભાડું લઈ શ્રમિકો ને જવા દેવાઈ રહ્યા છે આ બધા વચ્ચે ભાવનગર થી બસ્તી તરફ જઈ રહેલી ટ્રેન માં સવાર બે શ્રમિકો ના મોત થઈ ગયા હતા ,જેના પગલે ટ્રેન માં બેઠેલા અન્ય શ્રમિકો માં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ચારબાગ સ્ટેશન ઉપર ટ્રેન અટકાવીને મૃતક ની લાશ ને પીએમ માટે મોકલી અપાઇ હતી. મૃતક ની ઓળખ 29 વર્ષીય કન્હૈયા લાલા તરીકે…
કવિ: Halima shaikh
દેશમાં કોરોના એ ગરીબ , મધ્યમ વર્ગ ના લોકો ની કમ્મર તોડી નાખી છે, હવે પછી આવનારા સામુહિક ચુકવણું કેવી રીતે કરીશું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. લોકોમાં લાઈટ બિલ , કરીયાના,દૂધ , શાળા ફી, મકાન ભાડા ક્યાંથી લાવવા તે સવાલો મુઝવી રહ્યા છે હાલ લોકડાઉનનો 3જો તબક્કો ચાલી રહ્યો છે. સામાન્ય પ્રજા તો ઠીક પણ હવે તો ખૂબ રાજકીય અગ્રણીઓ પણ આ ચિંતા કરતા થઈ ગયા છે. સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો પણ હવે પોતાની હૈયાવરાળ કાઢી રહ્યા છે. અમદાવાદ ભાજપ સાથે ભાઈપુરા વોર્ડમાં 30 વર્ષથી સંકળાયેલા અનુસૂચિત જાતિના કોષાધ્યક્ષે પણ ભાજપના નેતાઓને સત્યથી રૂબરૂ કરાવ્યા…
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારીનું બોર્ડ ધરાવતી બેફામ ગતિથી ધસી આવેલી વરના કારે કિમ ચાર રસ્તા પાસે બે ને અડફેટે માં લેતા ભારે અફરા તફરી મચી હતી જોકે પોલીસે પીછો કરી બેફામ બનેલા કાર ચાલક ને ઝડપી લીધો હતો જે પીધીલી હાલત માં જણાયો હતો. કીમ ચાર રસ્તા વિસ્તારમાં સફેદ હોન્ડાઈ વરના કાર નંબર Gj 19 BA 6217ના ચાલકે ગાડીને પુરપાટ ઝડપે ભગાવી કીમ ચાર રસ્તા પરથી પિપોદરા તરફ જતા સર્વિસ રોડ ઉપર ફ્રુટની લારી લઈને ચાલતા જતા હારીજ બિરજા ગુપ્તાને અડફેટે લેતા તેઓને માથાના કપાળના ભાગે તથા મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાંરબાદ આ…
સુરત ના હીરાબજાર માં કોરોના સંકટ અને લોકડાઉન ને લઈ કેટલાય સમય થી ચિંતા નું મોજું છે ત્યારે સુરત ના ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ સારા સમાચાર એ છે કે હોંગકોંગ બાદ આજે સોમવારથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. હોંગકોંગ બાદ એન્ટવર્પનું પણ માર્કેટ ખુલી જતાં સુરતના હીરા ઉદ્યોગકારોના અટકેલા કામે ચાલુ થઈ ગયા છે અને પૈસા છુટા થશે, એન્ટવર્પમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના યુનિટોમાં કામદારોને 15 મીટરનું અંતર જાળવી કામકાજ શરૂ કરવા અનુમતિ અપાઈ છે. તેમજ સુરત-મુંબઈની મોટી ડાયમંડ કંપનીઓની જે હાલ માં રફ ડાયમંડની સપ્લાય અટકી છે, તે ક્લિયર થશે. સુરત-બેલ્જિયમનો વર્ષે…
કોરોના ના આતંકે દેશ ના અર્થ તંત્ર ને ખોરવી નાખ્યું છે, દેશ માં લોકડાઉન ચાલી રહ્યું છે,મેટ્રો સીટી માં કેસો નું પ્રમાણ વધુ છે,કોરોના ને હરાવવા માટે રાત દિવસ વોરિયર્સ કામ કરી રહ્યા છે આગળ શું થશે તે કોઈ ને ખબર નથી પરંતુ બહાર લોકોની શુ મનોદશા છે તે જાણવાનો પ્રયાસ કર્યો તો દરેક સોસાયટી, મહોલ્લા,ટાવર માં વસતા લોકો માં એકજ મુંજવણ દેખાતી હતી કે હાલ આવક બંધ થઈ ચૂકી છે,બચત ખર્ચાઈ ગઈ છે,ઘરમાં હપ્તા થી લીધેલી વસ્તુઓ ના હપ્તા ચડી રહ્યા છે ટુક માં દૂધ-કરીયાણા થી માંડી દરેક વસ્તુ ઉધાર મળતી નથી જ્યાં નોકરી છે તે ધંધા બંધ છે…
કોરોના ની એન્ટ્રી સાથે લોકડાઉંન માં બંધ કરાયેલી રેલ સેવા ચાલુ કરવા તંત્ર એ નિર્દેશ આપ્યા છે અને રેલવે એ 12મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ ના જણાવ્યા પ્રમાણે તા.11મેના રોજ 4 વાગ્યાથી રિઝર્વેશન શરૂ થઇ જશે. આ માટે ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે.રેલવે પ્રમાણે સ્ટેશનો પર બુકિંગ કાઉન્ટર હાલ બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ નહીં મળે. પ્રવાસ દરમિયાન કોરોના પ્રસરે નહીં તે માટે ના તમામ નિયમો નું પાલન કરવું પડશે અને ચહેરા ઉપર માસ્ક ફરજીયાત રહેશે.સાથે જ ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ કરવામાં આવશે. માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં લક્ષણો નહીં…
કોરોના ની મહામારી વચ્ચે એક તરફ સરહદ ઉપર પાકિસ્તાન કઈક ને કઈક હરકત કરી રહ્યું છે તો વળી નોર્થ સિક્કીમના નાકુ લા સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ વધ્યો હતો અને અથડામણ થઈ હોવાની ઘટના પ્રકાશ માંઆવી છે. આ જૂથ અથડામણ માં બન્ને દેશના સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને દેશના સૈનિકો વચ્ચે ખૂબ જ આક્રમક વલણ જોવા મળ્યું. જોકે,બાદ માં ઉપરી અધિકારીઓ ની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યો હતો. આ ઘટના મુગુથાંગની આગળ નાકુ લા સેક્ટરમાં ગતરોજ શનિવારે બની હતી. આ વિસ્તાર પાંચ હજાર મીટરની ઉંચાઈ પર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને દેશ…
વાપી 10 વર્તમાન લોકડાઉન ની પરિસ્થિતિમાં વાણિજ્ય અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટ આપવામાં આવી છે જોકે તેમ છતાં વલસાડ જિલ્લા પ્રશાસન દ્વારા અમુક જ ઉદ્યોગોને શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવે છે નાના અને લઘુ ઉદ્યોગકાર ઓ ની પરિસ્થિતિ કફોડી બની રહી છે, આ પ્રકરણમાં હવે આવા ભેદભાવ અંગે કાન ફૂશી થઈ રહી છે અને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે શા માટે ચોક્કસ ઉદ્યોગો નેજ લાભ મળ્યો ત્યારે સરકારે આ ભેદભાવ ની નીતિ અંગે ખાનગી માં તપાસ કરાવવા ચર્ચાઓ શરૂ થઈ ગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ત્રીજા લોકડાઉન ના તબક્કામાં 20…
કચ્છના રાપરના હમીરપર ગામે બનેલી એક સામુહિક હત્યાકાંડ ના બનાવ માં એકજ પરિવાર ના પાંચ વ્યક્તિઓ ની હત્યા કરી દેવાતા ભારે ચકચાર મચી ગઈ છે. અહીં દારૂ ની બાતમી આપવા મામલે છેલ્લા 3 દિવસથી બે જૂથો વચ્ચે બબાલ ચાલતી હતી અને આ પ્રકરણમાં ગઈરોજ સમાધાન પણ થઇ ગયા ની વાત વચ્ચે આજ રોજ અખા જેસંગ ઉમટ રાજપૂત ( ઉ.વ. 38) અમરા જેસંગ ઉમટ રાજપૂત ( ઉ.વ. 30) લાલા અખા ઉંમટ રાજપૂત ( ઉ.વ. 18) પેથા ભવન રાઠોડ ( ઉ.વ. 37) બનેવી અને વેલા પાંચા ઉમટ ( ઉ.વ. 37) ભાઈ સહિત સ્કોર્પિયો માં બેસીને જઇ રહ્યા હતા ત્યારે તકરાર કરનાર સામેના…
હાલ કોરોના એ દુનિયા આખી ને પ્રભાવિત કરી છે અને આજદિન સુધી કોઈ તેની દવા બનાવી શક્યું નથી અને કોરોના ની વેકસીન તૈયાર કરવા મોટા મોટા વૈજ્ઞાનિકો કામે લાગ્યા છે પણ હજુસુધી સફળતા મળી નથી ત્યારે ભારત ના ચેન્નાઇ ખાતેની એક આયુર્વેદ પ્રોડક્ટ કંપનીના ફાર્મસિસ્ટ અને પ્રોડક્સન મેનેજરે રસાયણોમાંથી કોરોના વાયરસનો ઉપચાર થઇ શકે તેવી દવા વિકસાવી હોવાનો દાવો કરી પોતેજ તૈયાર કરેલી દવા ગટગટાવી જતા તેમનું મૃત્યુ થઇ ગયુ હતુ. ૪૭ વર્ષીય આ ફાર્મસિસ્ટ કે.શ્રીનિવાસન પોતે પ્રમાણિત ઓફ્થામોલોજિસ્ટ છે. તેઓ આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ કંપની સુજાતા બાયોટેકમાં ફરજ બજાવતા હોવાની હકીકત પ્રકાશ માં આવી છે. કોરોના વાયરસ સારવાર માટે…