ગુજરાત માં કોરોના બૉમ્બ ફાટી ચુક્યો છે અને દેશમાં અમદાવાદ નંબર વન નું બિરુદ મેળવે તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એલર્ટ થઈ ગયા છે અને આરોગ્ય વિભાગ માં થોડા બદલાવ લાવી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ કુમાર ને સુપરવિઝન સોંપવામાં આવ્યું છે, કોરોના રોકવામાં પરિણામ ન મળતા સરકારમાં અગ્રસચિવ ડો.જંયતિ રવિ ઉપર પંકજ કુમાર સમગ્ર સ્થિતિ નું હવે મોનીટરીંગ કરશે. અમદાવાદમાં સતત કોરોના ના પોઝિટીવ કેસ અને મૃત્યુદર વધી રહ્યો છેઅને સ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવતા મુખ્યમંત્રીએ પરીણામલક્ષી ટાસ્ક માટે જાણિતા ACS ડો.રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદમાં કોવિડ-૧૯ માટે ઓવરઓલ ચાર્જ સોંપવાનો નિર્ણય કર્યો છે. ગત સપ્તાહે શુક્રવારે ગાંધીનગરમાં…
કવિ: Halima shaikh
અમદાવાદ માં કોરોના ની સ્થિતિ જીવતા બોમ્બ જેવી થઈ છે અને અમદાવાદ કોરોના નું હબ મનાઈ રહ્યું છે. ત્યારે અહીંના વટવા ઝોનલ પુરવઠા વિભાગના અધિકારી વી.બી. ચોક્સીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ વસ્ત્રાલના મહેસૂલ ભવનમાં કાર્યરત વટવા ઝોનલની પુરવઠા કચેરીમાં ફરજ પર હતા. રાજ્ય સરકારે ગાંધીનગરમાં રહેતા આ GST અધિકારીને વિના મુલ્યે વિતરણ કરાતા અન્નબહ્મ યોજનાના લાભાર્થીઓનો સર્વે ટીમના વડા તરીકે કરી નિમણૂંક કરી હતી. જો કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વટવા ઝોનલ કચેરીનો સ્ટાફ પણ આ અન્નબહ્મ યોજનાની ટીમમાં તેમની સાથે કાર્યરત હોવાથી તેઓ પણ સંક્રમિત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આમ કોરોના ના…
અમદાવાદ માં કોરોના એ કાળો કેર વર્તાવી દીધો છે અને કોરોના થી 39 દર્દીના મોત થતા મૃતકો ના પરિવારો માં માતમ છવાઈ ગયો છે. મૃતકો માં 30 મૃતકો રેડ ઝોન વિસ્તાર ના છે . સૌથી વધુ જમાલપુર ના10 વ્યક્તિઓના મોત થયા છે ,સાથે જમાલપુર વોર્ડનો મૃત્યુઆંક 79નો થયો છે જેને જો કેલ્ક્યુલેટ કરવામાં આવે તો દિલ્હી રાજ્યના 64 અને ઉત્તરપ્રદેશના 56 કરતાં પણ વધુ છે. અમદાવાદ ના દાણીલીમડાના ચાર, સરસપુર-રખિયાલના ચાર, શાહપુર, મણિનગર અને સરખેજ વિસ્તારના ત્રણ, ગોમતીપુર, અસારવાના બે-બે અને બોડકદેવ, બાપુનગર, નવા વાડજ, સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા એક-એક વ્યકિતના મોત થયા છે આ બધા વચ્ચે ચોંકાવનારી માહિતી બહાર…
ચાઈના માંથી વછુટેલાં કોરોના એ વિશ્વના દેશો સાથે સાથે અમેરિકા ને પણ બરાબરનું ધમરોળ્યું છે કોરોના વાઇરસ ના કારણે લોકો મોત ને ભેટી રહ્યા છે ત્યારે કોરોના એ નવા લક્ષણો દેખાડવાનું શરૂ કરતા અમેરિકનો ફફડી ઉઠ્યા છે , ન્યૂયોર્કના બાળકોમાં એક રહસ્યમય બીમારી એ કેર વર્તાવ્યો છે જેમાં 2થી 15 વર્ષના 15 બાળકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બીમારી કોવિડ-19 સાથે સંકળાયેલ છે. સોમવારે રાત્રે આરોગ્ય વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ તેમાંના મોટાભાગના બાળકોના શરીરે ચાટા પડી ગયા અને તેમને ઝાડા-ઉલટી થઇ રહી છે. 5 બાળકોને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડી છે. જ્યારે બધાને બ્લડ પ્રેશર સપોર્ટ પણ આપવામાં…
અમદાવાદ સિવિલ ની બેદરકારી ના કારણે જીવતા બૉમ્બ જેવા અનેક કોરોના ના દર્દીઓ આમતેમ ફરી રહ્યા છે કોઈ આગોતરા આયોજન વગર ધકયેલ પંચ્યા દોઢસો ની જેમ બધું ચાલી રહ્યું છે આ બધા વચ્ચે કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા બાદઆવા દર્દીઓ તરફ કોઈએ ધ્યાન નહિ આપતા બાપુનગર અને રખિયાલના અનેક દર્દીઓ હોસ્પિટલમાંથી નીકળી પોતાના ઘરે જતા રહ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે।.જોકે સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આવા દર્દીઓને પાછા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગતરોજ સવારે બાપુનગર સુન્દરમનગર અને રખિયાલ વિસ્તારમાં કોરોનાના દર્દીઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ…
ગુજરાત માં સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગો માં જે રીતે પવન સાથે માવઠું થયું એજ રીતે દેશ ના અન્ય રાજ્યો રાજસ્થાન, બિહાર સહિત મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ,પંજાબ સહિત સહિત અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને કરા પડ્યા ના અહેવાલો છે . બિહારના કેટલાક ભાગોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો.છત્તિસગઢ મા પણ કરા પડ્યા હતા. ઝારખંડમાં પણ છેલ્લા એક સપ્તાહથી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે. રાજસ્થાન ના ત્રણ જીલ્લામાં આંધી-વરસાદને લીધે 6 લોકોના મોત થયા છે જેમાં ટોંક-સવાઈ માધોપુરમાં 5 અને કોટામાં એક વ્યક્તિનું મોત થવા સાથે 24થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાહતા એટલું જ નહીં વાવાઝોડા ને કારણે ટોંકમાં 300 જેટલા…
રાજ્ય માં કોરોના ની સ્થિતિ બગડી છે પરંતુ સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદ ની છે અહીં તંત્ર દિશાહીન હાલત માં છે અને હાલકડોલક જહાજ ના કેપ્ટ્ન ની ખુરશી ઉપર મુકેશ કુમાર ગોઠવાયાછે, મ્યુકમિ વિજય નેહરા ને કોરોના નું સંક્ર્મણ લગતા તેઓ ને હોમ કોરોનટાઇન કરાયા છે અને સત્યડે ડોટકોમ દ્વારા આ અંગે 17 મી એપ્રિલ ના રોજ એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ‘મનપા કમિશનર વિજય નેહરાની 10 લાપરવાહીથી શહેર ભયમાં આવી પડ્યું’ આ મુજબ ના હેડિંગ વચ્ચે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા,અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે હવે મોડેમોડે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હવે એક મંચ ઉપર આવ્યા છે…
એક સમયે ગુનેગારો જેઓના નામ માત્ર થી કંપતા હતા તેવા ગુજરાત પોલીસખાતા ની શાન ગણાતા એમએમ ઝાલા ઉર્ફે ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર જાંબાઝ પોલીસ અધિકારી એમ.એમ ઝાલાનું 90 વર્ષ ની વયે નિધન થયું છે. આ ખબર વહેતી થતા પોલીસબેડામાં અને રાજપૂત સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી તેઓએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પોલીસખાતા માં કારકિર્દી શરૂ કરી હતી ત્યારબાદ નાસિક પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને વર્ષ 1958માં વડોદરાથી પોસ્ટિંગ લઈ ફરજ ઉપર હાજર થયા હતા. તેઓ કચ્છ અને જામનગર ACBમાં પણ ફરજ બજાવી ચૂક્યા…
વલસાડ ને અડીને આવેલા દાદરાના કાકડ ફળિયા માં રહેતી મહિલા નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ મહિલા 2 દિવસ પહેલા મુંબઇ થી આવી હતી જેને લઈ સ્થાનીક લોકો એ ભારે વિરોધ પણ કર્યો હતો ત્યાર બાદ મહિલા ને કોરોન્ટાઇન કરાઈ હતી અને સેમ્પલો લેવાયા હતા દરમિયાન આજરોજ મહિલા નો રીપોર્ટ પોઝીટીવ આવતા ગ્રીનઝોન માં સામેલ દાદરા નગર હવેલી નું તંત્ર દોડતું થયું હતું. અને દાદરા ગામ ના કાકડ ફળિયા ને શીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજીતરફ હાલ માં આ મહિલા ના સંપર્ક માં આવેલ લોકો ની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.…
કોરોના એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે અને ચાઈનાથી લીક થઈને કોરોના હવે વિશ્વભરમાં છવાઈ ગયો છે ત્યારે ચાઈનાએ હવે આ વાયરસ ઉપર કાબુ પણ મેળવી લીધો છે પણ અન્ય દેશ હજુ કોરોના ની આંટીઘૂંટી માં અટવાયેલા જોવા મળી રહ્યા છે આ બધા વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં અમેરિકા, બ્રિટેન, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ખુફિયા એજન્સીઓ જાસૂસોએ દાવો કર્યો છે કે ચીન સતત વેક્સિન ન બને તેવુ ઈચ્છી રહ્યું છે. બહાર આવેલા એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ દુનિયા ના 5 દેશોની ખુફિયા એજન્સીઓએ મળીને એક 15 પેજનું ડોઝિયર તૈયાર કર્યું છે જે પ્રમાણે ચીન નથી ઇચ્છતુ કે દુનિયાને જલદી…