અમદાવાદ કોરોના નું હોટસ્પોટ બન્યુ છે અને સ્થિતિ અત્યંત ગંભીર હોવાછતાં સિવિલમાં બેદરકારીના કિસ્સા પ્રકાશ માં આવતા રહે છે ત્યારે બહાર ના પેશન્ટ તો ઠીક પરંતુ જ્યારે સિવલ નો જુનો સ્ટાફ કોરોના માં સંક્રમિત થતા આવા 11 જેટલા સભ્યો ને 7 કલાક સુધી સારવાર તો બાજુ ઉપર રહી પણ પ્રાથમિક દવા અને પલંગ નહિ આપતા તેઓ ની હાલત ખરાબ થઈ ગઇ હતી આ વાત બહાર આવતા મેડિકલ જગત માં હાહાકાર મચી ગયો છે અને આ પ્રકરણમાં જવાબદાર મનાતા ડાયરેકટ ડો. શશાંક પંડ્યા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ ના સામે આવેલા કિસ્સાએ ભારે ચકચાર જગાવી…
કવિ: Halima shaikh
હાલ કોરોના એ હાહાકાર મચાવ્યો છે ચારે તરફ કોઈને કઇ સમજ પડતી નથી , લોકડાઉન સતત લંબાઈ રહ્યું છે આ બધા વચ્ચે પોલીસ,ડોકટર, સફાઈ કામદારો,પત્રકારો,સ્વયં સેવકો સતત કોરોના ની ખતરનાક સ્થિતિમાં કામ કરી રહ્યા છે બીજા અર્થ માં કહી શકાય કે કોરોના સામે જંગ લડી રહ્યા છે. આ બધા વચ્ચે વાત કરવી છે વડોદરા શહેર ની કે અહીં દાંડીયા બજાર માં એક એવા પોલીસકર્મી જોવા મળ્યા કે જેઓ ના પગે પ્લાસ્ટર હતું છતાં ખુરશી ઉપર બેસીને ખાખી ની વરદી માં સજ્જ થઈ ડ્યુટી બજાવી રહ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પોલીસ કર્મચારી વડોદરા ના રાવપુરા પોલીસ મથક માં…
વલસાડ માં પોલીસહેડક્વાર્ટ્સ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી ના પોલીસ મિત્ર ની પત્ની અને પુત્ર નો મહેસાણા ખાતે કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ વલસાડ પરત ફરેલા પોલીસકર્મી એ આ વાત છુપાવવા બદલ ફરિયાદ થઈ છે. વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા જયદીપસિંહ ચાવડા પોતાના પત્ની અને અન્ય નરેન્દ્રસિંહ નામના પોલીસમિત્ર ના પત્ની અને બાળકો ને પણ સાથે પરમિશન વગર વતન મહેસાણા ખાતે મુકવા ગયા હતા જ્યાં મહેસાણા માં ટેસ્ટિંગ દરમ્યાન નરેન્દ્રસિંહ ના પત્ની અને તેમના પુત્ર નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આ વાત બહાર આવતા વલસાડ પોલીસખાતા માં દોડધામ મચી ગઇ હતી. અને આ બંને પોલીસકર્મી જયદીપસિંહ અને ડુંગરી ખાતે ફરજ…
હાલ કોરોના ની મહામારી માં ફસાયેલા લોકો ને લોકડાઉન માં લૂંટનારા વેપારીઓને તે જનતા ની લૂંટ ની રકમ સરકાર ને દંડ ના રૂપ માં આપી દેવી પડી હતી વિગતો મુજબ વલસાડ સહિત નવસારી,ડાંગ જિલ્લામાં લોકડાઉનના દોઢ માસ દરમિયાન એમઆરપી કરતાં વધુ ભાવો વસુલતા અનાજ, કરિયાણા, દૂધના 157 દૂકાનદાર સામે દંડનીય કાર્યવાહી કરાતા ભારે ફફડાટ ફેલાયો હતો. કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં કુલ 2.50 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી કચેરી દ્વારા માર્ચ અને એપ્રિલ માસમાં લોકડાઉન દરમિયાન…
કોરોના વાયરસ સામે લડી રહેલા દેશના વોરિયર્સ નો હોસલો વધારવા માટે તેમજ કોરોના નો ઇલાજ કરી રહેલી હૉસ્પીટલો પર વિમાનો અને હેલિકૉપ્ટરથી ફૂલો વરસાવવામાં માટે દેશના સુરક્ષાદળ દ્વારા જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવી રહયુ છે. જેનાથી કોરોના વોરિયર્સ માં ગજબ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હિંમત વધી ગઈ છે, સાથેજ દેશના 24 જેટલાબંદરો ઉપર ધુન વાગવા સાથે નેવી અને કૉસ્ટગાર્ડના જહાજો ઉપર વિશેષ તૈયારીઓ કરી દેવાઈ હતી આજે રવિવાર કોરોના વોરિયર્સ માટે ઉત્સાહ વધારનારો છે જેઓનું સન્માન કરવાનો દિવસ છે. આખા દેશમાં લડાકૂ વિમાનો છવાવાયેલા રહેશે જે એક વિશેષ સન્માન છે. આજે સવાર થી સાંજ સુધી દેશના વિભિન્ન ભાગો…
કોરોના વાયરસ ચાઈના એ પોતાની લેબ માં તૈયાર કર્યો હતો તે વાત હવે ધીરે ધીરે બહાર આવી રહી છે અને લેબ માંથી ભૂલ થી છૂટી જતા ચાઈના એ કોરોના ઉપર કાબુ મેળવી લીધો છે અને અમેરિકા સહિત આખી દુનિયા હવે કોરોના ને કાબુમાં લેવા હવાતિયાં મારી રહી છે ત્યારે ચાઈના હવે પોતાના વિકાસ માં પડ્યું છે અને સ્ટેડિયમ ,એવરેસ્ટ માપણી ,દુનિયા માં માંદી પડતી કંપનીઓ ના સસ્તામાં શેર ખરીદવાનું ચાલુ કરી વિશ્વમાં આર્થિક મહાસત્તા બનવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે ત્યારે ચાયના એ વધુ એક ઝટકો આપતા વિશ્વ ચોંકી ઉઠ્યું છે ચાઈના એ સ્ટોક એક્સચેંજના વ્યવહારોમાં ડોલરમાં કરવા માટે રદ…
કોરાના ના એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં હવે તંત્ર થાકી ગયું હોય તેમ લાગી રહ્યું છે અને હવે પોજીટીવ આંકડાકીય માહિતી માં મોટાપાયે લોચા મારવામાં આવી રહ્યા નું સામે આવી રહ્યું છે જેનું ઉદાહરણ 30 એપ્રિલે જોવા મળ્યું હતું , મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 એપ્રિલના રોજ 379 પોઝિટિવ કેસની યાદી તૈયાર થયા બાદ આ યાદી જાહેર કરવાની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં માત્ર 249 કેસ જ થયા હોવાની રાજ્ય સરકારમાં ખોટી માહિતી આપી હતી આ માહિતી ના આધારે સરકારે અમદાવાદમાં 249 કેસ હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે ખરેખર 379 જેટલા પોઝિટિવ દર્દીઓ હતાં. કોર્પોરેશનએ 379 પોઝિટિવ દર્દીઓની યાદીમાંથી 249 કેસ 30…
ચારેતરફ કોરોના ની હાડમારી છે અને હાલ દેશ લોકડાઉન ની સ્થિતિ માં છે ત્યારે આ દિવસો માં આજે ગુજરાતનો આજે 60મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને કોરોના માં સોશિયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવા અંગે સંકલ્પ કરવા જાહેર અપીલ કરવા સાથે રાજ્યના નાગરિકો ને ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે 1956માં શરૂ થયેલું મહાગુજરાત આંદોલન 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે પૂર્ણ થયુ હતું અને ગુજરાત, મહારાષ્ટ્ર અલગ પડ્યા હતા. ભૂતકાળ માં એટલે કે 1956માં અમદાવાદ ના લાલદરવાજા પાસેના તત્કાલીન કોંગ્રેસભવન પાસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે…
વિશ્વભરમાં કોરોના મહામારી નો આતંક છવાયો છે અને અત્યાર સુધીમાં લગભગ 32 લાખ 72 હજાર 102 કેસ નોંધાઈ ચુક્યા છે.અને કોરોના ના ખપ્પર માં 2 લાખ 31 હજાર 312 લોકોએ જીવ ગુમાવ્યા છે તેવે સમયે ખબર આવી રહી છે કે રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન નો ગુરુવારે રાત્રે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમણે પોતેજ આ વાત ની પૃષ્ટિ કરી છે. જેને લઈ રશિયા માં કોરોના ની દહેશત વધુ વ્યાપી ગઈ છે બીજી બાજુ કોરોના વાઈરસમાં ચાઈના ના વાયરસ અંગે ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં ચીનની ભૂમિકા અંગે તપાસ કરવા માંગે છે. ટ્રમ્પ પ્રશાસનના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાને કહેવામાં…
ગુજરાત ના કાઠીયાવાડ વિસ્તાર માં જો મહેમાન ગતિ કરવા જાવ ત્યારે એક વાત ખાસ નોટ કરવાની કે ગામડું હોય કે શહેર પણ અહીંના લોકો તમને જમી લીધા પછી અવશ્ય કહેશે કે” હાલો મહેમાન ફાકી ખાવા” અહીં ફાકી ,મસાલો ,માવો ,સિગરેટ ,બીડી વગેરે વગર જ ચાલેજ નહિ અને તેથીજ અહીં વરસો થી સોપારી અને ફાકી ખાવા ટેવાયેલા લોકો લોકડાઉંન માં વધુ પૈસા આપીને પણ માવા ,તમાકુ, બીડી ,સિગારેટ ખરીદી રહ્યા છે ,રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લૉકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને…